shangharsh ni batthi - 5 in Gujarati Women Focused by Bhavesh Lakhani books and stories PDF | સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ - ૫

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ - ૫

સંઘર્ષ ની ભઠ્ઠી

ભાગ-૫


એક દિવસ પવનના સાસુ-સસરા તેમના ઘરે આવ્યા. આમતો એના સાસુ-સસરા કામ સિવાય પવનના ઘરે આવતા ન હતા. પવનના સસરા તો લહેરી મિજાજ અને નિખાલસ હૃદય ધરાવનારી માટી ના માનવી હતા. પરંતુ તેના સાસુ જરા આડીઅવળી અને અટપટ્ટી વાતોના અઠંગ ખેલાડી હતા. પવનની પ્રકૃતિ અને એના સાસુનું દખલઅંદાજીભર્યું વલણ ને કેમેય કરી મેળ બેસતો ન હતો. આથી પવનના ઘરે એના પગલાં ક્યારેક જ પડતા.

પવનના સાસુ સુશીલા બહેનને અન્ય લોકોની જિંદગીમાં રોડા નાખવાની આદત યુવાવસ્થાથી જ ઘડાઈ ગઈ હતી. કહેવાય છે કે '' જેવી લોકોની પ્રકૃતિ એવા લોકો એમને મળીજ રહે ''. આ સૂત્રના આધારે શુશીલા બહેનને જાણ થઇ ગઈ કે પોતાની દીકરી વંદના ને ત્યાં કોઈક પારકી છોકરી રહે છે. એમને એ પણ જાણી લીધું હતું કે તે છોકરી પોતાના જમાઈરાજ પવનના મિત્રની છે. જ્યારથી તેમને આ વાતની ખબર પડી ત્યારથી તેના મનમાં પોતાની દીકરી વંદનાને મળવાનો સળવળાટ ઉપડ્યો હતો. સોની આવ્યા ને આમતો ત્રણ વર્ષ થઇ ચુક્યા હતા. પરંતુ તેઓ બે-ત્રણ વર્ષથી દીકરીના ઘરે આવ્યા ન હતા એટલે કદાચ સોનીના આગમનથી અજાણ હતા. તેમના કોઈક દૂરના સંબંધી દ્વારા ખબર પડી એટલે સુશીલા બહેનનો જાતિગત સ્વભાવ જાગી ઉઠ્યો અને તે દૌડતા-દૌડતા દીકરી વંદનાના ઘરે આવી પહોંચ્યા.

સુશીલા બહેન આવ્યા એને બે દિવસ થઇ ચુક્યા હતા પણ એ હજુ જવાનું નામ લેતા ન હતા. સાસુમા ની આખી યોજના પવનના મનમાં થોડે ઘણે અંશે આમ તો સમજાઈ ગઈ હતી. પરંતુ તે ફોડ પાડવા નહતો માંગતો, કારણકે તે ભૂતકાળમાં આવા ઘણા કડવા અનુભવ પોતે કરી ચુક્યો હતો. તે સાસુમા ની ચાલચલનગત ને બરાબર પારખી ગયો હતો. આમ ને આમ એક અઠવાડિયું વીતી ગયું એટલે પવનના સાસુ સુશીલા બહેન અને સસરા જીવણલાલે પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી. ક્ષણનો પણ વિલંબ કર્યાં વિના પવને પોતાના સાસુ-સસરા ને વિદાય કર્યા. એમના ગયા પછી પવનને થોડો હાંશકારો થયો.

સાસુ-સસરા ગયા ને હજુ તો માંડ ચારેક દિવસ થયા હશે ત્યાં તો તેની અણુ અસર પવનને પોતાના ઘરમાં દેખાવા લાગી હતી. સોની પર ત્રણ વર્ષ સુધી જે સ્નેહ પવન, તેની પત્ની વંદના અને બંન પુત્રીઓ વર્ષા અને હર્ષા એ વરસાવ્યો હતો તેમાં થોડો કાપ આવતો જણાયો. જે સોની પર થોડા દિવસ પહેલાજ હજુ વ્હાલ ના વાદળ વરસતા હતા ત્યાં અચાન જ તેના પર દુઃખનો દાવાનળ મંડરાવા લાગ્યો.

