The Corporate Evil - 15 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-15

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-15

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-15
નીલાંગને આજે તક મળી હતી પોતાની કેરીયરમાં એવો ચાન્સ હતો કે જેની એ રાહ જોઇ રહ્યો હતો. શહેરના સુપ્રસિધ્ધ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ અનુપકુમારનો એકનો એક દીકરો અમોલ અને એની વાગદાતા અનિસાની આમ હત્યા ? કેવી રીતે માની શકાય ? આમાં ઘણાંને શંકા હતી કે આ આત્મહત્યા નથી હત્યા છે. અને એની તપાસ થવી જોઇએ.
નીલાંગે વિચાર્યુ કે આવા કોર્પોરેટ જગતનાં માંધાતા નાં ઘરમાં 6 મહીનામાં જ આવુ બન્યુ એવો કેવો પ્રેમ એવાં કેવાં લગ્ન અને આ મીસ્ટ્રી હજી લોકો સુધી તો આવીજ નથી હવે જાણશે બધાં. જબરજસ્ત મસાલો મળવાનો છે એ નક્કીજ.
નીલાંગ આવાં વિચારોમાં હતો અને ગણેશ કાંબલેએ કહ્યું. નીલાંગ તું મારી કેબીનમાંજ આવ આપણે સાથે બેસીને આ મીસ્ટ્રી ઉકેલવાની સ્ટ્રેટેજી બનાવીએ કે આપણે એમ એ જર્નાલીસ્ટ કેવી રીતે બધુ માહીતી કઢાવી શકીએ.
નીલાંગે કહ્યું હાં સર હું આવુ છું અને હું તો ખૂબજ એક્ષાઇટેડ છું કે હું આ પ્રોજેક્ટ કરી રહ્યો છું અને નીલાંગ કાંબલે સરની પાછળ પાછળ એમની ચેમ્બરમાં ઘૂસ્યો.
*****************
નીલાંગી ઓફીસમાં પ્રવેશી એવીજ આજે બધાની નજર નીલાંગી તરફ પડી. નીલાંગીએ પોતાની આજની પ્રેઝન્સ પુરી મશીનમાં પંચીગ કર્યુ અને પોતાનાં ટેબલ તરફ આગળ વધી એને પણ જોબને મહીનો પુરો થઇ ગયો હતો. સોમેશ ભાવે એ ઘણી કામની સમજ આપી હતી હવે સુજોય શ્રોફ સાથે આજની ટ્રેઇનીંગ હતી એટલે એણે પોતાની સીટ પાસે જઇને એનું ટીફીન મૂક્યું અને પછી શ્રોફ સરની ચેમ્બર તરફ જવા લાગી.
સોમેશ ભાવેની નજર ફાઇલમાંથી ઊચી થઇને સતત નીલાંગીનેજ જોઇ રહી હતી અને આજે એનાં ડ્રેસમાં કંઇક ખાસ જગ્યાએજ નજર ચોંટી ગઇ હતી નીલાંગી નજર નહોતી કે સોમેશ હોઠ પર જીભ ફેરવી રહ્યો છે.
નીલાંગી સોમેશ તરફ આગળ વધી રહી હતી અને સોમેશ ભાવે સાવધ થયો નીલાંગી એ કહ્યું હેલ્લો સર ગુડમોર્નીંગ... સર મારે શ્રોફ સર પાસે જવાનુ છે મને કોપોરેટ ફાઇલ આપોને આજથી સર સાથે ટ્રેઇનીંગ છે.
સોમેશ કહ્યું "ઓહ નીલાંગી વેરી ગુડ મોર્નીંગ યુ આર લુકીંગ સ્ટનિંગ... પ્લીઝ ટેઇક ધીસ ફાઇલ એમ કહીને નીલાંગીને ફાઇલ પકડાવીને કહ્યું "બેસ્ટ લક એવી રીતે કીધું કે......
નીલાંગીએ થેંક્સ કહીને આગળ વધી ગઇ સુજોય રોયની ચેમ્બર પાસે આવીને એણે નોક કરીને ચેમ્બરનો કારનો દરવાજો ખોલીને પૂછ્યુ " મે આઇ કમીંગ સર ? અને ફાઇલમાં માથુ રાખી. કામ કરી રહેલાં ઊંચુ જોયાં વિનાંજ હાથનાં ઇશારા સાથે કહ્યું પ્લીઝ કમ એન્ડ બી સીટેડ....
