Malhar - 3 - last part in Gujarati Thriller by Jayshree Patel books and stories PDF | મલ્હાર ભાગ ૩ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

મલ્હાર ભાગ ૩ - છેલ્લો ભાગ

*મલ્હાર :૩*
*ભાગ : ૩*
હોટલે પહોંચી બન્ને જણાં થોડા થોડા એકબીજાના વિચારોમાં અટવાયા હતા કે અચાનક જ મલ્હાર તેની ડ્રોઈંગબુક વિના સંકોચે લઈ આવીને અલંકાર પાસે મૂકી
પહેલું પાનું જોઈ ચૂકેલો અલંકાર જાણે પહેલીવાર જોતો હોય તેમ હાથમાં લઈ જોવા લાગ્યો...સાનંદાશ્ચર્ય સાથે તેણે સંજનાનું નામ વાંચ્યું અને નજર ઉઠાવી તેણે મલ્હાર સામે જોયું.મલ્હાર શરમાય ગઈ..બીજા પાનાને જોઈ તેણે
મલ્હારને ખૂબજ પ્રેમથી નજીક લઈ ફક્ત,”અદ્ ભૂત” કહ્યું .ત્રીજુ પાનું ખોલ્યું તો અલંકાર ખુરશી પરથી ઉભો થઈ ગયો.આબેહુબ વર્ષામાસી પણ લીલીબાંધણી માં હતા નહિ કે શ્વેત સાડીમાં..હવે તેને વધુ ને વધુ અચંબો એ વાતનો હતો કે જેને મળી નથી ,જેને એણે પ્રત્યક્ષ જોયા નથી તેને એ કેવી રીતે ..! તેની આંખો વિસ્મિત થઈ ગઈ,કેમ કેવી રીતેને ...આબેહૂબ જ!
તે ચુપ અવાક ને મૌન બેસી રહ્યો.મલ્હારે તેના ખભે હાથ મૂકી એટલું જ કહ્યું વરસોથી જેની તલાશ હતી તે આ વ્યક્તિ ..બસ મારે તારી મમ્મીને અને મારા પપ્પાને મળવું જ રહ્યું.પછીજ નિર્ણય લઈ શકું કે મારે શુંકરવું.?અલંકારને એણે અત: થી ઈતિ વાત કરી ,”જે રાત્રે તે વિદાય થઈ આવી તે રાત્રે તેણે વર્ષામાસી નો ફોટો પપ્પાની સાથે એમના આલ્બમમાં જોયો હતો. તે જ છબી તેણે અહીં ચિત્રિત કરી છે.પહેલીવાત તો હું પણ તેમને જોય અવાક રહી ગઈ હતી.” પણ વાત બગડે નહીં તેથી જ વાતને એણે બદલી હતી.અલંકારે તેને કહ્યું ,” કાલે તારે ફરી મળવું હોય તો હું લઈ જવા તૈયાર છું.” પણ તેણીએ નકાર કરી દઈ સૂવાની તૈયારી કરી.
બીજા દિવસની સવાર થોડી સુસ્તી સાથે પડી.બન્ને જણા મોડા સૂતા હતા,તેથી કે વિચારોનો ભાર નડ્યો.કાંઈજ ખબર ન પડી.જલ્દી તૈયાર થઈ,નાસ્તો પરવારી તેઓ બન્ને એરપોર્ટ તરફ જવા નીકળ્યા.ત્યારે જ
એક ગાડી આવીને તેનો ડ્રાઇવર એક નાનું પાર્સલ તેમને આપી ગયો.કેસરની ડબ્બી હતી.મલ્હારને નવાઈ લાગી કે તે કોણે મોકલી?તેને કેસર ખૂબ જ પસંદ હતું.મોકલનાર વર્ષામાસી જ હતા.ડબ્બીપર તેના પિતાનું નામ અને સરનામું હતું.હવે આશ્ચર્ય પામવાનો વારો મલ્હારનો હતો.સાથે એક તેના નામનું પરબીડિયું હતું.
જેની પર લખેલું હતું,”આ પત્ર ઘરે જઈને વાંચીશ તો મને ખુશી થશે.”
આખરે શ્રીનગરથી મુંબઈ તે બન્ને ઘણાં આશ્ચર્યો સાથે પાછા ફરી રહ્યા હતા.તે રાત્રે પહોંચી ગયાનો ફોન કર્યો તો પપ્પાએ દુખદ સમાચાર આપ્યાકે માળીકાકાનું દેહાંત થયું છે ને સંજના તેને ખૂબ યાદ કરી રહી છે.આ જાણ્યા પછી તે રહી જ ન સકી.રાત્રે તેને અલંકાર ઘરે મૂકી ગયો.સંજના તેને વળગી ખૂબ રડી.બન્ને એક સાથે જ સૂઈ ગયા.રાતોરાત સંજના મોટી થઈ ગઈને,મલ્હાર તો જાણે સંજનાની સર્વસ્વ.બીજે દિવસે સવારે પર્સમાંથી કાઢી કેસરની ડબ્બી પપ્પાને આપી તેણીએ ફક્ત પપ્પાને એક પ્રશ્ન કર્યો,”કોણ છે આ વર્ષાદેવી? આજ સુઘી તે મારા માટે કેમ અજાણ હતા? તમારા આલ્બમમાં તેમનો ફોટો હતો,તમે તે રાત્રે કેમ મને ન કહ્યું?શું મારા જીવનનું એ રહસ્ય રહસ્ય જ રહેશે?? પપ્પાના ચહેરા પર દુખની છાંય ઉભરાય આવી..! તેણીને અચાનક જ પરબીડિયું યાદ આવ્યું ,તે એની રૂમમાં જઈ પરબીડિયું ખોલ્યું ને ત્યાં જ બેસી ને વાંચવા લાગી.
