Aeni to ha j hati in Gujarati Moral Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | એની તો હા જ હતી.

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

એની તો હા જ હતી.

અવનવા સપના ઓ સાથે લઈને ફરતો અધ્વિક આજે એના સપના ને લીધે જ મુસીબત માં મુકાયો છે. એની હા હોવા છતાં એ ના કહે છે. પણ કેમ ? શું છે અઘ્વિક ની કહાની ? આઓ સાથે મળીને વાંચીએ.

*******************

તારંગા ની ગુફાઓ વિશે લગભગ જ કોઈ અજાણ હશે. તારંગા થી થોડી દૂર એક ગામ હતું જેનું નામ વૈતલપુર હતું. એક વાર અધ્વિક આ ગામ માં આવે છે. જોવા માં સામાન્ય દેખાતો આ ૨૫ વર્ષ નો યુવાન સામાન્ય નોહતો. છ ફૂટ ઊંચાઈ ને ભરાવદાર બોડી , લાંબા બાલ અને ગોરો રંગ . દેખાવ માં રાજા માં કુંવર જેવો હતો અધ્વિક પણ એ સામાન્ય માણસ નોહતો.

વૈતલપુર ગામ માં આવ્યા પછી અધ્વિક કોઈને શોધતો હોય છે પણ એના અથાગ પ્રયત્ન થી પણ એ મળતી નથી.આમ ને આમ થોડા દિવસો વિતે છે અને એની શોધ એક જુંપડી ઉપર આવી ને પૂરી થાય છે. એ કામાક્ષી નામની એક છોકરી ને શોધતો હોય છે કેમકે અધ્વિક ગુરુ ભક્ત હોય છે અને એના ગુરુ એ એની પાસે આ ગુરુ દક્ષિણા માગી હતી. અધ્વિક ને કામાક્ષી મળી તો ગઈ હતી પણ તે આટલી આશાની થી કામાક્ષી ને લઇ જઇ શકે તેમ નહોતો. કેમકે કામાક્ષી પણ એક સામાન્ય છોકરી નોહતી.

અધ્વિક તેના ગુરુ ને ગુરુદક્ષિણા આપવા માગતો હતો પણ એટલું સહેલું ના હતું . અધ્વિક ને ખબર હતી કે જો કામાક્ષી એના પ્રેમ માં પડે અને તે કામાક્ષી ને મનાવી લે તો કામાક્ષી એની સાથે આવવા તૈયાર થઈ જશે. અધ્વિક ધીરે ધીરે કામાક્ષી થી તેનો પરિચય વધારવામાં લાગી જાય છે. થોડા મહિના પછી કામાક્ષી અધ્વિક ને પ્રેમ કરવા લાગે છે. હવે અધ્વિક કામાક્ષી નો વિશ્વાસ પણ જીતી ચૂક્યો હતો અને હવે એ જે કહે તે કામાક્ષી કરવા પણ તૈયાર હતી.અધ્વિક એના ગુરુ ની પાસે જાય છે અને એના ગુરુ પાસેથી એ કામાક્ષી ની સચ્ચાઈ જાણે છે.

કામાક્ષી નો જ્યારે જન્મ થયો ત્યારે તે મરેલી જન્મો હતી અને એના મા બાપ એ મારા ગુરુજી ઉપર બઉ આક્ષેપો લગાવ્યા અને છેલ્લે ગુરુજી એ કઠોર તપ કર્યું અને કામાક્ષી નેં શિવ નું વરદાન અપાવ્યું અને કામાક્ષી ફરી થી શ્વાસ લેતી થઈ. કામાક્ષી શિવ વર્દાયની હતી એટલે ગુરુજી એ એનું નામ કામાક્ષી રાખ્યું .

અધ્વિક કામાક્ષી ની સચ્ચાઈ જાણી ને ઘરે જાય છે અને જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ અધ્વિક ને કામાક્ષી થી પ્રેમ થતો જાય છે પણ અધ્વિક મજબૂર હોય છે. કામાક્ષી ભ્રમ માં જ જીવતી હોય છે કે અધ્વિક તેને બહુ જ પ્રેમ કરે છે.

થોડા દિવસો વિતે છે ત્યારે અધ્વિક કામાક્ષી ને તેની સાથે તારંગા ની ગુફા માં લઇ જાય છે જ્યાં એના ગુરુ પહેલાંથી જ હોય છે. કામાક્ષી આ બધું જોઈને હેરાન પરેશાન હોય છે પણ એને અધ્વિક ઉપર ભરોષો હોય છે એટલે તે કઈ પણ બોલતી નથી.

"અધ્વિક કામાક્ષી ને બલી માટે તૈયાર કર અને એની બલી લઇ ને જે ફળ મળે એ મને ગુરુદક્ષિણા માં આપ." ગુરુ

" જો આજ્ઞા ગુરુજી. " અધ્વિક


અધ્વિક એના અસલી રૂપ માં આવે છે અને કામાક્ષી તેનું અસલી રૂપ જોઈને મુઝવણ માં મુકાઈ જાય છે.

" અધ્વિક તુમ અઘોરી હો ? " કામાક્ષી

" હા મે એક અઘોરી હું. " અધ્વિક

" તમે મને અહી મારી બલી માટે લાવ્યા છો . " કામાક્ષી

" હા હું તને બલી માટે લાવ્યો છું , તારી બલી ચડાવીને હું મારા ગુરુ ને ગુરુ દક્ષિણા આપીશ. " અધ્વિક

" તો આટલા દિવસ જે તે મને પ્રેમ આપ્યો એ ખોટો હતો ?" કામાક્ષી

" હા ખોટો હતો , બધું એક નાટક હતું. " અધ્વિક

" અધ્વિક મારી આંખો માં જોઈને કે તું મને પ્રેમ નથી કરતો!." કામાક્ષી

અધ્વિક ને પ્રેમ તો છે પણ એ એના કર્તવ્ય થી મજબૂર હોય છે. એ કામાક્ષી ની આંખો માં જોઈને ખોટું બોલે છે.

" નથી મને કઈ તારા થી પ્રેમ , બધું એક નાટક હતું . " અધ્વિક

કામાક્ષી આ સાંભળીને એના જીવવાની ઉમ્મીદ છોડી દે છે અને સીધી બલી ના સ્થાન પર સુઈ જાય છે. અધ્વિક અઘોરી હોવા છતાં એના પ્રેમ માં પડી ગયો હતો . એના દિલ પર પથ્થર મૂકી કામાક્ષી ની બલી ચડાવે છે. ગુરુ ને ગુરુદક્ષિણા આપે છે અધ્વિક અને એનો ગુરુ અમર થઈ જાય છે.

ગુરુ માટે તો પોતાની ફરજ નિભાવી દીધી પણ પોતાના પ્રેમ ની પરિક્ષા માં અધ્વિક હારી ગયો.

whatsapp :- 9624265491
instagram :- @ankit_chaudhary_gj2
gmail :- iamsoankit@gmail.com