mari lekh mala in Gujarati Philosophy by Bhavna Bhatt books and stories PDF | મારી લેખ માળા

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મારી લેખ માળા

*મારી લેખ માળા* ૨૦-૪-૨૦૨૦

૧) *આંધળો નામ નો મોહ* *લેખ*.

આ ટેકનોલોજી અને ઝડપી યુગમાં પણ હજુ નામનો મોહ હોય છે. જ્યાં જીવનનો કોઈ ભરોસો નથી. સમજવાની જરૂર છે કે આ શરીરને નામ છે આત્માને કોઈ નામ નથી. મૃત્યુ લોકની માટીમાંથી માનવ થઈને આવ્યા છીએ અને એક દિવસ એ જ માટીમાં મળી જવાનું છે. ભાવના નામ આ શરીર ને છે આત્મા તો અજર અમર છે એને કોઈ નામ કે નિશાની ની જરૂર જ નથી છતાંય મોટાભાગના લોકોને નામનો મોહ બહુ હોય છે. તમારૂ નામ સારા કર્મો અને સારા કાર્યોથી ઓળખાશે બાકી તો મા બાપે ગમે એવું સરસ અને સુંદર નામ રાખ્યું હશે પણ એ તમારા પૂરતુ જ સિમીત રહે છે. તમારુ નામ કેટલું સરસ છે એમ નહીં પણ તમારા કાર્યોની કિર્તી તમારુ નામ અજર અમર કરે છે બાકી તો ફોટા પર લખાઈને લટકી જઇશું અને આ ઝડપી યુગમાં દુનિયા ભુલી જશે કે કોઈ ભાવના ભટ્ટ હતા. બાકી કોને તમારા નામમાં રસ હોય??? કંઈક એવું કરી જઈએ તો કોઈ આપણું નામ ઈજજતથી લે અને નામથી યાદ કરે જેમ કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર જવાન ભગતસિંહ, જેમને લોકો આજે પણ માન અને ઈજ્જતથી યાદ કરે છે બાકી નામને શું કરવાનું??? એ તો એક ઓળખ માટે આપેલું આ શરીરને એક નામ માત્ર છે. છતાંય કોઈને આ નામનો મોહ છૂટવાનો નથી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

૨) *મહોરાં* લેખ...

આજના માહોલમાં બધે બધા મહોરાં જ પહેરીને જીવે છે. જે વ્યક્તિ કામમાં આવતી હોય એને જ માન પાન મળે બાકી તમને આવકાર પણ ના મળે. તમે કોઈ નું અપમાન કરશો.. કોઈ ની ઉપેક્ષા કરશો તો સામે વાળી વ્યક્તિ સહન કરી લેશે પણ તમે એની સાથે ( દેખાડો ) બનાવટી વ્યવહાર કરશો અને દેખાવ પૂરતી લાગણીઓ બતાવી તો સાચે જ અસહ્ય બની જશે. એ સમજીને ચૂપ રહેશે પણ તમારાથી દૂર થઈ જશે. કાંટા વાગે એની વેદના તો નજરે ચઢે... પણ કાગળનાં ફુલો જે ખુશ્બુ વિહોણા ફૂલોને સ્પર્શતાં જે વેદના વેઠવી પડે છે એ બધા ક્યાં સમજી શકે છે.... વાંચવા ખાતર વાંચવા થી કોઈ ની વેદના ના સમજાય એના માટે ઉંડા ઉતરવું પડે.. આજકાલ તો લોકો ને મહોરાં પહેરીને જીવવાની જાણે આદત પડી ગઈ છે! આજે આપણી માણસાઈ મરી પરવારી છે.... અહીં તો બધું જ બનાવટી... આવકાર પણ બનાવટી અને આવજો પણ બનાવટી... આજે તો દિલની ભાવના પણ બનાવટી હોય છે...આજે હાસ્ય પણ તકલાદી અને આંસુ પણ તકવાદી... ગ્લીસરીની જાણે જિંદગી આંસુ.... સાચાં કે ખોટા ઓળખવા મુશ્કેલ.... મહોરાં લગાવી બીજાને અને પોતાની જાતને છેતરતો આ માણસ.
ભાવના ભટ્ટ અમદાવાદ...

