The Corporate Evil - 8 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-8

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-8

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-8
નીલાંગ અને નીલાંગી માં ની વાત્સલ્ય અને સંઘર્ષની વાતો કરી રહેલાં. નીલાંગનાં ખભે માથું મૂકી આંખો મીંચી બેસી રહેલી નીલાંગીને નીલાંગે ઉઠાડી કહ્યું કાંદીવલી આવી ગયું અને સફાળી ઉઠીને નીલાંગીએ નીલાંગને ફ્લાઇગ કીસ આપી ઉતરી ગઇ. નીલાંગ જતી નીલાંગીને જોતો રહ્યો. થોડીવારમાં બોરીવલી પણ આવી ગયું ને નીલાંગે પેકેટ કાઢ્યું અને એ ટ્રેઇનમાંથી ઉતરી સીધો જ રઘુનાં સ્ટોલ પર પહોંચ્યો ત્યાં બંન્ને ભાઇ હાથમાં છાપુ લઇને બેઠાં હતાં નીલાંગે પ્હોચીને કહ્યું "તમે લોકો છાપુ લઇને બેઠા છો ભાઉ ?
તમારી પાસે આટલો સમય છે ? કસ્ટમરને કોણ એટેન્ડ કરે છે ? તમારી પાસે ઘણીવાર વાત કરવાનો સમય નથી હોતો.
રઘુએ છાપુ બતાવતાં કહ્યું "ઓય નીલુ થમ જરા થમ દેખ ક્યા ન્યૂઝ આયા હૈ તેરે અખબાર મેં ? નીલાંગે જોયુ આતો એનુંજ પેપર હતું ઇવનીંગ સ્પોટ-એણે ધ્યાનથી જોયુ એમાં હેડલાઇન હતી ખૂબસૂરત ન્યૂ કમર એક્ટ્રેસે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
નીલાંગે રઘુભાઇને કહ્યું "ક્યા રઘુભાઇ ઐસે ન્યૂઝ તો આતે રહેંગે... પહેલે મુંહ મીઠા કરો એમ કહીને બોક્ષમાંથી મીઠાઇ કાઢીને રઘુ, એનાં ભાઇ દેવાને અને કારીગરને બધાને મીઠાઇ ખવડાવી.
રઘુએ મીઠાઇ ખાતાં ખાતાં કહ્યું "અરે રઘુ ઐસે સમાચાર આતે રહેતે હૈ પર યે હમારે બોરીવલીમેં હી હુઆ હૈ દેખ શાયદ તૂને યે ફલેટ દેખે હી હોંગે તેરી ચાલ કે આગે હી હૈ ઓર સુબહ સે પુલીસકી ગાડીયા આતી જાતી હૈ ક્યા માલુમ ક્યા હુઆ હોગા...
નિલાંગનો પત્રકાર જીવ સળવળ્યો. એણે રઘુ પાસેથી છાપુ લીધુ અને સ્યુસાઇડનું કોલમ વાંચવા માંડ્યુ એમાં અભિનેત્રીનો ફોટો પણ હતો. એ ધ્યાનથી વાંચી રહેલો અને જાણે વાંચી નહીં પચાવી રહેલો બધાં લખેલા એંગલ મનમાં ગોઠવી રહેલો અને રઘુ બોલ્યો "અરે નીલાંગ થેંક્યુ યાદ કરકે મીઠાઇ લાયા તૂ ચલ અબ તેરા સબ સહી હો રહા હૈ" ઓર તેરી મેડમ કો કહાં મીલી ?
નીલાંગે છાપામાંથી નજર હટાવીને રઘુને કહ્યું " ક્યા ભાઉ થૈંક્સ બોલ રહે હો મુંહ તો મીઠા કરાઊંગા ને... કલ સે જોબ ચાલુ... ઔર યે અપને એરીયામેં હુઆ હૈ તો બોસ કો બોલકે ઇસકે પીછે હી લગૂંગા.... પછી કહ્યું "ચલો ભાઉ ચલુ માં મુજે યાદ કરતી હોગી કલસે તો કોઇ સમય કા ઠીકાના નહીં રહેગા અને ઔપચારીકાતા પતાવીને ઘર તરફ નીકળી ગયો.
નીલાંગ ઘર પહોચીને જોયું ઘરનો દરવાજો ખૂલ્લો હતો. એ સીધોજ ઘરમાં ધૂસ્યો માં કહીને ગળે વળગ્યો. આઇ મુઝે માલુમ થા તુ મેરા ઇન્તજાર કરતી હોગી... માઁ આજ સબ ફાઇનલ હો ગયાં. ઔર લે એ પૈસે મૈને થોડી શોપીંગ કી હૈ બાકી પૈસૈ તૂ રખ. તેરે લીયે સાડી લાયા હૂઁ માં...
