Mudi no prachin itihaas - 3 in Gujarati Mythological Stories by Aksha books and stories PDF | મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 3

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 3

આગળ આપણે જોયું કે માં જોમબાઇ ચિતા તરફ જાય છે.
ચિતા પાસ જઈને હાથ જોડીને બધાને નમન કરી ચિતા પર ચડી ગયા,અને લોકોને સંબોધન કરી ને બોલ્યા કેે " જય મહાકાળી, જય સુર્ય ભગવાન, મુળીબાઈ મારી બહેન કરતા પણ વધારે છે તેે કહે તેમ કરજો..
લગધીરજી સામે જોઇને કહ્યું કે બેટા આ આપણી રૈયત છે, પુત્ર કરતા પણ વધારે લાડથી પાલન કરજો.મારે હવે જવાનો સમય આવી ગયો છે. રાણા રતનજીથી દુર જઇ રહી છું તેથી કુંવર મુંજાજીના સહારે સાથે થઈ જઈશ.રાણા રતનજીને જીવંત પર્યત એક પતિ તરીકે માન્યા હોય તો "મારા જમણા પગના અંગૂઠા થી જ્વાલા નીકળશે.."
માં જોમબાઇ એમ કહી ને ચિતાપર પૂર્વાભિમુખે બેઠા કુંવર મુંજાજીના નસ્વર દેહના માથાને પોતાના ખોળામાં લઈને સૂર્ય સામે જોઈ ને કહ્યું કે હે " સૂર્ય ભગવાન મારા કુટુંબીજનો એ તમારી સાચી સેવા કરી છે, મેં પણ આપને સાચી શ્રદ્ધાથી પૂજ્યા છે , તો આજે આપ પર થી શ્રધ્ધા ડગે નહિ તે માટે આપ મારી લાજ રાખજો..'"

" જય સૂર્યદેવ,જય સૂર્યદેવ" બોલતા તો "જમણા પગનાં અંગૂઠા માંથી અગ્નિ દેવતા પ્રગટ થયા અને ચિતા ભડકે બળવા લાગી.." હાજર રહેલ તમામ લોકો "જય કાલિકા, જય અંબે,જય સૂર્ય નારાયણ" બોલવા લાગ્યા અને મેદાન શબ્દોના નાદ થી ગુંજવા લાગ્યુ... જોત જોતામાં તો માં જોમબાઇ અને કુંવર મુંજાજી નો દેહ પંચભૂતમાં ભળી ગયો..
મુળીથી ૨ કિલોમીટર દુર માં જોમબાઇ ની ડેરી જોવા મળે છે, બાજુ માં કુંવર મુંજાજીનો પાળીયો છે. તેની બાજુમાં ૧૪૦ વ્યક્તિઓ કામ આવી ગયા તે પરમાર સોઢા ની ખાંભીઓ તથા અન્ય લોકોની પણ ખાંભીઓ જોવા મળે છે..
આજે આ ઘટનાને પુરા ૬૦૦ વર્ષ થયાં છે.તેમ છતાંય જોમબાઇ માં નો પરચો જોવા મળે છે. કહેયાય છે કે કોઈ પણ સ્ત્રીને સુવાવડ પછી ધાવણ ન આવતું હોય તો પોતાનાં કમખા વડે માતાજીનો પાળીયો સાફ કરીને પહેરે અથવા ત્યાં જઈ દુધ ખરીદે ને ડેરી ફરતે ધારાવહી કરવાથી છાતી માંથી દુધની ધારા છુટે છે... આ કોઈ મારી કે બીજા ની બનાવેલી વાત નથી પણ આ સત્ય હકીકત છે...
" ક્ષત્રિય કુળમાં પૃથ્વી પર દીકરા પાછળ સતી થયાનો દાખલો ક્યાંય બન્યો નથી..."
"આ પ્રસંગ પ્રથમ વખત બન્યો હતો. મુળીને વસ્યાંને કે આ પ્રસંગ બન્યાને છસો વરસ થયા હોવા છતાં લોકો શ્રધ્ધા થી પૂજા અર્ચના કરે છે.આ સ્થળ જોવા લાયક છે...

