"મને લાગે છે કોઈ મારી વાત સાંભળે છે."
હા તો logout કર અને એવું દેખાડ કે આપણે કશું જ જાણતા નથી."
લોગ ઈન ઓફ એમા શું ખતરો હોય.
પણ તે લોકો ખૂબ જ હોશિયાર છે એટલે મારુ માન log out કર ફટાફટ ઓકે.
"ઓકે"
નેશનલ સિક્યુરિટી ને ખતરો છે.. અને તેઓને એવું જ કહ્યું છે. એક કમ્યુનિકેશન હિટ મળી છે તેમને આપણા વિષે ખબર ન પડવી જોઈએ ...તેમને શોધી નાખો કોઇપણ કિંમત પર કોઈએ મોટી સિસ્ટમને હેગ કરી છે .શું? એ કેવી રીતે બંને મને લાગે છે હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ તન્વી..
એ લોકો શું માગે છે એમ ને એમ નો ડેટા પાછો જોઈએ છે આપણે ડરવાની જરૂર નથી કેમ કે એ લોકો એવું સમજશે કે કોઈ સામાન્ય માણસે ખાલી જોઈ લીધું હશે.
"અરે યાર તું તો તારી જોડે મને પણ ફસાવી રહી છે.
આપણે હજુ જાણતા નથી કે તેઓ કેટલા ખતરનાક લોકો છે."
"હું શોધી લઈશ તું ચિંતા ન કર."
*****†****
ગુડ મોર્નિંગ સર.
આઈ એમ વિક્રમસિંહ" રો" એજન્ટ છુ અને આ છે.
આપણા સીબીઆઇ ઓફિસર મિત્તલ રાઠોડ.
હા સર હું તો તમને ઓળખું છું એટલી તો જાણકારી અમને પણ હોય .
અમારે હેંગિંગ વિશે તમને થોડી જાણકારી આપવાની હતી.
હાલમાં જ ગવર્મેન્ટ સાઇટને હેંગ કરવા ના કિસ્સા ખૂબ વધી ગયા છે.
અમારી જોડે હાઈ ટેકનોલોજી છે . જેના દ્વારા એવું જાણવા મળ્યું છે કે આર. બી. આઈ ને હેંગ કરવામાં આવશે.
એવું નહીં બને સર અમારી જોડે પણ એવી હાઈ ટેકનોલોજી છે ..જે અમારી કંપની ને કોઈપણ હેન્ગ કરી ના શકે..
અમારી સિક્યુરિટી વિશે તમને જણાવું તો દુનિયામાં કોઈની પણ જોડે આવી ટેક્નોલોજી નથી.. ઇન્ટરનેટમાં બધાજ હેન્કર લોક થઈ જાય છે... કંટ્રોલ લેબ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને હેન્ગ નથી કરી શકાતું એને કેવળ મેનેજર અથવા એના જ
સી . ઈ ઓ .લોગીન કરી શકે છે... જેના કારણે બધું જ તેમના હાથમાં હોય છે.. ઇન્ડિયામાં આવેલ બધી જ બેંક ને આંખો ના રેટીના થી જ સ્કેન કરી શકાય છે.. માટે જ આર.બી.આઈ ને હેંગ કરવું શક્ય નથી.
અમારું કામ હતું તમને ઈન્ફોર્મ કરવાનું ખુફયા બ્યુરો દ્વારા આવી માહિતી મળી છે.
ધ્યાન રાખવું જરૂરી છે.
હા સર જરૂર ....માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર તમારી ...એજન્સીનો.
ઓકે તો અમે જઈએ.
****
વિક્રમસિંહ આ ખબર નહીં કેમ આગળના સમયમાં આ સાયબર ક્રાઇમ આતંકવાદ થી પણ ખતરનાક બનવાનો છે .
હા મિ .રાઠોડ..
કોણ છે? અને કેમ કરવાનો છે? તે જાણવું જરૂરી છે.
*ખુફીયા એજન્સીની ઓફિસ..*
"ગુડ મોર્નિંગ ગાઈડસ.
આપણી વચ્ચે સીબીઆઇ ઓફિસર મિસ્ટર મિત્તલ રાઠોડ છે જેવો આપણી મદદ કરવાના છે.
કામકાજ કેવું ચાલી રહ્યું છે."
સિક્યુરિટી વીગસ સેક્સન માંથી એક મેસેજ આવ્યો છે.
આ જોવો સર શું લખ્યું છે ...તમારી બધી જ વેબસાઈટ ખૂબ જ કમજોર છે.
એવું સ્ક્રીન પર આવી રહ્યું છે.
એને de code નથી કરી શકાતું કે તે આગળ શુ કરવાનો છે?? અને તેનો શું મતલબ છે?
મને તો કોઈ વાઈટ કોલર હેન્કર લાગે છે.