સુંદર મરોડદાર અક્ષરથી લખાયેલા એ પત્રને વાંચવા જયા જાય છે ત્યાંજ ફોનની રીંગ વાગી ને ઉભી થઈ. અલંકારનો ફોન હતો તે મમ્મી અને પપ્પા ત્યાં આવે છે.
તેમને તેના પિતા એ બોલાવ્યા છે.તે ઉભી થઈ પપ્પાના રૂમમાં આવી,પપ્પાના હાથમાં પેલું આલ્બમ હતું..તે કાંઈ સમજે તે પહેલા જ પપ્પા બોલી ઉઠ્યા,”બેટા મમ્મીને મળી આવી?કેવી લાગી તારી મમ્મી?
પપ્પાના શબ્દો સાંભળીને મલ્હાર ત્યાંજ સ્તબ્ધ થઈ ઊભી રહી ગઈ.ન હા ન ના કાંઈ જ ન બોલી શકી.ખરેખર પપ્પા જાણતા હતાં કે હું જે વર્ષાદેવીને મળી તે મારા મમ્મી છે...મારી *મા* છે તો શા માટે મારો ઉછેર મા વગર થયો?શા માટે હું મા વગર ની કહેવાય? શા માટે દાદી પણ આ રહસ્ય સાથે લઈને ગયા?શા માટે ચીંચીંમા ચુપ રહ્યા?હવે તો મારાથી સહન જ નથી થતું ભગવાન..કોઈ તો કંઈક બોલે...!
અચાનક ગાડીનું હોર્ન સંભળાયું ,ચીંચીંમા એ દરવાજો ખોલી અલંકારને તેના મમ્મી પપ્પાનું સ્વાગત કર્યુ.બધા મલ્હારને તેના પપ્પા પાસેપહોંચ્યા.નરેશભાઈ મલ્હારને લઈ સોફા પર બેઠા ને બધા ખુરશીમાં,તેમણે ચીંચીંમાને “ચા પાણી કરાવો “કહી ચુપકી તોડી.અંજુબેને ધીરેથી મલ્હાર પાસે આવી તેનો હાથ પોતાના હાથમાં લીધો.
પપ્પાએ વાત સરૂ કરી ,” મલ્હાર ,વર્ષા તારી મા જરૂર છે પણ હું તારો પપ્પા નથી.જરાપણ વચ્ચે એક પણ પ્રશ્ન નહિ કરતી બેટા..બધું જ શાંતિથી સાંભળજે .હું , વર્ષા ને અંજુ એક સાથે મોટા થયા,સાથે રમ્યાને સાથે કોલેજ નું ભણતર પૂરું કર્યુ.વર્ષા ખૂબ જ ઊચ્ચ વિચારો વાળી જમાના કરતા પણ બે દસકા આગળ જીવનારી હતી.હું ને અંજુ હજુ પણ સમાજથી ડરી ડરી જીવનારા તુચ્છ સામાજીક પ્રાણી હતા.વર્ષા વિલેપારલા રહેવા ગઈ તો અમે તેને ત્યાં રોકાવા જતા.
સમયના જતા બધાજ સૌ સૌને ધંધેને કામે લાગી ગયા. અંજુ પરદેશ ચાલી ગઈ અમારા સંપર્ક છૂટ્યા.વર્ષા પણ પાર્લાના જ કોઈ અમીર ઘરના છોકરા સાથે ફરતી હતી. કોઈ શું કરવા તે પાર્લાના સૌથી અમીર કુટુંબ સુભાંગ પટની ના પુત્ર અજેય સાથે જ ફરતી હતી.અમને બધાને જ તેની ઈર્ષા થતી કે સુંદર સુશીલ ને અપ્સરા જેવી વર્ષા કેટલી સુખી છે,અમને અમારી મધ્યમ વર્ગીય પરિસ્થિતિ પર બહુજ ગુસ્સો આવતો.અમારી સાથેના સંપર્ક છૂટ્યા.વર્ષાએ જે.જે.સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવ્યોને અમે કોમર્સ માં.અહીં અમારા રસ્તા ફંટાયા.
ક્યા ચાર વર્ષ પૂરા થયાને અંજુ વિદેશથી પાછી આવી સાથે નાનો ત્રણ ચાર મહિનાનો અલંકાર હતો.તેણી મને કે બીજા મિત્રો ને ભૂલી નહોતી.સ્માર્ટ બનાવી દીધી હતી ડોક્ટરસાહેબે.” નરેશભાઈ હસ્યા ને અંજુ સામે જોયું.