* ""જ્યારે તેતર માટે ધીંગાણું થયું ત્યાં એક બાજુ કુંવર લગધીરજી એ મુળી ગામ નું તોરણ બાંધ્યું હતું.. ૧૪૭૪ અને વૈશાખ મહિના ની અખાત્રીજ ના..""*

જોમબાઈના સતી થયાં પછી કુંવર લગધીરજી ને ક્યાંય ચેન પડતું નથી થોડા દિવસ પછી પોતાની છાવણી માં જ ખાધ-પીધા વગર ઉદાસ રહેવા લાગ્યા , એમની આવી હાલત મુળીબાઈ થી જોવાતી નોતી એટલે એ લગધીરજી પાસે જઈ ને મંડાવ ડુંગર માંથી નીકળી મૂર્તિની સ્થાપના કરવાનું કહે છે.અને લગધીરજી માની પણ જાય છે.

આ માંડવરાયજી ના મંદિરની સ્થાપના નગરની બરોબર વચ્ચે રાખવામાં આવી હતી.ફરતો ઊંચો કોટ બંધાવ્યો હતો..
" મંદિર કારતક સુદ પાંચમને રવિવારે વિ. સ. ૧૪૭૫ માં બાંધવામાં આવ્યું હતું.."" આગળ કહ્યું હતું એમ આ વિશ્વ નું એકમાત્ર મંદિર છે જ્યાં મોરના ટહુકાર પછી જ આરતી થાય છે..(youtube પર video મળી રહેશે)


લગધીરજી ના બહેનના લગ્ન હળવદના રાણા રાજોધરજી સાથે થયા હતા.આ બાબતનો એક શિલાલેખ રામપુર(જી. સુરેન્દ્રનગર)નો ઇ.સ.૧૪૮૨ ના લેખોમાં જોવા મળે છે.હળવદ ના વાઘોજી શાસનકાળમાં સુલતાનના બે પ્રતિનિધિ તરીકે લગધીરજી અને હાલોજી હતા...

" લગધીરજી એક યુદ્ધની અથડામણમાં અવસાન પામ્યા હતા તે ઉલ્લેખ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં જણાવેલ છે.."

આ પછી મુળી ની રાજગાદી પર એક પછી એક રાજાઓ આવી ગયા...એમાં એક હતા રાજા શેસાજી પરમાર...

""શેસાજી પરમાર""
પાટવી કુંવર શેસાજી ઠાકુરનું પદ ગ્રહણ કરીને રાજ તીકલ કરીને ને મુળી ની રાજગાદી સોંપવામાં આવી.. પરમાર શેસાજી ને માંડવરાયજી પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો..

શેસાજી ધાર્મિક વૃત્તિના હોવાથી એક વખત દ્વારિકાધીશના દર્શન કરવા દ્વારકા ગયા, ત્યાં જોગનું જોગ નગરના જામ રાવળજી તથા હળવદના માનસિંહજી બધાં ભેગા થઈ ગયા.. ,તેથી ત્રણે જણા સાથે દર્શન કરવા ગયા.ત્યાં દર્શન કરીને કંઈક વ્રત લેવાતું હતું, ત્યારે જામનગર ના રાજવી જામ રાવળજી એ કહ્યું કે "મારા રાજમાં જેટલા યાચકો આવશે એ બધા ને હું ઘોડો ભેટ માં આપીશ.'
હળવદના રાજવીએ વ્રત લીધું કે હાલાર માંથી જે વ્યક્તિ ઘોડા લઈ ને આવશે તેને તેના પર સામાન રાખવામાં આવે તે શીશમના લાકડાનો બનાવી દઈશ આ સાંભળીને મુળી ના ઠાકોરે વ્રત લીધું કે " હળવદ થી ઘોડા લઇ ને આવશે એને બાર માસ ચાલે તેટલું જોગણ આપીશ"". આ રીતે ત્રણે રાજવીઓ વ્રત લઈ છુટા પડ્યા..

આ ઘટના ક્રમ બે ચાર મહિના ચાલ્યો.યાચકો જામનગર થઈ ઘોડો મેળવીને ફરતા ફરતા હળવદ જતા ત્યાં ઘોડા પર મુકવાનો સામાન લઈને મુળી જતા ત્યાંથી એક વર્ષ ચાલે તેટલી ચંદી મેળવીને રાજી રાજી થઈ જતા..
જામનગરના રાજવી જામ રાવળજી દરરોજ બે ઘોડા પ્રાપ્ત થતા એટલે દૈવી કૃપા છે એવું કહેતા જ્યારે પરમાર રાજવી પર માંડવરાયજીની મહેરબાની હતી. તેથી કાંઈ ખુટતું ન હતું.. ધીમે ધીમે હળવદનના રાજવીએ કથા કહી તોડી અને.....
ક્રમશ.............