Fari Mohhabat - 28 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 28

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ફરી મોહબ્બત - 28

“ફરી મોહબ્બત”

ભાગ : ૨૮


"ઓહહ આ તો ગીત...!! જ્યારે પહેલા રેન્ટ પર રહેતા હતા. એ બિલ્ડીંગમાં જ ગીત પણ રહેતી હતી. મારી પાડોશી હતી ગીત...!! સામે મળી જતા સ્માઈલની આપલે થતી. કેમ છો? જેવા ઔપચારિક શબ્દો ફક્ત પુછાતા...!!" અનય વિચારમાં પડી ગયો. અચાનક અનયને યાદ આવ્યું કે ગીતને આ બધી ક્યાંથી ખબર..!!

"તો મારી લાઈફની બરબાદીની કહાણી તમારી બિલ્ડીંગ સુધી પણ પહોંચી ગઈ...!!" અનયે મેસેજ મોકલ્યો.

" બિલ્ડીંગ સુધી તો નહીં. પણ આપણે એક જ કાસ્ટના હોવાથી...!! આપ સમજી શકો છો સમાજમાં આવી વાતો ઝડપથી ફેલાઈ જાય છે." ગીતે લખ્યું.

"ઓકે. મેસેજ શેના માટે હતો તમારો.?" અનયે પૂછ્યું.

"હા મને એડવર્ડટાઈઝીંગ માટેનું જ કામ હતું. આપ કહો તો બહાર મળીયે?" ગીતે લખ્યું.

"ઓકે. હું જણાવું." અનયે કહ્યું.

"ઓકે. ગુડનાઈટ." ગીતે લખ્યું.

***

અનય વહેલી સવારે જ ઉઠી ગયો. ફ્રેશ થયો. નાસ્તો પતાવી એ ઓફિસ માટે સોંગ ગુંનગુનાવતો રવાનો થયો. ચાર મહિના બાદ એ ખુશમિજાજમાં આજે પહેલી વાર ઓફિસ જઈ રહ્યો હતો. એવું નથી ઈવા એને યાદ ન હતી આવતી. આવતી..!! પણ એ વિચારોને એ પોતાના દિમાગમાંથી કાઢી નાંખવાનો પ્રયત્ન કરતો. એ સતત લડતો રહેતો દિમાગ સાથે કે હવે એને ઈવાની યાદોમાંથી બહાર આવવું છે.

અમિત કુમાર, અનયની બહેન, અનયના મોમ બધા જ અનયને ઓફિસ જતા જોઈને ખૂશ થઈ ગયા. બધા એક જ પ્રાર્થના કરતાં હતાં કે અનય ઈવાની યાદોમાંથી જલ્દીથી મુક્ત થઈ જાય. કેમ કે બધા જ જાણતા હતા કે ઈવાએ કદી અનયને સુખી કર્યો ન હતો..!!

એને ગીત સાથે ચાર દિવસ બાદ ઔપચારિક વર્કને લઈને મિટિંગ કરી લીધી.

અનયે પોલીસ સ્ટેશનમાંથી નિયમો પ્રમાણે અને અમૂક કાર્યપદ્ધતિ પૂર્ણ કરીને ઈવાનો કેસ ક્લોઝ કરાવી નાંખ્યો. એના બાદ અનય હળવો થઈને પોતાનું સમગ્ર દિમાગ હવે બિઝનેસમાં નાંખવા લાગ્યો. અનયના દિવસો સુખમય રીતે પસાર થઈ રહ્યાં હતાં. સતત ત્રણ મહિના સુધી ઓફિસમાં એ રેગ્યુલર કામ પર ગયો. એ જ સમય દરમિયાન ગીત એને અવનવા મેસેજ થતા હસાવા માટેના મેમે સેન્ડ કરતી રહેતી. ક્યારેક ઔપચારિક ચેટ પણ કરી લેતી જે અનય માટે ઈવાની યાદ દૂર કરવા દવા સાબિત થઈ. ગીત એની સાથે સતત સંપર્ક સાધવાનો પ્રયત્ન કેમ કરતી રહેતી હતી એ અનય સમજી શકતો ન હતો.

પરંતુ એક દિવસ ગીતે ચેટ પર જ કહ્યું, " અનય હું તમને પહેલાથી જ પસંદ કરતી હતી. તું જ્યારે જ્યારે બિલ્ડીંગમાં મને ભટકાઈ જતો ત્યારે ત્યારે હું એ જ વિચારતી કે મને લાઈફ પાર્ટનર મળે તો અનય જેવો સજ્જન પુરુષ મળે. તેમ જ દેખાવમાં પણ તારા જેવો જ હેન્ડસમ છોકરો મને મળવો જોઈએ."

"મળશે." અનયે એટલું જ લખ્યું અને ચેટ બંધ કરી દીધી. એને કશું તો એવું ખટકતું હતું કે એ આવી ચેટ કરવા માંગતો ન હતો. એ મોહબ્બત, પ્રેમ, ચાહના જેવી વાતોથી દૂર રહેવા માંગતો હતો. આવી બધી વાતોથી એને ઈવા યાદ આવી જતી. તરત જ એવું મહેસૂસ થતું કે આ ચેટ કરતો મોબાઈલને જ ફેંકી દે..!!

અનય ફરી આજે ચિલાવ્યો.... "ઈવા....!!"

વહેલી સવારે ગીતના ઘણા મેસેજ હતાં.

"કેમ શું થયું??"

"મારી વાતો તમને સારી ના લાગી હોય તો સોરી.."

"કદાચ તમને દુઃખ થયું હશે..!!"

"પ્લીઝ રિપ્લાય આપો."