શ્રોફે ફાઇલમાંથી માથુ ઉચુ કરીને જોયુ તો નીલાંગી એના ટેબલ પાસે ફાઇલ લઇને ઉભી છે. શ્રોફે મૃદુતાથી કહ્યું પ્લીઝ બી સીટેડ અને એની નજર નીલાંગી નાં ડ્રેસ અને ડ્રેસમાંથી ડોકીયા કરતી છાતી પર પડી પણ એણે નજર હટાવીને કહ્યું "ગુડ મોર્નીંગ નીલાંગી આજે ફાઇલ લાવી છે કોર્પોરેટની એનાં અંગે ચર્ચા કરીશું.
સુજોય શ્રોફ ખૂબ ઘડાયેલો અને ખંધો અને અનેક ચહેરાવાળો માણસ હતો. પોતે ખૂબજ પ્રોફેશનલ છે એવુ સતત જતાવ્યા કરતો. એની આંખો નીલાંગીના ખાસ જગ્યાએ અટકી જોઇને પછી હટાવીને કહ્યું તું ખાસી તૈયાર થઇ ગઇ છું એક મહીનામાં. હવે આજથી ખાસ કોર્પોરેટ ફાઇલો તારે જોવાની છે કલાયન્ટનાં ડેટા તારે મારાં સુધી પહોચતાં કરવાનાં છે મોટાભાગનાં ડેટા અને ડીટેઇલ્સ ડીજીટલી તને મળી જશે જે તારે મને શેર કરીને એ લોકોની ફાઇલ અને એ પ્રમાણે એકાઉન્ટ ત્થા આઈ.ટી.નું સેટીંગ કરવાનું હોય છે ખાસ કોન્ફીડીશીયલ છે એ એમનાં અનૂકૂળ સમયે એપોઇન્ટમેન્ટ લઇને રૂબરૂ લાવવાની હોય છે જેને અત્યારે તો મેનકા મહેતા સંભાળે છે પછી જરૂર પડે ત્યારે તને પણ એ જવાબદારી સોંપાશે. બાય ધ વે સોમેશ ભાવે એ તને કલાયન્ટ લીસ્ટ આપી દીધુ છે ? તેં એનો અભ્યાસ કરી લીધો છે ? તારી આગળ એક બ્યુટીફુલ અને ઇન્ટેલીજન્ટ છોકરી હતી નેન્સી ડીસોઝા એને તક મળી ગઇ અને આજે કોર્પોરેટ જગતમાં મોટાં એક્ષ્પોર્ટ હાઉસમાં સર્વેસર્વા કામાંથી બૂચની પર્સનલ સેક્રેટરી છે. આપણે ત્યાંજ પહેલવહેલી જોઇન્ટ થઇ હતી પણ પોતાની ગટ્સ અને હોંશિયારીથી ક્યાંથી ક્યાં પહોચી ગઇ કહેવાય છે સેક્રેટરી પણ બધોજ વહીવટ એજ સંભાળે છે કામાંથી બૂચનાં ચારે હાથ છે એનાં ઉપર મર્સીડીઝમાં ફરે છે એને સ્કાયઝોન બીલ્ડીંગનાં 88માં માળે એનો લકઝરી એપાર્ટમેન્ટ છે. ક્યાંથી ક્યાં પહોચી ગઇ.
નીલાંગી શ્રોફનાં મોઢે બધું સાંભળી રહી હતી એ સ્વપ્નમાં વિહાર કરવા માંડી કાશ હું પણ ખૂબજ પ્રગતિ કરુ અને ગરીબીમાંથી તકલીફોમાંથી મુક્ત થઇ જઊં.
શ્રોફ જાણે સમજી ગયો હોય એમ બોલ્યાં અરે બેબી ચાલ તારી ફાઇલ આપણે એ સમજી લઇએ તું પણ વફાદારીથી મહેનત કરીશ અને અમારી સૂચનાઓને પૂરી ફોલો કરીશતો તને પણ આવો ગોલ્ડન ચાન્સ મળી જાય અમને તો અમારાં માણસોને પ્રગતિ થાય એમાં જ રસ હોય છે અને કોર્પોરેટ કલાયન્ટતો આપણે ઘણાં છે ક્યાંને ક્યાંક તક મળી જતી હોય છે.
