Pishachini - 28 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 28

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પિશાચિની - 28

(28)

જિગર કારમાં પૂર-ઝડપે ઘર તરફ આગળ વધી રહ્યો હતો. ‘અત્યાર સુધીમાં અદૃશ્ય શક્તિ શીના તેના ઘરે, માહી પાસે પહોંચી જ ગઈ હશે. શું તે ઘરે પહોંચશે ત્યાં સુધીમાં શીના માહીને ખતમ કરી નાંખશે ? ! શું શીના માહીનું લોહી પી જશે ? શું હવે તેને તેની માહીનું મરેલું મોઢું જ જોવા મળશે ? !’ આવા બધાં સવાલો જિગરના મનમાં ગૂંજવા લાગ્યા, પણ આ વિશે વિચારવા-કરવા જેવી હાલત તેના મગજની રહી નહોતી.

અત્યારે હવે જિગરની કાર તેના ફલેટના પાર્કિંગમાં પહોંચી, ત્યારે તે જાણે દસ-બાર કિલોમીટર દોડીને આવ્યો હોય એમ હાંફી રહ્યો હતો.

તે દોડીને લિફટમાં દાખલ થયો. તેણે બટન દબાવ્યું. લિફટ્‌ ઊપડી. લિફટ ઉપર પહોંચી. લિફટનો દરવાજો ખુલ્યો. તે બહાર નીકળ્યો અને પોતાના ફલેટના મેઈન દરવાજા તરફ ધસ્યો. તેણે ધ્રુજતા હાથે દરવાજાના ‘લૅચ-કી’વાળા લૉકમાં ચાવી નાંખીને લૉક ખોલ્યું. તે દરવાજો ખોલીને અંદર દાખલ થયો.

-અંદર...,

-....અંદર પલંગ પર માહી પડી હતી.

-રૂમમાં શીના દેખાતી નહોતી.

તે માહીની નજીક ધસી ગયો. તેણે માહીના શરીર પર એક નજર દોડાવી. માહીની ગરદનમાં હૉલ-કાણું નહોતું. માહીના ચહેરા પર લાલાશ વર્તાતી હતી. માહીનો શ્વાસ ચાલતો હોય એવું લાગતું હતું, છતાંય જિગરે માહીના ખભા પર હાથ મૂકયો અને હળવેકથી કહ્યું : ‘માહી !’

અને જાણે માહી કાચી ઊંઘમાં જ હોય એમ એ એકદમથી જ ઝબકીને-જાગી ઊઠી અને બેઠી થઈ ગઈ.

‘...શું થયું, જિગર ? !’ માહીએ ગભરાટ સાથે પૂછયું.

‘કંઈ નહિ.’ જિગરે કહ્યું.

‘તો તેં મને જગાડી કેમ ? !’

‘..એ તો ઊંઘ નહોતી આવતી એટલે મને થયું કે તને જગાડું.’ જિગરે જુઠ્ઠાણું ચલાવ્યું. તે માહીના પપ્પા દેવરાજશેઠને

શીનાથી

બચાવવા

ગયો હતો, પણ તે દેવરાજશેઠને બચાવી શકયો નહોતો. અને પછી માહીને શીનાથી બચાવવા માટે તે દેવરાજશેઠની લાશને ત્યાં હાઈવે પર જ છોડીને અહીં દોડી આવ્યો હતો, એવું સાચેસાચું તે માહીને કયાં કહી શકે એમ હતો ? !

‘ચાલ !’ માહીનો અવાજ જિગરના કાને પાડયો એટલે જિગરે માહી સામે જોયું.

‘તું શીનાને ભૂલી જા. ભગવાન બધું સારું કરશે. તું ઊંઘવાનો પ્રયત્ન કર. હું તારા માથે હાથ ફેરવું છું.’ માહીએ કહ્યું, એટલે જિગર ‘હં !’ કહેતાં પલંગ પર લેટયો. માહી જિગરના માથા પર હાથ ફેરવવા લાગી.