અંજુબેને બોલવાનું ચાલુ કર્યુ,” બેટા હા હું બેજ વર્ષ કોલેજના કરી તમારા પપ્પાજીસાથે વિદેશ ગઈ હતી.તેઓ
તેમનો આગળ અભ્યાસ કરવા ગયા હતા,સાથે મને લઈને.ત્યાં એમણે મને ટીચર્સ નો અભ્યાસ કરાવ્યોને સરસ રીતે પગ પર ઉભી કરી.ભારત આવ્યા તો તેઓ
હોસ્પિટલનું સ્વપ્ન લઈને આવ્યા હતા.હું અલંકારને મોટો કરવામાં પડી ગઈ.મે અંજુનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે તો તેના ચિત્રોના પ્રદર્શન કરવામાં પડી ગઈ હતી.
તે જ અરસામાં હુ ને નરેશ જરૂર ક્યારેક ક્યારેક મળતા. અમે ત્યારેજ સાંભળ્યું કે વર્ષાના પપ્પાનું દેહાંત થયું .અમે મળવાની કોશિશ કરી પણ તે ન મળી.મારો ફોન પણ ન ઉઠાવતી. એક દિવસ નરેશને માથેરાન જતા અકસ્માત થયો ને હું રોજ એને હોસ્પિટલ મળવા જવા લાગી.ત્યારે તારા પપ્પાજી એ જે જાહેર કર્યુ તેનાથી નરેશ ખૂબ નિરાશ થઈ ગયો.તે કદી પણ પિતા નહિ બની શકે એ જાણી તેના માતા પણ ખૂબ જ નિરાશ થયા.
તે ક્ષણે મલ્હાર એક ડૂસકું મૂકી પપ્પાનો હાથ સ્પર્શ કરી આંખો થી જ બોલી ,”પપ્પા તમે ધન્ય છો.”બે હાથ જોડીને તે પપ્પાની વધુ નજીક સરકી. અંજુબેન ચુપ થઈ ગયા.

