Pranaybhang - 14 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 14

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

પ્રણયભંગ ભાગ – 14

પ્રણયભંગ ભાગ – 14

લેખક - મેર મેહુલ

સાંજે સાત વાગ્યે બંને ઘરે પહોંચી ગયાં હતાં. અખિલે સિયાને ઘરે જઈ આરામ કરવા કહ્યું. સિયાએ આરામ ન કરવાની જીદ કરી પણ અખિલે લોનની એક ફાઇલ બનાવવાની છે એવું બહાનું બતાવીને સિયાને ઘરે મોકલી દીધી. સિયા ઉદાસ થઈને ઘરે ચાલી ગઈ.અખિલ જાણતો હતો, સિયાને આ વાત નહિ ગમી હોય પણ પોતાનું કામ કરવા સિયાને ઘરે મોકલવી જરૂરી હતી.

સિયા ઘરે બેસીને કંટાળી ગઈ હતી, અખિલે પૂરો દિવસ તેને સાથે રહેવાનું કહ્યું હતું પણ છેલ્લી બે કલાકથી અખિલ પોતાનાં કામમાં વ્યસ્ત હતો.સાડા આઠ વાગ્યે અખિલનો ફોન આવ્યો હતો અને હજી કલાક થશે એવું કહી જમી લેવાં કહ્યું હતું.

રાતનાં નવ થયાં હતાં, સિયાનાં ઘરનો દરવાજો નૉક થયો એટલે તેણે ઉતાવળે પગે દરવાજો ખોલ્યો. બહાર કોઈ નહોતું,દરવાજાની બહાર એક ગિફ્ટ બોક્સ પડ્યું હતું.સિયા મુસ્કુરાઈ. બોક્સ લઈ એ ઘરમાં આવતી રહી. સિયાએ ગિફ્ટ બોક્સ ખોલીને જોયું તો અંદર પોશ અફેર ડિઝાઇનનું રેડ ગાઉન હતું.

ફરી સિયાની આંખો પહોળી થઇ ગઇ. તેણે ગાઉન હાથમાં લીધું. ગાઉનનું કાપડ મખમલ જેવું મુલાયમ હતું.ગાઉન હાથમાં લઈ સિયા કુદકા મારવા લાગી.સિયા બોક્સને બાજુમાં રાખવા જતી હતી ત્યાં તેની નજર બોક્સમાં ઉપરની સાઈડ ચીપકાવેલી નોટ્સ પર પડી.

તેમાં લખ્યું હતું, ’10 વાગ્યે આ ગાઉન પહેરીને તૈયાર રહેજે’

સિયા ફરી મુસ્કુરાઈ, ઘડિયાળ તરફ નજર કરી સિયા તૈયાર થવા ચાલી ગઈ.

દસ વાગ્યે અખિલે દરવાજો નૉક કર્યો.સિયા દરવાજો ખોલી, નજર નીચે કરીને ઉભી રહી.અખિલ તેને જોતો જ રહ્યો. સિયાનાં સુંવાળા શરીર પર મખમલી ગાઉન એડજસ્ટ થઈ ગયું હતું. આ ગાઉનમાં સિયાનાં દરેક અંગોનાં વળાંકો નજરે જોઈ શકાતાં હતાં. સિયાએ તૈયાર થવામાં ખાસ્સો સમય લીધો હશે એવું તેના ચહેરાને જોતાં લાગતું હતું.

અખિલે ડાર્ક ફોર્મલ ટ્રાઉઝર પર સ્કાય પિંક શર્ટનું ઇનશર્ટ કરેલું હતું, તેનાં પર ડાર્ક બ્લ્યૂ બ્લેઝર હતું.

“ઓહ માય ગોડ” બંને એક સાથે બોલી ઉઠ્યા.

“જાક્કાસ લાગે છે તું સિયા” અખિલે તર્જની આંગળી અને અંગુઠો ભેગો કરીને ઈશારો કર્યો.

“થેન્ક્સ, તું પણ માલ લાગે છે” સિયાએ હસીને કહ્યું.

“ચાલ હવે ઘૂમી જા તું” અખિલે સિયાનાં ખભા પર બંને હાથ રાખીને સિયાને 180° એ ઘુમાવી.

“શું કરે છે તું” સિયાએ પોતાનાં ખભા પર રહેલાં અખિલનાં હાથ પર હાથ રાખીને કહ્યું.

“શશશશ…, હવે કંઈ બોલતી નહિ” અખિલે કહ્યું અને પોકેટમાંથી કાળી પટ્ટી કાઢીને સિયાનાં આંખે બાંધી દીધી. સિયાનું ઘર લોક કરી અખિલ સિયાને પોતાનાં ઘર તરફ લઈ ગયો. ઘરમાં પ્રવેશીને અખિલે રૂમની લાઈટો બંધ કરી દીધી.

“આંખો ખોલતી નહિ” કહેતાં અખિલે સિયાની આંખો પરથી પટ્ટી છોડી.

“ખોલું હવે ?” સિયાએ પુછ્યું.

“ના” કહેતાં અખિલ લાઈટ બોર્ડ તરફ ગયો.

