આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ કરશો.લવ સ્ટોરીનો ભાગ 5 અને પ્રકરણ 4 લઇને આવી રહયો છું.મિત્રો ચોથા પ્રકરણની લવ સ્ટોરી તમને ગમશે , તેવો મને વિશ્વાસ છે.કોલેજ લાઇફમાં પ્રવેશતા યુવકની પહેલી જ પ્રેમ કહાની છે.તે હું આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.
મિત્રો છેલ્લે જયાંથી અટકયા હતા , ત્યાંથી આગળ તરફ જઇ રહયા છીએ.
આરામ કરીને ઉઠયો એટલે ફેશને થઇને પોતાનો મોબાઇલ હાથમાં લીધે.તેમાં ઈન્ટાગ્રામ ઓપન કર્યુ.એક નવું ફોલોવર ની નોટિફિકેશન આવી.નામ જોયું તો પ્રિયંકા.શ્યામ પણ ફોલોબેક આપી દીધો.પછી તે પોતાના કામ થી બહાર ગયો.
જયારે તે સાંજે આવે છે.બધા સાથે જમે છે.જમીને પોતાના રૂમમાં જાય છે, અને તે પોતાના મોબાઇલ હાથમાં લે.સુતા સુતા ડેટા ચાલુ ચાલીને ઇન્ટાગ્રામ ઓપન કરે છે અને એક મેસેજ દેખાડે.મેસેજ ઓન કરતા જોવે છે તો પ્રિયંકાનો હાય મેસેજ હતો.શ્યામ પણ રિપ્લાઇમાં હાય લખે છે.
થોડી વારમાં પ્રિયંકાનો મબીજો એક મેસેજ આવે છે,શ્યામ પણ મેસેજ કરે છે, વાત વાતમાં પુછી લે છે કે મારુ આઇ ,ડી, તને કોને કીધું.પ્રિયંકા કહે છે કે મેં ખુબ જ મહેનત થી સર્ચ કરીને ગોત્યું છે.
શ્યામ અને પ્રિયંકા બંને ચેટીંગ કરે છે ,શ્યામને ઉંધવાનો ટાઇમ થઇ ગયો હતો.એટલે તે કહે છે કે, મારે ઉંધવાનો ટાઇમ થઇ ગયો.હું સુઈ જાવ છું.હવે કાલે વાત કરશું.બીજે કોલેજમાં બંને ભેગા થાય છે.બંને ફેન્ડ બની જાય છે.ધીમે ધીમે તે બંને નજીક આવતા જાય છે.
હવે બંને એક બીજાના નંબર પણ મેળવી લીધા હતા.જયારે બંને માંથી કોઇ ફી થાય એટલે કોલ કરતા.તેમની વાતો લાંબી લાંબી ચાલતી હતી.કોલેજે આવે એ પહેલા ફોન આવી જાય અને બંને કોલેજ પહોંચે ત્યાં સુધી ફોન ચાલું હોય.પછી કોલેજ થી છુટે એટલે બંને એક બીજા થોડીક વાર ગેઇટની બહાર જઇને ઉભા રહે.
આમ ને આમ ચાલતુ રહયું.બંને એકબીજા થી ખુબ નજીક આવતા ગયા.તેનો ખ્યાલ જ ના રહયો.જયારે ફેન્ડશીપ દિવસ આવ્યો , ત્યારે બંને એક બીજા માટે મોંધા મોંધા બેલ્ટ લીધા.તે દિવસની ઉજવણી કરી.બંને સાથે હરવું , ફરવું આ બધુ કોમન થઇ ગયું હતું.
કોલેજના બધા છોકરાઓ અને છોકરીઓને આની ફેન્ડશીપ વિશેની વાત ખબર પડી ગઇ હતી.ઘણા લોકો તો ચિડાવવા માટે ધણું બધું બોલતા હતા.આ બંને એમાં ધ્યાન ના દેતા.ધીમે ધીમે મહિનાઓ પસાર થતા ગયા.શ્યામ અને પ્રિયંકા બંનેને એક બીજા ઘર પર અવર - જવર થઇ ગઇ હતી.
કોલેજનું એક વર્ષ પુરૂ થઇ , બીજા વર્ષમાં આવ્યા.હવે બંને એકદમ નજીક આવી ગયા હતા.એક દિવસ શ્યામે નકકી કર્યુ કે હવે પ્રિયંકાને મારે પ્રપોઝ કરીને મારી વાત કહી દેવી છે.
પ્રિયંકાને પુછયું કે આપણે હોટેલમાં જમવા કયારે જવું છે.પ્રિયંકા કહયું જયારે તારી ઇચ્છા હોય ત્યારે , શ્યામે રવિવારનો દિવસ પસંદ કર્યો.મોંધી હોટેલમાં લઇ ગયો.ત્યાં બંને વાત ચીત ચાલુ કરી.ત્યારે શ્યામ પોતાના હાથમાં ગુલાબ લઇને પ્રિયંકાના હાથમાં આપ્યું અને કહયું કે , હું તને ખુબ ચાહું છું.સામે પ્રિયંકા પણ ગુલાબ લઇને શ્યામના પ્રેમનો સ્વીકાર કર્યો.
શ્યામ અને પ્રિયંકા બંને વચ્ચે ધણી વાર નોકઝોક પણ થાય છે.શ્યામ અને પ્રિયંકા બંને ખુબ આગળ વધી ગયા હતા.હવે તો બંને અવર - નવર શારિરીક સંબંધો પણ બાંધતા હતા.આમ કરતા કરતાં કોલેજ પણ પુરી થવા આવી.કોલેજ પુરી થતા જ શ્યામ પોતાના બિઝનેશમાં જોડાઇ ગયો.ઘીમે ઘીમે પ્રિયંકા અને શ્યામ બંનેને મેરેજ માટે ઉતાવળ હતી.તે બંને મેરેજ કરવા માંગતા હતા.બંને માતા- પિતા પણ સહમત હતા.થોડા દિવસ પછી બંનેના લગ્ર કરી આપે છે.બંને લગ્ર કરીને એક બીજાના બની ગયા.
શ્યામ ની પહેલી પ્રેમ કહાની ખુબ સુખદ રહી.શ્યામ અને પ્રિયંકા બંને એક બીજા માટે બન્યા હશે.