Pranaybhang - 12 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 12

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

પ્રણયભંગ ભાગ – 12

પ્રણયભંગ ભાગ – 12

લેખક - મેર મેહુલ

સિયાના ઘરે બોક્સ રાખી અખિલ પોતાનાં કામે લાગી ગયો હતો. એ કામ પૂરું કરવામાં એક કલાકનો સમય નીકળી ગયો.સિયાનો ફોન આવ્યો એટલે અખિલે ફોન કટ કરીને મૅસેજ નાખ્યો અને ન્હાવા ચાલ્યો ગયો. અખિલે આજે મેચિંગ કપડાં પહેરવાનું નક્કી કર્યું હતું.

તેણે સ્લિમ બ્લ્યુ ડેનિમ જીન્સ પર ડેનિસ લિગોનો લેમન યેલ્લો કેઝ્યુઅલ શર્ટ પહેર્યો, જેલ લગાવી હેર સ્ટાઇલ થોડી ચેન્જ કરી, હાથમાં ગોલ્ડન બેલ્ટવાળી સ્લિમ વૉચ પહેરી.કપડાં પર હળવો પરફ્યુમ લગાવ્યો અને કોફી કલરનાં કેજ્યુઅલ શૂઝ પહેરી તૈયાર થઈ ગયો.

સિયાનો બીજો મૅસેજ આવ્યો. સિયા ઘરે આવવાની વાત કરતી હતી.અખિલે ઘરે આવવાની ના પાડી, એક બેગ ખભે નાંખી, ઘર લોક કરી સિયાનાં ઘર તરફ ચાલ્યો.

સિયા દરવાજા પર ઉભી હતી.અખિલ સિયાને જોતો જ રહી ગયો.તેણે આપેલાં ગાઉનમાં સિયા વધુ સુંદર લાગી રહી હતી.અખિલે બે-ત્રણ વાર સિયાને ઉપરથી નીચે ચેક-આઉટ કરી.અખિલે નિરક્ષણ કર્યું, સિયા પણ અખિલને નીરખીને જોઈ રહી હતી.

“શું થયું ?” અખિલે હસીને પુછ્યું.

“મેચિંગ કપડાં પહેરવાનો આઈડિયા તારો હતો ?” સિયાએ પુછ્યું.

“તને શું લાગે ?”

“તો જ મને યેલ્લો ગાઉન આપીને તે પણ યેલ્લો શર્ટ પહેર્યો હોયને”

“તો પછી પૂછે છે શું કામ ?” અખિલ મસ્તીના મૂડમાં હતો.

“ભૂલ થઈ ગઈ બાબા” સિયાએ હસીને કહ્યું, “ઠીક ઠીક લાગે છે તું”

“તું પણ સુંદર નથી લાગતી” અખિલે કહ્યું.

સિયા અને અખિલ બંને હસી પડ્યા.

“થેંક્યું” સિયાએ કહ્યું, “વંડરફુલ ગિફ્ટ માટે”

“બચાવીને રાખવા કહ્યું છે” અખિલે હસીને કહ્યું.

“હશે હવે” સિયાએ કહ્યું, “હું તો એ બધી વાતો માટે થેન્ક્સ કહેવાની છું જે તે મારાં એરેન્જ કરી છે”

“સારું તો હવે નીકળીએ” અખિલે કહ્યું.

“કારમાં જવું છે કે બાઇક પર ?” સિયાએ પુછ્યું.

“તારી ઈચ્છા” અખિલે કહ્યું.

“કારમાં જઈએ” સિયાએ કહ્યું, “ઘણાં દિવસથી બહાર નથી કાઢી, એ બહાને એની પણ સર્વિસ થઈ જશે”

“તે આ બેગમાં શું રાખ્યું છે?” સિયાએ અખિલનાં હાથમાં બેગ જોઈને પુછ્યું.

“એ બધું ના પુછ, તું કાર લઈ આવ” અખિલે કહ્યું.

“તમારો હુકમ સર આંખો પર” કહેતાં રૂમમાંથી કારની ચાવી લઈ આવી.ઘર લોક કરી, ગેરેજમાંથી સિયાઝ કાર કાઢી. અખિલે બેગ પાછળની સિટે રાખ્યું અને ડ્રાઇવરની બાજુની સીટમાં બેસી ગયો.

સિયાએ સેલપ લગાવી કાર શરૂ કરીને પુછ્યું, “કંઈ બાજુ જવાનું છે બોલ ?”

