બંને પોતપોતાની જગ્યા પર સુવા જતા હતા એ પેહલા મનસ્વીએ આકાશે શુ વિચાર્યું એ વિશે પૂછ્યું આકાશે હાથેથી જ તું નિશ્ચિચિંત રહે થઈ જશે બધું એમ ઈશારો કરી ને સંતુષ્ટ સ્મિત સાથે મનસ્વીને શાંતિથી આરામ કરવા કહ્યું. આકાશ વહેલી સવારે ઓફીસ જવા નીકળશે એટલે જલ્દી ઉઠીને નાસ્તો બનાવી આપીશ એ વિચારે મનસ્વી પણ એલાર્મ મૂકીને આડી પડી........
પક્ષીઓના સાહજિક ચહચહાટથી બારી એ ટકોર થઈ એટલે મનસ્વીની આંખો ખૂલી. આસપાસ જોયું તો આકાશ ન દેખાયો. સમય જોયો તો ઓહહ....આઠ વાગી ગયા હતા. મનસ્વીને થયું કે એલાર્મ જરૂર આકાશ એ જ બંધ કર્યો હશે પોતે આકાશનું મિનિકેચેન જોયું તો કંઈ જ બનેલું નહતું ને વળી એની થોડી નજીક બે ચાર એકદમ છલોછલ ભરેલી થેલીઓ દેખાઈ. મનસ્વીએ સામાન તપાસ્યો તો ખ્યાલ આવ્યો કે આ તો બે ચાર દિવસ રસોઈ થઈ શકે એટલો તેમજ અન્ય જરૂરી સામાન હતો પણ આકાશ આટલું બધું શુ કામ લાવ્યો હશે ? બગડી જશે તો ? પણ આજે નાસ્તોએ નથી.... આકાશ શું ખાયને ગયો હશે ? મને ઉઠાડ્યું કેમ નહીં હોય ? મનસ્વીના મનમાં પ્રશ્નો એ ઘેરાવો કર્યો. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે દીવાલો સિવાય એને સાંભળવા વાળું કોઈ હતું જ નહીં એટલે પ્રશ્નોના જવાબ જાતે જ પોતાને આપવા લાગી કે પોતે આવી રીતે શુ કામ રીએક્ટ કરે છે હવે આકાશ ગયો છે તો આવી જશે પાછો ને કઈક ખાઈને જ ગયો હશે હું શુ કામ આટલી ચિંતા કરુ છું જાણે એની પત્ની હોવ....! મનસ્વી પોતાનો હાથ લઈ માથે મારવા લાગી બે ઘડી ખમીને સાફ સફાઈમાં લાગી. પોતે ફ્રેશ થઈને નીકળી. આજે નાસ્તો બનાવાની કે કરવાની ઈચ્છા હતી નહીં પણ હજુ એને ઘણાબધા સામાનથી ભરેલી થેલીઓ ખટકતી હતી. કઈક યાદ આવ્યું એટલે સીધી જ પલંગની બાજુ પર પડેલા ટેબમ પર નાઈટલેમ્પની નીચે જોયું....અરે...આજે કોઈ જ ચિઠ્ઠી નહતી. એને આકાશને ફોન કર્યો પણ નોટ રિચેબલ આવ્યો....હવે મનસ્વીની ચિંતા વધી. ડર પણ આવ્યો.....આકાશ.....એને કઈ થયું તો નહીં હોય ને એ વિચારોથી મનસ્વી ગભરાઈ. આમ તેમ આટા ફેરા કર્યા એક વિચાર તો એવો પણ આવ્યો કે કાકીને પૂછે ? અરે પણ એમ થોડી પુછાય લેવાના દેવા થઈ જશે ત્યાં તો.......થોડીવાર પછી જાતે જ સ્વસ્થ થઈ એને થયું કે ગયો હશે આકાશ ઓફિસે પોતે ખોટી ચિંતા કરે છે. કામ માં હશે એટલે ફોન નહિ લાગતો હોય ફ્રી થઈ જશે એટલે જાતે જ કરશે એમ પોતાને જ મનાવી, પણ અંદર ને અંદર હજુ મનસ્વી ચિંતિત હતી એ વ્યથા માં પોતે ટેબલની બાજુમાં પલંગના ટેકે બેસી ગઈ. મુખાકૃતિ સંપૂર્ણપણે વિચલિત હતી....