Construction of Jethibai in Gujarati Adventure Stories by Ajay Khatri books and stories PDF | જેઠીબાઇ ની બાંધણી

Featured Books
Categories
Share

જેઠીબાઇ ની બાંધણી

કચ્છ ની કલા કારીગરો અને કસબીઓ જગ વિખ્યાત છે અહીં વર્ષો ની ભરતકામ ,રંગાટ અને બાંધણી ના કારખાના ઓ ધમધમે છે.વર્ષો પહેલા કચ્છ ના કારીગરો જામનગર ગયેલા હિન્દુ ખત્રી કારીગરો એ રંગાટકળા ખુબજ વિકસાવી હતી.આખાય સૌરાષ્ટ્ર માં જામનગર ખત્રી ઓનું કાપડ પર નું રંગાટ ખુબજ વખણાતું હતું. આવા જ એક કારખાના માંથી એક વિરાંગના એ પોતાના સ્વાભિમાન ની લડાઈ લડી હતી એમનું નામ હતું જેઠી બાઈ ખત્રીયાણી


બંદરિય નગરી માંડવી થી પોતાની કલા કારીગીરી નો હુન્નર સાથે લઇ દીવ માં પોતાના પતિ પંજુ ખત્રી ની સાથે ખભેથી ખભો મેળવી જેઠી બાઈ કારખાનું સ્થાપે છે. કચ્છ ના કારીગરો ની કલા અને મહેનત આ કારખાનું ખુબજ પ્રગતિ કરે છે.જોત જોતા માંજ યુરોપ,ઈરાન અને જંગબાર જેવા અનન્ય દેશો માં માલ ની ખપત વધવા લાગે છે. જેઠી બાઈ ગરમ સ્વભાવ ની સાથે માતૃત્વ નું સ્નેહ કારીગરો ને મળતું તેથી કારીગરો જેઠી મા થી ખુબજ પ્રભાવિત થઈ ને રહેતા.


દીવ પર પોર્ટુગીઝ નો રાજ હતું અહીં અમલદારો અને પાદરીઓ નો અમાનવીય વર્તન અને લોકો ને કનડગત કરતાજ રહેતા હવે નવો કાયદો આવ્યો જે કોઈ બાળક અનાથ થાય તો તેનું ધર્મ પરિવર્તન કરાવી નખવું અને તેની વડીલો ઉપજાત જે પણ માલ-મિલકત ને જપ્ત કરી લેવાનું ફરમાન જાહેર થયું.દીવ ના લોકો માં આ કાયદા થી ખુબજ ભય ફેલાયો હતો.પણ સતા સામે કોણ ઉભો થાય..??


કાનજી નામનો હસ્ત કલા નો કારીગર જેઠી બાઇ ના કારખાના માં કામ કરતો તેનો એક દીકરો પણ આજ કામ માં સાથે રહેતો કાનજી ના પત્ની નો સ્વર્ગવાસ થઈ ગયો હતો અચાનક કાનજી ની પણ તબિયત બગડતા મરણ પથારી એ પડ્યો પણ આ કારીગર નું જીવ સદગતિ થાય જ નહીં.ત્યારે જેઠીબાઇ કાનજી પાસે આવી ને પૂછે છે.કાનજી તારે શુ કહેવું છે ?

કઈ દે મારા ભાઈ...

કાનજી પોતાના દીકરા તરફ જુવે છે.


જેઠી મા તરતજ સમજી જાય છે અને કાનજી ને વચન આપે છે.તારો દીકરો મારો દીકરો હું. એનો ધર્મપરિવર્તન નહિ થવા દવ તું ચિંતા મુક કાનજી ત્યાંજ કાનજી નો પ્રાણ પખીડું ઉડી જાય છે


કાનજી ના મરણ ના દિવસે જ તેના પુત્ર પમા નું લગ્ન કરાવ્યું અને પછી જ કાનજી ની અંતિમ ક્રિયા કરાવી હતી આ સમાચાર ફેલાતાજ સરકાર ના માણસો ત્યાં પહોંચી આવ્યા અને અનાથ બાળક નો કબજો આપવા ની વાત કરી ત્યાં તો જેઠીબાઈ એ આ બાળક ના લગ્ન ની વાત અને સજોડે બને ને બતાવતા જ પાદરીઓ અને અમલદારો ને ત્યાં થી પાછું ફરવું પડ્યું હતું.પણ સરકાર ના માણસો અને લાલચી પાદરીઓ આમ તે થોડી ચૂપ રહેવાના