"મારે તમને મળવું છે."

અનયે મેસેજ વાંચીને રિપ્લાય કર્યો, "મળીશું."

***

ગીત દેખાવમાં સુંદર તો હતી જ. સુંદર નહીં અતિ સુંદર હતી. તેમ જ એના ચહેરા પર માસૂમિયત સાફ દેખાતી. ગીતે અનયને મળીને પોતાની ફીલિંગ્સ જાહેર કરી, " અનય તમારા મેરેજ પહેલા જ હું તમને પસંદ કરતી હતી. છેલ્લા પાંચ વર્ષથી હું તમને લાઈક કરતી હતી. પણ ક્યારેય એવો મોકો મળ્યો નહીં કે હું તમારી સમક્ષ આવીને વાત કરું... એના પછી તો તમારા મેરેજ પણ થઈ ગયા!!"

અનયને સમજ પડતી ન હતી કે શું બોલવું જોઈએ. કેમ કે હજુ તો પોતે ઈવાના પ્રેમમાંથી તેમ જ ધોખામાંથી નીકળ્યો ન હતો. ત્યાં જ ફરી મોહબ્બતના બંધનમાં જોડાવું એના માટે અશક્ય હતું.

"તમે કશું કહેતા કેમ નથી." ગીતે પૂછ્યું.

"ગીત હું એકવાર મોહબ્બતમાં બૂરી રીતે ફસ્યો છું. માંડ હજું તો બહાર પણ નીકળ્યો નથી. એમાં હું ફરી મોહબ્બત નાં ચક્કરમાં પડવા નથી માંગતો. હા એક નિર્ણય તો લીધો જ છે કે ઈવા હવે ફરી મારી પાસે નહીં જ આવે. એટલે એની સાથે ડિવોર્સ પત્યા બાદ હું લવ ના બદલે સારી છોકરી જોઈને એરેન્જ મેરેજ કરી લઈશ." અનયે કહ્યું.

"એટલે હું સમજી નહીં..!! ગીતે પૂછ્યું.

"તું કોલેજ ગર્લ છે. તારી ઈચ્છા એવી જ હશે કે હું તારો બોયફ્રેન્ડ બનીને રિલેશનશિપમાં રહું. તો મારા માટે એ શક્ય નથી. હું તને મારી વાઈફ બનાવવા ઈચ્છીશ. પણ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના લફરામાં પડવું નથી." અનયે પોતાનો વિચાર રાખ્યો.

ગીત વિચારમાં પડી ગઈ. પછી કહ્યું, " મને થોડો સમય આપો હું તમને આનો જવાબ આપીશ." ગીતના ચહેરા પર સ્મિત ફરકતું હતું.

***

અનય ગીતના જવાબની આતુરતાથી રાહ તો જોતો ન હતો. પણ એ પોતે બધું દિલથી જ કામ લેતો હતો એટલે એ અસહજ મહેસૂસ કરી રહ્યો હતો એ વિચારથી કે ગીતને મારો જવાબ કદાચ ગમ્યો નહીં હોય. કેમ કે એ દિવસ બાદ ગીતે એકપણ મેસેજ કર્યા ન હતા. તેમ જ પોતે પણ સામેથી મેસેજ કર્યો ન હતો. ઘણા દિવસો થઈ ગયા હતાં પણ ગીતનો મેસેજ ન આવતાં અનયે સામેથી જ વોટ્સએપ પર મેસેજ કર્યો, " સોરી, તને મારો જવાબ સારો લાગ્યો ન હોય તો..."

આ મેસેજ મોકલાવ્યાના બાદ પણ ગીતનો જવાબ આવ્યો નહીં. અનયે તો પોતાના કામમાં જ ધ્યાન આપવાનું રાખ્યું હતું. એ પોતાના બિઝનેસમાં બિઝી રહેતો. પરંતુ એક વિક બાદ ગીતનો મેસજ આવ્યો, " અનય મને તમારી વાઈફ થવું ગમશે. હું ઘણું વિચાર્યું તેમ જ મારા કામમાં હું થોડી બિઝી પણ હતી એટલે સમયસર જવાબ આપી શકી નહીં."

"એક વાર ફરી વિચારી લેજે." અનયે જવાબ આપ્યો.

"વિચારી લીધું. એકવાર નહીં અનેકવાર. હું કોલેજ ગર્લ છું. એટલે જ તો જો સામેવાળો બંદો પણ મને ગર્લફ્રેંડ બનાવવાનું જ ઈચ્છતે. પણ તમે મેરેજનું પ્રપોઝલ રાખ્યું. જેના માટે મને તમારા ઉપર વધુ માન ઉપજ્યું. હું તમારી વાઈફ બનવા માંગુ છું." ગીતે ભારી ઉમેળકાથી લખ્યું. એવા જ પ્રકારની ઈમોજી મોકલી આપી.

એવી રીતે ચેટ દરમિયાન જ ઘણી બધી ગીત અને અનય વચ્ચે વાતો થતી રહી.

સમય ઝડપથી પસાર થતો હતો. અનય ફરી મોહબ્બતમાં પડ્યો.

***

દિવસો વીતતા રહ્યાં. અનય ગીતને એકવાર પોતાના ઘરે મળવા માટે લાવવાનો હતો. ત્યારે જ અચાનક એના પર એક ફોન આવ્યો.

"હલ્લો... ઈવા..."સામે છેડેથી અવાજ આવ્યો અને ફોન તરત જ કટ થયો. અનય ફોન પર ઈવાનું નામ સાંભળતા જ થડકારો ખાઈ ચુક્યો.

(ક્રમશ)