૩) *એમ એસ ધોની* લેખ...

એમ એસ ધોનીને કોણ નહીં ઓળખતું હોય... બધાને ધોની વિશે જાણકારી તો હશેજ.. મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ૭ જુલાઈ ૧૯૮૧ ના રોજ રાંચી ખાતે થયો. એના પરિવાર નુ મૂળ નિવાસ્થાન ઉત્તરાખંડ હતું પણ તેના પિતાજી ને રાંચીમાં પંપ ઓપરેટરની સરકારી નોકરી મળી અને સરકારી ક્વાર્ટરસ મળ્યું. પોતાના યુવાન કાળ સુધીના દિવસો ધોનીએ ક્વાર્ટરમાં જ ગુજાર્યા છે. ધોની ને એક મોટા બહેન અને એક ભાઈ છે.સૌથી નાનો હોવાથી બધાનો લાડલો હતો અને એની મમ્મીની આંખોનો તારો છે. રમતગમતમાં એને પહેલેથી જ બહુ રુચિ હતી અને રમતગમતના એના આ શોખને પુરો કરવા એની મમ્મી એના પપ્પા થી ખાનગી મદદ કરતી. ધોની ને તો ફુટબોલ માં રસ હતો પણ આપણા દેશમાં ફુટબોલ માટે વધુ તક ન હોવાથી તેમાં તે આગળ જઈ શકાયો નહીં પરંતુ જ્યારે સાતમા ધોરણમાં હતો ત્યારે એની સ્કૂલનાં પી.ટી શિક્ષકે તેની ફુટબોલ ની કિપીગ આવડત જોઈ એને સ્કૂલ ની ક્રિકેટ ટીમની વિકેટ કિપીગ ની જવાબદારી સોંપી તેણે એ બખુબી નિભાવી અને એક અલગ ઈતિહાસ રચાયો અને જે વિશ્વનો સર્વ શ્રેષ્ઠ કિપર બન્યો.. સામાન્ય માણસ માટે ભારત દેશમાં આગળ વધવું બહું જ કઠિન છે. આંતરિક કારણોસર ધોનીને સારી બેટીગ, વિકેટકિપીગ કરતો હોવા છતાંય મોકો નહતો મળતો. તેથી પરિવાર ને સહાય કરવા ધોનીએ ૨૦૦૧ થી ૨૦૦૩ ની વચ્ચે પશ્વિમ બંગાળના ખડક પૂર સ્ટેશન પર ટિકિટ કલેક્ટર ની નોકરી કરી અને સાથે ક્રિકેટ ના સિલેકશન માટે પૂરતા પ્રયત્નો કરતો રહેતો તેણે કદી પણ હાર માની નહીં. આમ એને ઈન્ડિયા ની ટીમમાં એક મોકો મળ્યો પણ શરૂઆત એની સારી ના રહી પણ પછી પાછું વાળીને જોયું જ નહીં અને ભારત ને ટ્રોફી અપાવી અને એક નવો ઈતિહાસ રચ્યો અને શ્રેષ્ઠ કેપ્ટન તરીકેની નામના મેળવી અને ડંકો વગાડ્યો. ક્રિકેટ રમતા એણે સાથી પ્લેયર ઓને શાંત રહેતા શીખવ્યું. પ્રામાણિકતા, બુધ્ધિ ચાતુર્યતા અને શાંત સ્વભાવ એની આગવી ઓળખ છે. ક્રિકેટ ના રીટાયરમેન્ટની અણી પર એણે દેશ સેવા કરવાનું નક્કી કર્યું અને તેને મળેલી પદવી પૈરા મિલેટ્રીમા લેફટનન કર્નલ પદવી પર એક સામાન્ય સૈનિકની જેમ જીવી દેશની સેવા પણ કરી.....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૪) *અજબ-ગજબ* લેખ...