થોડા સમય બાદ એનું ધ્યાન ટેબલ નીચે અંદર સુધી ઘુસી ગયેલા કાગળ પર પડ્યો અંતરમાં એકદમ શાંતિ પ્રસરી ને મુખાકૃતિ ચિંતિત હતી એમાંથી પલટીને આનંદમય થઈ. પોતે એક સેકન્ડની પણ વાટ જોયા વગર તરત જ ટેબલ નીચે ઘૂસીને કાગળ લઈ બહાર આવી. જેટલું બને એટલું જલ્દી ખોલવા જતી હતી ત્યાં તો ઉતાવળમાં એમાં પડેલા કળને કારણે કાગળ થોડો ફાટી ગયો એટલે પછી મનસ્વીએ ધીરજથી ધીરે ધીરે કાગળ ખોલ્યો.....જોયું તો પોતે વિચારતી હતી એમ સાચેજ આકાશની ચિઠ્ઠી હતી. આજે આકાશ ઉતાવળમાં હતો એટલે લેમ્પની નીચે ચિઠ્ઠી સરખી દબાવી નહતી એમનેમ મૂકીને જતો રહ્યો હશે એટલે ચિઠ્ઠી પણ પોતાની દુનિયામાં ઉડીને નીચે પડી ગઈ હતી.....
" મનસ્વી.....હાય ગુડ મોર્નીગ. તું મજામાં હોઈશ એવી આશા રાખું છું....અને જો ન હોય તો મજામાં આવી જા....કારણકે હું જે કેહવા જઇ રહ્યો છું એના પછી તારે જાતે જ પોતાને સાચવવાનું છે.....અને મને પૂરો વિશ્વાસ છે કે તું સમજીશ મારી વાત ને.....જો માનું... હા માનું મારી દોસ્તનું નામ પાડ્યું છે મેં...ઘણીવાર તને માનું કહેવાની ઈચ્છા થઈ પણ જીભ એ આવીને અટકી જતું હતું ખબર છે શું કામ ? તારી બીક ને લીધે.... વળી તને ન ગમે ને કાલની જેમ ચાલતી પકડીલે તો મારે ક્યાં જવું તને શોધવા ? એટલે આમાં લખી આપું છું.....હવે મુદ્દાની વાત પર આવીએ....માનું એક જરૂરી કામ હેઠળ મારે બહારગામ જવાનું આવ્યું છે એટલે પાછું ક્યારે આવાનું થાય એનું કઈ જ નક્કી નથી પણ હા વધીને ત્રણ ચાર દિવસમાં તો આવી જ જઈશ એટલે તારે હવે એકલું મેનેજ કરવું પડશે....મને ખબર છે તું ઉદાસ હોઈશ પણ એના સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી મારી પાસે... મને માફ કરી દેજે. મને જરૂરી લાગ્યો એવો બધો જ સામાન લઈ આવ્યો છું જેનાથી તને વાંધો ન પડે. તને ભણવાનો શોખ હતો એટલે વાંચન પણ ગમતું જ હોવું જોઈએ એટલે સમય પસાર કરવા માટે મારી સ્ટડી ટેબલ પર ઘણી પુસ્તકો છે તું એ વાંચી શકે છે ને અલમારીમાં જે નાનો ડ્રોવર છે ને એની ચાવી ગાદલાં નીચે પડી છે એમા થોડા પૈસા રાખ્યા છે ને ઘરની એક ચાવી પણ છે જો તને જરૂર લાગે તો એકાદ વાર કાકી ની નજરથી બચીને બહાર જજે પણ પાઇપ ચડી ને નહિ હો પ્લીઝ.....નહિતર આવીને વારો કાઢીશ....બાકી જરૂર ન લાગે તો બહાર ન નીકળે એ જ સારું, પણ તને કદાચ હવા ફેર કરવાનું મન થાય તો તારી જવાબદારીએ ચાવી મૂકી ગયો છું.....હવે ખાસ વાત એ કે થોડી વાર ગરમી સહન કરીને પ્લીઝ બારી બારણાં બંધ કરીને રસોઈ કરજે ઓકે. વળી તારી રસોઈની સોડમ ભારી પડી શકે એમ છે.....ને વાત કરવી હોય તો અગિયાર વાગ્યા પછી મારો ફોન લાગશે . આમ તો મારે તને આ બધું રૂબરૂ જ કેહવું જોઈએ પણ મને તારી ઊંઘ બગાડવી યોગ્ય ન લાગી મારે પાંચ વાગે નીકળવું પડ્યું હતુંને એટલે......ચલ આવજે માનું. ધ્યાન રાખજે. તારા ફોનની રાહ જોઇશ. "
