Rangeela Premi - 3 in Gujarati Fiction Stories by S Aghera books and stories PDF | રંગીલા પ્રેમી - ભાગ -3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રંગીલા પ્રેમી - ભાગ -3

આગળના ભાગમાં આપણે જોયું...

કૃષિતનો જૂનો ફ્રેન્ડ રાજ પણ તે જ કૉલેજમાં હોવાથી હવે કૃષિત, હસ્તી, રીના, આર્યન અને રાજ પાંચેય મિત્રો બની ગયા હતા. બધા કૉલેજ પતાવીને એક ગાર્ડનમાં સાથે બેસીને વાતો કરી અને કોફી પીને જવાની તૈયારીમાં હતા. કૃષિતે જતી વખતે હસ્તીના મોબાઈલ નંબર માંગે છે.

-> હવે આગળ.....
આમ તો હસ્તીને એક બોયફ્રેન્ડ બનાવવો હતો પણ હજી કૉલેજના બે જ દિવસ થયા હોવાથી તે હજી કૃષિતનો સ્વભાવ સારી રીતે ઓળખવા માંગતી હતી અને આમ પણ તે હજી બે જ દિવસથી મળ્યા હતા. હસ્તીને પણ પોતાની કૉલેજ લાઈફ મોજથી માણવી હતી. તેને પણ એક એવો બોયફ્રેન્ડ બનાવવો હતો જે તેને પ્રેમ કરે અને પોતે તેને પ્રેમ કરી શકે. જે તેની સાથે કૉલેજમાં વાતો કરે, તેની સાથે ફરી શકે, મૂવી જોવા સાથે આવે, સાથે નાસ્તો કરે. આથી જ હસ્તીએ પહેલા જ દિવસે સામેથી કૃષિત સાથે મિત્રતા કરી હતી.હસ્તી હજી કૃષિત સાથે રહીને તેનો સ્વભાવ જાણવા ઈચ્છતી હતી.


કૃષિત મોબાઈલ નંબર માગે છે.
"સોરી કૃષિત અત્યારે હું તને મોબાઈલ નંબર ન આપી શકું કારણ કે , હજી આપણે એકબીજાને સરખી રીતે ઓળખતા પણ નથી પણ પછી મને આપવા જેવાલાગશે ત્યારે જરૂર આપીશ " હસ્તીએ કહ્યું.
"ઇટ્સ ઓકે હસ્તી કંઈ વાંધો નહિ, પણ આપણે કૉલેજમાં તો મળતા જ રહીશુ ઓકે? " કૃષિતે બનાવટી હાસ્ય સાથે કહ્યું.
"હવે મારે લેટ થાય છે મારે જવું પડશે " રીના વચ્ચે બોલી.
" મારાં મામી પણ મારી રાહ જોતા હશે. હવે અમારે જવું પડશે કાલે કૉલેજે મળીશુ, બાય કૃષિત " હસ્તીએ કહ્યું.
"અહીં અમે પણ છીએ હસ્તી " આર્યને કટાક્ષ કરતા કહ્યું.
" હા આર્યન તું કેમ એમ બસ, બાય ફ્રેન્ડસ કાલે કૉલેજમાં મળીશું " હસ્તીએ પેલા જેવી જ સ્માઈલ આપતાં કહ્યું.
પછી હસ્તી અને રીના એકટીવા લઈને પોતાના ઘર તરફનો રસ્તો પકડે છે. પછી કૃષિત, રાજ અને આર્યન પણ પોતપોતાના ઘરે જાય છે.
હવે કૉલેજમાં દરરોજ કૃષિત હસ્તીને જોવા માટે વહેલા કૉલેજે આવી જાય છે અને હસ્તીની રાહ જોઈને ઉભો રહે છે.
હવે એ દરરોજનો રૂટિન બની જાય છે. પછી કેન્ટીનમાં પાંચેય મિત્રો નાસ્તાની સાથે ખાટી - મીઠી વાતો કરતા. આમ હવે પાંચેયની મિત્રતા પેલા કરતા વધારે સ્ટ્રોંગ થઇ ગયી હતી. હસ્તી અને કૃષિત કયારેક ક્યારેક બંને એકલા ગાર્ડનમાં બેસીને વાતો કરે. હવે તો બંનેને આદત પડી ગયી હતી. દરરોજ બંને સાથે બેસીને ગાર્ડનમાં જ્યાં સુધી વાત નો કરે ત્યાં સુધી મજા ન આવે. ક્યારેક હસ્તી કૉલેજ ન આવી હોય તો કૃષિત તેની જ યાદમાં ખોવાય જાય છે, અને કૃષિત જયારે કૉલેજ ન આવ્યો હોય ત્યારે હસ્તીને પણ તેના વગર કૉલેજમાં છ કલાક પસાર કરવા મુશ્કેલ થઇ જાય છે. આમ ને આમ જન્માષ્ટમી આવી જાય છે. બધા મિત્રો સાથે મેળામાં ફરવા જાય છે. કૃષિત અને હસ્તી બંને સાથે ચકડોળમાં બેસે છે, રાજ ને જન્માષ્ટમીએ અઠવાડિયા માટે બહાર જવાનુ થાય છે. આથી આર્યન અને રીના પણ સાથે ચકડોળમાં બેસે છે. ત્યાર બાદ બધા બ્રેકડાન્સમાં બેસે છે. આમ મોટા ભાગની રાઈડનો આનંદ માણે છે. બધા સાથે આઈસ્ક્રીમ ખાય છે અને એન્જોય કરે છે.

