love story - 7 in Gujarati Love Stories by Pandya Ravi books and stories PDF | લવ સ્ટોરી. - 7

Featured Books
Categories
Share

લવ સ્ટોરી. - 7

લવ સ્ટોરી - 7
પ્રકરણ 5 : બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની

લેખક : રવિ પંડયા

મિત્રો આજે તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવ્યો છું.આજે બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની ની શરૂઆત કઇ રીતે થાય છે ,કઇ રીતે આગળ વધે છે ,એ તમારી સમક્ષ મુકવાનો છું.હવે સીધો સ્ટોરી પર લઇ જાવ છું.


એક દિવસની વાત છે.જયારે રાજેશ પોતાના ઘેર તેના માસી આવવાના હતા.તેેમને લેવા માટે બસ સ્ટોપ પર જવાનો હતો.રાજેશ નો ચહેરો ખુબ જ સુંદર , તેનાથી જલદી આકર્ષિત થઇ જાય તેવો . કાળા ભમર વાળ, તેમાં પણ લાલ કલરનો શર્ટ પહેરીયો હોય એટલે તો બોલિવુડનો હીરો પણ તેની પાસે કાંઇ ના કહેવાય.


તે પોતાના મિત્ર સાથે બહાર ફરતો હતો , ત્યારે તેના ફોનનો રણટંકાર વાગ્યો.ફોન હતો તેના મમ્મીનો.ફોન ઉપાડયો.
મમ્મી પુછયું ' બેટા , કયાં છો ?

બેટાએ કહયું : મિત્રો સાથે બહાર છું , કાંઇ કામ છે ?

મમ્મી : હા બેટા , આપણા ઘેર તારા માસી આવવાના છે , તેને લેવા બસ સ્ટોપ પર જવાના છે .

બેટા : મમ્મી હું તેમને લેતો આવીશ.


થોડી વાર પછી ફરી તેના મમ્મી ફોન કરીને કીધું કે હવે બસ સ્ટોપ પર પહોંચી જાજે.હવે તારા માસી આવતા જ હશે.રાજેશ તેના મિત્રોને બાય કરીને ત્યાંથી નીકળી જાય છે. બાઇક ચલાવતો હોય એટલે રોમિયો જેવા લાગે.ફુલ સ્પીડે ગાડી ચલાવવી એ તેની આદત હતી.ધણી વાર તેના મમ્મી પણ કહેતા ઘીમે ચલાવ ,પણ માને કોણ ?


હવે તે બસ સ્ટોપ આગળ પહોંચી ગયો.બસ સ્ટોપ પાસે બાઇકને પાર્ક કરીને બાઇક પર પગ પર પગ ચડાવીને બેઠો હતો.ત્યાં તેટલા આજુ બાજુ નજર કરે છે તો તેની નજર આવતી એક છોકરી પર પડે છે.છોકરીએ વાઇટ કલરનું ટોપ અને બ્લેક જીન્સ પહેરીયું હતું.આંખો પર ગોગલ્સ પહેરેલા હતા.


તે સાવ નજીક આવી રહી હતી.રાજેશ આ છોકરી ને જોઇ રહયો હતો.છોકરી બસ સ્ટોપ પાસે ઉભી રહી ગઇ .તે કોઇ બસની રાહ જોતી હોય અથવા તો તે પણ કોઇને લેવા આવી હોય.રાજેશની નજર તેના પર થી હટતી નહોતી.પહેલી છોકરીએ જોયું .રાજેશ હજી પણ તેને જ જોઇ રહયો હતો.


રાજેશના માસી બસમાંથી ઉતરતા હતા.એટલે રાજેશ તે બાજુ ગયો.હજી પણ તેની નજર તો ત્યાં જ હતી.તે બસ પાસે પહોંચ્યા .તેના માસીને બેગ ને લઇને ગાડી તરફ ગયો.ત્યાં તેના માસીને કહયું કે તમે અહી ઉભા રહો .હું આવું છું.


તે ત્યાં ગયો. એકસકયુઝમી કહયું , તમારુ નામ શું છે ?
મારુ નામ જાણીને શું મતલબ છે . એમ જ , પુછું છું.મારુ નામ છે સાધના.રાજેશ કહયું કે તમે મારી સાથે ફેન્ડશીપ કરશો ? સાધના કહયું હું તમને ઓળખીતી પણ નથી કઇ રીતે કરી શકું.રાજેશ ઇન્ટાગ્રામ આઇ ડી માંગી લે છે.ત્યાંથી ચાલતો થાય છે.


રાજેશ તેના માસી પાસે જઇને કહે છે.ચાલો માસી.માસી તેના બાઇક પર બેસે છે.અને ત્યાંથી તે ઘર તરફ જાય છે.ઘર પહોંચીને તેના માસી સાથે વાતો કરે છે.તેના માસી પછી ફેસ થવા જાય છે .ત્યારે રાજેશ પોતાનો મોબાઇલ હાથમાં લે છે.તેમાં ઇન્ટાગ્રામ ઓપન કરે છે.આઇ ડી સર્ચ કરે છે.


તેમાં પહેલી જ આઇ ડી હોય છે.પ્રાઇવેટ એકાઉન્ટ હતું.તે રિકવેસ્ટ મોકલે છે.અને .સાથે સાથે હાય નો મેસેજ પણ કરે છે.થોડી વાર રાહ જોવે છે.કોઇ રિપ્લાઇ કે નોટિફિકેશન ના આવતા.તે મોબાઇલમાં ડેટા બંધ કરીને મોબાઇલને ચાર્જ માં મુકી દે છે.



હવે આગળ વાંચવા માટે આવતા અંકની રાહ જોવો.