Pranaybhang - 18 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 18

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

પ્રણયભંગ ભાગ – 18

પ્રણયભંગ ભાગ – 18


લેખક - મેર મેહુલ

ઇર્ષ્યા સંબંધોમાં લૂણો લગાવવાનું કામ કરે છે. જેવી રીતે મીઠું લાગવાથી વસ્તુમાં સડો લાગી જાય છે એવી જ રીતે ઈર્ષ્યા, શંકા, ગેરસમજને કારણે સંબંધ સડવા લાગે છે. જો આ સડો દૂર કરવામાં ન આવે તો સંબંધ ટકી શકતો નથી.

અખિલ અને સિયાનાં સંબંધમાં અજાણતાં આ સડો પેસવા લાગ્યો હતો. અખિલને ચિરાગથી ઈર્ષ્યા થવા લાગી હતી જેને કારણે સિયા અને અખિલ વચ્ચે નાના-મોટા ઝઘડા થવા લાગ્યાં હતાં. ઝઘડા વિનાનો સંબંધ, સંબંધ ના કહેવાય પણ જે ઝઘડાનું સમાધાન નથી થતું એ ઝઘડા વંઠી ગયેલા ઘાવ સમાન થઈ જાય છે. વારંવાર એ ઝખ્મો લીલાં થાય છે અને દર્દ આપે છે.

ચિરાગને કારણે અખિલ સાથે આવું જ થતું હતું. જ્યારે અખિલ,સિયા અને ચિરાગને વાતો કરતાં જોતો ત્યારે તે અંદરથી સળગતો. જેને કારણે સિયા અને અખિલ વચ્ચે એક દીવાલ ઉભી થઇ ગઇ હતી. એકબીજાને ઇગ્નોર કરવાની દીવાલ.

અખિલનો આજે જોબ પર છેલ્લો દિવસ હતો, બપોર સુધીમાં બધી ફોર્મલિટી પતાવી અખિલ અને નિયતી સેન્ટર સ્કવેર મૉલમાં આવ્યાં હતાં. અહીં આવવા પાછળ અખિલ પાસે એક આધારભૂત કારણ હતું. સવારે સિયા અને ચિરાગ વચ્ચે ચર્ચા થઈ હતી એ મુજબ બંને બપોર પછી આ મૉલમાં આવવાનાં હતાં.

અખિલ તેઓનાં પર નજર રાખવા ઇચ્છતો હતો. પણ એ પોતે જ પોતાનાં જાળમાં ફસાય જવાનો હતો. સિયા અને ચિરાગ ચાર વાગ્યે મૉલમાં આવવાના હતા. અખિલ નિયતીને ત્રણ વાગ્યે લઈને આવી ગયો હતો. અખિલ વોશરૂમમાં ગયો હતો અને નિયતી પોતાનાં માટે કપડાં જોઈ રહી હતી ત્યારે સિયા અને ચિરાગ ત્યાં આવી ચડ્યા. સિયાની નજર નિયતી પર પડી.

“તું નિયતી છે ને ?” સિયાએ નિયતી પાસે જઈને પુછ્યું.

નિયતી સિયા તરફ ફરી,

“હા અને તમે સિયા, અખિલનાં પાડોશી” નિયતીએ કહ્યું.

“આજે જોબ પરથી લિવ લીધી છે ?” સિયાએ કેઝ્યુઅલી પુછ્યું.

“ના, આજે બીજો શનિવાર છે એટલે બપોર પછી બેન્ક બંધ હોય છે અને આમ પણ અખિલનો આજે જોબ પર છેલ્લો દિવસ છે તો અમે વિચાર્યું મૉલમાં ફરી આવીએ”

નિયતીની વાત સાંભળી સિયાને ઝટકો લાગ્યો.

“અખિલ અહીંયા છે ?” સિયાએ પુછ્યું.

“હા, વોશરૂમ ગયો છે”

“સારું તમે લોકો કન્ટીન્યુ કરો, અમે પણ શોપિંગ માટે જ આવ્યાં છીએ” સિયાએ કહ્યું.

“સાથે શોપિંગ કરીએને ?, મજા આવશે” નિયતીએ કહ્યું.

“અરે અમે મારાં ફ્રેન્ડ માટે કપડાં ખરીદવા આવ્યાં છીએ” સિયાએ હસીને કહ્યું.

“તારો નંબર મળશે ?” નિયતીએ પુછ્યું.

“સ્યોર, એમાં શું પ્રોબ્લેમ હોય ?” કહેતાં બંનેએ નંબર એક્સચેન્જ કર્યા. સિયા અને ચિરાગ મેન્સ ડિપાર્ટમેન્ટમાં ચાલ્યાં ગયાં. થોડીવાર પછી અખિલ વોશરૂમમાંથી બહાર આવ્યો.

