Remya - 1 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | રેમ્યા - 1 - નજરાણું અનોખું

The Author
Featured Books
Categories
Share

રેમ્યા - 1 - નજરાણું અનોખું

મયૂર હજી એનું લેપટોપ બંધ કરીને ઉભો થયો, આખી રાતનો કંટાળો એના મોઢા પર વર્તાતો હતો અને સાથે ઊંઘ પણ! આખીરાત લેપટોપ સામે બેસી રહ્યો હોવાથી એની આંખમાં લાલાશ ચડી ગઈ હતી.હમણાં પાછું કામ પણ વધારે હોય છે કોરોના ઇફેક્ટમાં, યુ એસ બેઝ કંપની છે તો અત્યારની માંગ પ્રમાણે એ નાઈટ શિફ્ટમાં ડ્યૂટી કરે છે.સોફ્ટવેર એન્જીનર એટલે ઘણી વાર એને રાતના ઉજાગરાની આદત હતી.

આળસ મરડી એ જરા ઉભો થયો.લોકડાઉન છે એટલે ઘરે પણ બધા શાંતિથી ઉઠે છે, બધાને ડિસ્ટર્બ ન કરવાના ઈરાદાથી એ કોફી બનાવવા કિચનમાં ગયો.ફ્રીઝ ખોલ્યું પણ દૂધ તો હતું નહિ સવારે ૬ વાગ્યે તો પાછું કોઈ દુકાન પણ ખુલ્લી નહિ હોય! એ નિસાસા નાખીને એની રૂમમાં આવી ગયો.થોડો કડભડાટ થયો જાણી મમ્મી જાગી ગઈ, નક્કી મયુરને કોફી પીવી હશે એમ વગર કહ્યે જાણી પણ લીધું રેખાબેને.

આ રેખાબેનનો રતન એટલે મયુર. સ્વભાવે ભોળો, ઓછાબોલો કહી શકાય એવો સ્વભાવ, પણ દરેકમાં ભળી જાય એવું વ્યક્તિત્વ.ભણવામાં પહેલાથી હોશિયાર એટલે એને એની રુચિમય વિષયો સાથ ભણીને સોફ્ટવેર એન્જીનીઅર બનવાનું સપનું સેવ્યું હતું એ પૂરું કર્યું હતું.આમ તો ઉંમર વિવાહયોગ્ય થઇ ગઈ હતી, પરંતુ હજી કૅરિયર બનાવવું છે આમ કહી એ વાતને ટાળી દેતો.સીધો એટલો કે કોઈ છોકરીઓ સામે ભૂલમાં પણ ના જોવે! બસ એ ભલો અને એનું કામ! બાકી રેખાબેનની દરેક વાતે તકેદારી રાખે એવો માયાળુ.એના ઘરના નાના મોટા કામ કરી આપવામાં એને ક્ષોભ જરાય ના હોય.પપ્પા નીરજભાઈનું એ ગૌરવ! બેચાર વ્યક્તિઓ સામે એ મયુરની વાત કરવામાં હંમેશા ગર્વ અનુભવતા.

દૂધ હતું નહીં એની ખબર હતી રેખાબેનને રાતથી જ, એટલે કામચલાઉ દૂધ માટે મિલ્ક પાઉડર થી એમને ગરમાગરમ કોફી બાનવીને મયુરને આપી.મયુર ખુશ થઇ ગયો એમ મમ્મીને મીઠી ઠપકો આપવા લાગ્યો," તારી જોડે બધા જુગાડ હોય છે હા!"

"એ તો રાખવા જ પડે ને આ લોકડાઉનમા! બાકી ના હોય તો ચલાવી પણ લેવું પડે."

"સાચી વાત મમ્મી, પણ કેમ જલ્દી ઉઠી ગઈ, હું તો અમસ્તો કિચનમાં આંટો મારવા ગયો હતો."

"હા ખબર છે મને, તારું અમસ્તું કઈ ના હોય, શું કરવા રાતના ઉજાગરા કરે છે? દિવસની ડ્યૂટી માટે અપ્લાય કેમ નથી કરતો?"

"ના, મને તો રાતે કામ કરવાની મજા પડે છે, બાકી તો દિવસે તો ઘરમાં ખલેલ રહ્યા કરે અત્યરે ઘરમાં જ હોઈએ એટલે!"

"ભલે, ચાલ હવે નાસ્તો બનવી આપું, ખાઈને પછી સુઈ જજે બેટા"

"અરે ના મમ્મી, હવે બે દિવસ તો વિકેન્ડ, એટલે આજે તો નથી સૂવુ અત્યરે, બપોરે સુઈ જઈશ."

"ઓકે, તને ફાવે એમ!"

