Chapter: 1 "આહટ - The beginning"
अफसाना सा सूरज ढल रहा है।
रंगीन शुआए बहोत भा रही है।
मोर ज्यादा मधुर हो रहे है।
आंखो से रोशनी ठंडी हो रही है।
प्यारी हवाएं गले लगी खड़ी है।
एक नए अंजाम को पाकर,
कुछ हसीन रास्तों से मिलकर,
अनोखे अंदाज ढूंढ़कर,
नई यादों में डूबकर,
“ख्वाबीदा” किताब के पत्ते संवारकर,
आशना को हसी देकर,
वो खुले आसमान से बाहें फैलाकर,
सुकून-ए-दिल को संभालना है।
इस कहानी के किरदारों को शुकराना करना है।
अतरंगी रंगो में रंगी महोबत को पाना है।
कुछ नया बोया महेसुस करना है।
नई सुबह के मौसम का इंतज़ार करना है।।
એક ગુલાબી સાંજ ના દૃશ્ય નું આમ આ રીતે વર્ણન કરતા કરતા ઘરે જવામાં મોડું થતાં બસ જલ્દી જલ્દી થી પોતાના vehicle સાથે સાથે જાણે ભાગતો હોય એમ ઉતાવળ માં એના આ ધરતી ના છેડે પહોંચ્યો.
ઘરે માં રાહ જોઈ ને બેઠી છે, ફોન આવેલો 'ને ગુસ્સા વાળું મર્મવચન કહેલું કે ઘરે ના આવતો, પણ એ રાહ જોઈ ને બેઠી છે. એ પ્રેમ ભર્યા ગુસ્સાને શાંત કરવા એ પણ રાહ જોઈ રહેલો. પણ/કારણ કે એ બઉ ખુશ હતો.
લાંબા સમયના અંતે કંઇક નવું રચવું 'ને એના માટે પ્રિય મિત્ર ની શાબાશી મેળવવી એને બઉ વહાલી લાગેલી.
હજુ પણ જાણે બસ એ કવિતા ની જેમ જ આજુ બાજુ અતરંગી રંગો વહી રહ્યાં હતાં એના માટે.
મમ્મી પપ્પા નો ગુસ્સો એ કવિતા થી ઠરી જશે એમ એને ખબર હતી. અને એ સાચું થયું. મમ્મી પપ્પા એ કવિતા સાંભળીને જાણે પોતાના હીરા ની ચમક પાછળ થયેલી મહેનત પર ગર્વ થયો એમ હરખ થી વખાણી.
બસ એ વખાણ એને મન સુખ નો કોળિયો છે. બમણી ખુશીથી એને કોળિયો જમ્યો ને જમવાનું પૂરું કરી ફરી એ કવિતા વાંચવા બેઠો.
ફરી ફરી વાંચી ને જાતે ને જાતે ખુદના કરેલા વખાણ એને બઉ જીવંત બનાવી રહેલા. પોતાની કાબેલિયત પર ફરી ફરી ગર્વ કરવાનો મોકો મળી રહેતો. એ કવિતા, એની સાથે જોડાયેલી લાગણીઓ, એ ખુશી અને પોતાના પર હરખાતો સપનાઓ માં ખોવાઈ ગયો.
ભીની માટી વાળી વરસાદી સુગંધ સાથે, અચાનક આંખ ખુલી.
જાણે કોઈ મને જોઈ રહેલું એવો અહેસાસ હતો. મારા roomમાં કોઈ હતું એવો અહેસાસ.
ભલે 21 વર્ષનો હોઉં પણ આવું, આવા સમયે મમ્મીપપ્પા છે ઘરે એ તરત યાદ આવે.
શાંત થયો. Phone જોઈને ખબર પડી કે 2:30 વાગ્યા છે. Bedની બાજુમાં જ બારી હતી. લાકડાની બારી ૩ doorની હતી ‘ને એના ૨ door ખુલ્લા હતા. પણ મેં પડદો આડો રાખેલો જે હલી રહેલો જોયો અંધારામાં. વરસાદનું આગમન થઈ રહ્યું છે એ અહેસાસ થયો, સુગંધ અને ઠંડા પવન થી, જે પડદા નીચે થઈને આવી રહેલા. પડદો હટાવ્યો. હજુ પણ એક આહટ માં હતો તો એ રીતે બહાર પણ જોયું. એટલા માં Room આખો ઠંડા પવન અને સ્વર્ગીલી ખુશ્બો થી ભરાઈ ગયો. ઊંડો શ્વાસ લઈને એ તાજગી ને મહેસૂસ કરી. પાણીથી પાણી યાદ આવ્યું જાણે 'ને પાણી પીવા ઊભો થયો. રસોડામાં ગયો.