“તારી પાડોશી શોપિંગ માટે આવી છે” નિયતીએ કોણી મારીને કહ્યું.

“શું?” અખિલ ગભરાયો, “ક્યાં છે એ ?”

“તારાં ચહેરાનો રંગ કેમ ઉડી ગયો ?” નિયતી હસી, “એ થોડી તારી ગર્લફ્રેન્ડ છે કે તને મારી સાથે જોઈને સાંજે ઝઘડો કરશે”

“અરે એવું કશું નથી” અખિલે નોર્મલ થતાં કહ્યું, “પણ ક્યાં છે એ ?”

“તેનાં ફ્રેન્ડ માટે કપડાં ખરીદવા એ લોકો મેન્સ ડિપાર્ટમેન્ટમાં ગયાં છે”

“એની સાથે તારી વાત થઈ ?” અખિલે પુછ્યું.

“હાસ્તો, એ દિવસે હું તેની પાસેથી ફાઇલ લઈ ગઈ હતી તો એ મને ઓળખે છે”

“શું કહેતી હતીએ ?” અખિલની બેચેની વધવા લાગી.

નિયતીએ તેની અને સિયા વચ્ચે થયેલી વાતચિત કહી સંભળાવી. અખિલ ખોટું બોલ્યો એ વાત નિયતિને ખબર પડી ગઈ હતી.

“અરે યાર, શું કર્યું તે” અખિલે નિસાસો નાંખીને કહ્યું.

“કેમ શું થયું ?” નિયતીએ પુછ્યું.

“એ લોકોએ મને શોપિંગ માટે સાથે આવવા કહ્યું હતું, આપણે પહેલેથી નક્કી કર્યું હતું એટલે મેં જોબનું બહાનું બતાવ્યું હતું”

“શીટ યાર!!!, મેં બધું બાફી માર્યું” અફસોસ કરતાં નિયતીએ વાળ પકડ્યા.

“ઇટ્સ ઑકે, હું સંભાળી લઈશ” અખિલે કહ્યું.

*

સાંજે અખિલ ઘરે આવ્યો ત્યારે સિયા રસોઈ બનાવતી હતી. અખિલને આવતો જોઈ સિયાએ મોઢું બગાડ્યું.

“કેટલો બિઝી હતો આજે ?” સિયાએ ટોન્ટ માર્યો.

“સિયા….”

અખિલ આગળ બોલે એ પહેલાં સિયાએ અખિલની વાત કાપી નાંખી,

“પેલી સાથે શોપિંગ કરવાનો ટાઈમ મળી ગયો તને ?”

“મારી વાત સાંભળીશ પહેલાં ?” અખિલે કહ્યું.

“બોલ શું બહાનું છે તારી પાસે ?”

“બહાનું નથી, સચ્ચાઈ કહું છું”અખિલે કહ્યું, માણસ જ્યારે એક જુઠ્ઠને છુપાવવાની કોશિશ કરે છે ત્યારે તેની પાછળ બીજા ઘણા બધા જુઠ્ઠ બોલે છે.

“મને યાદ નહોતું આજે બીજો શનિવાર છે, બપોરે છૂટીને આવતો હતો ત્યારે નિયતીએ મને રોક્યો અને શોપિંગ માટે આવવા કહ્યું”

“તું મને કૉલ કરી શકતો હતો” સિયાએ કહ્યું, “અમે બંને ચાર વાર રસ્તો ભૂલ્યા હતાં”

“સૉરી યાર” અખિલે માફી માંગી, “આગળથી એવું નહિ કરું બસ”

“સારું, હવે હાથ-મોં ધોઈને ફ્રેશ થઈ જા” સિયાએ કહ્યું, “આજે ચિરાગ નથી આવવાનો”

“શું?” અખિલ ચમક્યો, “ક્યાં જવાનો છે એ ?”

સિયા અખિલની નજીક આવી.સિયાનાં હાથ લોટવાળા હતા એટલે સિયાએ અખિલને ભાર આપી નીચે ઝુકવ્યો અને બંને કોણી અખિલનાં ખભા પર રાખીને કહ્યું, “તારી મનોસ્થિતિ હું સમજુ છું, ત્રીજા વ્યક્તિને કારણે આપણાં સંબંધો ખાટાં થાય એવું હું નથી ઇચ્છતી, માટે એની જમવાની વ્યવસ્થા મેં બીજે કરી આપી”

“એ આપણો મહેમાન છે ને ?”