“ખોલ હવે” અખિલે કહ્યું.સિયાએ આંખો ખોલી, તેની સામે અંધારું હતું.

“સરપ્રાઈઝ….” કહેતાં અખિલે લાઈટો શરૂ કરી.લાઈટો શરૂ થતાં એક પળ માટે સિયાની આંખો બંધ થઈ ગઈ.તેણે ફરીવાર આંખો ખોલી તો તેની આંખો ખુલ્લી જ રહી ગઈ.

અખિલે પૂરાં રૂમને શણગારી દીધો હતો. ત્રણેય દીવાલ પર રંગબેરંગી પટ્ટીઓ અને તેની વચ્ચે બલૂન લગાવેલા હતાં. રૂમમાં ફર્શ નહોતો દેખાતો કારણ કે અખિલે ફર્શ પર બલૂન રાખેલા હતાં. એ બલૂન છુટા હતાં એટલે આમતેમ ફરતાં હતાં.

રૂમના બધાં ખુણા રંગબેરંગી લાઈટોથી ઝગમગતાં હતાં.વચ્ચે ટેબલ પર મોટી ચોરસ વેનીલા ફ્લેવરની કેક હતી, જેમાં અખિલે આજે પાડેલો સિયાનો ફોટો હતો.એક ખૂણામાં ટેબલ પર હોમથિયેટર રાખેલું હતું.

“આ બધું ક્યારે કર્યું તે ?”સિયાએ ભાવુક થતાં પુછ્યું.તેની આંખો અને અવાજ બંને ભીનાં થઈ ગયાં હતાં.

“સવારે બધી વસ્તુનો ઓર્ડર આપ્યો હતો અને હમણાં ફાઇલના બહાને બધી વસ્તુ ભેગી કરી” અખિલે કહ્યું. સિયા દોડીને અખિલને ગળે વળગી ગઈ.

“કેક કટ કરીએ હવે” અખિલે સિયાનાં વાળ પસવારતા કહ્યું, “હજી 12 વાગવામાં બે કલાકની વાર છે અને મેં તને પ્રોમિસ આપ્યું છે, તારી જિંદગીનો આ શ્રેષ્ટ જન્મદિવસ હોવો જોઈએ”

“એ તો તે ઓલરેડી બનાવી દીધો છે” સિયાએ કહ્યું.

“પિક્ચર અભી બાકી હૈ સિયા” અખિલે હસીને કહ્યું.

સિયાનો હાથ પકડી અખિલ સિયાને ટેબલ પાસે લઈ આવ્યો. ટેબલ નીચે ‘Princess’ લખેલો તાજ હતો. અખિલે એ સિયાનાં માથાં પર રાખ્યો અને હોમથિયેટરમાં બર્થડે વિશ કરતું સોંગ ચડાવ્યુ.

સિયાએ ટેબલ પર રહેલી પ્લાસ્ટિકની છરી હાથમાં લીધી.

“હેપ્પી બર્થડે ટૂ યું” અખિલે સોંગ ગાવાનું શરૂ કર્યું.

સિયાએ કેક કટ કરીને એક બાઈટ અખિલનાં મોંમાં રાખ્યું.અખિલે પણ એક બાઈટ લઈને સિયાનાં મોંમાં રાખ્યું.

“એક મિનિટ” કહેતાં અખિલે કેકનું ટેબલ બાજુમાં સરકાવ્યું, “આપણે આ પછી ખાઈશું”

અખિલે નીચેથી એક બલૂન હાથમાં લીધું અને સિયા પાસે આવી તેનાં માથાં પર ફોડયું. સિયાએ પણ એક બલૂન અખિલનાં માથે ફોડયું. થોડીવાર માટે રૂમમાં બલૂન ફુટવાનો જ અવાજ ગુંજતો રહ્યો.જોતજોતામાં રૂમમાં બધાં બલૂન ફૂટી ગયાં.

“હવે આગળ ?” સિયાએ નીચે બેસતાં પુછ્યું.

“બેસી કેમ જાય છે ?” અખિલે સિયાનો હાથ ખેંચી તેને ઉભી કરી, “હજી ડાન્સ બાકી છે”

અખિલે હોમથિયેટરમાં ડી.જે.નો એક ટ્રેક ચડાવ્યો. બંને તાલ પર કમર થિરકાવવા લાગ્યાં.થોડીવાર નાચ્યાં પછી અખિલે ટ્રેક બદલ્યો. હવે ડી.જે.ની જગ્યાએ કપલ ડાન્સ વાળો ટ્રેક શરૂ હતો. અખિલે સિયા તરફ હાથ લંબાવ્યો, સિયાએ મુસ્કુરાઈને અખિલનાં હાથમાં હાથ રાખી દીધો. અખિલે એક હાથ સિયાની કમર પર રાખ્યો અને સિયાએ એક હાથ અખિલનાં ખભા પર રાખી દીધો.

