The Corporate Evil in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-19

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-19

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-19
નીલાંગ ચાલાકીથી બંગલામાં ધૂસી ગયો અને સામાન પહોચાડવા મદદ કરવાનાં બહાને એણે ચાન્સ લઇ લીધો. મહારાજ અને ઘરનો નોકર મદદ કરવા માટે આવી ગયાં.
મહારાજ બબડયો "તને આટલો સામાનનો ઓર્ડર આપ્યો છે તો માણસ એ પ્રમાણે મદદ માટે સાથે લાવવા જોઇએને આ એક માણસની મદદથી થોડું કામ થાય ? અમારે ઉઠીને આવાં કામ કરવા પડે છે. આતો સારુ છે એક માણસતો લાવ્યો છે.
પેલો સામન લાવનાર નીલાંગ સામે જોઇ રહ્યો અને આંખનાં ઇશારે માફી માંગી રહ્યો. અને આભાર પણ માન્યો. નીલાંગ કયારનો બધુ સાંભળી રહ્યો. નીલાંગ ચાન્સ જોઇ મહારાજને કહ્યું" અરે મહારાજ તમારી વાત સાચી છે પણ સાચુ કહુ રજાઓનો કારણે અત્યારે કોઇ માણસો આવતાં નથી હું એકાઉન્ટનું કામ છોડીને મદદ કરવા આવ્યો છું. ઠીક છે આપણું કામ હોય તો કરવું પડે. અને કામમાં શરમ કેવી ? શું કહો છો ?
મહારાજ રજાઓનું સાંભળીને મોં પર લુગડુ એમનો અંગુઠો દબાવી દીધો. અને ધીમે અવાજે બોલ્યાં મારેય આ રજાઓમાં ગામડે જવુ છે પણ ઘરમાં એવું બની ગયુ છે કે મને રજા જ નથી મળતી તમે તો સારું કહેવાય એકાઉન્ટન્ટ થઇને મદદ કરવા આવ્યા અહીંતો ઘરનાં રામલા પણ ઊંચા નીચા થાય છે ઘરે જવા પણ હવે પ્રસંગ એવો થયો છે કોઇને રજા નહીં મળે ઉપરથી તપાસ ચાલે છે એટલે વારે ઘડીએ પ્રશ્નો થયા કરે છે.
તક ઝડપીને નીલાંગ કહ્યું "મેં આજેજ સાંભળ્યુ એવુ તો શું થયુ કે... સુસાઇડ.. મહારાજે નાક પર આંગળી રાખીને કહ્યું "એવાં શબ્દો ના બોલશો અત્યારે તો અહીં ભારે વાતાવરણ છે. પોલીસ કમીશ્નર આવીને ગયાં પણ શેઠ મોટું માથુ છે એટલે બધું દબાવી દેવાનાં અને ક્યાં બધો વહીવટ થઇ જશે ખબર પણ નહીં પડે.
નીલાંગ ધીરજ રાખીને સાંભળી રહ્યો પછી બોલ્યો કહેવુ પડે મહારાજ આ જમાનામાં પણ તમે... એ આગળ બોલે એ પહેલાં વાચાળ મહારાજે કહ્યું " તમે કોઇને કહેતાં નહીં ભાઇ પણ અંદરની વાત મનેજ ખબર છે શું થયેલું... કારણ કે નાના શેઠ બધુ મારી પાસેજ મંગાવતા અને...
મહારાજે આજુબાજુ જોયુ. ઘર નોકરને અંદર મોકલી દીધો. પેલાનો સામાન મૂકાઇ ગયો હવે નીલાંગને વિચાર આવ્યો હવે પેલો જશે તો મારે જવુ પડશે એણે ચાલાકી વાપરતાં કહ્યું તું જા મારે બીજી ઉઘરાણી છે એ પતાવીને આવીશ તું બીજો સામાન આપવાનો છે એટલે નીકળ.
પેલાં મહારાજનો સ્વભાવ બૈરાં જેવો હતો એનું પેટ દુઃખતું હતું એને હતુ હું કહી દઇશ તો શાંતિ થશે. પેલો સામાન મૂકી ટેમ્પો લઇને જતો રહ્યો.
