bhedbhav in Gujarati Motivational Stories by Kinjal Patel books and stories PDF | ભેદભાવ

Featured Books
Categories
Share

ભેદભાવ

આજે વર્ષો પછી ફરીથી નોકરી કરવા માટે તૈયાર થઇ છું. ખબર નહિ આટલા વર્ષો પછી ફરીથી આ વાતાવરણમાં રહી શકીશ કે નહિ. મને તો એ પણ નથી ખબર કે હવે પહેલાની જેમ જીવી શકીશ કે નહિ?


આટલા વર્ષો ફક્ત પરિવાર માટે જીવી. એક પત્ની, વહુ, ભાભી અને માં બનીને જીવી અને પોતાના માટે જીવવાનું ભૂલી જ ગઈ. બધા માટે જીવતા જીવતા પોતાની ઓળખાણ જ ભૂલી ગઈ. મારી ઓળખાણ ફક્ત નવીનની પત્ની અને આસુતોષ તથા પંછીની માં જેટલી જ રહી ગઈ.


આટલા વર્ષો આવી રીતે જીવ્યા પછી હવે આઝાદીથી જીવવા મળ્યું છે, પોતાના માટે જીવવા મળ્યું છે. બહુ જીવી લીધું બીજા માટે હવે હું પોતાના અને મારા બાળકો માટે જીવવા માંગુ છું. એટલે જ આટલા વર્ષો પછી આ નિર્ણય લીધો છે પોતાના માટે.


થોડા દિવસ લાગ્યા નવું જીવન જીવવાની આદત પડતા પણ હવે આજ મારું જીવન છે. બાળકોની યાદ આવે છે પણ હજી એમને મળવાનો સમય નથી થયો. બસ એક વાતની આશા છે મારા બાળકો મારી પાસે હશે.


રોજની જેમ આજે પણ કામ પતાવી ઘરે જઈ રહી હતી. ઘર નજીક હોવાથી ચાલીને જવાનું નક્કી કરી ઘર તરફ ચાલવા લાગી. હજી માંડ થોડા પગલાં ચાલી હશે ત્યાં જ એમ લાગ્યું કોઈએ મને પાછળથી બોલાવી. જ્યારે હું પાછળ વળી તો હું સ્તબ્ધ થઇ ગઈ.


વર્ષો પછી આજે વેદિકાને વેદિકાને જોઈ રહી હતી અને એ આજે પણ એવીને એવી જ હતી. અમે બંને એકબીજાને જોઈને ખુશ થઇ ગઈ. એકબીજાના ગળે મળી આંખમાં આંસુ આવી ગયા અને એ પણ ખુશીના.


“ તું કેમ છે વિદિતા?” એને મારાથી અલગ થતા પૂછ્યું.


“ હું ઠીક છું, તું કેમ છે અને આટલા વર્ષો પછી અહીં કેવી રીતે?” મેં જવાબ આપતા પૂછ્યું.


“ હું ઠીક છું અને અહીં થોડું કામ હતું એટલે આવી છું અને આમ અચાનક તને મળવાનું થઇ ગયું.” એને ખુશ થતા કહ્યું.


અમે ત્યાં રસ્તા ઉપર જ ઉભા હતા એટલે મેં એને મારા ઘરે આવવા કહ્યું અને એને તરત જ તૈયાર થઇ ગઈ. અમે બંને મારા ઘર તરફ ચાલવા લાગ્યા, ચાલતા ચાલતા અમે ઘણી વાતો કરી.


ઘરે પહોંચી એ સોફા પર ગોઠવાઈ અને હું રસોડામાં ગઈ બંને માટે પાણી લેવા. પાણી પી હું અમારા બંને માટે નાસ્તો બનાવા લાગી એટલે એ પણ રસોડામાં આવી.


“ અરે તું અહીં શું કરે છે? તું બહાર બેસ હું હમણાં નાસ્તો લઇ આવું. મેં બટાટા પૌઆ નો વઘાર કરતા કહ્યું.


વિદિત।, આપણે અહીં કેમ આવ્યા છે? મારો મતલબ છે મને એમ કે આપણે તારા સાસરે જઈએ છે. એને મારી તરફ જોતા કહ્યું.


એ તો બસ હું થોડા દિવસ માટે અહીં રહેવા માટે આવી છું એટલે તને અહીં જ લઇ આવી. મેં કહ્યું તો ખરું પણ એનાથી ખોટું બોલતા મને ખુબ જ દુઃખ થયું. આખરે અમે આટલા વર્ષે મળ્યા એટલે હું એને ઉદાસ નહોતી કરવા માંગતી.


હું નાસ્તો બનાવતી હતી ત્યાં સુધી એ ચા બનાવવામાં લાગી ગઈ. મેં એને ના કહ્યું પણ એ માને એમ ને! આખરે એને ચા બનાવી અને મેં નાસ્તો બનાવ્યો.


ચા-નાસ્તો લઇ અમે હૉલમાં આવ્યા. વેદિકા મને જોઈ રહી હતી, એ મને ખબર હતી પણ હું એને કઈ પણ કહું એ હાલતમાં નહોતી.