થોડાક દિવસ પછી નવરાત્રી આવે છે. એમાંય રંગીલા રાજકોટની નવરાત્રી એટલે પછી કાંઈ ઘટે !
પાંચેય જણાએ " રાધા-મીરાં " પાર્ટીપ્લોટ ના નવ દિવસના પાસ કઢાવ્યા હતા. આજે પેલો જ દિવસ હતો. પાંચેય ગરબાના ખુબ શોખીન હતા અને પાંચેયને સારુ રમતા આવડતું. અને કેમ નો આવડે ગરબા તો ગુજરાતીના લોહીમાં જ હોય ને !

કૃષિતે આજે સંતારીથી ચમકતા લાલ કેડિયા અને કાળા ચોરણાંમાં ખુબ સુંદર લાગતો હતો. આર્યન અને રાજ પણ પરંપરાગત પોશાકમાં સુંદર લગતા હતા. બીજી બાજુ હસ્તી લાલ અને સફેદ રંગની ચણીયાચોળીમાં અપ્સરા પણ જોતી રહી જાય એવી સુંદર લાગતી હતી. રીના પણ ગુલાબી અને દુધિયા રંગની ચણિયાચોળીમાં મસ્ત લાગતી હતી. હસ્તી અને રીના એકટીવા લઈને પાર્ટીપ્લોટે પહોંચે છે. આ બાજુ કૃષિત , રાજ અને આર્યન પણ ત્યાં પહોંચે છે.
" આજે બહુ મસ્ત લાગે છે કૃષિત " અંગુઠો અને પેલી આંગળી ભેગી કરતા અને તલવારની ધાર જેવા નેણ ઉંચા નીચા કરતા હસ્તીએ કહ્યું.
"તું પણ આજે અપ્સરાથી ઓછી નથી લાગતી " કૃષિતે પણ સામા હસ્તીના વખાણ કરતા કહ્યું.
" બસ હવે ખોટા વખાણ કર મા" હસ્તીએ કહ્યું.
" ઓહો અમે કહીયે તો વખાણ અને તમે કહો તે કાંઈ નઈ? " કૃષિતે હસ્તી સાથે મજાક કરતા કહ્યુ.
" તું પણ કાંઈ કમ નથી લાગતી રીના " આર્યને રીનાના વખાણ કરતા કહ્યું.
" રહેવા દેને હવે " રીનાએ થોડું શરમાતા કહ્યું.
" સાચે જ કહું છું મજાક નથી કરતો " આર્યને કહ્યું.
આમ પણ આર્યન રીના પર લાઈન મારવાનો એકેય મોકો ન છોડતો. રાજ બાજુમાં ઉભો ઉભો મૌન રહીને બધાની વાતો સાંભળતો હતો.
" ચાલો હવે અંદર જઈશુ કેમ અહીં જ ઉભા ઉભા વાતો કરતા રહીશુ? " હસ્તીએ કહ્યું.
પછી બધા અંદર જાય છે. પણ અચાનક.....



- Sarang Aghera


આગળ શુ થશે તે જાણવા રંગીલા પ્રેમીનો ભાગ -4 જરૂર વાંચજો. અને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરજો અને તમને આ સ્ટોરી ગમી હોય તો કિંમતી રીવ્યુ આપવાનું ચુકતા નહિ. જો કોઈ જગ્યાએ સ્ટોરીની પક્કડ ઢીલી પડતી હોય તો કોમેન્ટ માં જણાવજો.અને જો સ્ટોરી પસંદ આવી હોય તો પ્રોત્સાહન આપજો.


જયશ્રી કૃષ્ણ