નીલાંગે પૂછ્યું "પણ તો તમે પોલીસને તો કહી દીધું હશે ને ? મહારાજ ભડક્યો. "ના ના ભાઇ પોલીસને કહેવામાં લફડામાં ફસાઇ જવાય વારે વારે વકીલ અને કોર્ટનાં ધક્કા. મેં તો કહીજ દીધુ કે હું તો રસોડું સંભાળુ મને શું ખબર હોય ? મોટાં ઘરની મોટી વાતો... મારી સાથે ખાસ હજી પૂછપચ્છ નથી થઇ પણ રામલાઓનો અને સીક્યુરીટીનો કચ્ચાધાણ નીકળી ગયો છે.
મહારાજ પોતાની ચાલાકી પર પોરસાઇ રહેલો આ તો તમે અંગત જેવાં લાગ્યાં એટલે બે શબ્દો કહું છું. હું તો શેઠ રજા આપે એટલે ગામડે જતો રહેવાનો છું પણ અત્યારે જઊ તો શંકા થાય એટલે ચૂપ બેઠો છું.
નીલાંગે કીધુ આમ આવો હળવાશથી બેંસીએ લો સીગરેટ પીશો ? એમ કહીને સીગરેટ બોક્ષ કાઢ્યું. મહારાજ પણ કહે હાં ચાલો બહાર વરન્ડા બાજુ જઇએ અહી પાછળ કોઇ નથી આવતું હું અહીં પાછળ રૂમમાંજ રહું છું.
નીલાંગે વધુ પરીચય કેળવતાં પૂછ્યું તમે ક્યાંનાં છો ? શું નામ તમારું ? મારુ નામ નીલાંગ છે. એકાઉન્ટ સંભાળુ છું પેઢીમાં શેઠનાં ચાર હાથ છે.
મહારાજે કહ્યું "હું તો રાજસ્થાન ઉદેપુરનો છું જાતે બ્રાહ્મણ છું મારુ નામ દેવસીંગ છે. રસોઇનો માસ્ટર છું મને શેઠાણીજી અહીં લાવેલાં.
નીલાંગે જોયુ વાત બીજા પાટે જાય છે એટલે સીગરેટ સળગાવી આપીને કહ્યું" વાહ શું રાજસ્થાન અને મહેમાનગતી - સંસ્કાર કહેવું પડે એમાં બ્રાહ્મણનાં હાથની રસોઇ ભાગ્યવાનને મળે. હું પણ બ્રાહ્મણ છું પણ મરાઠી બ્રાહ્મણ છું.
મહારાજે સીગરેટનાં કસ ખેંચતા કીધુ ભાઇ શેઠનો દોમ દમામ ખૂબ છે હજી ગઇકાલે ઘટના બની છે પણ એટલું બધુ સચવાયુ છે એમનું અને શેઠાણી એટલે નાની શેઠાણીએજ આપધાત કર્યો હોય અને મરી ગયા હોય એવું વાતાવરણ છે કાલે તો બેસણુ પણ થઇ જશે અને પછી વાર્તા પુરી કરી દેશે.
અસલવાત તો કોઇને ક્યારેય ખબરજ નહી પડે. એમ કહીને દેવસીંગ મહારાજ હસવા લાગ્યો ફરીથી કહેવત બોલ્યો મોટાં લોકોની મોટી વાતો. અને સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે ?
નીલાંગે કહ્યું તમારી વાત સાચી છે મોટાં લોકોની મોટી વાતો આપણે નાનાં માણસો આપણી શું હેસીયત કે ઓકાત ? પેલાં મહારાજે કહ્યું "આપણે ઘારીએ તો આપણી ઔકાત પર આવી જઇએ તો આ શેઠીયા પગમાં પડી જાય અને હસવા લાગ્યો.
નીલાંગે કહ્યું "પણ નાના શેઠાણીએ આપધાત કેમ કર્યો ? એવો શું ઝગડો થયો ? કે આવુ પરીણામ આવ્યું અને નાના શેઠને કંઇ અસર થઇ ? મોટાં શેઠે શું કીધું ? બીજી વાતે ના ચઢે એટલે નીલાંગે દેવસીંગને પ્રશ્નો પૂછ્યાં.
દેવસીંગે નીલાંગનાં કાન પાસે ચહેરો લાવીને ખૂબ ધીમેથી બધી વાતનો ગણગણાટ કરીને ખૂલાસો કર્યો દેવસિંહ જેમ જેમ બોલતો ગયો એમ એમ નીલાંગની આંખો પહોળી થતી ગઇ અને નીલાંગ તૈયારજ હતો જેવો દેવસિંહને બોલવા ઉશ્કર્યો અને ફોનમાં રેકર્ડ કરવાનું ચાલુ કરી દીધેલુ પેલો પેટમાંથી વાત કાઢવાજ જાણે તત્પર હતો બધુ જ બકી રહેલો... નીલાંગે કરેલાં પ્રશ્નો કરતાં પણ વધારે માહીતી આપી દીધી હતી. નીલાંગ ખૂબ ખુશ હતો.