આખરે વેદિકાએ એ જ સવાલ કર્યો જેનો જવાબ આપવા હું તૈયાર નહોતી. એની હૃદય ચીરી નાખતી નજર હું ચુકાવી શકું એમ નહોતી અને એનાથી છુપાવવાનો કોઈ મતલબ નહોતો. એટલે મેં એને કહેવાનો નિર્ણય કર્યો.


“હું અને નવીન ડિવોર્સ લઇ છીએ એટલે હું અહીં રહેવા આવી ગઈ છું.” થોડીવાર રાહ જોઈ મેં કહ્યું


આ વાત સાંભળી વેદિકાને ઝાટકો લાગ્યો પણ એને પોતાને સાંભળી મને કારણ પૂછ્યું. મારી બિલકુલ ઈચ્છા નહોતી એ દુઃખદ યાદોને ફરી યાદ કરવાની પણ કદાચ વેદિકા સાથે વાત કરી મારું મન હળવું થઇ જાય.


એટલે મેં વાતની શરૂઆત કરી. આ બધાની શરૂઆત આજથી 1 વર્ષ પહેલા થઇ જ્યારે નવીનને મારા પર શક કરવાની શરૂઆત થઇ. હું કોઈની પણ સાથે વાત કરતી તો એમને એમ જ થતું કે મારું એની સાથે ચક્કર ચાલી રહ્યું છે.


મારે જો મારા ભાઈને મળવું હોય તો પણ વિચાર કરવો પડતો. એ ભલે ગમે તેટલી સ્ત્રીઓ સાથે મિત્રતા રાખે તો કોઈ જ વાંધો નહિ પણ જો મેં ભૂલમાં એમના મિત્ર કે કોઈ બીજા પુરુષ સાથે વાત પણ કરું તો આફત આવી જતી.


હદ તો ત્યારે થઇ જયારે મને એમના અફેર વિશે જાણ થઇ અને એ પણ એ બંને છેલ્લા 5 વર્ષથી આ સંબંધમાં હતા. આ વાતનો દોષ પણ મારા પાર નાખવામાં આવ્યો. એમ કહેવામાં આવ્યું કે હું એમનું ધ્યાન નથી રાખતી અને મારે બીજા પુરુષો સાથે સંબંધ છે એમ કહી મને ગુનેગાર બનાવવામાં આવી એટલે મેં નવીન સાથે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.


આ સાંભળી વેદિકા સ્તબ્ધ થઇ ગઈ હતી. મને નહોતી ખબર કે એ શું વિચારી રહી હતી પણ અચાનક એને મને ગળે લગાડી લીધી.


હું નહોતી જાણતી કે વેદિકા આવી રીતે વર્તાશે પણ એ મને આ રીતે હિંમત આપી રહી હતી.


“ તું ઠીક તો છે ને?” થોડીવાર પછી એને મને પૂછ્યું.


હું ઠીક છું, બસ ધીરે ધીરે મારી રીતે જીવવાની કોશિશ કરી રહી છું. મેં એને કહ્યું.


“ જો તમે ડિવોર્સ લઇ રહ્યા છો તો બાળકોનું શું?” એને તરત પૂછ્યું.


બાળકોની કસ્ટડી મારી પાસે આવશે કારણ કે નવીન જેની સાથે લગ્ન કરવાના છે એને બાળકોને રાખવામાં કોઈ રસ નથી એટલે મારા બાળકો મારી પાસે આવી જશે. એ વાત ધ્યાનમાં રાખીને જ મે નોકરી કરવાનો નિર્ણય કર્યો અને મમ્મી પપ્પાએ મારા માટે જે પણ બચાવીને રાખ્યું હતું એ હવે બાળકોના અભ્યાસ માં કામ લાગશે.


“વિદિતા, મને ખબર નહોતી કે આટલું હિંમતભર્યું પગલું લઇ શકીશ”. એને કહ્યં.


મને પણ નહોતી ખબર કે હું આટલું મોટું પગલું ભરીશ પણ જ્યારે વાત સ્વાભિમાન પર આવે ત્યારે સહન ના કરવું જોઈએ એ હું આટલા વર્ષો માં સમજી ગઈ હતી અને જ્યારે મારા સ્વમાન પર પ્રહાર થયો ત્યારે મેં નક્કી કરી લીધું.


હું ખુશ ચુ કે તે આ નિર્ણય લીધો છે પણ શું નવીન આ વાત સમજશે? એને મને પૂછ્યું


હવે એ સમાજે કે ના સમજે પણ હું એમની પાસે પાછી નથી જવાની. મેં જે રસ્તો નક્કી કરી લીધો છે હું એ જ રસ્તા પર ચાલીશ.


હવે વારો એમનો છે પોતાનો દ્રષ્ટિકોણ બદલવાનો. સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ભેદભાવની આ રેખા છે એ એટલી જલ્દી નહિ દૂર થાય પણ કોશિશ તો કરાવી રહી નહિ તો કેટલાય નવીન આમ કેટલીય વિદિતાને ધોખો આપતા રહેશે.


હું મારા નિર્ણયથી ખુશ હતી એટલે વેદિકા એ વધારે કઈ ના કહ્યું. મેં વેદિકાને આજની રાત મારી સાથે જ રોકાઈ જવા માટે માનવી લીધી અને અમે બંને ફરી અમારી બાળપણની વાતોમાં ખોવાઈ ગયા.


  • કિંજલ પટેલ (કિરા)