murder and kidnapping - 4 in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 4

Featured Books
  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

  • काल का रहस्य

    रात के करीब दो बज रहे थे. पूरा मोहल्ला गहरी नींद में सोया था...

Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 4

વિવેક મને ખબર છે... તુ મારી બહેન ને બ્લેક મેઇલ કરવા માંગે છે.. વિડીયો ડીલીટ કરે છે કે નહીં..
નહીં તો હું પોલીસ સ્ટેશનમાં જઈશ...તારી વિરુદ્ધ પગલાં ભરીશ.
"મેં કહ્યું તો ખરું હું વિડીયો ડીલીટ કરી દઈશ."

"વિવેક તુ હમણા જ મારી સામે વિડીયો ડીલીટ કર."

"તું વધારે જબરદસ્તી કરીશ ને તો હું વિડીયો ડીલીટ નહીં કરું.
તારી બહેનને અને તારે જે કરવું હોય તે તું કરી શકે છે."
વિવેક.... વિવેક...આ શું થઈ રહ્યું છે આ લોકો તને પકડીને વાનમાં કેમ બેસાડે છે.
આ જોડે રહેલી છોકરી કેમ ના પાડે છે ?એને પણ પકડીને વાનમાં બેસાડી દો..
કોણ છે આ છોકરી?
(બંનેને હાથ પકડીને બેસાડી દેવામાં આવે છે અને એક અંધારી કોઠડીમાં હાથ બાંધીને તેમને પૂરી દેવામાં આવ્યા છે.)
"વિવેક તારા દુશ્મન લાગે છે તારા ઘણા જોડે ચક્કર છે. એટલે તારું કિડનેપિંગ કરવામાં આવ્યું છે.
પણ આ લોકોએ મને કેમ પકડી લીધી છે.
તારા બદલે મને પણ ફસાવવું પડ્યું છે."

"તારો બક્વાસ બંધ કર મને પણ કંઈ ખબર પડતી નથી કે આ લોકોએ મારુ અપહરણ કેમ કર્યું છે."

"એક વ્યક્તિ અંદર આવે છે અને બંનેને ધમકી આપે છે કે... તમારો બક્વાસ બંધ કરો આ ઝગડવાનુ બંધ નહી થાય તો તમને ઉડાવી દેવામાં આવશે."

મારે કોલ કરવો છે વચ્ચે એકૈનો અવાજ આવવો જોઈએ નહીં.

જો તમારો છોકરો સહી-સલામત પાછો જોઈતો હોય તો મને 20 કરોડ પોહચાડો.

હલો કોણ બોલો છો તમે?
અને મારા છોકરાને શું થયું છે.?

તારા છોકરા નુ કિડનેપિગ કરવામાં આવ્યું છે હું જે જગ્યા બતાવુ એ જગ્યાએ 20 કરોડ પહોંચાડવામાં નહીં આવે તો....!!!
શું કરવાનું છે એ હું કોલ કરીને જણાવીશ અત્યારે તમે 20 કરોડ ની વ્યવસ્થા કરી લો.!
" એટલું કહીને કોલ કટ કરી દેવામાં આવ્યો"
***********
સૌરભ શું જાણકારી છે નેહા વિશે..

હા સર નેહા ની આજુબાજુ રહેતા પડોશીઓની ઇન્કવાયરી હજુ ચાલુ હતી તેમના જણાવ્યા પ્રમાણે નેહા નું કેરેક્ટર બરાબર નથી.

આ નેહાનું ગુમ થવુ ખૂબ જ રહસ્યમય લાગે છે. તેના માતા-પિતા ની જાણકારી લીધી તેમનું શું કહેવું છે..

હા તેમના માતા-પિતા ક્યાં રહે છે તેની જાણકારી લીધી છે તેમની પૂછપરછ કરવા જવાનું બાકી છે.

સોરભ ચલ પડોશી અને તેના માતા-પિતાને જાણકારી લઈ લઈએ બને તેટલો જલ્દી આ કેસનો નિકાલ લાવી દઈએ.
જી સર ..
આ રાજુની પૂછપરછ કરી લેવામાં આવી છે આ પડોશી બાકી છે તેમને પૂછી લઈએ.

આ નેહા જોડે તમારા કેવા સંબંધ હતા?

શું વાત કરું સર આ નેહા તો આખો દિવસ બધા જોડે ખુલ્લેઆમ વાતો કરતી હતી. આ મારા પતિ જોડે પણ તેના સંબંધો હતા..
જ્યારે તેનો પતિ ઘરે ના હોય ત્યારે તે આવા ધંધા કરતી હતી..
તેમના પતિ બોલ્યા ...અરે શું તું પણ આવી વાતો કરે છે.. એવું કશું હતું નહીં તમને બધાને એવું લાગતું હશે..
નેહા થોડી ઓપન માઈન્ડ સ્ત્રી હતી..
ઓકે.

"સોરભ મને તો એવું લાગે છે કે આ નેહા ખૂબ જ આધુનિક હતી એની આવી આદતો થી કંટાળીને જ કદાચ રોહિતે તેને ગાયબ કરી હોવી જોઈએ...
આમ તો રોહિત એના વિશે કંઈક અલગ કહી રહ્યો હતો અને પડોશી કઈક અલગ કહી રહ્યા છે."

"સર આ સીડી આર રિપોર્ટ આવી ગયો છે ...તેના પ્રમાણે નેહા જે દિવસે ગાયબ થઈ હતી તે દિવસે રોહિત સાત વાગ્યે તેના ઘરે હતો..‌ અને નેહા કોઈ સંજુ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતી...‌ સાંજે જ્યારે નેહા ગાયબ થઈ ત્યારે જ તેનો ફોન સ્વીચ ઓફ થયેલો બતાવવામાં આવી રહ્યો છે.."

"એનો મતલબ રોહિત સાચું બોલતો હતો..."
"હા સર"
"એક કામ કરો આ સંજુ કોણ છે ??તેની પૂછપરછ કરતા પહેલા તેના માતા-પિતાને પૂછપરછ કરી લઈએ.

તેમના માતા-પિતાને બોલાવતો તેમનુ શું કહેવું છે તેમ ની છોકરી વિશે.."
હા સર તેમના માતા-પિતા આવી ગયા છે.

continue...