દેવસિંહે કહ્યું "નીલાંગભાઇ મેં બધીજ હકીકત તમને જ કીધી છે પણ જો જો તમે કોઇને ના કહેતાં મને હવે સારુ લાગે છે મેં કોઇને કહી દીધુ મારો ભાર ઉતરી ગયો. શેઠનાં કડપને કારણે પોલીસ કે કોઇને કહેવાય નહીં બહાર નીકળવા દેતા નથી મારું તો પેટ ચોળાતું હતું ક્યારે કોઇને કહું અને ભાર હળવો કરું. તમે યોગ્ય માણસ મને એકલીંગજીએ મોકલી આપ્યા મેં કહી દીધુ હાંશ થઇ. મહારાજને ભાન થયું હોય એમ બોલ્યો ભાઇ કલાક ઉપર નીકળી ગયો મારે સાંજની રસોઇ કરવાની છે. નાના શેઠ ઓફીસ છે મોટાં શેઠ કોઇ નેતાને મળવાં ગયાં છે શેઠાણી એમની મોટી બેનનાં ઘરે હમણાંજ ગયાં પોલીસ સિવાય કોઇની અવર જવર નથી બધી ધમાલ કાલથી થશે.
તમે ચા પીશો ? હું પૂછવું જ ભૂલી ગયો. નીલાંગે કહ્યું ચાલો અડધો કપ પી લઇએ. મહારાજે સીગરેટ પીધાનું ઋણ ચા પીવરાવીને વાળી દીધું.
નીલાંગે ચા પીતાં પીતાં બીજાં જેટલાં પ્રશ્નો સ્ફૂર્યા એટલાં બધાં પૂછી લીધાં અને આભાર માન્યો. નીલાંગ કહ્યું તમારો નંબર આપોને કોઇવાર વાત કરી શકાય હું તમને મીસ કોલ કરીશ એટલે મારો નંબર આવી જશે.
દેવસિંહ હોંશથી નંબર આપ્યો અને નીલાંગનો લીધો પછી બોલ્યો "આજે કેવી સરસ નવી ઓળખાણ થઇ બોલો કંઇક સારું લાગ્યું કે કોઇ પોતાનાં સાથે જાણે વાત કરી... નીલાંગ કહ્યું કંઇ નહીં મારે લાયક કામ હોય તો જણાવજો પેલાએ કહ્યું ? હાં હાં કંઇ મંગાવવાનું હશે તો વાત કરીશું આમતો ઘણુ બધુ મંગાવી લીધુ છે એટલે હમણાં કંઇ મંગાવવાનુ નહીં થાય પણ અમંથાય ફોન કરીશ ક્યારેક નીલાંગે આભાર માની ત્યાંથી વિદાય લીધી.
નીલાંગ બંગલેથી નીકળી સીધા ગલ્લે આવી બીજી સીગરેટનું પેકેટ લીધુ પેલાં પાનવાળાએ ભૈયાએ કહ્યું અરે ભાઉ આપતો લગ ગયે... હસવા લાગ્યો. નીલાંગે કહ્યું નહીં નહીં એ બંગલામાં ઓળખીતો મળી ગયો પછી ચા પાણી કરીને નીકળ્યો. થેંક્યુ કહીને નીલાંગ ત્યાંથી નીકળી ગયો નીલાંગ આજે ખૂબજ ખુશ હતો એની ખુશી સમાતી નહોતી એ સીધો જ ઓફીસ જવા નીકળ્યો.
************
નીલાંગી એનાં બોસ શ્રોફથી ખૂબજ ઇમ્પ્રેસ થઇ ચૂકી હતી.. કે આ માણસે કેટલું સ્ટ્રગલ કર્યુ અને વિશ્વાસ અને મહેનતથી બધાનો વિશ્વાસ જીતી લઇ ક્યાંથી ક્યાં પહોચી ગયો. બધાનાં કેટલાં કામ કરે છે વળી કોઇ જ વ્યસન નહીં કહેવુ પડે.. અને એનાં ફોનમાં રીંગ આવી...
વધુ આવતા અંકે ---પ્રકરણ-20