મમ્મી કોફીનો મગ મૂકી થોડી ઘણી વાતો કરીને એના રૂમ માંથી જતી રહી. મયુર કોફીનો લુફ્ત ઉઠાવતો અને મોબાઈલમાં કોરોનાના અપડેટસ જોતા જોતા ગૅલરી તરફ ગયો. ત્યાં બાંધેલા હીંચકા પર બેઠો.

અચાનક પાર્કિંગ તરફથી નાની એકાદ વર્ષની બેબી ગર્લનો રડવાનો અવાજ આવ્યો, વાતાવરણ એકદમ શાંત હતું એટલે વધારે જોરથી સંભળાતું હતું.એને ચોથા માળેથી નીચે જોયું તો એક નાની બેબી રડતી હતી એની મમ્મી જોડે જવા માટે અને એની દાદી એને સાચવતી હતી.દયા આવ ગઈ જરા જોઈને કે શું કારણ હશે કે આ માસુમને એની મમ્મી થી અલગ કરતુ હશે?આવા લોકડાઉનમાં જો એની મમ્મી ક્યાંક જતી હશે તો પાક્કું કોઈ સચોટ કારણ હશે,બાકી આમ ન થાય.મયુર એવું કંઈક વિચારતો હતો ને ત્યાં રેખાબેન આવ્યા, મયુરને આમ ત્યાં જોતા એમને કહ્યું," એ બેબી રેમ્યા છે,ઘણી વાર રડે છે જાગતી હોયતો આ ટાઈમે, એની મમ્મી જોબ પર જાય એટલે."

"પણ મેં કદી આમને જોયા નથી...." નીચે જોતા જોતા જ મયુરે મમ્મીને અનાયાસે પૂછી લીધું.

"એ તો સામેની વિન્ગમાં લાસ્ટ યર રહેવા આવ્યા હતા, આલેખભાઈ પારેખનું ફેમિલી,મારે ઘણીવાર એમને મળવાનું થાય છે."

"ઓકે. પણ આમ બેબી ને રડતા મૂકીને હમણાં ક્યાં?"

"ઓહ્હ હા, એ તો મૈત્રી જતી હશે રૈમ્યાને મૂકીને એટલે....મૈત્રી કંઈક ફાર્મામાં સારી પોસ્ટ પર નોકરી કરે છે એટલે અત્યારે એને ડ્યૂટી ઓન છે લોકડાઉનમાં પણ."

"સારું, પણ આવી રીતે મૂકીને જાય તો બહુ દયા આવે રેમ્યા પર મને તો."

"સાચી વાત બેટા."

"આમ પણ એ દયાને પાત્ર જ છે જન્મી ત્યારથી....એને પપ્પાનું સુખ નથી જોયું, એના જન્મમાં એકાદ મહિનામાં જ એના પપ્પાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું, હજી એ લોકો આઘાતમાંથી બહાર નથી આવી શક્યાં."

"અરે બહુ દુઃખદ થયું." મયુર જરા માયુસ થઇ ગયો એમ જણાયો આ વાતથી.

આ બધી વાતથી વિહ્વળ એને એક લાગણી ઉપસી આવી એ નાનકડી રેમ્યા પર એના વિષે જાણવાની ઉત્સુકતા ઉમટી.એ જરા સ્વસ્થ થઇ ને રેખાબેનને- "તો રેમ્યા આખો દિવસ એના બા જોડે જ રહે?"

"હા....એ એના નાની નાના જોડે રહે."

"નાની - નાના? આ એનું મોસાળ છે?"

"હા...આ અકસ્માત પછી મૈત્રી એના પિયર જ રહે છે, ઉંમર નાની છે એટલે બન્ને પક્ષોએ સહમતીથી બધું ભુલાવીને નવું જીવન જીવવાની અનુમતિ આપી છે એને"

"ઓકે, બિચારી રેમ્યા ગોત્રનું બંધન જ નથી મળ્યું અને પિતાની છાયા ગુમાવી દીધી, અને માતાની મમતાથી પણ વંચિત જ કહેવાયને દિવસે તો."

"હા સાચી વાત દીકરા, પણ શું કરીએ, આ જ એનું નસીબ હશે કદાચ!"

આમ કહીને રેખાબેન ને વાતને ત્યાં પૂર્ણવિરામ આપી દીધું અને, "બેટા તે હોય પણ મને વાતોમાં પરોવી દીધી, ચાલ હું તો તને બોલાવવા આવી હતી, ગરમાગરમ નાસ્તો બનાવી રાખ્યો છે તારા માટે."

"આટલી જલ્દી? મમ્મી તું તો સુપરમેન નહીં....નહીં સુપરવુમન છે!"

"હા.. હા ચાલ મસ્કાના લગાવીશ, અત્યરે તો માસ્ક પહેરવાના દિવસો છે." કહીને રેખાબેન કિચન તરફ ગયા.

............................................................................................................................