Fari Mohhabat - 29 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 29

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ફરી મોહબ્બત - 29

“ફરી મોહબ્બત”

ભાગ : ૨૯


અનય ઈવાનું નામ સાંભળતા જ ગભરાઈ ગયો. એના કપાળે પરસેવો બાઝવા લાગ્યો. "ફોન પર કોણ હતું એ?? ઈવાનું નામ કેમ લીધું?? ફોન કટ કેમ થઈ ગયો.?? આટલા મહિના બાદ જ કેમ??" અનેકો વિચારો એના દિમાગમાં ઝડપથી આવ્યા અને જતા રહ્યાં..!! તે સાથે જ સામેથી ફરી કોલ આવ્યો. અનય સ્વસ્થ થયો. કોલ ઉઠાવ્યો.

"હલ્લો, હું ઈવાનો લોયર બોલું છું મિસ્ટર બ્રિજેશ દત્ત. શું હું અનય નહાર સાથે વાત કરી શકું!!"

"હા બોલો હું અનય જ બોલું છું." અનયે કહ્યું.

"મારી કલાયન્ટ ઈવાને તમારી પાસેથી ડિવોર્સ જોઈએ છે." લૉયર બ્રિજેશ દત્તે કહ્યું. સાંભળીને અનયની ધડકન તેજ થઈ ગઈ. પરંતુ એને પણ નિર્ણય લઈ જ લીધો હતો.

"હા હું ડિવોર્સ આપવા તૈયાર છું." અનયે પૂરા વિશ્વાસથી કહ્યું.

"મિસ્ટર અનય...!! તમને અત્યારે મારી ક્લાયન્ટ ઈવા જ્યાં રહે છે હૈદરાબાદ ત્યાં આવીને ડિવોર્સ આપવું પડશે." લૉયર બ્રિજેશે કહ્યું.

અનયે ઝડપથી વિચાર્યું અને કહ્યું, " હું ત્યાં નહીં આવું. તમારી ક્લાયન્ટ ઈવાને કહેજો અનય પાસેથી ડિવોર્સ જોઈતો હશે તો એને હું જ્યાં રહું છું ત્યાં આવવું પડશે."

"ઓકે. હું તમને ફરી કોલ કરીને જણાવીશ." લૉયર બ્રિજેશે કહ્યું અને ફોન મુકાયો.

ફોન મુકાયા બાદ અનય વિચલીત થઈ ઉઠ્યો. એને કશું પણ સારું લાગવા લાગ્યું નહીં. એને એકાંત જોઈતું હતું. એની મોહબ્બતનો નતીજો એને મળી ગયો હતો. એનું દિમાગ ઝડપથી અનેકો સકારાત્મક નકારાત્મક વિચારોથી દોડવા લાગ્યું.

ત્યાં જ ગીતનો ફોન આવ્યો.

"હાય શું થયું?? તારા ઘરે લઈ જવા માટે તું મને લેવા આવવાનો હતો?? ક્યાં છો??" ગીતે એકસાથે પ્રશ્નો પૂછ્યા.

"ગીત આજે આ પ્લાન કેન્સલ કરો. હું તારી સાથે પછી વાત કરું." અનયે એટલું કહીને ગીતનું સાંભળવા પહેલા જ ફોન કટ કર્યો. ગીતને થોડું અજીબ લાગ્યું. પણ એ પણ કશું આગળ બોલી નહીં. 'અનયનો ફોન આવશે' એમ કહીને એ ચૂપ રહી.

અનય ગીતને પોતાના ઘરે જ આજે પોતાની મોમને મળવા માટે લાવવાનો હતો પરંતુ ત્યાં જ ઈવાના વકીલનો ફોન આવ્યો. અનયનું પૂરું મૂડ ઓફ તો થયું જ પણ એ હવે ફરી ઈવાની યાદોમાં જતો રહ્યો. એ અત્યારે ઘરેથી ગીતને લેવા માટે જ જવાનો હતો. પરંતુ અચાનક એના ચહેરા પરની બધી જ ખુશી ઊડી ગઈ હતી. એ બેડરૂમમાં ભરાઈ ગયો. આ બધું જ અનયના મોમ નિહાળતા રહ્યાં. પરંતુ અનય પર વકીલનો ફોન આવ્યો હતો એનાથી તેઓ બેખબર હતાં. નિરાશ થયેલો અનયને બેડરૂમમાં જતા જોઈને અનયના મોમને શંકા ઉપજી. એને એમ થયું કે ગીત અને અનયની વચ્ચે કશુંક બન્યું કે શું..!! પોતાની શંકાનું નિવારણ કરવા મોમ બેડરૂમમાં ગયા. મોમ પણ અનયની પાસે જઈને બેઠા. સૂતેલા અનયના માથે પ્રેમથી હાથ ફેરવતા પૂછ્યું, " શું થયું દિકરા?? ગીત સાથે કશુંક થયું છે??"

