My poems Part : 04 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 04

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 04

કાવ્ય : 1


કાવ્ય વ્યથા

અક્ષર ભેગા મળી શબ્દો બને, શબ્દો ભેગા મળી વાક્ય અને વાક્ય ના પ્રાસ થી સુંદર કાવ્ય,

કાવ્ય વાંચી ને કોઈ આનંદ પામે તો કોઈ અચરજ પામી જાય,

કાવ્ય ને વાંચી કોઈ એનો ગૂઢાર્થ સમજી જાય,

બાકી તો લોકો ને લાગે આ તો છે નવરા માણસો નો ખેલ,

પસ્તી ના ભાવે વેચાશે, કહી અહીં કોઈ મસ્તી પણ કરી જાય,

તો કોઈ દિવાના બની કાવ્ય નો, દીલ થી ઈન્તઝાર પણ કરી જાય,

કાવ્ય કાંઈક અર્થસભર વાતો કહી જાય સાવ સરળ ને અનોખી રીતે,

મારે પણ કરવી છે એક સરળ વાત આ માધ્યમ થકી,

ઇંગ્લિશ મીડિયમ ના કાળ મા જો નહીં કરી એ આપણે કદર માતૃભાષા ની,

તો લુપ્ત થશે થોડા કાળ મા માતૃભાષા નો ભવ્ય ખજાનો,

આપ સૌને દીલ થી ગુજારીશ છે માત્ર એટલી,

ધપાવજો આગળ ગુજરાતી ભાષા નો ભવ્ય વારસો તમારા બાળકો થકી.....


કાવ્ય : 02

જન્મારો

જન્મ લીધો આંખ ખોલી ત્યાં સૌથી પહેલાં રડતા શીખ્યો,

રડતા રડતા ભૂખ લાગી એવું માં ને કહેતા શીખ્યો,

મા ના મુખે હાલરડાં સાંભળી ને સૂવાનું શીખ્યો,

કાળા ઘેલી ભાષા ને ભાખરડા ભેર ચાલતાં શીખ્યો,

દાંત ફૂટયા ચાવી ને ખાતા શીખ્યો, પગ ઉપર ડગમગ ચાલતા શીખ્યો,

નિશાળે જઈ ક ખ ઘ શીખ્યો, વિદ્યાલય મા ગણિત ને વિજ્ઞાન શીખ્યો,

કૉલેજ મા જઇ ઉચ્ચ શિક્ષણ શીખ્યો, કામ ધંધા ની વાતો શીખ્યો

લગ્ન કર્યા, બાળકો થયા ને ઘર ગ્રહસથી સંભાળતા શીખ્યો,

આ બધી એક પછી એક કાંઈક શીખવા ની માયા જાળ મા મૃત્યુ નો પડાવ આવ્યો,

જન્મ થી મૃત્યુ સુધી ની આ સફર ખેડતા ખેડતા મૂળ જન્મારા ની વાત ભૂલ્યો,

ભગવાને મનુષ્ય ભવે જન્મ શાને આપ્યો?? માનવી થઈ માનવી થવા નું ભૂલી ગ્યો??

અંતિમ ઘડી એ જાણ્યું શાને મનુષ્ય જન્મ આપ્યો ઈશ્વરે,

જાણી થયો ઘણો પસ્તાવો એ કે ફોગટ કર્યો મેં આ પણ જન્મારો.....

કાવ્ય : 03

. 🙏 ક્ષમાપના🙏. .

લીધો છે મનુષ્ય ભવે જન્મ,

કર્મો તો થવાના હાલતાં ચાલતાં,

કર્મો તો થવાના જાણતા અજાણતા,

કર્મો તો થવાના બોલા - અબોલા ના,

કર્મો તો થવાના શ્વાસે શ્વાસનાં,

કર્મો તો થવા ના માન અપમાન ના,

કર્મો તો થવા ના ૠણાનુંબંધન ના,

આ આપતી કાળ મા શું થવાનું સૌ નું કાલે??? કોને ખબર???