માઁ એ કીધું અરે તેરે લીયે કુછ લીયા કી નહીં ? મુઝે ક્યા જરૂરત થી ? મુઝે કહાઁ તેરી તરાહ ઓફીસમે જાના હૈ કામ કરને ? માં એ નીલાંગે હાથમાં મૂકેલાં પૈસા પોતાની આંખે લગાવી માથે ચઢાવીને દિવાલ પર લટકતા ફોટાં પાસે જઇને ગણપતિ બાપાને સ્પર્શ કરાવ્યા અને બોલી" બાપા તેરા લડકા યે પૈસે લાયા હૈ પહેલાં પહેલા ઉસકા પૈસા હૈ બાપા આશીર્વાદ દો. ખૂબ પૈસા મિલે ખુબ ખુશ રહે...
આમા બોલીને પછી નીલાંગને બધાં પૈસા પાછા આપીને કહ્યું "તૂ રખ તુઝે જરૂરત રહેગી મેરે પાસ હૈ. નીલાંગે કહ્યુ નાં ઉસમેં સે બસ સીર્ફ 500 રૂ. દે દે ખર્ચે કે લીએ બાકીકા તુઝે ઘરમેં ખર્ચ કરના હૈ મુઝે તો પૈસે મિલતે રહેંગે યે પગાર થોડા હૈ ? મૈને એડવાન્સ લીયા હૈ.
માઁએ હસતાં હસતાં આશીર્વાદની મુદ્દા કરીને નીલાંગને 500/- રૂપિયા આપ્યા ને બાકીનાં એનાં નાના પાઉચ જેવા પાકીટમાં મૂકીને સ્ટીલની તીજોરીમાં મૂકી દીધાં.
નીલાંગને કહ્યું "બેટા આજ બડા અચ્છાદીન હૈ બોલ આજ ખાનેમેં ક્યા બનાઉ ? નીલાંગે કહ્યું "માં પ્હેલે બાબા કા પ્રસાદ લે એમ કહીને બાબુલનાથ બાબાનો પ્રસાદ આપ્યો.
માઁ એ નીલાંગને પૂછ્યું "અરે નીલાંગ વો નીલાંગીકો કહાઁ નોકરી મિલી ? ઉસને ઢૂંઢી હૈ ? અબ ક્યા કર રહી હૈ ?
નીલાંગે કહ્યું "માં ઉસકો ભી મીલ ગઇ હૈ ગ્રાંટરોડ પર ઓફીસ હૈ સી.એ. કી ઉસમેં આજ પહેલાં દીન હૈ વો ભી સીધા અપને ઘર ગઇ....
માઁએ કહ્યુ "અચ્છી લડકી હૈ કભી લેકે આના... મીઠી હૈ અને માઁ એ નીલાંગની મનપસંદ વાનગી બનાવવા માટે રસોડાનું કામ સંભાળવાનું શરૂ કર્યું.
**********
નીલાંગી ઘરે પહોંચીને એની આઇ રાહજ જોઇ રહી હતી આજે બાબા પણ કામ પરથી આવી ગયેલાં. નીલાંગીને આવતી જોઇને આઇ ખુશ થઇ ગઇ નીલાંગી જેવી ઘરમાં આવી એવું પૂછ્યું કાય બેટા કીતની દેર કર દી ? કબસે તુમે દૈખ રહી હું..
નીલાંગીએ કહ્યું "માં કામ પુરા હુઆ તબ આઉનાં એમ કહી માં અને બાબાને બંન્નેને પગે લાગી. માં એ કહ્યું "હાં ર્હાં દેવા દેવા સબ અચ્છા હોગા. ક્યા હુઆ તુ કન્ફર્મ હો ગઇ નૌકરી પક્કી હૈ ના ? તેરે બાબા કે ખાસ મિત્ર હૈ રઘુનાથભાઉ ઉનકી બડી પહેચાન હૈ.
નીલાંગીએ કહ્યું હાં માં પક્કી હો ગઇ પછી એનાં પાપા સામે જોઇને કહ્યું "રઘુનાથ અંકલ કો અચ્છી તરહ પહેચાનતે હૈ ઉનકી બાતોં સે લગા કરી રઘુનાથ અંકલને મુઝસે પહેલે ભી કોઇ લડકી કો વહાઁ નૌકરી પે લગાયા થા.
એનાં પાપા બોલ્યા "હાં બેટા વો હમારે જૈસોકે મદદ કરતા હી રહેતા હૈ ખુદ ઇતનાં ધનીક હૈ પર કોઇ અભિમાન નહીં બહોત ઇજ્જત હૈ ઉનકી સમાજમે ? તેરે લીયે મુઝે પહેલેસે હી બોલ રખા થા કી નીલાંગી પાસ હો જાયે બાદમે નૌકરી તૈયાર હી હૈ કર્યૂ કી તુમ્હારી લક્કી બ્હુત હુંશીયાર ઔર સમાર્ટ હૈ મૈને જૈસે બોલા કી પાસ હો ગઇ ઉન્હોને તુરંત બોલ દીયા મૈને બાત કરેક હી રખી હૈ નૌકરી પક્કી હો જાયેગી મૈને રઘુભાઇ કો થેંક્સ કા ફોન કર દીયા હૈ....