જિગરને હાઈવે પર, ‘‘હું માહી પાસે જાઉં છું.’’ એવું કહીને શીના નીકળી હતી, એટલે તે આમ અહીં દોડી આવ્યો હતો, પણ શીના અહીં આવી નહોતી. શીનાએ માહીના જીવને નુકશાન પણ પહોંચાડયું નહોતું.

જિગરની નજર માહીના ગળામાં ઝુલી રહેલા બનારસીદાસે આપેલા માદળિયા પર પડી.

‘હં, તો તે દેવરાજશેઠને બચાવવા માટે એરપોર્ટ તરફ દોડયો, ત્યારે તે માહીને આ માદળિયું પહેરાવતો ગયો હતો, એટલે જ શીના માહીનું કંઈ બગાડી શકી નહોતી.’

જિગરે માહીના ગળામાં પહેરાયેલા માદળિયાને હાથ લગાવ્યો, ત્યારે જ માહીનું ધ્યાન એ માદળિયા તરફ ખેંચાયું.

‘આ માદિળયું....!’ અને માહી પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ જિગરે કહ્યું : ‘તું ઊંઘી ગઈ હતી, ત્યારે મેં તને આ માદળિયું પહેરાવ્યું હતું.’ જિગરે માદળિયા પરથી હાથ હટાવી લીધો : ‘આ માદળિયું મને બનારસીદાસે આપ્યું હતું, તને પહેરાવી દેવા માટે. હવે આ માદળિયું તું કયારેય ઉતારીશ નહિ. આ માદળિયું તને અલા-બલાથી બચાવશે.’

‘તને ચિંતા થઈ ગઈ છે ને કે, તારા માથા પર સવાર શીના કયાંક મને કંઈ નુકશાન...’

‘ના, ના !’ શીના માહીનું લોહી પીવા માટે બહાવરી બની છે, એ વાતને છુપાવવાનો પ્રયત્ન કરતાં જિગર બોલ્યો : ‘શીનાની મદદથી તો તારા લગ્ન મારી સાથે થઈ શકયા છે, એ કંઈ તને થોડી નુકશાન પહોંચાડે ? !’

માહી જિગર સામે જોઈ રહી. મનોમન કંઈક વિચાર કરી રહી, પણ એ વિચારને જિગર સામે રજૂ કરવાનું ટાળીને તેણે કહ્યું : ‘જિગર ! હું ઈચ્છું કે, આપણે બન્ને જિંદગીનો છેલ્લો શ્વાસ લઈએ ત્યાં સુધી એકસાથે જ રહીએ અને જિંદગીનો છેલ્લો શ્વાસ પણ આપણે સાથે જ લઈએ.’

‘હા, માહી !’ જિગરનો અવાજ ગળગળો થઈ ગયો. તેણે માહીનું માથું પોતાની છાતી પર લીઘું અને એના વાળમાં હાથ ફેરવવા લાગ્યો.

શીના જેવી બલાને તેણે સામે ચાલીને માથે લીધી હતી. આ તેની મોટામાં મોટી ભૂલ હતી. એ ભૂલ હવે તેની પ્યારી માહીનો ભોગ ન લે એ તેણે જોવાનું હતું.

તેને ખબર હતી, ખાતરી હતી, આજ રાતના માહીને બદલે દેવરાજશેઠનું લોહી પી ને ચાલી ગયેલી શીના કાલ નહિ તો પરમ દિવસે, વળી પાછી માહીનું લોહી પીવા માટે રઘવાઈ બનશે જ.

‘અને એટલે તેણે માહીને શીનાથી બચાવવા માટે કંઈક કરવું જ પડશે !

‘પણ તે શું કરી શકશે ? !

‘તેને આનો કોઈ રસ્તો દેખાતો નહોતો.’