જો આ ભવ મા ના છુટયા આ બધા કર્મો તો ઓછા પડશે જન્મો ના જન્મો,

થાય છે મન ને મોટો પ્રશ્ન, મળે છુટકારો કઈ રીતે આ કર્મો નો ???

ખરા મન અને હૃદય એ થી માંગીએ માફી એકબીજા ની એજ છે ઉતમ રસ્તો,

આવો ને સૌ લિસ્ટ બનાવી એ માફીનામાં નું,

પછી ખબર નહીં સમય રહે કે નહીં માફી માંગવા નો કે આપવા નો,

કરું છું શરૂઆત હું આ માધ્યમ થી, માંગુ છું ક્ષમપાના તમારી બે હાથ જોડી ખરા હૃદય થી,

આપજો ને તમે પણ ક્ષમા મને મારા અંતરાય કર્મો ની ખરા હૃદય થી ,

આવી રીતે ચાલો ને ઉઝવીએ ભવ્ય ઉત્સવ ક્ષમાપના નો...

ક્ષમા માંગી ને અને ક્ષમા આપી ને...

કાવ્ય : 04

નવો વાયરો

મારા વ્હાલા હવે શીખવું પડશે નવા વાયરા પ્રમાણે જીવતા,

શીખવું પડશે બે હાથ જોડી ને નમસ્તે કહેતા,

શીખવું પડશે હવે સોશિયલ ડિસ્ટન્સ રાખતા અને માસ્ક પહેરતા,

શીખવું પડશે હવે ઈ-પેમેંટ ને ડિજિટલ વ્યવહારો કરતા,

શીખવું પડશે વેબિનાર ઉપર મીટીંગો ભરતા,

શીખવું પડશે વારંવાર હાથ ધોતા અને સેનિટાઈઝડ કરતા,

શીખવું પડશે કરકસર કરતા ને અમુક વસ્તુ ઓ વગર ચલાવતા,

શીખવું પડશે ઊકાળા અને ગરમ પાણી પીતા,

શીખવું પડશે ઓછા વ્યક્તિ ઓ એ પ્રસંગો ઉજવતા ,

શીખવું પડશે આપણે ઘણી જગ્યા એ મન ને મારતા,

ગળે મળશો કે ટોળે વળી ભેગા થાશો એ હવે નહી ચાલે,

હવે તો પાડવી પડશે આવી બધી ટેવો અને શીખવું પડશે નવા વાયરા પ્રમાણે જીવન જીવતા

કાવ્ય : 05

અરમાન

પહાડો થી ઊંચા ને અંબર ને આંબે એવા છે આરમાનો મારા,

દુન્યવી માયાજાળ થી પર ને પાતાળ ની ગહેરાઈ માપે એવા છે અરમાનો મારા,

ના હોય ઊંચ-નીચ કે નાત-જાત ના વાડા એવા છે અરમાનો મારા,

ના હોય ભય કે ડર નો માહોલ, રહે ભાઈ ચારો દિલ માં સૌના એવા છે આરમાનો મારા,

સૌ કરે આનંદ કિલ્લોલ ને રહે નિજાનંદ મા એવા છે અરમાનો મારા,

સૌ કોઈ બોલે માત્ર એકજ બોલી ને ઉજવે સાથે બધા તહેવારો એવા છે અરમાનો મારા,

સૌ કરે માત્ર એકજ પ્રભુ ની ભક્તિ એવા છે અરમાનો મારા,

આ છે તારું - આ છે મારું એવી નાશ થાય સૌની ભાવના એવા છે આરમાનો મારા,

ભૂલે સૌ દેશ ના સીમાડા ને વિશ્વ એક થાય એવા છે અરમાનો મારા,

ફરે સૌ કોઈ અહીં થઈ અજાતશત્રુ એવા છે અરમાનો મારા,

હે ઇશ્વર, મને છે તારા ઉપર વિશ્વાસ કે તું પૂરા કરીશ આવા બધા અરમાનો મારા


કાવ્ય : 06

બેચેની

બેચેની લાગે જ્યારે પરિચિત અપરિચિત થાય છે,