એટલામાં આર.બી.આઈ બેંક માંથી કોલ આવ્યો કે..
બેન્કમાંથી દસ લાખ કરોડ રૂપિયાની ઉચાપત થઇ છે.
મિસ્ટર રાઠોડ અને તમારી વાત નહીં માનીને અમે ખૂબ મોટી ભૂલ કરી છે અમને અમારી સિક્યુરિટી સેક્શન પર પૂરો ભરોસો હતો..
જ્યાં સુધી પૂરી જાણકારી ન મળે ત્યાં સુધી આ વાત મીડિયામાં ન જોવી જોઈએ અને ગવર્મેન્ટ ને શું જવાબ આપીશું.
કોણ કોણ સામેલ છે અને હેકર કોણ છે તેને સોધી જ કાઢીશું ચિંતા ન કરો.
એક મેસેજ આવ્યો હતો તેને અમે ટ્રેસ કરી રહ્યા છીએ ટૂંક જ સમયમાં હેન્કર મળી જશે.
હેલ્લો વિક્રમસિંહ તમે જે એડ્રેસ ટ્રેસ કરવા આપ્યું હતું તે પ્રમાણે તે વ્યક્તિ બોમ્બે ની કોઈ કંપની માં કામ કરે છે.
ઓકે મિસ્ટર રાઠોડ તો આપણે કાલે સવારમાં પહોંચી જઈએ.
તમારી સોફ્ટવેર કંપનીમાં થી આર બી આઈ ની સાઈડ હેન્ગ કરવામાં આવી છે ..એવી જાણકારી મળી છે. તમારી કંપનીમાં તમને ડાઉટ પડતો હોય એવી વ્યક્તિ ની જાણકારી આપો તો સારું રહેશે..
બધાને પર્સનલી ચેક કરતા સમય બગડે એમ છે... તમારે સપોર્ટ બને એટલો જલદી કરવો પડશે હું રો એજન્ટ છું.
"હા સર જરૂર
અમારી કંપનીમાં અલ્પેશ નામનો એક એવો વ્યક્તિ છે. જે કશું જ જવાબ બરાબર આપતો નથી તે તેની ધૂનમાં જ રહે છે.. તેની ઇચ્છા પ્રમાણે જ કામ કરે છે.
ઘણી વખત તેની મરજી પ્રમાણે હાજરી આપે છે."
'તે અત્યારે ક્યાં છે.'
"બે દિવસથી મેં તેને જોયો નથી."
"તેના ઘરનું એડ્રેસ આપી દઉં છું તમને."
"ઓકે."
"તેના ઘરે પહોંચીને જોતા અલ્પેશ નું મર્ડર થઈ ચૂક્યું છે."
મિ રાઠોડ મને લાગે છે હેન્કરો મોટા પાયે કામ કરી રહ્યા છે એમને ખબર પડી ગઈ છે કે તેમની તપાસ થઇ રહી છે..
મિસ્ટર રાઠોડ એક મેસેજ આવી રહ્યો છે whatsapp નંબર પર..
એ પણ આ અલ્પેશ વિશે છે.
અલ્પેશ નુ મર્ડર આઇ .આઇ.એમ.ના કર્મચારીઓએ જ કરાવ્યું છે.
આરબીઆઇ ના પૈસા કયા ગયા તેનું રહસ્ય ખૂલી ન જાય તેના ડરથી અલ્પેશ નું મર્ડર થયું છે.
પણ તું કોણ છે અને આ બધું કેવી રીતે જાણે છે.
તમે અલ્પેશ ને હેન્કર સમજી રહ્યા છો પણ અમે દેશની મદદ કરીએ છીએ.
તમારા અંદાજથી પણ અમે ખૂબ જ દૂર છીએ મિસ્ટર વિક્રમસિંહ.
હું તને શોધી ને જ રહીશ.
એ તો મને ખબર છે મેં તમારી ભલાઈ નું વિચાર્યું છે.
તમે ખાલી એટલું જ વિચારો આર બી આઈ હેંગ થઈ છે તેની ખબર ગવર્મેન્ટ ને કેમ ન આપી... ' સીબીઆઇ' અને 'રો' ને જ કેમ તેની જાણકારી આપવામાં આવી.
આર બી આઈ માં જ ગુનેગાર છુપાયેલા છે તેને શોધો.
આ તારી ફિલ્મી કહાની અમને સાચી નથી લાગતી.
તુ સરેન્ડર કરી દે તે બેંકને હેન્ગ કરીને ખુબ મોટી ઉચાપત કરી છે તને છોડવામાં નહીં આવે.
જે પૈસાની ઉચાપત થઇ છે તે ફરી જમા થઈ ગયા છે. તે થોડાક ટાઈમ પૂરતું હેન્ગ કરીને પૈસા આરબીઆઈ માંથી લઈ લેવામાં આવ્યા હતા જેથી તેમના જ મેનેજર કશું કરી ના શકે..