નરેશભાઈ એ કહ્યું ,”હોસ્પિટલમાંથી
ઘરે આવી દાદીના આગ્રહને વસ થઈ હું એક રવિવારે મહાલક્ષ્મીના દર્શન કરી શાંતાક્રુઝ પાછો આવી રહ્યો હતો તો થયું ચાલ મન વર્ષોથી ગિરગાવ ચોપાટી પર નથી ગયો તો આજ ઉતરી જ જાઉં .ચોપાટી પર એકાંતમાં બેઠો હતો ને વિચારોમાં રાત ક્યારે પડી ગઈ ખબર જ ન પડી..જાગૃત થયો તો જોયું કે એક સ્ત્રી દરિયાની તરફ આગળ વધી રહી હતી.ન તેને કોઈ ભય હતો ન આજુબાજુનું ભાન.હું દોડ્યો ને તેને ખેંચી કિનારા તરફ લઈ આવ્યો.થોડા માણસો ની મદદથી તેને ટેક્સીમાં સુવાડી ને તેના ચહેરા પર જોતા જ હું ચમકી ગયો તે વર્ષા
હતી.મારા હાથપગ જાણે જડ બની ગયા.ટેક્સીવાળો બોલતો રહ્યો પૂછતો રહ્યો હું કાંઈ જ સમજી નહોતો શકતો .આખરે મને ડોક્ટર સાહેબની યાદ આવીને હું તેને
ડોક્ટર ગીરજાશંકર એટલે તારા પપ્પાજી પાસે લઈ આવ્યો.હવે વર્ષા આંખ ખોલે તો જ કંઈક સમજાય તેમ હતું.તેણે ઝેર પી લીધું હતું.” બોલતા બોલતા નરેશભાઈને ગળે ડચૂરો બાઝી ગયો.

ડોક્ટર ગીરજાશંકરે વાત આગળ વધારતા કહ્યું, બેટા,એ રાત્રી અમારી કપરી ગઈ,બધું ચેકઅપ પત્યું ત્યાં સુધીમાં અમને ખબર પડી તે મા બનવવાની હતી.
અમે બન્નેને બચાવવાનો પ્રયત્ન કર્યો.ત્રીજે દિવસે અમે સફળ થયા.તેણે આંખ ખોલતાજ સામે અંજુ અને નરેશને
જોયા તો તે જરા ધરપત પામી ને અંજુનો હાથ પકડી ચુપચાપ રડતી રહી.મે અંજુને ઈશારાથી તેને રડવા દેવાની
વાત સમજાવી.તને સમજાવી દાદીમા તેને ઘરે લઈ આવ્યા.તેના ઘરે જઈ તેનો ઉછેર કરનાર ચીંચીંમાને પણ લઈ આવ્યા.બેટા આજથી
ચોવીસ વર્ષ પહેલા સમાજ એવો નહોતો કે કુંવારીમાને સમાજમાં જીવવા દે ભલે વર્ષા સમાજથી બે દસકા આગળ જીવતી હતી...,”અલંકાર સામે જોઈ તેઓ એ
વાત આગળ વધારી ,”પણ હા ત્યારે મિત્રો સાચા હૃદયથી મિત્રતા સાચવતા.નરેશભાઈએ રાતોરાત એક પણ પ્રશ્ન કર્યા વગર વર્ષા સાથે લગ્ન ગાંઠે બંધાયા.
વર્ષા નહોતી ઈચ્છતી કે છળકપટથી જે ગર્ભ તેની કુખમાં બાળ સ્વરૂપ ધરી રહ્યો છે તે પૃથ્વી પર જન્મે.દાદીમાએ તેને સમજાવી કે તેમાં ન તો તારો વાંક છે ન તારા કુખમાં
મોટા થઈ રહેલા બીજનો,તો પછી શા માટે તેની હત્યા કરવી.વર્ષાની માન્યતા હતી કે તે બાળકમાં અંશ તો તે વ્યક્તિના છે જેણે કપટથી મારા શિયળને લૂંટ્યું છે.પણ રોજ નવા દાખલા આપી ધર્મના ગ્રંથોનું વાંચન કરી તેમણે બેટા,એ ગર્ભનું સિંચન કર્યુ.વર્ષા રોજ રોજ હવે આવનાર બાળકને પ્રેમ કરવા લાગી ને વરસાદી તોફાની રાત્રે એક સુંદર બાળકીને જન્મ આપ્યો.”