બેચેની લાગે છે જ્યારે સૌ કોઈ મોં ફેરવે છે,

બેચેની લાગે છે સૌ જ્યારે કોઈ દૂર ભાગે છે,

બેચેની લાગે છે જ્યારે સહારો બેસહારો થઈ જાય છે,

બેચેની લાગે છે જ્યારે આશાઓ ઉપર કોઈ પાણી ફેરવે છે,

બેચેની લાગે છે જ્યારે અપેક્ષાઓ કડડભૂસ થઈ પડી ભાંગે છે,

બેચેની લાગે છે જ્યારે દરેક દરવાજા ઓ બંધ થતાં દેખાઈ છે,

બેચેની લાગે છે જ્યારે ધાર્યું બધું ઊંધું પડે છે,

બેચેન થઈ વિચારું ક્યાં કર્મો ની સજા હું ભોગવું છું,

હવે તું જ છે છેલ્લો આશરો મારો પ્રભુ, તારા સિવાય નથી હવે કોઈ મારું,

તારા ઉપર છે અખૂટ વિશ્વાસ કે તું મને નહીં કરે નિરાશ,

લગાવીશ તુજ હવે મારી ડૂબતી નૈયા ને પાર.

કાવ્ય : 07

સાવધાની

ડરવા ની કોઈ જરૂર નથી પણ રાખજો હમણાં થોડી સાવધાની ,

ચેતતો નર સદા સુખી, રાખજો હમણાં થોડી સાવધાની,

રાખજો મોં પર પેહરી ને માસ્ક અને હાથ જોડી ને કરજો દૂર થી પ્રણામ,

મન અને દિલ થી રહેજો સાથ, પણ સ્થળ ઉપર રાખજો એક ગઝ ની દૂરી,

હાથ સાબુ થી ધોતા રહેશો તો નહીં ધોવો પડે જીવન થી હાથ,

ગરમ પાણી ને નાસ લેતા રહેશો તો રહેશે ગળા મા જોર,

પ્રકૃતિ હમણાં નિયમ બદલી રહી છે તો દેજો હમણાં તેનો સાથ,

જો કરશો થોડી ઘણી નાની ચૂક તો ચૂકવવો પડશે એનો મોટો મૂલ,

નીકળશું જો આ મુસીબત માંથી હેમખેમ, તો કરીશું બાકી ની જીન્દગી લીલા લહેર,

હજુ તો બાકી છે આપણે ઘણી બધી જવાબદારી ઓ નિભાવવા ની, રાખજો હમણાં થોડી સાવધાની

એથી તો કહું છું દોસ્તો, ડરવા ની કોઈ જરૂર નથી પણ રાખજો હમણાં થોડી વધુ સાવધાની.

કાવ્ય : 08

ઇશ્વર સાથે લાડ ભરી લડાઈ

હે ઇશ્વર, બિન્દાસ જીવન જીવવું છે મારે હવે, બંધ કર એકબીજા થી દૂર રાખવા નો તારો ખેલ હવે,

મારે ગળે મળવું છે કશા પણ ડર વગર મારા અસ્તિત્વ સાથે,

મારે ગળે મળવું છે કશા પણ ડર વગર મારા બાળક સાથે,

મારે ગળે મળવું છે કશા પણ ડર વગર મારા મિત્રો સાથે,

મારે ગળે મળવું છે કશા પણ ડર વગર મારા ભાઈ બહેનો સાથે,

મારે ગળે મળી આશું સારવા છે ને સુખ દુખ ની વાતો કરવી છે મારી પ્રેયસી જોડે,

મારે ગળે મળી ઠાલવવો છે મન માં ભરેલો ગમ નો ડૂમો મારા બાપ ના ખભે,

દિવસભર ની ભાગદોડ થી હારી થાકી ને સૂવું છે મારે મા ના ખોળે,

મારે કશું નવું જોતું નથી ઇશ્વર તારી જોડે, શા વાત નો બદલો લે છે તું મારી જોડે?