તે મન અને તનથી થાકયો હતો, પણ તેને ડર હતો કે, ‘શીના કયાંક પાછી આવશે તો ?’ એટલે તે ઊંઘવા માગતો નહોતો, તે જાગતો જ રહેવા માંગતો હતો, પણ તે ઊંઘને ખાળી શકયો નહિ. તે થોડીક વારમાં જ ઊંઘમાં સરી ગયો.

દૃ દૃ દૃ

તેની આંખ ખૂલી ત્યારે સવારના સાડા દસ વાગ્યા હતા. તેણે બાજુમાં જોયું તો માહી નહોતી.

રસોડામાંથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો, એટલે માહી રસોડામાં જ હતી એવું લાગતું હતું, છતાં તે ઊભો થઈને રસોડા પાસે પહોંચ્યો.

રસોડામાં સાફ-સફાઈ કરી રહેલી માહીએ તેને જોયો ને બોલી : ‘સારું થયું, તું જાગી ગયો. બસ, હું હમણાં તારા માટે નાસ્તો બનાવી આપું છું.’

‘હા !’ કહેતાં જિગર બાથરૂમ તરફ આગળ વધી ગયો.

તે બ્રશ કરતો હતો, ત્યાં જ તેના મગજમાં ગઈકાલ રાતે શીનાએ દેવરાજશેઠને ખતમ કર્યા હતા, એ આખી ઘટના તાજી થઈ ગઈ.

તેના મગજમાં સવાલો જાગી ઊઠયા.

‘તે હાઈવે પર દેવરાજશેઠની લાશ પડતી મૂકીને ઘરે આવી ગયો હતો એ પછી શું થયું હશે ? !

‘શું દેવરાજશેઠની લાશ કોઈની નજરે ચઢી હશે ?

‘શું એણે પોલીસને ખબર આપી હશે ?

‘શું અત્યાર સુધીમાં પોલીસે દેવરાજશેઠના ખૂનની તપાસ શરૂ કરી દીધી હશે ? !’

જિગર ઝડપથી મોઢું ધોઈને બહાર નીકળ્યો.

‘જો દેવરાજશેઠની લાશ કોઈની નજરે ચઢી હશે તો અત્યાર સુધીમાં એના સમાચાર ટી. વી. પર બતાવવાના શરૂ થઈ ગયા હશે.’ વિચારતાં જિગરે ટી. વી. ચાલુ કર્યું અને રિમૉટ કન્ટ્રોલનું બટન દબાવીને ટી. વી. પર ન્યૂઝ ચેનલ લાવી અને ધબકતા હૃદયે ટી. વી.ના પડદા પર જોઈ રહ્યો.

ત્રણ-ચાર સમાચાર ગયા, પણ દેવરાજશેઠના ખૂનના સમાચાર દેખાયા નહિ, એટલે તેેણે બીજી ન્યૂઝ ચેનલ જોવા માંડી. એમાં પણ દેવરાજશેઠના ખૂનના સમાચાર દેખાયા નહિ, એટલે ‘શું હજુ સુધી કોઈની નજરે દેવરાજશેઠની લાશ નહિ પડી હોય ? !’ એવા સવાલ સાથે તે ત્રીજી ન્યૂઝ ચેનલ ફેરવવા ગયો, ત્યાં જ તેના કાને શીનાનો અવાજ પડયો : ‘જિગર ! તને ટી. વી. પર તારા સસરાના મોતના સમાચાર જોવા નહિ મળે.’

જિગરે આંચકા સાથે ગરદન ફેરવીને ડાબી બાજુ જોયું.

તેની બાજુમાં જ, સોફા પર અદૃશ્ય શક્તિ શીના મલકતી બેઠી હતી.

‘દેવરાજશેઠની લાશ પોલીસના હાથમાં જાય તો તું પરેશાનીમાં મુકાઈ જાય, એટલે...’ શીના જરૂર નહોતી છતાં હસી : ‘...મેં તારા સસરાની લાશ એવી જગ્યાએ સંતાડી દીધી છે કે, એ સડી જશે, ગળી જશે અને ધૂળમાં મળી જશે પણ કદી કોઈની નજરે નહિ ચઢે.’