“તારી પાસે બે ઓપ્શન છે” અખિલે કહ્યું, “તારી ઈચ્છા હોય તો શોપિંગ કરીએ અને મુવી જોઈએ અને જો તારી ઈચ્છા હોય તો આજવા ગાર્ડન થઈને ચાંપાનેરનો કિલ્લો જોઈ આવીએ”

“એ કંઈ પુછવા જેવી વાત છે ?” સિયાએ હસીને કહ્યું, “અફકોર્સ બીજો વિકલ્પ જ પસંદ કરું હું”

“તો ચલાવ” અખિલે કહ્યું, “પહેલાં આજવા ગાર્ડન જઈશું અને પછી ચાંપાનેર”

સિયાએ કાર ચલાવી, અખિલે બ્લુટૂથ ઑન કરીને અરિજિતસિંહના સોંગનો ટ્રેક ચલાવ્યો.એ સાંભળીને સિયાએ અખિલ સામે જોઈ સ્મિત કર્યું.

“કોઈ ફ્રેન્ડ નથી આવવાનું મળવા ?” અખિલે પુછ્યું.

“સુરતમાં હોત તો આવેત પણ અહીં હજી કોઈ ઓળખતું નથી તો કોણ આવે ?” સિયાએ કહ્યું.

“મતલબ આપણે બંને એ તારો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે” અખિલે આંખ મારીને કહ્યું.

“વિજય છે ને” સિયાએ કહ્યું, “વિજયને બોલાવી લેશું”

“ના હવે” અખિલે ઉતાવળથી કહ્યું.

સિયા હસી પડી.

“કેમ શું પ્રોબ્લેમ છે ?” સિયાએ પુછ્યું, “એ તો તારો પણ ફ્રેન્ડ છે ને”

“પ્રોબ્લેમ એ છે કે વિજય આવશે તો તારાં પર લાઇન મારશે, એને એવું લાગશે કે તું પણ એમાં રસ દાખવે છે”

“હા તો હું રસ ના દાખવી શકું ?” સિયાએ આંખ મારીને કહ્યું.

“તારી ઈચ્છા” અખિલ અદબવાળીને બેસી ગયો.

“નહિ બોલાવીએ” સિયાએ કહ્યું, “તું આવી રીતે ગાલ ના ફુલાવ”

અખિલે સ્મિત કર્યું. કલાકમાં બંને આજવા ગાર્ડન પહોંચી ગયાં. સિયાએ કાર પાર્ક કરી ત્યાં સુધીમાં અખિલે એન્ટ્રી ટીકીટ લઈ લીધી.પછી બંને ગાર્ડનમાં પ્રવેશ્યાં. ગાર્ડનમાં પ્રવેશતાની સાથે જ રસ્તો બ્લૉકમાં વહેંચાઈ ગયો.સામે જુદી જુદી જગ્યાએ જવાના બોર્ડ લાગેલાં હતાં.

“સામેની તરફ” અખિલે ઈશારો કરીને કહ્યું.એ તરફ ઘણાં બધાં લોકો જતાં હતાં.સિયા અને અખિલ પણ એ તરફ ચાલવા લાગ્યાં.થોડે આગળ જતાં બંનેને આંચકો લાગ્યો.રસ્તાની બાજુમાં નાળિયારીના ઝાડ નીચે એક કપલ બેઠું હતું.છોકરો ઝાડને ટેકો આપીને બેઠો હતો અને છોકરી તેનાં ખોળામાં બેઠી હતી.બંને દુપટ્ટો ઓઢીને હોઠોનું રસપાન કરી રહ્યા હતાં.

“ઓહ માય ગોડ” સિયા બોલી, “તું મને આ તરફ લઈ જવાનો છે ?”

અખિલ હસવા લાગ્યો.

“મને થોડી ખબર હતી કે અહીંયા આવું થતું હશે, હું તો બધાં લોકો જતાં હતાં એ તરફ ચાલ્યો”

અખિલની વાત સાંભળીને સિયા હસવા લાગી, “આ જગ્યા વિશે મને ખબર છે બકા, મેં એક નવલકથામાં વાંચેલું”

“બીજી જગ્યાએ જઈએ” અખિલે સિયાનો હાથ પકડીને રસ્તો બદલ્યો. બીજી તરફ પણ ઘણાં કપલ્સ બેઠાં હતાં, તેઓ અંતર જાળવીને વાતો કરી રહ્યાં હતાં. સિયા અને અખિલ ત્યાં જઈને લોન પર બેસી ગયાં.

“તે અંદાજે કેટલી નવલકથાઓ વાંચી હશે ?” અખિલે પુછ્યું.

“અંદાજે કહું તો ત્રણસો જેટલી તો વંચાય હશે” સિયાએ કહ્યું.