ચિઠ્ઠી વાંચીને મનસ્વી જાણે પ્રિયજનનો ખત હોય એમ એને વળગીને કલાકો સુધી બેઠી રહી ફરી ફરી વાંચન કર્યું....આકાશની ચિઠ્ઠી દરવખતે સારી જ હોય છે પણ આજે એમાં ક્યાંક પોતાપણાનો ભાવ હતો. પોતે આવુ શુ કામ કરી રહી છે મગજમાં એવો પ્રશ્ન ચમકતા જ મનસ્વી ચીઠ્ઠી થી અળગી થઈ. પોતે ઉદાસ હતી પણ ચાર દિવસ પહેલા મળેલી છોકરીને આકાશ પોતાનું સઘળું સાચવવાની જવાબદારી સોંપીને ગયો હતો એટલે મનસ્વી ઉઠીને એ નિભાવવા લાગી. વારે વારે ઘડિયાળ જોઈ લેતી કે કદાચ હવે અગિયાર વાગ્યા હોય તો વાત થઈ જાય..... પણ આવે વખતે સમય પણ એનો સમય લેતો થઈ જાય છે....કાલે અડધો દિવસ આકાશે વાત નહતી કરી તો મનસ્વી પરેશાન થઈ હતી ને હવે તો એકલી ચાર દિવસ કેમ કાઢશે.... પોતે બેઠા બેઠા કંટાળતી હતી બે દિવસના એક સામટા સાથ પછી હવે એકાંત અતિશય ખૂંચતુ હતું. પલંગ પર સુતા સુતા છત પર જોતી મનસ્વી એક રીતે આરામ પણ અનુભવતી હતી આખરે પોતે ક્યારેય આટલી શાંતિ મહેસુસ કરશે , આટલો એકાંત મળશે ને આસપાસ દરેક રીતે માત્ર વેપારી માનસિકતા ધરાવતા લોકો નહિ હોય એવી એણે કલ્પના જ ક્યાં કરી હતી.....પણ હવે એ બધુજ છૂટ્યું...... હવે આકાશનો ફોન લાગશે કાદચ એવો વિચાર કરી મનસ્વીએ તરત જ બાજુમાં પડેલો ફોન ઉપાડ્યો ને આકાશ નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. રિંગ તો વાગી પણ આકાશે ફોન ન ઉપાડ્યો..... ઉદાસ ચહેરે મનસ્વી એ વળી ફોન કરવાનો પ્રયત્ન માંડ્યો એ પેહલા જ સામેથી આકાશનો ફોન આવ્યો. સ્ક્રીન પર આકાશનું નામ વાંચી મનસ્વી ઉછળીને સફાળી બેઠી થઈ.......
" હેલ્લો...." મનસ્વીએ ફોન ઉઠાવી તરત જ વાતચીત શરૂ કરી.
" માનું... એરપોર્ટ પર છું. થોડીવાર ખમી જા હું ફોન કરું તને પછી " આકાશે તરત જ જવાબ આપ્યો...
" હમમ....." મનસ્વી એ ફોન મૂકી દીધો ને ફરી રાહ જોવા બેઠી....પાંચ મિનિટ સાત મિનિટ પણ હજુ આકાશ નો ફોન ન આવ્યો. એક વાર તો મનસ્વીએ વળી પાછું ફોન લઈ કોલ કરવાનું વિચાર્યું પણ વળી થયું કે પોતે આ પાગલપન કરીને શુ સાબિત કરવા માંગે છે.....? થોડી વાર રાહ જોવામાં શુ વાંધો થશે આવી જશે ફોન એની રીતે.....લગભગ અડધી કલાક પછી આકાશનો ફોન આવી જ ગયો.
" હં... બોલ ચિઠ્ઠી મળી ? " આકાશે વાત માંડી...
" હા....પણ મને .....છોડ " મનસ્વીએ જવાબ આપ્યો.