બસ તું મને પાછું આપ મારું સામાન્ય જીવન, જે હું જીવતો હતો હું મન ભરી ને,

બહુ થયુ તારું આ જિદ્દીપણુ હવે , તું પાછું આપી દે મારું જીવન જે હું જીવતો હતો બિન્દાસ પણે...

હું જો રિસાઈ ગયો તારા થી એક નાના બાળક ની જેમ હવે , તો પછી કોણ પૂજશે તને સાચા દિલ થી હવે.. ...

કાવ્ય : 09

બેવડું ધોરણ ( Double Standard)

સરળ છે સરળ બનવું, પણ છે કઠિન ઘણું સરળ બનવું આ બેવડા ધોરણ વાળી દુનિયા મા,

હોંશિયાર મા થાય ગણતરી તમારી જો અસલ વ્યક્તિત્વ છુપાવી જાવ,

બાકી થાય ગણતરી મૂરખ માં જે સરળ વ્યક્તિત્વ સાથે જીવી જાય,

મોઢે હસી ને મીઠા થાય ને પીઠ મા છરી ભોંકે તેની મિત્રો મા ગણતરી થાય,

બાકી સત્ય વચન લાગે કટુ અને દુશ્મન મા ગણતરી થાય,

ફરે છે નિંભર થઈ અહીં કાંઈક બેવડા ધોરણ વાળા ને સરળ આશાની થી દંડાઇ,

સુગંધ ની આશાઓ સાથે સજાવે છે લોકો નકલી ફૂલો ફૂલદાની મા...

ચડયા છે ખોટા મોલ અહીં નકલ ના, તો ક્યાંથી મળે ઊંચા મોલ અહીં અસલ ના,

લાગે છે લોકો ને માફક આવી ગયું છે અહીં બેવડા ધોરણ વાળું વ્યક્તિત્વ,

મુંઝાઈ છે મારો જીવડો કઈ રીતે જીવું સરળ બની બેવડા ધોરણ વાળી દુનિયા મા,

સરળ છે સરળ બનવું, પણ છે કઠિન ઘણું સરળ બનવું બેવડા ધોરણ વાળી દુનિયા મા....

કાવ્ય : 10


કુદરત નો પ્રકોપ

આપ્યું બધું ઈશ્વરે અપાર આંખ બંધ કરી કુદરત સ્વરૂપે મનુષ્ય ને,

જળ, વાયુ, અગ્નિ, જમીન ને આપ્યું માથે અફાટ આકાશ,

કુદરતે રચના ઓ કરી એવી કે જોઈ ને આંખ ઠરી જાય,

કુદરતે ઝીણવટ થી દરેક નાની નાની વાતની સગવડતા ઓ કરી બારીકાઈ થી,

એથી તો અશકય છે કાઢ્વી નાની એવી ભૂલ કુદરતી રચના ની,

માનવી ની જીજીવિષા એ કર્યા કાંઇક અવનવા સંશોધનો ભૌતિક સુખ કાજે,

પછી તો ભૌતિકવાદ ચડ્યો ચરમ સીમાએ, સંતોષ અને શાંતિ ના આત્મ ભોગે,

ખૂદ માટે સમય ના રહ્યો કુદરતી રહસ્ય ઉકેલવા મા માનવી જોડે,

હું છું શ્રેષ્ઠ ઇશ્વર કરતા એ સાબિત કરવા કરી બેઠો મોટી એક ભૂલ,

એક ભૂલે દુનિયા આખી ને કરી દીધા ભોંય ભેગા એક ઝાટકે કુદરત ના પ્રકોપે,

હવે તો માનવી ફરે છે મોઢે માસ્ક પહેરી ને,

માસ્ક તો રહ્યું હવે માત્ર એક બહાનું,

બાકી માનવી કુદરત ને મોઢું બતાવવા ને લાયક નથી રહ્યો,

એટલે તો ફરે છે મોં એ માસ્ક પહેરી ને માનવી હવે.. ...