“ઓહો, તું તો જબરી વાંચક છે”

“નવલકથા માત્ર પુસ્તક નથી હોતું” સિયાએ કહ્યું, “લેખક આપણને નવી દુનિયામાં પહોંચાડી દે છે. જે સ્ટૉરી આપણે વાંચતા હોઈએ છીએ એ બધી ઘટનાં આપણી સમક્ષ જ બની રહી છે એવો અહેસાસ કરાવે છે. એમાં આવતાં સ્થળોએ આપણે ના ગયાં હોઈએ તો પણ આપણને ત્યાં પહોંચાડી દે છે. હું આ ગાર્ડનમાં પહેલીવાર આવી પણ મેં આનાં વિશે વાંચેલું એટલે મને ગાર્ડન વિશે થોડી થોડી ખબર છે”

“હું પણ નવલકથાઓ જ વાંચું છું” અખિલે કહ્યું, “ફર્ક એટલો છે કે તું જે વાંચે છે એ સ્ટૉરી કાલ્પનિક હોય શકે પણ હું જે વાંચું છું એ ઓથેન્ટિક માહિતી હોય. બધાં સ્થળોનો ઇતિહાસ મને ખબર છે. ત્યાંની નાનામાં નાની વાત મારે યાદ રાખવી પડે છે”

“અચ્છા, એટલે તું મને ચાંપાનેર લઈ જાય છે”

“હા, ચાંપાનેરનો ઇતિહાસ પણ રસપ્રદ છે. મહંમદ બેગડાએ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી.એ શિયાળો જૂનાગઢ,ઉનાળો અમદાવાદ અને ચોમાસું ચાંપાનેરમાં વિતાવતો,ચાંપાનેરને વિશ્વ વિરાસતનાં સ્થળોમાં સ્થાન મળેલું છે અને આ ખૂબ મોટી વાત કહેવાય”

“તારું નૉલેજ તો જબરું છે” સિયાએ અખિલનાં વખાણ કરતાં કહ્યું.

“ખાખ જબરું છે” અખિલ હસ્યો, “આ વાતો તો કલાસ-3 ની તૈયારી કરતાં હોય એ લોકોને પણ ખબર હોય છે”

“GPSC ક્લિયર કરવી મુશ્કેલ છે નહીં” સિયાએ કહ્યું.

“મુશ્કેલ નથી, સમય માંગી લે છે”અખિલે કહ્યું, “તેનાં માટે પ્રોપર પ્લાનિંગ જોઈએ”

“તું GPSC ક્લિયર કરીશ પછી હું પણ તને ફરવા લઈ જઈશ” સિયાએ કહ્યું.

“ફરવા જવા માટે GPSC ક્લિયર કરવી જરૂરી છે ?”

“જરૂરી નથી પણ એ પહેલાં ફરવા જઈએ તો તારું પ્લાનિંગ વિખાય જાય અને એ મને ના ગમે”

“GPSC ક્લિયર કરવા માટે દિવસ-રાત વાંચવું જ એવું નથી હો” અખિલે કહ્યું, “યોગ્ય પુસ્તક અને યોગ્ય સમયે વાંચ્યું હોય તો આસાનીથી કોઈ પણ એક્ઝામ ક્લિયર કરી શકાય છે”

“મેં ક્યાં એવું કહ્યું, હું કોલેજમાં હતી ત્યારે હું કોઈ દિવસ બુક હાથમાં જ ના લેતી” સિયાએ કહ્યું, “તો પણ હું ડિસ્ટ્રીક્શન સાથે પાસ થઈ હતી”

“તું છે જ હોશિયાર” અખિલે ચુગલી કરી.

“બસ હા હોશિયારી” સિયા હસી, “તારાં આ મસ્કા તારી પાસે જ રાખજે”

“તમારી આ જ પ્રૉબ્લેમ છે” અખિલ પણ હસ્યો, “સારું કહીએ તો કહે છે મસ્કા મારે છે અને કંઈ ના કહીએ તો કહે છે અમને ટ્રીટ કરતાં નથી આવડતું”

અખિલની વાત સાંભળીને સિયા હસી પડી, “અમને ઓળખવામાં મહાન પુરુષો થાપ ખાય ગયા તો તમે ક્યાંથી ઓળખી શકશો”

“એટલે જ અમે પણ વચ્ચેનો રસ્તો કાઢીએ છીએ” અખિલે કહ્યું, “તમે કહો ત્યારે તારીફ પણ કરીએ અને તમે કહો ત્યારે મસ્કા પણ મારી લઈએ”

“હા એ તો સ્ટોકમાં જ હોય તમારી પાસે” કહેતાં સિયા હસી પડી.

“એ વાત છોડ” અખિલે કહ્યું, “આગળનું શેડ્યુલ સાંભળ, થોડીવાર બેસીને આપણે ગાર્ડનમાં ચક્કર લગાવીશું પછી ચાંપાનેર જવા નીકળી જશું. બપોરે ત્યાં જ જમીશું અને પાંચ વાગ્યે રિટર્ન આવતા રહીશું”

“આજે તો મારે તું કહે એમ જ કરવાનું છે” સિયાએ કહ્યું, “તું જ્યાં લઈ જઈશ ત્યાં હું આવીશ”

( ક્રમશઃ )