નીલાંગીએ કહ્યું "હાં પાપા કન્ફર્મ હો ગયા સબ ઔર મેરે બોસ ભી અચ્છે હૈ ઓફીસભી બડી હૈ કઇ લોગ કામ કરતે હૈ બડે બડે કલ્યાન્ટ હૈ ફીલ્મી દુનિયાસે ભી હૈ સબકે ફોટો લગે હૈ.
નીલાંગીની માં મંજુલાએ કહ્યું "નીલો બેટા તું ખૂબ સરસ કામ કરજે એમની નજરમાં રહેજે આવાં માણસો કામની કદર કરતાં હોય છે તારી ખૂબ પ્રગતિ થાય અને તને ખૂબ પૈસા મળે તારી જીંદગી બની જાય હું બાપ્પાને એજ પ્રાર્થના કરું છું અને તારાં પાપાનાં ફ્રેન્ડનાં કહેવાથી થયું છે એટલે તારું ધ્યાન વિશેષ રાખશે જ.
નીલાંગીએ કહ્યું "હાં માં હું ખૂબ મહેનત કરીશ. અને માં આ એડવાન્સ લીધાં છે એ પૈસા તારી પાસે રાખ અને ખર્ચ માટે આપી રાખ. માં એ કહ્યું અરે એડવાન્સ લઇને આજેને આજે ખર્ચી પણ નાંખ્યા પ્હેલાં બધાં ઘરે લાવવા જોઇએ ને...
નીલાંગીએ કહ્યું "માં બધાં જ તારાં હાથમાં છે મેં કોઇ ખર્ચ નથી કર્યો. માં એ કહ્યું તો આ શોપીંગ બેગમાં શું છે ? કંઇક ખરીદીને તો લાવી છું ? શું છે એમાં ? તે પૈસા ખર્ચના કર્યા હોય તો કોણે આપ્યું ?
નીલાંગીએ થોડી નારજગી સાથે કહ્યું "શું માં તું પણ પ્હેલાં જ દિવસે આમ વાત કરે છે ? જુઓ ને બાબા કહોને આઇ ને... એનાં પાપા કંઇ બોલવા જાય પ્હેલાંજ મંજુલાઆઇ બોલી... ઠીક હૈ ઠીક હૈ... એક કહીને શોપીંગ બેગ માંથી પર્સ અને ડ્રેસ કાઢીને જોયો... અરે વાહ કીતના મસ્ત પર્સ ઔર કુર્તી હૈ વાહ કીસને દીયા ?
થોડીવાર શાંત રહી આંખો ઊંચી કરીને કહ્યું ક્યા વો નીલૂને દીલાયા ? ઉસકે પાસ કૈસે પૈસે આયે વોતો સાવ કડકા હૈ..
નીલાંગીને ગુસ્સો આવ્યો એની આંખો ચઢી ગઇ અને એ કંઇ બોલવા જાય પ્હેલાં માં બોલી ઠીક હૈ બોલાને પૈસે ઉસને ખર્ચ કીયે હૈ તો ઠીક હૈ એક કહી પૈસા લઇને અંદર ગઇ. નીલાંગીએ કહ્યું "માં મુઝે ખર્ચેકે લીએ તો પૈસે દેદે... બાદમે તેરેસે નહીં માંગુગી અપના ખુદ મેનેજ કર લૂંગી.
મંજુલા આઇ પાછી ફરીને 500ની નોટ જોરથી નીલાંગી હાથમાં મૂકીને કહ્યું "યે મૈં પૈસે તેરી શાદીકી લીયે ઇક્કઠા કર રહી હું મેરે અપને લીયે નહીં... યે આદમીને તુઝે પૈદા તો કર દીયા પર તેરે ખર્ચે કે લીયે ઔર તેરી સબ ડીમાન્ડ પૂરી કરને કે લીયે મૈને દીનરાત કામ કીયા હૈ.
નીલાંગીનાં પાપા નીચુ મોં કરી બહાર નીકળી ગયાં. નીલાંગીએ કહ્યું "અરે આઇ કર્યું ઐસા બોલતી હૈ સબકો નારાજ કરતી રહેતી હૈ ? નીલાંગીની માં થોડીવાર સાંભળી રહી અને અચાનક અંદરનાં રૂમમાં જતી રહી...
*********
રાનડેનાં મોબાઇલમાં ફોન આવ્યો એમણે ઉપાડ્યો અને "હાં ર્હાં એપાઇન્ટમેન્ટ હો ગઇ હૈ.... ર્હાં.. ર્હાં... ઓકે....
વધુ આવતા અંકે ---પ્રકરણ-9