તે એટલુંજ બોલી ,”દીકરીનું નામ નરેશ *મલ્હાર* રાખજો.આજે જુઓ ભગવાને પણ મલ્હાર રાગ છેડ્યો છેને..”

“એ રાત્રે દાદીમા હોસ્પિટલ માં સૂતા હતા,ને રાત્રે બધાનો આભાર માની વર્ષા દાદી ,નરેશ અને મારા હાથમાં તને મૂકી ક્યાંય સરકી ગઈ.ખૂબ શોધખોળને અંતે પણ તે પાછી ન આવી.”

ચીંચીંમાએ પાછળથી ઓરડામાં પ્રવેશ કર્યો ને બોલ્યા.,”મારે માટે તો બેટા તું એક સ્ત્રી હતી,હવે તને મારે મોટી કરવી રહી આ દુનિયામાં ફરી કોઈ રાક્ષસ ફરી મલ્હારને જન્મ આપવા ફરી કોઈ વર્ષાને મજબૂર ન કરે.મે,દાદીમાએ અને નરેશભાઈએ ગંદા લોહીને હરાવવા તારામાં સંસ્કારને ગુણો ને વર્ષાના લોહીને જીતાડવા..જાણે હોડ જ ભરી. લોકોએ ખૂબ વાતો કરી,વર્ષાને ધોકેબાજ કહી,અસંસ્કારી કહી પણ અમે કોઈ જ ચોખવટ ન કરી અને સમય જતા વર્ષા ભૂલાય ગઈ.”
અંજુબેન વાતનો દોર પકડતા બોલ્યા,” તારા ખબર અંતર અમે વારંવાર નરેશભાઈને પૂછતા,તને ચિત્રકામ ગમે છે એ જાણ્યા પછી તેઓ એ એક ડરને કારણે પણ તને ચિત્રકામથી દૂર રાખતા.તું ડોક્ટર બને એ એમની મહત્વાકાંક્ષા હતી.તેમના ઉપકારને તેં ખરેખર તેમના સંસ્કારોથી વાળ્યો.તું ડોક્ટર બની,તારા સ્નાતકના દિવસે તેમણે તારો પરિચય પપ્પાજી સાથે કરાવ્યોને વર્ષાની દીકરી જાણી તેમણે તને પોતાની હોસ્પિટલ માં જ રાખી લીધી ને મે મારા ઘરના હૃદયમાં સમાવી લીધી.ત્રણ વરસ પહેલ જ્યારે એક કોન્ફરન્સમાં એમની સાથે હું શ્રીનગર ગઈ ત્યારે વર્ષાનો મેલાપ થયો,મે એને ઓળખી કાઢી તેણે પ્રકૃતિ સાથે દોસ્તી કરી લીધી હતી.તે તેના પ્રોટ્રેટને લીધે શ્રીનગરમાં ખૂબ જાણીતી કલાકાર બની ગઈ.પણ કેન્વાસ પર રંગો ચિતરતી વર્ષાએ ક્યારેય અંગ પર તારા જન્મ પછી રંગીન કપડું પહેર્યું નથી.મે તેને મળ્યા પછી ક્યારેય ફોન કે સંપર્ક કર્યો નહોતો.પણ જે દિવસે અલંકારે તારા માટે *હા*ની મહોર મારી તે રાત્રે મે એને ફોન કર્યો હતો.તેણે વચન માંગ્યું હતું કે તમને બન્નેને શ્રીનગર મોકલવા નરેશભાઈની મંજુરી થી અમે તમારી ટિકિટ શ્રીનગરની કઢાવી.તે પછી જે થયું તે તું જાણે છે બેટા.હા એક વાત જરૂર કહીશ કે અમે અલંકારને પણ આ વાતથી દૂર જ રાખ્યો હતો.અમને ડર હતો કે કદાચ તે તારો સ્વીકાર ન કરે તો..પણ એક વિશ્વાસ પણ હતો કે અમારા સંસ્કાર એમ...એળે તો નહિજ જાય.”