જિગર શીના તરફ જોઈ રહ્યો.

શીના એ જ રીતના મલકી રહી.

‘શીના !’ જિગર થોડીક પળો પછી બોલ્યો : ‘તેં ખૂબ જ ખોટું કર્યું, તારે મારા સસરાને ખતમ...’ જિગર આગળ બોલવા જાય એ પહેલાં જ શીના તેની વાત કાપતાં બોલી : ‘જિગર ! તું સુખી થવા માટે, મને રાજી કરવા માટે બીજા નિર્દોષોને ખતમ કરતો હતો અને એનું તને કોઈ દુઃખ થતું નહોતું. તો હવે તારે તારા સસરા માટે આમ દુઃખી થવાની જરૂર નથી.’

જિગરે હાથ જોડયા : ‘શીના ! હું માનું છું કે, તને મેળવવા માટે મેં પાપ-પુણ્યની વાતને અભેરાઈ પર મુકી દીધી હતી, એ મારી ભૂલ હતી. મારી એ ભૂલને માફ કરી દે. તારે જે કરવું એ હોય એ કર, ચાહે તો મારો જીવ લઈ લે, પણ મારી માહીનું લોહી પીવાની વાત તારા દિલો-દિમાગમાંથી કાઢી નાંખ.’

‘ના, એ શકય નથી, જિગર !’ શીના મકકમ અવાજે બોલી : ‘તું હવે મારો જ છે. ફકત મારો. હું તને માહી સાથે જોઈ શકતી નથી. માહીએ આજે નહિ, તો કાલે મારા હાથે મરવાનું જ છે.’

‘શીના, પ્લીઝ...!’ જિગર આગળ બોલવા ગયો, ત્યાં જ ‘લો, નાસ્તો તૈયાર છે.’ કહેતાં માહી રસોડામાંથી રૂમમાં આવી. જિગરે એક નિશ્વાસ નાંખ્યો.

શીના ખિલિખલ હસતાં ધુમાડામાં ફેરવાઈ અને હવામાં અદૃશ્ય થઈ ગઈ.

જિગર એ તરફ જોઈ રહ્યો, એટલે માહીએ ટીપૉય પર નાસ્તાની ટ્રે મૂકતાં જિગરને પૂછયું : ‘શું શીના આવી હતી ? !’

‘હા !’ જિગર બોલ્યો.

‘એ શું કહેતી હતી ? !’

જિગરની આંખોનો બાંધ તૂટું-તૂટું થવા માંડયો. પરાણે તેણે બાંધને જાળવ્યો અને ગળે ભરાયેલા ડૂમાને ખંખેરતાં કહ્યું : ‘...કહેતી હતી કે, હવે આઠેક દિવસમાં જ આપણને નવા ફલેટની ચાવી મળી જશે.’

‘સરસ !’ માહી બોલી : ‘આપણે નવા ફલેટમાં રહેવા જઈશું, ત્યારે આપણે થોડાંક દિવસ પપ્પાને આપણી સાથે રહેવા માટે બોલાવી લઈશું.’

‘હા !’ જિગર માંડ-માંડ બોલી શકયો. એ માહીને કેવી રીતના કહી શકે કે, એના પપ્પા હવે કદી પાછા ફરવાના જ નથી.

‘ચાલ !’ ફરી ગળું ખંખેરતા જિગરે કહ્યું : ‘આપણે નાસ્તો કરીએ.’

‘મેં તો કયારનોય નાસ્તો કરી લીધો. તું કરી લે.’ અને માહી રસોડા તરફ આગળ વધી ગઈ.

જિગરે મન વિના નાસ્તો કરવા માંડયો.

‘આ શીનાથી માહીને બચાવવી કેવી રીતના ? !