“બંને માંથી કોઈને તો એડજસ્ટ થવું જ પડશે અને મને હવે અહેસાસ થાય છે, ચિરાગને કારણે તારું ગુસ્સે થવું ખોટું નહોતું”

અખિલે સિયાને ઊંચકી લીધીને રસોઈના પથ્થર પર બેસારી દીધી.

“તું નિયતી સાથે શોપિંગ માટે આવ્યો એ વાત સાંભળી ત્યારે મને એ જ ફિલ થયું હતું જે તું મને અને ચિરાગને સાથ જોતો ત્યારે થતું” સિયાએ કહ્યું.

“અંત ભલા તો સબ ભલા” કહેતાં અખિલ હસ્યો.

“તારા માટે હજી એક સરપ્રાઈઝ છે ડિયર” સિયાએ અખિલનાં નાક પર લોટ લગાવતાં કહ્યું.

“આજે રાતે આપણે ફરી….” અખિલે આંખ મારીને કહ્યું.

“એને સરપ્રાઈઝ ના કહેવાય” સિયા હસી, “બીજું કંઈક છે તારાં માટે”

આખીલ ઉત્સાહિત થઈ ગયો,

“મારી બેચેની ના વધાર, તું અત્યારે ઝટકા પર ઝટકા આપે છે, જલ્દી બોલ શું છે ?”

“સામેના સોફા નીચે કંઈક છે” સિયાએ કહ્યું, “એકવાર તારે જોવું જોઈએ”

અખિલ હૉલમાં આવ્યો, સોફા નીચે એક કવર હતું. અખિલે કવર ખોલીને જોયું.

“ઓહ માય ગોડ” અખિલ કૂદી પડ્યો, “આપણે કાલે ગોવા જઈએ છીએ ?”

“હા,આપણે બંને જ” સિયાએ કહ્યું, “મેં વિચાર્યું તું વાંચવાનું શરૂ કરે એ પહેલાં એકવાર ફરી જ આવીએ”

“તું…તું…અમેઝિંગ છે યાર” કહેતા અખિલ દોડીને સિયાનાં ગળે વળગી ગયો.

“તને ખુશ રાખવા માટે હું આવા દસ ચિરાગને દૂર રાખી શકું છું” સિયાએ અખિલનાં ખભે માથું ટેકવીને કહ્યું.

“આ બધું ક્યારે નક્કી કર્યું તે ?” અખિલે પુછ્યું.

“મારાં જન્મદિનની રાત્રે, તે મને આટલું મોટું સરપ્રાઈઝ આપ્યું હતું તો મેં વિચાર્યું તું જોબ છોડે ત્યારે તારું માઈન્ડ ફ્રેશ કરવા એક ટ્રીપ ગોઠવી કાઢું”

“થેંક્યું”અખિલે કહ્યું, “પણ તારે મને એક-બે દિવસ પહેલાં કહેવું હતું, એક રાતમાં આપણે કેવી રીતે પેકિંગ કરીશું ?”

“આપણાં રૂમમાં એકવાર નજર ફેરવ, મેં બધી તૈયારી કરી લીધી છે” સિયાએ હસીને કહ્યું.

અખિલ દોડ્યો, રૂમમાં પહોંચ્યો તો સામે ચાર બેગ પડી હતી. જેમાં બે બેગ પર અખિલનાં નામનું સ્ટીકર લગાવેલું હતું અને બે પર સિયાનાં નામનું.અખિલે પોતાનું બેગ ખોલ્યું, તેમાં નવા ચાર જોડી કપડાં હતાં, બે પરફ્યુમ હતાં,ગોગલ્સ,બેલ્ટ..બધી જ વસ્તુઓ હતી.

“આ બધું કેવી રીતે ?” અખિલે આશ્ચર્ય સાથે પુછ્યું.

“આજની ત્રણ કલાકની મહેનતનું પરિણામ છે” સિયાએ હસીને કહ્યું.

“મતલબ તું મૉલમાં…” અખિલની આંખો પહોળી થઇ ગઇ.

“બસ હવે આટલું બધું ના વિચાર, ફ્રેશ થઈને જમવા આવી જા” સિયાએ કહ્યું.

“વન ટાઈપ ઑફ હનીમૂન જ છે ને ?” અખિલે આંખો પલકાવીને સ્મિત કર્યું.

“તું જાય છે કે વેલણ લઉં ?” સિયાએ બનાવટી ગુસ્સો કર્યો.

અખિલે ફરી સિયાને હગ કર્યો, સિયાનાં કપાળને ચૂમીને અખિલ ફ્રેશ થવા ચાલ્યો ગયો.

( ક્રમશઃ )