તમને ખબર નહીં હોય કે બેંકના કર્મચારીઓની આંખોના રેટીના જ કોડવર્ડ છે.... એમના સામેલગીરી વગર આ શક્ય જ નથી.. ભારતને આર્થિક રીતે તોડવા માટે આ ઇન્ટરનેશનલ કાવતરું છે... અને એના સિવાય પણ ઘણી બાતમી છે... જેના પ્રૂફ સાથે મેં બધું મોકલાવી દીધું છે...
હા પણ તું છે કોણ? સામે આવ તો ખરા.
એ પણ ટૂંક સમયમાં થવાનું છે.
બાય વિક્રમસિંહ..
મિ રાઠોડ ચોર પકડાઈ ગયો છે આરબીઆઇના ખુદ મેનેજર તેમાં સામેલ હતા ચલો એમની ધરપકડ કરવી પડશે.
પણ આ પર્દાફાસ કરનાર વ્યક્તિ કોણ છે .?
"એ ખુદ સામે આવીને મળે ત્યારે જ ખબર પડે કે એ વ્યક્તિ કોણ છે? અને તેને ગવર્મેન્ટ ની મદદ કેમ કરી છે."
ગવર્મેન્ટ , સી બી આઈ અને રો વચ્ચે મીટિંગ ગોઠવામા આવી છે.
હલો ગાઈડસ આ મીટીંગ હાલમાં જ આરબીઆઈ હેન્કિંગ અને ઉચાપત થઈ હતી તેનો પર્દાફાશ કરનાર મિસ નેના ના અભિવાદન માટે ગોઠવવામાં આવી છે.
બધા જ આશ્ચર્ય ચકિત થઈને મિસ નેના ની સામે જોઈ રહ્યા છે..
બધાનો ખુબ ખુબ ધન્યવાદ મારુ અભિવાદન કરવા માટે. એટલું પણ સરપ્રાઈઝ થવાની જરૂર નથી હવે છોકરીઓ પણ "રો"સંસ્થા સાથે કામ કરતી થઈ ગઈ છે.
બધાનો ખુબ ખુબ ધન્યવાદ મને આ કામ સોંપવા બદલ હજુ પણ ખુફિયા એજંસી ને બાતમી મળેલી છે. કે...આરબીઆઈ જોડે લાખો એકાઉન્ટ જોડાયેલ છે. ..અને ટ્વિટર પર આ કૌભાંડ કેવી રીતે શક્ય બન્યું તે એક સવાલ છે... તો હું તમને જણાવું કે દુનિયાનો સૌથી પાવરફુલ લોકોના એકાઉન્ટ કેવી રેતે હેક કરવામાં આવે છે..... શું શક્ય છે.... તો હા ... તેમના જ એમ્પ્લોઈ ને ફોડીને સીધી એક્સેસ મેળવવામાં આવે છે.
બીજું કારણ આ પૈસા માટે કેવી રીતે અલગ અલગ એકાઉન્ટમાં હેક થાય છે ...તો એકાઉન્ટ માં ભલે 500 લોકો હેક થયા હોય પણ દાનની અપીલ કરવામાં આવે છે કે "કોરોના "માં હેલ્પ માટે દાન કરો.....
બીટ કોઈને ઉપર લાવવા માટે તેમજ પૈસા ડબલ ની ઓફર કરવામાં આવે છે ..અને ઓફર ખાલી 30 મિનિટ પૂરતું જ છે ..એવું પણ કહેવામાં આવે છે ...
ટ્રાન્જેક્શન દેખાય છે... પણ લીક્વીડ મની નથી દેખાતા એટલા માટે આપડો ખબર નથી પડતી કે કોને કેટલા પૈસા એકાઉન્ટમાં જમા થયા ટ્રાન્જેક્શન વખતે ઓટીપી હેક કરીને ઉચાપત કરવામાં આવતી હોય છે..
આવા હજુ પણ મોટા મોટા કૌભાંડો થવાની બાતમી ખુફીયા બ્યુરોને જાણવા મળી છે.
મિસ્ટર વિક્રમસિંહને મે જ જાણકારી આપી હતી કે આરબીઆઇ સાઈડ હેક થવાની છે.
I proud of you.
મિ નેના.
પણ હુ તમને ઓળખી ન શક્યો.
પણ મને એક વાતનુ દુઃખ છે કે મારા મિત્ર અલ્પેશનુ એમાં મર્ડર થઈ ગયુ.
તેમની આત્મા ને શાંતિ મળે તેઓ દેશ માટે શહીદ થઈ ગયા છે..... મિ રાઠોડ બોલ્યા.
વેલડન મીસ.. નેના તમે ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે.