1857 ni kranti ni tunki zalak in Gujarati Mythological Stories by Bhavin Jasani books and stories PDF | 1857 ની ક્રાંતિ ની ટૂંકી ઝલક

Featured Books
Categories
Share

1857 ની ક્રાંતિ ની ટૂંકી ઝલક



ક્રાંતિ ની શરૂઆત :-

આ ક્રાંતિ ની શરૂઆત એક નાના એવા સૈનિક વિદ્રોહ થી થઇ હતી, 29 મી માર્ચ 1857 નો એ દિવસ હતો કોલકાતા ના બેરખપૂર નામ ના ગામ મા એક સવાર ની પરેડ ચાલતી હતી અંગ્રેજો ની છાવણી મા, ત્યારે એવી વાત વહેતી થઇ હતી કે જે કારતુસ નો ઉપીયોગ અંગ્રેજો દ્વારા સૈનિકો પાસે કરાવવા મા આવતો હતો તેમાં ગાય અને સુવર ના માસ નો ઉપીયોગ થતો હતો, આના પરિણામે હિંદુ અને મુસલમાન બન્ને પંથ ની લાગણીઓ દુભાઈ હતી અને આ પરેડ મા આપણા અમર શહીદ મંગલ પાંડે એ ફરજ પર ના અંગ્રેજી અધિકારી જેનું નામ હ્યુસન હતું એને પૂછ્યું કે શુ આ વાત સાચી છે ? બે વાર પૂછવા છતાં તેણે જવાબ ન આપતાં મંગલ પાંડે એ ગોળી થી તેને વીંધી નાખ્યો ત્યાર બાદ લેફ્ટનન્ટ વોગ નામ નો અધિકારી ત્યાં આવ્યો તો એને પણ બંધુક ના આગળ ના ભાગ વડે મારી નાખ્યો આ ઘટના ની જાણ થતા અંગ્રેજો ની મોટી ટુકડી ત્યાં આવી ગઈ અને સ્થિતિ કાબુ મા લઈ લીધી ત્યારબાદ 8 એપ્રિલ 1857 ના રોજ અમર મંગલપાંડે ને ફાંસી આપવા મા આવી, આ ઘટના નો ઘણો રોષ બીજા સૈનિક મા ફેલાયો. જેના પરિણામ સ્વરૂપે 1100 સૈનિકો એ અંગ્રેજો ની નોકરી છોડી અને ગંગા કિનારે સંકલ્પ લીધો કે અંગ્રેજો ને ભારત થી બહાર ભગાડવા માટે રાત દિવસ એક કરીને કાર્ય કરશુ. આ ઘટના ને મૂળભૂત રીતે 1857 ના સંગ્રામ ની શરૂઆત મનાય છે.

ક્રાંતિ નો તપતો મધ્યાહન :-

આ 1100 સૈનિકો ભારત ના અલગ અલગ ભાગો મા ફેલાય ગયા અને અંગ્રેજો એ ભારતીય લોકો સાથે કરેલા અન્યાય અને જુલ્મ ની વાતો ને લોકો સુધી પહોંચાડવા લાગ્યા ધીમે ધીમે આખા દેશ મા અંગ્રેજો ની આવી નીતિ થી લોકો મા રોષ ફેલાવા લાગ્યો, પૂર્વ અને દક્ષિણ બાજુ થી સૈનિકો લોકો મા જાગૃતિ ફેલાવતા હતા અને ઉત્તર તરફ મહર્ષિ દયાનંદ સરસ્વતી ના શિષ્યો આ કાર્ય કરતા હતા,મેરઠ મા 6 મેં 1857 એ આવી જ એક ટુકડી એ કારતુસ વાપરવા ની ના પાડી દીધી તો અંગ્રેજો એ એમણે 2 દિવસ પછી એટલે કે 9 મી તારીખે સેના માંથી બહાર કાઢી નાખ્યા અને તેનું માનસિક તથા શારીરિક અપમાન કરવા મા આવ્યું, ત્યાર બાદ જે બાકી ના લોકો અંગ્રેજો ની સેના મા હતા એ જયારે બજાર મા નીકળ્યા ત્યારે ગામ મા મહિલાઓ દ્વારા મેણા મારવા મા આવ્યા તેથી સૈનિકો દ્વારા એક મિટિંગ બોલવા મા આવી અને 10 મેં 1857 એટલે કે બીજા જ દિવસે આ સૈનિકોએ એક મોટુ ચર્ચ અને અંગ્રેજો ના બંગલા સળગાવી દીધા, ત્યાર બાદ નાગરિકો એ અને સૈનિકો એ સાથે મળી ને અંગ્રેજો ને ગોતી ગોતી ને મારી નાખ્યા, સામાન્ય નાગરિકો પાસે હથિયાર ન હોવા થી તે દાતરડા થી અંગ્રેજો ના સર કલમ કરવા લાગ્યા ત્યાર બાદ આ આખુ ટોળું જેમાં 2000 સૈનિકો અને 1500 સામાન્ય લોકો મેરઠ થી નીકળી ને દિલ્હી ગયું, દિલ્હી મા બહાદુર શાહ જફર ના સૈનિકો ત્યાર હતા ત્યાર બાદ સૈનિકો સાથે વિચારમંત્રણા કરી બન્ને પ્રદેશ ના સૈનિકો બહાદુર શાહ જફર ને મળવા ગયા, શરૂઆત મા તો તે નેતૃત્વ લેવા માટે ત્યાર ન હતા પરંતુ બધા ના આગ્રહ થી તેણે નેતૃત્વ સ્વીકારી ઘોષણા કરાવી દીધી તેથી દિલ્હી મા 50000 સૈનિકો ભેગા થઇ ગયા, ત્યાર બાદ અંગ્રેજો પર હમલો કરવા મા આવ્યો અને ફક્ત 36 કલાક મા જ દિલ્હી આઝાદ થઇ ગયું ત્યાં એક પણ અંગ્રેજી બચ્યો નહિ એક રેકોર્ડ પ્રમાણે 11000 અંગ્રેજો ને ફક્ત 36 કલાક મા મારી નાખ્યા હતા, દિલ્હી ની લહેર પછી આખા ભારત મા ફરી વળી 15 દિવસ મા જ 51316 અંગ્રેજો ને મારી નાખવા મા આવ્યા હતા આ બધા ની કબર ભારત મા જ છે, આ ઘટના નો પડઘો છેક બ્રિટિશ પાર્લામેન્ટ સુધી પડ્યો કેમ કે ભારત માંથી મોટા ભાગ ના અંગ્રેજો ને ખતમ કરી નાખવા મા આવ્યા હતા 1 સપ્ટેમ્બર 1857 એ લંડન મા લોકસભા અને રાજ્ય સભા ની બેઠક બોલવા મા આવી અને ચર્ચા નો વિષય એ હતો કે જો ભારત અંગ્રેજો ના હાથ માંથી જતું રહશે તો ધીમે ધીમે જે દુનિયા ભર મા બ્રિટિશ સામ્રાજ્ય છે એ ખતમ થઇ જશે, ત્યારે ત્યાં ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બિલ્વર ફોર્સ એ એવુ કીધેલું કે અંગ્રેજી સૈનિકો ક્યારેય ભારત ને જીતી નહિ શકે કેમ કે ત્યારે ચીન સાથે તેનું યુદ્ધ શરૂ થવા નુ હતું તો તે સેના અને ઈરાન સાથે તે સમયે જ એક યુદ્ધ પૂરું થયું હતું તે બન્ને સેના ભેગી કરે તો પણ ફક્ત 64000 ની સેના થતી હતી પરંતુ ભારત મા એવા ઘણા રાજા રજવાડા છે જે અંગ્રેજો ની સહાય કરે એમ છે અને જો એની સહાય મળી જાય તો આપણે પાછા ભારત પર હુકુમત સ્થાપવા નુ વિચારી શકીયે તો તાત્કાલિક ધોરણે એક સૂચિ ત્યાર કરવા મા આવી આ સૂચિ ના થોડા જાણીતા નામ નીચે પ્રમાણે છે

