astitvano avaj - 4 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અસ્તિત્વનો અવાજ - 4

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

અસ્તિત્વનો અવાજ - 4

અસ્તિત્વનો અવાજ.. વાર્તા.. ભાગ :-૪
તારીખ... ૮-૪-૨૦૨૦


મોના કહે મને મોડું થાય છે નોકરીએ જવાનું...
અરૂણાબેન કહે તારી નોકરી પર અડધી રજા લઈ લે અને મને પહેલા એ જવાબ આપ કે આ મને પુછ્યાં વગર મકાન વેચવાનો નિર્ણય લેવાનો હક્ક તને કોણે આપ્યો....
મોના કહે આ હક્ક તો છે જ મને હું એક જ છું તારી વારીસ તો તું ક્યાં હવે જીવી છું એટલું જીવવાની છે તો આ બધું મારું જ છે ને તો એમાં પૂછવાનું શું હોય???
મેં અને વિશાલે નક્કી કર્યું કે આ મોટું મકાન વેચી ને સારી રકમ આવે છે તો નાનો બે રૂમ રસોડા નો ફ્લેટ બોપલમાં લઈને રહીએ તો જે રકમ વધે એ હું ને વિશાલ એક સ્કીમમાં રોકાણ કરવા માંગીએ છીએ....
બાકી તારું બેંક બેલેન્સ તો છે જ એ ભલે રહ્યું તારી જોડે મેં માગ્યું તારી પાસે જાણે ઉપકાર કરતી હોય એમ મોના બોલી....
અરૂણાબેન આ સાંભળીને ચિડાઈને કહ્યું પણ આ મકાન મારું છે અને મારે વેચવું નથી એ કાન ખોલીને સાંભળી લે....
મોના કહે પણ અમે નક્કી કર્યું છે....
અરુણાબેન તું કોણ નક્કી કરવાવાળી....
મોના કહે તારી દિકરી .... એકલોતી વારસદાર....
આ બધું મારું જ છે એ તને કેટલી વખત સમજાવું બોલ....
અરુણા બેન ગુસ્સામાં કાપતાં એ મારી ભૂલ થઈ તને દિકરી બનાવવામાં....
અમે નિઃસંતાન હતાં એ જ સારું હતું...
તારાં પિતાએ અનાથાશ્રમમાં થી તને દત્તક લેવાની ના જ કહેતાં હતાં પણ હું માતૃત્વ અધુરું ના રહે એ માટે એમને રોજ રોજ સમજાવી ને મનાવતી રહી અને એક દિવસ અનાથાશ્રમમાં થી તને ઘરમાં લાવ્યા અને તને નામ આપ્યું અને ભણાવી ગણાવીને એક કાબિલ ઈન્સાન બનાવી પણ તું આટલી બધી સ્વાર્થી નિકળીશ એ અમને ખબર હોત તો તને દત્તક લેવાની હું જ ના પાડી દેત....
પણ હું ભગવાન નો ઈશારો નાં સમજી કે એણે જે સંતાન સુખથી વંચિત રાખી છે એ સુખ મેળવવા ખોટાં ફાંફાં મારવાથી અંતે તો દુઃખી જ થવાય છે....
અને સાંભળ મોના તું મને શું અનાથાશ્રમમાં મોકલતી હતી...
હવે મારો અસ્તિત્વ નો અવાજ સાંભળી લે...
આ ઘર મારું છે અને એની માલિક હું છું....
હું તને એક અઠવાડિયું આપું છું તું તારો પરિવાર લઈને આ ઘર ખાલી કરી દે...
મને મારી રીતે હવે જીવન જીવવાની ઈચ્છા છે અને તને નડતરરૂપ બનશે....
મોના કહે પણ હું ક્યાં જવું???
અરુણાબેન એ તારે અને વિશાલે વિચારવાનું....
મને હવે મારી પોતાની માટે જીવવા મોકળાશ જોઈએ છે...
તમારાં જેવા સંતાનો માટે આ ઘરનાં દરવાજા બંધ છે અને
આ મકાન હવે મા જે નિવૃત્ત લોકો પોતાના ઘરમાં સંતાનો ને બોજરૂપ લાગે અને હડધૂત કરે છે એ લોકો માટે આ ઘરમાં જગ્યા છે....
હું રસોઈ કરવા માટે એક બહેન રાખીશ...
જે વૃધ્ધ જનો હશે એમની સેવામાં મારાં પતિનાં પેન્શન નાં રૂપિયા વાપરીશ...
અંતાક્ષરી રમીશું, ભજન ગાઈશુ...
અને એકમેકનુ ધ્યાન રાખીશું અને એકબીજા નો ઘડપણ નો સહારો બનીશું...
સારું છે મારો પણ ભ્રમ વહેલો ભાગ્યો નહીં તો પછી મારે પણ અનાથાશ્રમમાં જવાનો વારો આવતો...
મોના મને માફ કરી દે મમ્મી...
અરુણાબેન તું મમ્મી કહેવાનો હક્ક ગુમાવી ચૂકી છો...
મમ્મી તું આવી નિષ્ઠુર નાં બન...
મોના મેં તને એક અઠવાડિયું આપ્યું એ પ્રમાણે અમલ કર બસ મારે હવે કંઈ સાંભળવું નથી....
તું જઈ શકે છે...
મમ્મી પણ આ બાળકો નું શું???
અરુણાબેન કેમ તમે છો ને મા બાપ...
પણ આવી મોંઘવારીમાં તું કંઈક તો વિચાર હું કેમ ભણાવીશ, ગણાવીશ ...
અરુણાબેન એ બધું તારે પહેલાં વિચારવું જોઈએ ને હવે પાણી વહી ગયા પછી પાળ બાધવાનો શો ફાયદો???
પણ જા હું તારાં જેવી સ્વાર્થી નથી... મારું હૃદય મમતા થી ભરેલું છે...
તારાં પપ્પા...
નહીં... મારાં પતીના પેન્શન નાં રૂપિયા બાળકો કોલેજમાં આવે ત્યાં સુધી દર મહિને મારી જોડેથી લઈ જજે...
મોના એ અરુણાબેન સામું જોયું પણ અરૂણાબેન મોં ફેરવીને પોતાની રૂમમાં જઈને બારણું વાસીને બેસી ગયા...
સાંજે વિશાલ આવ્યો એણે બધું જાણ્યું એટલે એણે અરૂણાબેન ની માફી માંગી અને સમજાવવા કોશિશ કરી પણ અરુણાબેન નાં માન્યા...
એમણે કહ્યું કે એક અઠવાડિયું છે તમારી પાસે નિર્ણય લઈ લો...
એક અઠવાડિયા પછી મકાન ખાલી કરી જતી મોના ને મળવા પણ એ રૂમમાં થી બહાર નાં આવ્યા...
હેતવી અને કરણ મળવા આવ્યા તો એમને વ્હાલ કરી આશિર્વાદ આપ્યા...
ઘર ખાલી થતાં જ એમણે એને રંગરોગાન કરાવ્યું અને પિડીત અને દુઃખી અને ઘરમાં બોજરૂપ લાગતાં દરેક વૃધ્ધ વ્યક્તિઓ માટે ખુલ્લું મુક્યું અને ઝાંપે એક બોર્ડ લગાવવામાં આવ્યું " અસ્તિત્વ નો અવાજ "....
ભાવના ભટ્ટ અમદાવાદ.......