સાસુમાના ગયા પછી પવનના ઘરના કાયદા કાનૂન મા જબરું પરિવર્તન આવ્યું હતું. ઘરના બધાજ કામકાજનો બોજો ધીમે-ધીમે સોનીના કંધા પર સરકવા લાગ્યો હતો. પહેલા તો સોની ને પોતાના અભ્યાસલક્ષી કર્યો માટે વધારે સમય મળતો હતો જે હવે તેને રાત ઉજાગરા કરીને પૂર્ણ કરવા પડે છે. પહેલા સોની હક અને હઠથી કોઈપણ ચીજ માંગતી હતી જયારે હવે તેને ઘરની કોઈપણ વસ્તુ વાપરવા માટે વંદના બહેન અને એની બંને પુત્રીઓ વર્ષા અને હર્ષા ની પરવાનગી અનિવાર્ય લેવી જ પડે છે. હવે તેને કોઈ નવી ચીજ જોઈતી હોય તો વિનંતી કરવી પડે છે. એને મંગાવેલી ચીજ આવે કે ન આવે એનું પણ નક્કી નથી રહેતું.

સોની જયારે પવનના ઘરમાં આવી ત્યારે ઘરના બધા સભ્યોએ તેને પ્રેમથી આવકારી અને સ્વીકારી હતી. જયારે હવે સોનીના જીવનમાં સાવ ઉલટી ગંગા વહે છે. શરૂઆતમાં તો વંદના બહેન એક માતા ની માફક વ્હાલ વેરતા હતા અને બંને બહેનો વર્ષા અને હર્ષા પણ એને પોતાની બહેન જ માનતી હતી. જયારે હવે આ સંબંધમાં સ્વાર્થની બદબુ આવવા લાગી ગઈ હતી. એને ઘરમાં વારંવાર હડધૂત કરવામાં આવતી હતી. ક્ષણે-ક્ષણે તેને અપમાનના ઓડકાર ખાવા પડતા હતા. તે વર્ષા અને હર્ષા ન પ્રેમથી દીદી દીદી કહીને બોલાવતી ત્યારે એને એમ કહીને ચૂપ કરાવવામાં આવતી કે, '' તું અમને દીદી દીદી કહીને ન બોલાવ અમે તારી દીદીઓ નથી....., સમજી...!! એક ચૌદ વર્ષ ની દીકરી ને જયારે પણ એક માં નો ખોળો સાંભળતો ત્યારે તે વંદના બહેન માં પોતાની માં ને જોઈને સંતોષ પામી જતી જયારે હવે તો એ અવસર પણ જતો રહ્યો છે. હવે તો વંદના બહેન પણ તેના પર ચિડાય ને તેને વારંવાર મહેણાં-ટોણા મારતા રહે છે. ક્યારેક તો વંદના બહેન ગુસ્સામાં આવીને એવું કટુ વાક્ય પણ બોલી ઉઠતા કે, '' હું તારી માં નથી..., સમજી..., એટલે તારે મન ક્યારેય પણ માં કહીને નહીં બોલાવવાની....!! તારે મને આંટી કહીને જ બોલાવવાની..., હું તારી આંટી જ છું..., સમજી ગઈ...!! આવા કટુવેણ સાંભળીને સોનીનું હૃદય વલોપાત કરવા લાગતું હતું.

ધીમે-ધીમે તે પવનના પરિવારથી દૂર થવા લાગી. એ આવી ત્યારે બધા સાથે જ જમવા બેસતા હતા પરંતુ હવે થોડા નિયમો બદલાયા એટલે તે બધા જ જમી લે પછી જે કંઈપણ વધ્યું હોય તેટલામાં ઉદર ને સંતોષ આપી દેવાનો. પવનના ઘરમાં આ પરિવર્તનનો પવન ફૂકાતો હતો એ એનાથી સંપૂર્ણપણે પરિચિત હતો. પરંતુ એ પોતાની પત્ની અને પુત્રીઓ પાસે સાવ લાચાર થઇ ચુક્યો હતો. પવને ઘરમાં ઘણી વખત સોની સાથેના હીનતાભર્યા વર્તનની વાત કરવાની કોશિશ કરી પણ તેમાં તેને સફળતા મળી નહીં. આથી પવન પણ મહાભારત ના ધુતરાષ્ટની જેમ બધુજ જોઈ રહ્યો છે છતાં પણ તે પરિવાર ના મોહગ્રસ્તમાં લપાઈને લાચાર થઇ બધુજ મૂંગા મોઢે જોઈ રહ્યે છે અને મનમાં ને મનમાં એ વિચાર કરી રહ્યો છે કે હું મારા બાળગોઠિયા દોસ્ત દશરથને શું મોં બતાવીશ.....??