અનયે કશો પણ જવાબ આપ્યો નહીં. મોમનો હાથ એવો જ પ્રેમથી ફરતો હતો. ક્યાંય સુધી બેડરૂમમાં શાંતિ છવાઈ રહી. પછી અચાનક જ અનય મોમને વળગીને નાના બાળકની જેમ રડી પડ્યો. રડતો રહ્યો. પછી સ્વસ્થ થઈને કહ્યું, " મમ્મી...!! ઈવાના વકીલનો ફોન હતો. એને ડિવોર્સ જોય છે મારાથી. એ મને હૈદરાબાદ આવવા માટે કહે છે. મેં એના વકીલને ચોખ્ખી ના પાડી. એને ડિવોર્સ જોઈતો હોય તો અહીંયા આવીને લઈ લે."

"દિકરા તમે બંને આખરે છુટ્ટા પડવાનો જ નિર્ણય લીધો જ છે તો એ અહીં આવે કે તું ત્યાં જાય. આખરે છુટ્ટા જ પડવાના છો ને...!! અહં ને ક્યાં સુધી સંતોષવાનો દીકરા...!! ત્યાં જઈને જ આપી આવજે. તારા મનને શાંતિ થશે." અનયના મોમે શાંતિથી અનયને સમજાવ્યો. પરંતુ અનયના મનમાં અનેકો આરોપો પ્રત્યારોપોનો મારો ચાલતો રહ્યો આખરે એ એક જ પ્રશ્ન પર આવીને અટકી જતો કે , "મારી ભૂલ શું હતી?? ભૂલ એટલી જ કે મેં ઈવાને મોહબ્બત કરી. ફરી મોહબ્બત કરી પણ બદલામાં મળ્યું શું!!"

"અનય ઈવા સાથેનું ડિવોર્સની વાતને પતાવી નાંખ. તારે આગળનું પણ વિચારવાનું છે. વિચારોમાં પડ્યો નહીં રહેતો. તું માંડ હજુ તો ઈવામાંથી નીકળ્યો છે. ઓફિસ જતો થયો છે. ખુશ રહેવાનું શીખ્યું છે. દીકરા તારું ધ્યાન રાખ." કહીને અનયના માથેથી હાથ ફેરવીને અનયના મોમ બેડરૂમમાંથી જતા રહ્યાં.

મોમના કહેલા શબ્દો પરથી એને ગીત યાદ આવી ગઈ. એ મનમાં જ બબડયો, "ગીત મારા કોલની રાહ જોતી હશે." એને ગીતને કોલ લગાવ્યો. વકીલ સાથે થયેલી વાત કહી સંભળાવી.

"ઓહ અનય..!! તું વધારે વિચાર નહીં કર. હું તારી લાગણીઓને સમજી શકું છું. તારા પર શું વિતતું હશે એ હું મહેસૂસ કરી શકું છું. તારો નિર્ણય તારા હાથમાં છે. હું તારી સાથે જ છું અનય...!!" સધિયારો આપતા ગીતે કહ્યું.

"ગીત...!! મને તારો સાથ જોય છે. હું ઈવામાંથી બહાર નીકળવા માંગુ છું." અનયે પહેલી વાર ગીતને કહ્યું.

"ઠીક છે આવતીકાલે મળીયે આપણે." ગીતે એક્સાઈટેડ થઈને કહ્યું.

"ઓકે." અનયે નરમાશથી કહ્યું.

***

"ગીત... શું કરું. કશું સમજ નથી પડતું. હું ઈવામાંથી જલ્દીથી નીકળી જવા માંગુ છું. હું સમજી નથી શકતો શેનો ભાર મને લાગી રહ્યો છે.!!" પોતાના મનમાં ચાલી રહેલી વાત અનયે ગીતને મળતા જ કહ્યું.

"તો રાહ શેની જોવો છો?? ડિવોર્સ માટે જ ફોન આવ્યો હતો તો ડિવોર્સ જ થશે ને...!!" ગીતે કહ્યું.

"હમ્મ..!! ચાલ છોડ એ બધી વાત. તું નકામું ટેંશન લેશે. આપણે આપણા બંનેના ભવિષ્ય વિષે વિચારીએ?" અનય ગીત વધારે વિચાર કરી ટેંશન ન અનુભવે એટલે વાતને બદલી.