નીલાંગીએ કહ્યું "યસ સર. આઇ વીલ ફોલો યોર ઇન્સટ્ક્સન સ્યોર.... અને શ્રોફનાં ચહેરાં પર લૂચ્ચુ સ્મિત આવી ગયું ઓકે એણે નેન્સી ડીસોઝાની સ્ટોરી કીધી એમાં અર્ધસત્ય હતું.... નેન્સી આજે....
નીલાંગીએ ખૂબ ઉત્સાહ સાથે શ્રોફ સાથે કામ સમજવા માડી. કોર્પોરેટ માંધાતાઓં કેવી રીતે કામ કરે છે ? પોતાની મૂડી કેટલી અને કેટલી સરકારી બેંકોની ક્યાં ત્યાંથી પૈસા એકઠા કરે ધંધામાં મૂડી લગાવે.. ધંધો કરે એનાં કરતાં વધારે પૈસો બનાવે બંધેથી લોન નિયમિત ભરાય નહીં નોટીસો આવે. ઘણાં જેન્યુઈન કામ કરે ઘણાં સરકારી પૈસા થીજ કામ કરે. નીલાંગી ધીમે ધીમે કોર્પોરેટ જગતનાં વ્યવહારો ધીમે ધીમે સમજી રહી હતી મુખ્ય ડેટા જે એની પાસેથી લેવાનાં હોય છે એ સાચા કેવી રીતે કઢાવવા સમજી રહી હતી શ્રોફને નીલાંગી પર મૂળ વિશ્વાસ પણ પડી ગયો હતો. શ્રોફે કહ્યું "નીલાંગી બાકીનું કાલે સમજાવીશ પણ કાલે 1 કલાક વધારે રોકાવુ પડશે એવી તૈયારી સાથે આવજે આઇબાબાને કહી દેજે કારણ કે કોપોરેટ શેષન કાલે ખૂબજ અગત્યનું છે.
નીલાંગીએ કહ્યું "શ્યોર સર અને પછી ઉભા થઇ થેક્યુ સર કહીને શ્રોફની ચેમ્બરમાંથી બહાર નીકળી શ્રોફ સતત નીલાંગીનીનેં જોઇ રહેલો મનમાં મલકાઇ રહેલો અને એણે ઇન્ટરકોમ ઉપાડ્યો અને સોમેશને કંઇક સૂચના આપી અને લૂચ્ચા સ્મિત સાથે ફોન મૂક્યો.
નીલાંગીએ ઘરે જવાની તૈયારી કરી અને ઘડીયાળમાં જોયુ અને નીલાંગને મળવાનો સમય થઇ ગયો એ યાદ આવ્યું અને ચહેરા પર પ્રસન્નતા છવાઇ ગઇ. ત્યાંજ ભાવે એ કહ્યું "નીલાંગી આ તારું કવર છે લેતી જજે શ્રોફ સરે આપ્યું છે હમણાં નહીં પછી શાંતિથી ખોલજે.
નીલાંગીને આશ્ચર્ય થયું છતાં ઓકે કહીને એનાં પર્સમાં મૂકી દીધું અને ઓફીસની બહાર નીકળી ગઇ.
*************
નીલાંગ કાંબલે સર સાથે સ્ટ્રેટેજી સમજીને બહાર નીકળ્યો અને તરતજ નીલાંગી યાદ આવી અને એની સાથે શુ વાત કરવી એ વિચારી ખુશ થઇ રહેલો.
નીલાંગે લોકલ પક્ડી અને ગ્રાંટ રોડથી નીલાંગી આવી ગઇ... નીલાંગીએ કહ્યું" તેં ફોન ના કર્યો કન્ફર્મ કરવા કે હું નીકળી કે નહીં ? એતો સાચુ છે કે હું સમયે નીકળી શકી. એક ફોન ના કરાય ?
નીલાંગ કહે અરે યાર છેલ્લી ઘડી સુધી હુ કામમાં હતો મને પ્રોજેક્ટ મળ્યો છે એમાં એ રીપોર્ટર ઇન્ડીપેન્ડટલી મારે સોલ્વ કરવાનો છે એની એક્ષાઇટમેન્ટમાં જ હતો પણ તારાંથી ના થાય ફોન ? મારાંથી ના થયો તો ? નીલાંગી કહે હું પણ છેલ્લે સુધી કામમાં હતી અને કાલે તો...
વધુ આવતા અંકે ---પ્રકરણ-16