તેવા માં તો થોડા દિવસો બાદ એક બાળક ની માતા મૃત્યુ થતા બાળક આનાથ થયો હવે એના સગાઓ જેઠી મા ને ત્યાં આવ્યા આ છોકરા ના પણ લગ્ન કરાવી ધર્માંતરણ થતું અટકાવીયું આમ ત્યાંના પાદરીઓ અને સરકારી અમલદારો ની આંખ માં આ બાઈ કણા ની જેમ ખૂંચવા લાગી


હવે જેઠીબાઇ આ કાળા કાયદા થી કેમ મુક્તિ લોકો ને આપવી એ બાબતે વિચારવા લાગ્યા પોર્ટુગીઝ સામે લડવું સહેલું તો નોહતુંજ પણ અનાથ બાળકો ને આ કાયદા થી બચાવવા પણ હતા.


ઊંડા વિચારો બાદ એક કાયદા ના જાણકાર અને બાહોશ ફીરંગી વકીલ પાસે જેઠીબાઇ લખાણ કરાવે છે. કાયદા અને પાદરીઓ દ્વારા થતા જુલ્મો નું ઉલ્લેખ કરતી અરજી તૈયાર કરાવી અરજી તો તૈયાર કરી પણ હવે રજુવાતો કયાં કરવી આ વિચારો વચ્ચે જેઠીમા ને થયું કે આ રજુવાત જે પોર્ટુગીઝ ની મહારાણી સુધી પહોંચે તો અચુક આ કાયદો તેમના ફરમાન થી રદ થાય પણ મહારાણી તો સાત સમુંદર

પાર હતા ત્યાં સુધી જેઠીબાઇ જાતે ત્યાં જઈ ને રજુવાત કરવાનું વિચાર્યું કોઈના હાથે જો આ અરજી લાગે તો દીવ માં તકલીફો વધે પણ જો જાતે મહારાણી ને મળવા નું થાય તો રજુવાતો મૂકી શકાય


લિસબન જવા ની તૈયારી જેઠી માં એ શરૂ કરી પણ કાગળ જો મહારાણી ને મળવા જતા કોઈને આપય અને એજો ત્યાં સુધી ન પહોંચે તો ?? જેવા અનેકો પ્રશ્નો વચ્ચે જેઠીમા એ કારીગરો પાસે એક સાડી તૈયાર કરાવી જેમાં વકીલે લખેલ આખી વાત બાંધણી માં હાથે બંધાવી અને સાડી ને કચ્છીકસબ વચ્ચે ધર્મપરિવર્તન ના કાયદા નો થતો દૂર ઉપયોગ જુલમો અને અનાથ બાળકો ને થતા અન્યાય નો એક એક શબ્દ પોટુગીઝ ભાષા માં છાપી અને સુંદર મજા ના ઉપહાર તરીકે તૈયાર કરી


પોટુગીઝ ની રાજધાની માં વેપાર માટે રોકાયેલા ગુજરતી વ્યાપારીઓ ની મદદ થી રાણી ને મળવા નું સમય નિશ્ચિત કરાયું આમ જેઠીબાઇ દરિયાઈ સફર કરી પોટુગીઝ ની રાજધાની લિસબન પહોંચ્યા અને વ્યાપારી ભાઈઓ ની મદદ થી જેઠી મા રાણી ની સમક્ષ મળવા માટે હાજર થાય છે.


દીવ માં લોકો પર થતા અત્યાચારો અને અનાથ બાળકો ના ધર્મ પરિવર્તન ની વ્યથા સંભળાવી સાડી ભેટ આપતા આ સાડી પર નો એક એક શબ્દ પોટુગીઝ તાનશાહી નો વર્ણન અને અનાથ બાળકો ના બળજબરી પૂર્વક ના ધર્મ પરિવર્તન ની વાત મહારાણી ના હૃદય સુધી પહોંચે છે.


જેઠીબાઇ ને શાહી મહેમાન ગતી થી આવકારાય છે અને આ કાળા કાયદા ને રદ કરવાનું ફરમાન તરતજ જાહેર કરાય છે. આમ આ વિરાંગના ની જીત થાય છે.

સાથો સાથ જેઠી બાઈ ના મકાન પર મહિના માં એક વખત બેન્ડ સાથે સલામી આપવાનું પણ હુકમ કરાય છૅ. આજે પણ તેમની યાદ માં દીવ ના બસ સ્ટેશન ને જેઠી બાઇ નું નામભિધાન કરાયું છે.ત્યાં ની બસસેવા ઓને પણ જેઠીબાઇ ટ્રાસ્પોર્ટ નામ આપાયું છે


આ કચ્છી બ્રહ્મક્ષત્રિય વીરાંગના માટે આખું ગુજરાત માન ભેર ગૌરવ લે છે.