બંને કદમથી કદમ મેળવીને ડાન્સનાં સ્ટેપ કરી રહ્યા હતા.એક સ્ટેપમાં અખિલે સિયાને ગોળ ઘુમાવી અને પોતાનાં તરફ ખેંચી. સિયા બંનેના શ્વાસ મહેસુસ થાય એટલી નજદીક આવી ગઈ. અખિલે તેને કમરેથી કસીને વધુ નજદિક ખેંચી લીધી.

સિયાએ પોતાનું માથું અખિલનાં ખભા પર ઢાળી દીધું.

“સિયા” અખિલે ધીમેથી સિયાનાં કાનમાં કહ્યું.

“હમમ…” સિયાની આંખો બંધ હતી.તેણે બંધ આંખોએ જ જવાબ આપ્યો.

“આઈ લવ યુ” અખિલે કહ્યું.

સિયાની આંખો ખુલ્લી ગઈ, તેણે પોતાનું માથું અખિલનાં ખભેથી હટાવી લીધું.

“અખિલ, તું ભાનમાં તો છે ને ?” સિયાએ પુછ્યું, “હું એક વિધવા ઔરત છું”

“હું ભાનમાં જ છું અને હું જે પણ કહું છું એ વિચારીને કહું છું” અખિલે કહ્યું.હજી બંનેના હાથ એકબીજાના હાથમાં જ હતાં, “બોલ તું પણ મને પ્રેમ કરે છે કે નહીં ?”

“તું મારાથી ચાર વર્ષ નાનો છે” સિયાએ દલીલ શરૂ કરી.

“આ મારાં સવાલનો જવાબ નથી” અખિલે કહ્યું.

“પણ દુનિયા શું કહેશે અખિલ”

“આ પણ મારાં સવાલનો જવાબ નથી” અખિલે કહ્યું.

સિયાએ અખિલને પોતાનાં તરફ ખેંચ્યો, અખિલ કંઈ સમજે એ પહેલાં સિયાએ અખિલનાં હોઠો પર તસમસતું ચુંબન ચોડી દીધું.

“બોલ શું જવાબ જોઈએ છે ?” સિયાએ અખિલની આંખોમાં આંખ પરોવીને પુછ્યું.

અખિલે સ્મિત કર્યું, સિયાની કમરે ફરી હાથ રાખ્યો.સિયાને પોતાનાં તરફ ખેંચી, અખિલ સિયા તરફ સહેજ ઝુક્યો અને સિયાનાં અધર પર પોતાનાં અધર રાખી દીધાં.

શરૂઆતમાં સિયા અસમંજસમાં હતી પણ આખરે તેણે વિચારોને બાજુમાં રાખ્યાં અને અખિલને સાથ આપવા લાગી. થોડીવારમાં બંને એકબીજામાં ઓતપ્રોત થઇ ગયાં. સિયા માટે તો વર્ષો જૂની સૂકાય ગયેલી નદીમાં નવા નીર આવવા જેવી વાત થઈ હતી.

ઘણાં દિવસોથી લાગણીઓનો બંધાયેલો બંધ અત્યારે તૂટી ગયો હતો. બંને ખુલ્લાં દિલથી એકબીજા માટેની લાગણીઓ વર્ણવી રહ્યાં હતાં. અજાણતાં જ અખિલનો હાથ સિયાનાં ઉરોજ પર આવી ગયો.

અખિલની આ હરકતથી સિયા ઉત્તેજિત, પાણીપાણી થઈ ગઈ અને તેનાં મોંમાંથી મીઠો ઊંહકારો નીકળી ગયો.

“શું થયું ?” અખિલે એકદમ કોમળ અવાજે પુછ્યું.

“નથિંગ, જસ્ટ કીપ ગોઈંગ”સિયા ઉત્તેજીત થઈ ગઈ હતી. અખિલ ફરી સિયાનાં હોઠ પર લેન્ડ થયો. બંને આતુરતાથી એકબીજાને કિસ કરી રહ્યાં હતાં. અખિલની કિસની તીવ્રતા ધીમે ધીમે વધવા લાગી. અખિલની આંગળીઓ સિયાનાં ગળા પાછળ ફરવા લાગી. સિયાનાં પૂરાં બદનમાં ધ્રુજારી વ્યાપી ગઈ.

અખિલનો બીજો હાથ સિયાની કમરથી ધીમે ધીમે ઉપર આવી રહ્યો હતો. સિયાનું રોમરોમ વિવશ બનતું ગયું. સિયાએ અખિલનાં બાવડાં પર હાથ રાખી, આંગળીઓ સરકાવીને અખિલનું કાંડુ પકડી લીધું. બીજા હાથની આંગળીઓ અખિલનાં માથાં પાછળ વાળોમાં ફરી રહી હતી. અખિલનો હાથ વધુને વધુ ઉપર આવતો ગયો.કમર, પેટ, નેવલ, નેવલથી ઉપરને ઉપર આવતો રહ્યો.

થોડીવાર પછી,

“તું..તું..આટલું સરસ કેવી રીતે ?’ સિયાએ શરમાઈને પુછ્યું..અખિલે બદલામાં સ્મિત કર્યું અને બેડ નીચેથી સિગરેટનું પેકેટ કાઢી સિગરેટ સળગાવી.

( ક્રમશઃ )