‘શીનાથી પીછો છોડાવવો કેવી રીતના ? !’ અને આ વખતે આ સવાલો સાથે જ જિગરને પંડિત ભવાનીશંકર યાદ આવી ગયા. ‘તેણે પંડિત ભવાનીશંકર પાસેથી શીનાને પાછી મેળવી હતી. તે પંડિત ભવાનીશંકરનેે જઈને વાત કરે તો ? ! એને શીનાને તેની પાસેથી પાછી લઈ લેવાની, એનાથી પીછો છોડાવવા માટેની વિનંતિ કરે તો ? !’ અને તેને આ વિચાર વાજબી લાગ્યો. ‘તેણે આ કરી જોવું જોઈએ. આના સિવાય તેની પાસે શીનાથી પીછો છોડાવવા માટેનો બીજો કોઈ રસ્તો જ નથી.’

તે ઊભો થયો, ઝડપથી તૈયાર થયો.

‘માહી !’ તેણે માહીને કહ્યું : ‘હમણાં હું બે-ત્રણ કલાકમાં જ બહાર એક કામ પતાવીને પાછો આવું છું. તું બહાર ન જઈશ અને કોઈ આવે તો જોઈને જ દરવાજો ખોલજે.’

‘ઠીક છે.’ માહી બોલી : ‘તું બેફિકર થઈને જા.’

જિગર બહાર નીકળ્યો. માહીએ દરવાજો બંધ કર્યો.

જિગર લિફટ તરફ આગળ વધી ગયો.

જિગર પંડિત ભવાનીશંકરની મઢૂલીમાં પહોંચ્યો, ત્યારે પંડિત ભવાનીશંકર ત્યાં હાજર જ હતા.

‘ભવાનીશંકરજી !’ જિગર સીધો જ ભવાનીશંકરના પગે પડી ગયો : ‘શીનાથી મારો પીછો છોડાવો.’

‘શું થયું ? !’

‘એણે...!’ જિગરની આંખોમાં આંસુઓ આવી ગયાં : ‘એણે મારા સસરાને ખતમ કરી નાંખ્યા અને હવે એ માહીનું લોહી પીવા માટે બહાવરી બની છે.’

‘શીના જેવી બલાને વશમાં રાખવી એ તારા જેવાનું કામ નહિ, પણ તેં જિદ્‌ કરી હતી, એટલે મેં તને શીના સોંપી દીધી હતી.’

‘એ મારી મોટી ભૂલ હતી, ભવાનીશંકરજી !’ જિગર હવે ધ્રુસકે-ધ્રુસકે રડી પડયો : ‘પણ હવે તમે મને એનાથી બચાવો. તમે એને પાછી તમારી પાસે બોલાવી લો.’

‘એ માટે મારે ફરી એકસો એક દિવસ સ્મશાનમાં-મંડળમાં બેસવું પડશે અને એકસો એક દિવસનો જાપ કરવો પડશે.’

‘પણ, ભવાનીશંકરજી !’ જિગર ધ્રુસકાં ભરતો બોલ્યો : ‘ત્યાર સુધીમાં તો શીના માહીને મારી નાંખશે.’

‘આ સિવાય મારી પાસે શીનાને કાબૂમાં કરવા માટેનો બીજો કોઈ રસ્તો નથી.’ ભવાનીશંકરે કહ્યું : ‘તું કહેતો હોય તો આજ રાતથી જ હું એ જાપ શરૂ કરી દઉં.’

‘જી, ભવાનીશંકરજી !’ જિગરે કહ્યું. આના સિવાય તેની પાસે બીજો રસ્તો જ શું હતો ?

‘આપણે આશા રાખીએ...,’ ભવાનીશંકરે કહ્યું : ‘...હું જાપ પૂરો કરું ત્યાં સુધી શીના માહીને કે તને કોઈ નુકશાન ન પહોંચાડે.’

‘હં !’ જિગરે કહ્યું અને થોડીકવાર પછી તે ભવાનીશંકર પાસેથી નીકળ્યો, ત્યારે તે લગભગ હિંમત હારી ચૂકયો હતો.