બંનેએ પોતાના ભવિષ્યને લઈને તેમ જ મેરેજ માટે શું કરીશું ક્યાં ક્યાં ફરવા જઈશું એ બધી જ ચર્ચા કરતા રહ્યાં.

"ગીત...!! હું એકવાર તારા મોમ ડેડને મળવા ચાહીશ. આપણા રિલેશનશિપને લઈને હું વાત કરવા માગું છું. આપણા બંનેના મેરેજ માટેની વાતચીત હું અત્યારથી જ કરવા માગું છું પછી પાછળથી કોઈને રંજ ના રહી જાય." અનયે ગીતને સમજાવ્યું.

"રંજ...!! કેવો..!!" ગીતે પૂછ્યું.

"ગીત...!! તું સારી રીતે સમજી શકે છે કે હું પરણેલો આદમી જ ગણાઈશ. ડિવોર્સ થયા બાદ ડિવોર્સી ગણાઈશ. આવામાં જ તારા ફેમિલીવાળા મારા જેવા આદમી સાથે તને પરણાવશે કે નહીં એ વાત મને ખટકતી જાય છે." અનયે ચિંતાતુર સ્વરે કહ્યું.

"અનય...!! એ બધું મારા પર જ છોડી દો. સમય આવશે ત્યારે મારા મોમ ડેડને જણાવીશ પછી જ હું મારા મોમ ડેડ સાથે તારી મુલાકાત ગોઠવીશ." ગીતે કહ્યું.

"એકવાર મળીને વાત કરી લઈએ તો સારું થશે. મારા ડિવોર્સ બાદ જ આપણા મેરેજ થશે."અનયે કહ્યું.

"અનય...!! મને લાગે છે કે આપણી રિલેશનશિપને આપણે થોડો સમય આપવો જોઈએ. પછી તો મારા મોમ ડેડને જણાવવું તો પડશે જ ને..!!" ગીતે કહ્યું.

"ઠીક છે." અનયે કહ્યું તો ખરું પણ એનું મન માનતું ન હતું.

***

અનય ગીતની રિલેશનશિપ આગળ વધતી ગઈ. બંનેને એકમેક સાથે સારી રીતે ફાવતું. અનયે ઈવાની વાતને પડતી જ રાખી એ વિચારથી કે ઈવાના લોયરનો સામેથી કોલ આવશે. ગીતનું કોલેજનું પણ લાસ્ટ યર ચાલતું હતું. દિવસો વહેતા ગયા.

"અનય...!! તું તારા મોમને મને ક્યારે મળાવીશ.?? એ દિવસ બાદ તો તે ભૂલી જ ગયો કે શું??" ગીતે પૂછ્યું.

"એવું નથી યાર. સમય જ નથી મળતો." ઓફિસમાંથી જ અનય કોલ પર વાત કરતા કહેવા લાગ્યો.

"અચ્છા..!! તારી પાસે સમય નથી. મારી પાસે તો છે સમય.. એ પણ ભરપૂર..!!" ગીતે હસતાં કહ્યું.

***

"અનય...!! આજે ઘરે જમવા આવી જજે ને દિકરા..!!" અનયના મોમે અનયને ફોન કરીને જણાવ્યું.

ઈવાના ગયા બાદ અનયના મોમ અનયની કાળજી વધારે જ લેતી થઈ ગઈ હતી. ક્યારેક અનયને બપોરે જમવા પણ ઓફિસેથી ઘરે બોલાવી લેતી એટલે આજનો ફોન અનય માટે નવાઈનો લાગ્યો નહીં.

"જોઉં છું મમ્મી. કામ જેવું હોય એ પ્રમાણે આવીશ." કહીને અનયે ફોન મૂકી દીધો.

બપોરે અનય જમવા માટે આવ્યો ત્યારે દરવાજો ખોલતી અનયના મોમના ચહેરા પર ગજબની ખુશી છવાયેલી હતી. આ જોઈને અનયને પણ આશ્ચર્ય તો થયું ખરું પણ અનયે કશું પૂછ્યું નહીં.

એ ફ્રેશ થવા માટે બાથરૂમ તરફ વળ્યો જ હતો ત્યાં જ એનું ધ્યાન કિચનમાં પડ્યું. એને જોઈને યકીન જ થયું નહીં. એના મોઢામાંથી ખુશી થતા આશ્ચર્યના ભાવ બંને એકસાથે આવ્યા. અનયના મોઢામાંથી મોટેથી શબ્દો સર્યા, " તું...!! ક્યારે આવી??"

(ક્રમશ)