1) જીવાજીરાવ સિંધિયા ( માધવરાવ સિંધીયા અને વિજ્યારાજે સિંધીયા ના પૂર્વજો નો પરિવાર )
2) પટિયાલા રાજ ઘરાના
3) હૈદરાબાદ ના નિઝામ
4) જૂનાગઢ ના નવાબ

આવા અનેક રિયાસતો ના રાજા અને નવાબો ની સહાય થી અંગ્રેજો એ ત્રણ- સાડા ત્રણ લાખ સૈનિકોની ફોજ ત્યાર કરાવી ત્યાર બાદ જ્યાં સુધી અંગ્રેજો ની સેના ભારત મા પહોંચી નહિ ત્યાં સુધી ભારત ના 350 થી વધારે જિલ્લા આઝાદ રહ્યા હતા એ સમય ગાળો હતો 10 મે થી 19 સપ્ટેમ્બર સુધી નો.ભારત ના ઘણા ગદાર રાજાઓ ના લીધે જ 1857 નો સંગ્રામ નિષ્ફળ ગયો હતો.

ત્યાર બાદ આ સેના ને સાથે લઈ અને અંગ્રેજો દ્વારા ભારત પર હમલો કરવા મા આવ્યો ત્યારે અંગ્રેજો દ્વારા કોઈ ને છોડવા મા નથી આવ્યા નાના થી લઈ ને વૃદ્ધ સુધી ના બધા પર ખુબ જ ત્રાસ ગુજારવા મા આવ્યો. હજારો ગામ નરવિહીન કરી નાખવા મા આવ્યા હતા બિઠુર મા 24000 લોકો ને મોત ના ઘાટ ઉતારી દેવા મા આવ્યા હતા, ત્યાર બાદ 1858 ના નવેમ્બર મા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની નુ શાસન રદ થઇ ને બ્રિટિશ સંસદ ના શાસન ની શરૂઆત થઇ. ત્યાર બાદ અંગ્રેજો દ્વારા ભારત મા ભારત ની પ્રજા ને ગુલામ બનાવવા ઘણા કાયદાઓ બનાવવા મા આવ્યા એમાં ઇન્ડિયન પુલીસ એક્ટ ( 1860 ), ઇન્ડિયન સિવિલ સર્વિસ એક્ટ ( 1860 ), ઇન્ડિયન ઇનકમટેક્સ એક્ટ ( 1872 ), ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ આવા 34735 કાયદાઓ નો અમલ ભારત મા કરાવવા મા આવ્યો અને બદકિસ્મતી થી આ કાયદાઓ હજુ પણ અહીંયા એમ ને એમ જ ચાલે છે

ક્રાંતિ વિશે ની ઘણી જાણવા જેવી વાતો :-
સિંધિયા રિયાસત એ અંગ્રેજો સાથે ભળવા માટે નો સેના મા આદેશ દીધો હતો તેના પરિણામ સ્વરૂપે તેની જ સેના મા વિદ્રોહ ફેલાય ગયો હતો અડધા સૈનિકો સિંધીયા ની સાથે અંગ્રેજો સાથે મળી ગયા હતા અને અડધા ની આગેવાની ઝાંસી ની રાની લક્ષ્મી બાય અને તાત્યા ટોપે એ કરી હતી.

નાના સાહેબ પેસવા એ બિઠુર મા એક સંગઠન ઉભું કર્યું હતું એનું નામ હતું '' ક્રાંતિકારી પરિષદ '' તેના અધ્યક્ષ સ્થાનએ હતા નાના સાહેબ પેશ્વા, એના ઉપાધ્યક્ષ હતા તાત્યા ટોપે અને એના મહાસચિવ હતા રાણી લક્ષ્મી બાય.

આ ક્રાંતિ મા હિંદુ અને મુસ્લિમ બન્ને પંથ ના લોકો સાથે મળી ને અંગ્રેજો સાથે લડતા હતા.

2 કરોડ ની આસપાસ મહિલાઓ હતી.