જિગરેે શીનાથી માહીને બચાવવા માટે માહીના ગળામાં બનારસીદાસે આપેલું માદળિયું પહેરાવ્યું હતું, એટલે ત્યાં સુધી તો માહી શીનાથી સલામત લાગતી હતી.

પણ શીનાય કંઈ ઓછી થોડી હતી ? !

માહીના ગળામાં આ માદળિયું પહેરાવાયેલું હોવા છતાંય શીના પોતાની રીતના કોઈ ખેલ ખેલી જાય અને માહીને ખતમ કરી જાય એટલી શક્તિશાળી અને ખતરનાક હતી જ, એ હકીકતને કયાં જુઠલાવી શકાય એેમ હતી ? ! ?

દૃ દૃ દૃ

જિગર શીનાથી માહીને બચાવવા માટેની ભગવાનને પ્રાર્થના કરતો ફલેટના પાર્કિંગમાં પહોંચ્યો. તે કારમાંથી બહાર નીકળીને લિફટમાં ઉપર પહોંચ્યો. લિફટમાંથી બહાર નીકળીને તે પોતાના ફલેટના દરવાજા તરફ આગળ વધ્યો, ત્યાં જ તેના કાને માહીની ચીસ સંભળાઈ.

માથાથી પગ સુધી ખળભળી ઊઠવાની સાથે જ તે ફલેટના બંધ દરવાજા પાસે ધસી ગયો. ‘માહી ! શું થયું, માહી ? !’ બૂમ પાડતાં તેણે ડૉરબેલ વગાડી, પણ અંદરથી માહીનો કોઈ જવાબ સંભળાયો નહિ.

‘કયાંક શીનાએ માહીને ખતમ તો નહિ કરી નાંખી હોય ને ? !’ જિગરના મગજમાં આ વિચાર દોડી ગયો, ત્યાં જ દરવાજાની સ્ટોપર ખૂલવાનો અવાજ સંભળાયો અને તુરત જ દરવાજો ખૂલ્યો.

પણ સામે માહીને બદલે કોઈ અજાણ્યો માણસ દેખાયો. જિગર કંઈ સમજે-કરે ત્યાં તો એ માણસે જિગરને જોરથી ધકકો માર્યો. જિગર એક સાથે બે-ત્રણ પગલાં પાછળ ધકેલાયો. તેણે પોતાની જાતને ગબડી પડતી બચાવતાં જોયું તો એ માણસ સીડીના પગથિયા ઊતરીને દેખાતો બંધ થઈ ગયો હતો.

જિગર ઊંચા જીવે મેઈન દરવાજા તરફ ધસ્યો.

મેઈન દરવાજાની અંદર પગ મૂકતાં ને અંદર નજર પડતાં જ જિગરના મોઢેથી ચીસ નીકળી ગઈ.

-સામે પલંગ પર માહી લાશની જેમ પડી હતી.

-એની પાસે શીના બેઠી હતી.

-શીનાનો ચહેરો ભયાનક બનેલો હતો. એના ઉપરના આગળના બે દાંત લાંબા થઈને બહાર નીકળી આવ્યા હતા. એના હાથના નખ પણ લાંબા અને અણીદાર થયેલા હતા.

‘જિગર !’ શીના જિગર સામે જોતાં કાતિલ હસી : ‘હમણાં જે માણસ બહાર ગયો એ તારા જેવો જ મારો એક આશિક છે. એણે મારા કહેવાથી માહીના ગળામાંથી માદળિયું કાઢીને બહાર ફેંકી દીધું અને એને ખતમ કરી નાંખી. હવે...,’ અને શીના વળી જોરથી ને ખડખડાટ હસી : ‘...હવે હું માહીનું તાજું-તાજું લોહી પીશ !’ અને શીનાએ સાપ જેવી, બે મોઢાંવાળી લાંબી જીભ મોઢાની બહાર કાઢી, હોઠ પર ફેરવી અને પછી પોતાના લાંબા અણીદાર દાંત માહીની ગરદન તરફ આગળ વધાર્યા.

( વધુ આવતા અંકે )