આ જિંદગી છે તો ઉતાર ચઢાવ તો આવ્યાં જ કરે... ખુશી ઉદાસીની પળો તો આવ્યાં જ કરે... આંસુ સ્મિતની ઈટ્ટ કિટ્ટા તો ચાલ્યા જ કરે... પણ કોક જો આપણને સમજનાર હોય તો જીવન હળવું ફૂલ બની જાય નહીં તો અફાટ રણમાં ઉગેલા થોર જેવું બની જાય... આ જિંદગીના વળાંકો પર અજબ-ગજબ એક્સીડન્ટ સર્જાતા હોય છે.. એકાદ 'પુશ' વાગે ને જીવવાનો રસ્તો બદલાઈ જાય પણ યાત્રા તો ચાલું જ રહે છે. જીવનયાત્રાના રહી એ એક વાત ભૂલવી નહીં ‌કે જિંદગી આજે છે તો કાલે ના પણ હોય. અને આજે જે આંખોમાં હેત પ્રીતનો દરિયો હેલે ચઢ્યો હોય, કાલે કદાચ એ જ આંખો નફરતના ધગધગતા અંગારા પણ વરસાવે... આજે જે ચેહરા પર પહેલી જ નજરે સ્મિતના અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યાં હોય જોઇને. કાલે એમને આપણો ચેહરો જોતાં ધૃણા થાય.. આ બધું સ્વાભાવિક છે ! હસતાં હો તો રડવાની તૈયારી રાખો. સ્મિતના સરોવરમાં ડૂબતા પહેલાં આંસુના રણમાં રઝળવાની ક્ષમતા કેળવી લેવી જરૂરી છે નહીં તો તમારી ભાવના કોઈ નહીં સમજે.. કારણ કે દુનિયાનો આ જ નિયમ છે.... અજબ જીવનની ગજબ વાતો છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...

૫) *અડગ* લેખ....

અડગ મનના માનવીને કોઈ ડગાવી શકે નહીં ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એ રસ્તો શોધી જ લે. ભારતનો હિમાલય હોય કે જાપાનનો ફુજીયામા... આલ્પ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડીઝન પર્વતમાળા જુગ જુગ વિતી જવા છતાંય આજે પણ અડગ, અડીખમ ઊભા છે ! એ જ સર્વ વિજયી અદા અને ઝિંદાદિલીના જુવાળ સાથે! તોફાનો આવે ને જાય, આંધી તુફાન આવે ને વિદાય લે ... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય પણ પહાડ નિશ્વચલ ઊભા રહે છે ... અડગ ઊભા રહે છે. માનવ નાની નાની મુસીબતોમાં નાસીપાસ થઈ જાય છે... પણ દોસ્તો હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખી જુવો તો દુનિયાની કોઈ તાકાત તમને નમાવી નહીં શકે.... વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્ય નિખરે છે... એમ જીવનમાં આવનાર તોફાન જ આપણાને નવો રસ્તો બતાવે છે. તમારી કસોટી થાય કે તમારી પરિક્ષા તો હારી ના જશો અડગ રહેજો કારણ કે પરીક્ષા એની જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય ! અભણની પરીક્ષા નથી હોતી તેઓ 'પાસ' નથી થતા એ તો માસ પ્રમોશનની જમાતમાં ભળી જાય છે...
માટે જ પરીક્ષાથી આંખ મીંચામણાં ના કરશો. જેનામાં સહનશક્તિ છે ધીરજ છે એ કોઈ પણ મુસીબતોમાં અડગ રહી પાર ઉતરે છે. મોતી તો ગહેરાઈમાં હોય.... સપાટી પર તો છીપલાં મળે મોતી નહીં..
ભાવના ભટ્ટ અમદાવાદ....