એક વખત પૂરો પરિવાર જમવા બેઠો હતો અને સોની રસોડામાંથી લાવી લાવીને બધાને બધી સામગ્રી પીરસતી હતી એમાં અચાનક એનાથી એક કાચનો કચોરો હર્ષા ને આપવા જતા હાથમાંથી છૂટી ગયો. હર્ષા થોડી મિજાજી સ્વભાવની હતી એટલે જેવો હાથમાંથી કચોરો છૂટ્યો કે તરતજ હર્ષાએ સોનીના ગાલ પર ધડામ કરતા બે તમાચા ચોડી દીધા. સોની માટે તો આ અત્યંત ઝેરનો ઘૂંટ કહીં શકાય એવો કડવો અનુભવ હતો. પવન સહીત ઘરના બધા જ સભ્યોની આંખો ફાટી જ રહી. સોનીની આંખમાંથી દડદડ આંસુઓ વહી રહ્યા હતા. એની આંખોમાં અપાર વેદના સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. સોની આમ તો બિચારી ઢોર માર ખાવાથી ટેવાઈ ચુકી હતી. પરંતુ એના જીવનમાં આ ચારેક વર્ષનો વિરામ આવ્યો હતો. જે હવે પૂર્ણ થવા આવ્યો હતો. નાનકડી એવી હર્ષાએ તમાચા માર્યા છતાં પણ પવન એક પણ શબ્દ ઉચ્ચારી ના શક્યો....!! તે તો આ તમાશો હતપ્રત થઈને નિહાળતો રહ્યો.

સોનીંના જીવનમાં વીંધાતાએ શું લખ્યું એ કંઈજ ખબર પડતી ન હતી. જીવન માં તડકો છાંયડો આવે એ તો સમજાય પણ નાની એવી માં વિનાની આ નોધારી બાળકીના જીવનમાં શું તડકો જ માંડયો હશે...?? દિનપ્રતિદિન તેની વેદનાઓ વધતી જતી હતી. જે દુઃખથી છુટકારો અપાવવા માટે દશરથ પોતાની બાળકીને પોતાના મિત્ર પવનને ત્યાં મૂકી ગયો છે ત્યાં તો એનું એજ ચક્ર ચાલ્યા કરે છે. સોની હવે તો પંદર વર્ષની થઇ ચુકી હતી. રોજના અપમાન અને વેદના સહન કરવાનું તો એને જીવનમંત્ર બનાવી લીધો હતો. એનું જીવન એક નોકરાણી જેવું બની ચૂક્યું હતું. બસ ફર્ક એટલો હતો કે, નોકરાણી ને કંઈપણ કહેવાય જાય અથવા તો અપમાન થઇ જાય તો તે કામ છોડીને ગમે ત્યારે જઈ શકે છે. જયારે સોની એ બાબતે થોડી બદનસીબ છે.

આમ ને આમ દુઃખના દહાડાઓ વીતતા જતા હતા ને સોની ની વય પણ હવે તો સત્તરમા પ્રવેશી ચુકી હતી. તેની સુંદરતા ગમે તેને આકર્ષિત કરતી અને તેની માસૂમિયતતા જોઈને ગમે તે પારકા માણસને એક વખત તો દયા આવી જ જાય એવી હતી. રોજના દુઃખ દર્દ સહન કરીને એની આંખોના આંસુ પણ સુકાઈ ગયા હતા. તે રડવા ઈચ્છે તો પણ તે રડવા માટે અસમર્થ થઇ ગઈ હતી. પણ હવે એની યાતનાઓની ચરમસીમા આવી ગઈ હોવાથી તે ધીમે ધીમે હતાશા માં સરકી રહી હતી.

સમય એની ગતિથી ચાલ્યો જતો હતો. પવનના ઘરમાં સોની પર અત્યાચારો વધતા જતા હતા. એતો બિચારી મૂંગા મોઢે સહન કરતી જતી હતી. એક વખત રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ નો સમય થયો હશે. તે રાત્રીના પવનને ઊંઘ આવતી ન હોવાથી એ પાણી પીવા માટે ઉભો થયો અને રસોડા તરફ ગયો ત્યાં સ્ટોર રુમમાથી કોઈક અજાણ્યા નિસાસા સાથે રડવાનો પણ અવાજ આવતો હતો. એણે ધીમા પગલે ત્યાં જઈને જોયું તો સોની બે હાથ પોતાની આંખો પર દબાવીને ઘૂંટણિયે બેસીને રડી રહી હતી. પવને પાસે જઈને કહ્યું કે, બેટા હવે રડીશ નહીં. પવને પોતાની દીકરી સમાન સોનીને માથે હાથ મૂકીને દિલાસો આપતો રહ્યો.

હવે તો હદ થઇ...., એવું વિચારી ને પવને પોતાના મનમાં એક મક્કમ નિર્ણય કર્યો કે.....,


ક્રમશ......


ભાવેશ લાખાણી