નરેશભાઈ મલ્હારની આંખોમાં આંસુ જોઈ બોલી ઉઠ્યા ,” મને માફ કરી શકે તો કરી દેજે,છતી મા એ તારા
સ્વપ્નને પૂર્ણ ન કરી શક્યો બેટા,પણ વર્ષાને મે માફ કરી દીધી છે,દાદીમાના કહેવાથી કારણ તેણીએ મને પરી જેવી દીકરી ને અપ્સરા જેવી બેટી આપી હતી,જયાં પિતા નહોતો બની શકવાનો ,ત્યાં મને પિતા..તારા પપ્પા બનવાનો મોકો આપ્યો હતો. જો તારાથી થાય તો માફ કરજે..વહાલી.”

મલ્હાર ચોધાર આંસુએ બધાને જોઈ રહી,એક એવી દીકરીને આ બધા ઋષિમુનીઓ એ સંસ્કાર સિંચ્યા હતાકે તે કોનું પિંડ છે તે પણ વર્ષાને ક્યારેય નહોતું પૂછ્યું.તે બધા સામે ગદગદ થઈ જઈ નમી પડી.હાથમાંના પરબીડિયાને ત્રણ કલાકથી પકડી બેઠી હતી,બધા સામે તેણે પરબીડિયું ખોલ્યું તો કેસરની સુગંધથી મહેંકી ઉઠ્યું. પરબીડિયામાંથી એક સુંદર શ્વેત કાગળ નિકળ્યો જેમાં પીંછી વડે કેસરથી બે હાથ જોડી ક્ષમા યાચના હતી.🙏
નીચે સુંદર મરોડદાર અક્ષરે લખ્યું હતું.

*ક્ષમા🙏...મલ્હારની જ *મા*

વાંચતા જ બે આંખોને મીંચીને એક શ્વેત પરીને ઉડી જતી મલ્હાર જોઈ રહી..હા પણ આજે તેની સામે નિશ્ચિત એક નમણો સુંદર ચહેરો હતો જે તે વર્ષોથી શોધતી હતી.*મા*
કહી મલ્હારે ફરી હાથ જોડી પ્રણામ કર્યાને તે માને તેણે પણ પપ્પાની જેમ જ ક્ષમા અર્પી દીધી.🙏
મનોમન નાની સંજનાની આંગળી પકડી લઈ તે *મલ્હાર દી* બની ગઈ તો ઉભા થઈ અલંકારે આ દિવ્ય ઘડીને મલ્હારનાદા ખભે હાથ મૂકી સ્વીકારી લીધી.દરેકના ચહેરા પર એક સુખાનંદની જ્યોત ચમકતી જોઈ ફ્રેમમાંથી દાદીમા જાણે અમી છાંટણા આશીર્વાદ રૂપે અર્પી રહ્યા.🙏

(સંપૂર્ણ)
જયશ્રી પટેલ
૮/૩/૨૦૨૦