લગભગ 1.5-2 વર્ષ પહેલા સુધી, મતલબ મારા 19-20ની ઉંમર સુધી મમ્મીપપ્પા સાથે જ સૂવાનું થયું છે. ભારત માં બસ આ જ લાગણી enough છે, સંતાન અને માં બાપ ના સંબંધને દર્શાવવા. પણ હવે મમ્મી પપ્પા main hall માં સુતા. હું મારા study-cum-bed room માં જ. મંદિર પણ મારા roomમાં જ. એ એક plus point હતો આમ રાત્રે જો ઉઠી જવાય તો. મંદિર નો door બંધ હોય પણ ખાલી એ મારા room માં જ છે એમ યાદ કરીને પણ શાંત થઈ જતો.
પાણી પી ને, મમ્મીપપ્પા ને જોયા. સુતા હતા. મારા roomમાં આવ્યો. આખા ઘર માં બસ મારા room માં હતી એ સ્વર્ગિલી સુગંધ. અને મને ના રહેવાયું. મન થયું કે બહાર જઈ આવું. હજુ ઔર ખેંચવી હતી આ નશીલી હવા ને.
બહાર જવાનું વિચાર્યું ને બહાર જઈ રહેલો એટલા માં જ બહાર કઈક પડવાનો અવાજ થયો. તરત બારીમાંથી જોયું. કોઈ નહોતું. હવે બહાર જવાનું નક્કી થઈ ગયું. એ અવાજ જાણે મને જ સંભળાયેલો. સુતા હતા બાકી ના.
હું ચોરી પગે, બિલ્લી પગે, કોઈ ઉઠે નહિ એમ, દરવાજો ખોલી બહાર આવ્યો. ઘરના એ દરવાજા પછી ઓશરી ખુલ્લા આંગણામાં ખુલે. અને એક બીજો નાનો ઓશરી જેવો ભાગ, જે મારા room ની બારી બાજુ નો ભાગ, જે ખુલ્લા આંગણાં થી શરૂ કરી અને રસોડાના બીજા દરવાજા ને મળતો. Check કર્યું બધે પણ કોઈ નહોતું.
આંગણામાં main gate પાસે આવ્યો. ત્યાં ઊભો રહ્યો.
ઘરની બહારની મોકળાશ, વાદળોથી ભરાયેલા ખુલ્લા આકાશ નીચેની મોકળાશ, આજુબાજુ ની શાંતિ, માણસની કોઈ જ ચહલપહલ નહિ, શારીરિક અને માનસિક પણ, એ શાંતિ અને વરસાદી મૌસમની તાજગી, બધું જ એકસાથે બઉ જ powerful લાગ્યું.
સાંજે થી જ, poem લખતા લખતા જ આવી વાતોમાં હતો કુદરત સાથે. મનોમન કુદરતનો આભાર માન્યો. હસ્યો. ખુશ થયો. ઉપ્પર જ જોઈ રહેલો 360 degree ફરતા ફરતા. આંખો બંધ કરીને.
આંખો ખોલી, એક પલકારામાં અહેસાસ થયો કે ઉપર અગાસી પર થી કોઈ મને જોઈ રહ્યું છે. સ્વસ્થ થઈને, આંખોને સ્વસ્થ કરીને ફરી જોયું. કોઈ ના દેખાયું મને. પણ મને જાણે ખાતરી થઈ રહેલી કે કોઈ તો છે.
હવે તો મારા roomમાં પણ નહોતો કે જેમાં મંદિર છે. મમ્મીપપ્પા પણ અંદર. ડર લાગ્યો. થયું મને કે આ ભ્રમ છે અને હવે બહાર બઉ થયું અંદર જઈને સૂઈ જાઉં.
પણ સાલું, મન છે આ તો. એ બધું જ welcome કરશે. બઉ બધા વિચારોનું પણ welcome થયું. ઉપર જવાની તાલાવેલી અંદર room માં જવા કરતાં વધારે થઈ.
આંગણામાં થઈને ઉપર જવાની સીડી હતી. ઉપર પણ room અને રસોડું, washroom-toilet છે. પણ એ હાલ અમારે વપરાશમાં નથી. પહેલા ભાડે આપેલું એ, પણ હાલ તો બસ એમ જ છે. બસ સાફ સફાઈ થતી રહે છે.
મારા બાળપણમાં કરેલી મસ્તી, કારસ્તાનો અને જાત જાતની ખોજ ની યાદો છે ત્યાં. મને ઉપર રહેવું, કઈક ને કઈક કરવું બઉ ગમે. બઉ મજા છે એમાં.
પણ હાલ!
હાલ બિલકુલ મજા નહોતી દેખાઈ રહી મને, ઉપર જવામાં પણ.
બસ પ્રશ્ન હતો કે શું છે! ડર હતો કે કેમ!
થોડી ક્ષણો માટે હું જે નશીલી હવા માટે બહાર આવેલો એ હવાનો બધો નશો ઉડી ગયેલો.
ધીમા પગે ઉપર જઈ રહેલો. ઉપર જ નજર હતી. ઉપર આવ્યો. ખુલ્લું terrace હતું. સારી એવી જગ્યા ખુલ્લી હતી. અને તો પણ મોટો room, રસોડું પણ. Room ખોલવાની તો હિંમત જ ના થઈ. બસ બહાર બધું જોયું.
ઘરની પાછળથી નીચે main road જતો. Road પરની lights નું અજવાળું હોય પાછળ તો હું ફટાફટ પાછળની બાજુ જતો રહ્યો.
પાછળ જોયું.
Road સુમસામ હતો.
રાતના 2:30 વાગ્યાનો સન્નાટો હતો.
તમરાં જે વરસાદ આવવાનો હતો એ ખુશી માં બૂમો પાડી રહેલા બસ એ અવાજ હતો.
હું ફરી થોડો સ્વસ્થ થયો, ઊંડો શ્વાસ લઈને છોડ્યો. શાંત થયો. બસ ભ્રમમાં છું હું એમ confirm કર્યું. હજુ બીજું કઈ વિચારું એટલામાં જ ઠંડું ઠંડું, આમ થોડા અંશે ચમકાવી દે એવું નાનું પાણીનું બુંદ મારા કાનની કિનારી પર પડ્યું.
બીજી second એ બીજી 2 બુંદો એકસાથે હાથ અને નાકના ટેરવા પર પડી. મે ઉપર જોયું. ધીમે ધીમે બુંદો વધવા લાગી.
મને થયું કે વરસાદ આવશે, પલળી જઈશ. હજુ તો ઊંઘવું છે મારે. સવારે વહેલા ઊઠવાનું છે. પછી નહિ ફાવે. એમ વિચારી ને નીચે આવ્યો. વરસાદના છાંટા બસ એ થોડા થોડા ઝરમરિયા કરીને બંધ થવા આવેલાં. બઉ જ કંજૂસી વાળી શુરુઆત હતી વરસાદની.
ના ગમ્યું.
ફરી ચોરી પગે, બિલ્લી પગે ઘરમાં ગયો. દરવાજો બંધ કર્યો. મમ્મી પપ્પા ને સુતા જોયા. મારા room બાજુ ફર્યો. મારા room અને main hall વચ્ચે પણ પડદો છે. એ હટાવી ને નજર મારા room માં પડે છે. મારા bed પર. અંધારું હતું પણ સ્પષ્ટ આકૃતિ જોઈ શકાય એટલી દુરી થી એવું અંધારું.
મારા જ bed પર કોઈને સૂતો જોઉં છું.
એક ધબકારો ચૂકી જાઉં છું.
હું શ્વાસ વિહીન, પથ્થર ને તોડી શકાય એવો સ્તબ્ધ થઈ જાઉં છું.
હું કઈ વિચારું એ પહેલા જ bed પરનો "હું" સળવળું છું.
હું પડદા પાછળ છુપાઈ જાઉં છું.
પડદાને પકડીને પણ મારા હાથ ધ્રુજી રહ્યા હોય છે. પડદા ને છોડી ને સહેજ હટાવી ને જોઉં છું.
પથારી પરનો "હું" અચાનક ઉઠી જાઉં છું.
હું જોઈ સકુ છું કે "હું" કઈક ડર માં ઉઠ્યો હોઉં છું.
એ જોઈને મને ના ગમ્યું કે હું આવો ડરું છું!
ડરેલો "હું" Phone check કરે છે. બારીનો પડદો ખોલે છે. બેઠો થાય છે. અને ઊભા થવાનું કરે છે. હું ડરી ગયેલો હોઉં છુ.
શું કરવું એ તો જાણે પ્રશ્ન જ નથી આવતો મન મા. પાછળ મમ્મી પાપા ને જોઉં છું. ઔર ડર લાગે છે. મારું મન એમ જ કહે છે કે કોઈને કંઈ ખબર પડે એ પહેલા હું બહાર જાઉં. ફરી ચોરી પગે, બિલ્લી પગે.
બહાર આવીને, હું શ્વાસ લઉં છું. શું થયું આ!
શું છે આ!
કેમ!
અંદર શું ચાલી રહ્યું છે!
હું ખુદ ને કઈ રીતે!
કેમ! આ શું છે!
ભ્રમ માં છું હું!
ના હું કોઈ નશામાં છું. હમણાં તો હું ઉઠી ને બહાર આવેલો. સપનામાં પણ નથી હું. જાગુ છું.
તો આ શું છે!
અંદર જઈને મમ્મીપપ્પા ને ઉઠાવવાનું વિચાર્યું. પણ એ પહેલા "હું" અંદર શું કરું છું એ જોવા મારા room ની બારી પાસે ગયો.
જોઉં તો "હું" રસોડામાં થી બહાર આવીને મારા room માં ઊભો છુ. અને બહાર આવવા જઈ રહ્યો છું. હું ફરી ડરું છું. ઝડપથી સીડી પાસે જાઉં છું ને એટલા મા બહાર તુલસીક્યારા પાસે રાખેલું દિવડું મારા હાથ અડવા થી ક્યારા પાછળ પડે છે ને અવાજ થાય છે. હું ઔર ઝડપથી સીડી ચડીને ઉપર જાઉં છું.
નીચે જોઉં રહું છું. "હું" બહાર આવું છું. ડર માં જ. બધું check કરતો હોઉં છું. મને ખબર પડી જાય છે કે "હું" મને જ શોધી રહ્યો છું.
થોડી વાર પછી નીચેનો "હું" ઉપર જોઈને ખુશ થઈ રહ્યો હોઉં છુ. બધું હું કઠેડા ની designમાં વચ્ચે થી જોઈ રહ્યો હોઉં છું. થોડી વાર માટે હું બધું ભૂલીને એ કુદરત સાથે વાતો કરી રહેલા "હું" ને જોઈને ખુશ થાઉં છું. મારા આમ સુંદર હોવાના અહેસાસ ને જાણે હું જ હજુ નજીક થી જોઉં એમ થાય છે. ભૂલી જાઉં છું કે કઈ થયું છે જે અસામાન્ય છે. અને ઊભો થઈને નીચે જોઉં છું કે તરત નીચેનો "હું" જાણે મને જોઈ ગયો એમ મારી તરફ જુએ છે. હું એ જ second એ નીચે બેસી જાઉં છું. ડર લાગે છે કે "હું" ઉપર આવીશ. બેસતા પગે જ terrace ના પાછળ ના ભાગે જતો રહું છું.
ઊભો થાઉં છુ.
અને વિચાર આવે છે કે શું કરું હું!
મારી સામે જ હું જતો રહું! વાત કરું મારી સાથે!
મારે જાણવું છે આ બધું!
કેમ થઈ રહ્યું છે!
હું મારી સામે જાઉં કે મમ્મીપપ્પાની પાસે જાઉં!
શું કરું!
મને થોડી વાર માટે તો મારા થી જ ડર લાગ્યો.
મે મારી હયાતીની ખાતરી માટે મને જ એક ચટુણી ભરી. જોર થી. અને એ દર્દથી મને ખાતરી થઈ પણ કે ના હું તો છુ જ. મને હવે જે નીચે થી ઉપર આવશે એ વાળા "હું" ને ચટુણી ભરવાનું મન થયું. પણ ડર પણ હતો. મમ્મી પપ્પા પણ યાદ આવ્યાં. હું કઈ બઉ વિચારું, કરું એ પહેલાં "હું" નીચેથી ઉપર આવતો જણાયો.
મને કઈ ના સૂઝ્યું ને મે પાછળના, road sideના કઠેડા થી નીચે દુકાનના board પર થઈને નીચે ઉતરી ને પાછળથી આગળ ફરી ઘરના Main Gate પાસે જવાનું વિચાર્યું. કારણ કે સીડી પર થી તો "હું" આવી રહેલો. અને હું નીચે ઉતરવા લાગ્યો. એ પણ સીડી વગર, એકમાળ આખું. જે મે પહેલા બઉ વાર બસ વિચારેલું. ક્યારેય કરવાનું મન નહોતું થયું. આજે કરી રહેલો.
દુકાનના board પરથી નીચે કૂદકો માર્યો. અવાજ ના થાય એમ. Army ની વાતોનો શોખીન છું તો. નીચે પડતા જ અચાનક જ મને "હું" જે ડરેલો હતો એ યાદ આવ્યો. દુકાનની લગોલગ રહીને સંતાઈ ગયો વિચારોમાં. નાસીપાસ થઈ ગયો.
"હું ક્યારેય ડર્યો નથી. નીડરતા, નેતૃત્વ હમેંશા મારો અહેમ હિસ્સો રહ્યા છે. મારી જિંદગીમાં બસ પ્રેમ ને મહત્વ આપ્યું છે બધા પ્રતિ, હમેંશા. કોઈને દુશ્મન નથી બનાવ્યાં. હું ખુશ રહ્યો છું. અને આજુ બાજુ બધા ને ખુશ રાખવા ચાહ્યા છે.
તો હું ડરેલો કેમ!
કોણ હતું એ!
ખરેખર હું જ હતો!
ડરેલો!"
ઉપર જોયા વગર બસ ભાગવાનું શરૂ કર્યું. એ હકીકત થી. મારા ડરેલા "હું" થી.
. . .
(વધુ આવતા અંકે)