" અરે....કહ્યું હતું ને કે વહેલા જવું પડ્યું રાતે અચાનક જ પ્રોગ્રામ થયો હતો પણ તું મસ્તીના મૂડમાં હતી એટલે મારે માનુને ઉદાસ નહતી જોવી...." આકાશે મનસ્વીની વાત સમજીને કારણ બતાવતા કહ્યું.
" ભલે....પણ ચાર દિવસ ? હું કઈ રીતે કાઢીશ.... ને પાછી આપણે વાત કરવાની હતી કે હવે શુ કરવું એ પણ હજુ નથી થઈ "
" એટલે જ તો....." આકાશ એ ઉત્તર આપ્યો.
" શું ? "
" કઈ નહિ....એમ કે નીકળી જશે ને વધીને ચાર દિવસ કહ્યું છે નક્કી નહિ એ પેહલા પણ આવી જાવ....ને તારી માટે એક ગિફ્ટ પણ લાવીશ....." આકાશે વાત બદલી.
" ને હા જો...તને મેં અગિયાર વાગ્યા પછી ફોન કરવાનું કહ્યું હતું ને તું બરાબર અગિયાર વાગ્યે ફોન કરે તો હું શું કરી શકું બોલ....એટલે પેહલા વાત ન કરી શક્યો હો...." ફરી આકાશે સફાઈ આપી.
" હા...વાંધો નહીં...." મનસ્વીએ જવાબ આપ્યો.
" સાંભળ હવે હું તને મેસેજ આપતો રહીશ કે ક્યારે વાત થઈ શકશે ઓકે....આવજે પછી વાત કરીએ. ધ્યાન રાખજે " આકાશે કહ્યું.
" હમ્મ... ઠીક છે " મનસ્વીએ પણ બાય કરી ફોન મુક્યો.
પોતે વાત કરવા આટલી ઉત્સાહી હતી ને ફોનમાં તો આકાશ જ બોલતો રહ્યો ને પોતે શાંતિથી સાંભળતી રહી મનસ્વીને એ વાતની નવાઈ લાગી....હવે એ નક્કી કરવાનું હતું કે પોતાને વાત કરવી હતી કે આકાશને સાંભળવું હતું....! હવે જે છે એ....એકાંત તો માણવું જ રહ્યું એટલે મનસ્વીએ મેજ પર પડેલી પુસ્તકો તપાસી એક બે માં એને રસ પડ્યો એટલે લઈને બેસી ગઈ. થોડી વાર પુસ્તકો સાથે, થોડી વાર જુનવાણી કી પેડ મોબાઈલ માં રહેલી એક બે ગેમ્સ સાથે, થોડી વાર ફોન પર આકાશની સાથે, થોડી વાર રસોઈ તેમજ સાફ સફાઈના કામ સાથે, થોડી વાર એક નવી વસ્તુ કે જે પોતે આકાશ આવે એટલે એને સોગાદ તરીકે આપવાની હતી એની સાથે વિતાવતી રહી......આમ ને આમ ત્રણ દિવસ પુરા થયા હજુ આકાશ આવશે કે નહીં એવું આકાશે નક્કી કહ્યું નહતું એટલે મનસ્વી પણ કોઈ આશા રાખ્યા વગર સમય પસાર કરતી હતી દિવસમાં બે ત્રણ વખત પાંચ એક મિનિટ આકાશ સાથે વાતચીત થઈ રેહતી એટલે મનસ્વીને પણ કોઈ ખાસ ચિંતા સતાવતી નહિ.........મનસ્વી શાંતિથી આરામ કરીને વહેલી સવારનું સ્વાગત કરવા ઉઠી હતી પણ આ સવાર એના માટે અજુગતી નીકળી......
આજે આકાશ આવવાનો હતો એરપોર્ટથી શરૂ કરી ઘર સુધી મનસ્વીને લગભગ પાંત્રીસ એક જેટલા ફોન કરેલો આકાશ એ જ મૂંઝવણમાં હતો કે મનસ્વી ફોન કેમ નથી ઉપાડતી....? સાંજના પાંચ વાગ્યા હતા એટલે મનસ્વી સૂતી તો ન જ હોય ને આટલી રિંગ વાગ્યા પછી તો સૂતી હોય તો પણ ઉઠી જ ગઈ હોય ને.....હે ભગવાન માનું..... મનસ્વી ઠીક તો હશે ને એકલા રહીને વળી કઈ કરી લીધું હશે તો.....?
To be continued