What was what is happening and what will happen- 2 in Gujarati Short Stories by ashish kunjadia books and stories PDF | શું હતું,શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 2

Featured Books
Categories
Share

શું હતું,શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 2

અગાઉ ના ભાગમાં છેલ્લે લખ્યું હતું કે લાખો ઘટનાઓ,પ્રસંગો,યાદો,સંસ્મરણો એવા છે જે કદાચ તેના અસલ સ્વરૂપ સાથે જોવા નહિ મળે કારણકે તે તમામ નું મૂળભૂત સ્વરૂપ તદ્દન બદલાઈ ગયું છે,અને એ બદલાવ એવો ડરામણો અને ભયાનક છે કે મગજ કામ કરતુ બંધ થઇ જાય.કારણ કે એક શબ્દ નો નવો નવો જન્મ થયો છે જે જાન્યુઆરી 2020 ના મહિના માં થયો અને તે છે '' કોરોના "
આ શબ્દ ખૂન, ભૂત,પિશાચ,કરતા વધારે ખતરનાક સાબિત થઇ રહ્યો છે.

જાન્યુઆરી માં ભારત દેશ માં આગમન થયું " કોરોના " નું અને જુલાઈ મહિના સુધીમાં તો તેનું સ્વરૂપ એટલું બિહામણું ,આઘાતજનક અને વિશ્વવ્યાપી સ્વરૂપ જોવા માંડ્યું કે જાણે " એક કીડી નું કદ છ મહિનામાં હાથી જેટલું થઇ ગયું હોય,આખું જીવનચક્ર બદલાઈ ગયું,બધાના હસતા,ખીલતા,ચહેરા સાવ કરમાઈ ગયા,અને હવે તો એ કરમાયેલા ચહેરા પણ " માસ્ક " નામની સાંકળ થી બંધાઈ ગયા,ગમે ત્યાં , ગમે ત્યારે, ઘણા લોકોની સાથે ,ગમે તેવું ખાવાનું ખાધું,સાથે રમત રમતા,ટોળે વળીને ગપ્પા મારતા, મસ્તી મજાક કરતા, દોસ્તો ની સાથે સ્કૂલ માં સાથે નાસ્તો કરતા,એ સઘળું બંધ થઇ ગયું,

આ " કોરોના " નામના વાયરસ ના સંક્રમણ વધવાને લીધે માર્ચ મહિના ની 25 તારીખે સમગ્ર ભારત દેશ માં સરકારે " લોકડાઉન " જાહેર કર્યું અને ત્યારથી હોટેલમાં જમવાનું,બગીચામાં પીકનીક,જોગિંગ, ચા ની ટપરી પાસે ચા- સિગરેટ ની ચુસ્કી મારવાનું,થિયેટરોમાં પિક્ચર જોવા જવાનું,લગ્નો માણવાનું, બર્થડે ઉજવવાનું, પ્રવાસ કરવાનું, નોકરી-કામ-ધંધા કરવાનું,લાઇબ્રરી બંધ,સહકુટુંબ ખરીદી કરવા જવાનું,સઘળું બંધ થઇ ગયું, રસ્તાઓ ગલીઓ,મહોલ્લાઓ,સોસાયટી કોમ્પ્લેક્સ,મોલ,રેલવે ના પાટા,હાઈવે,એરપોર્ટ,બધું સુમસામ થઇ ગયું , સંબંધો વિખરાઈ ગયા,લાગણીના તાંતણા થોડા સમય માટે તૂટી ગયા,આખી દુનિયા જાણે એકબીજાથી અજાણી બની ગયી,
એમ્બ્યુલન્સ નો સાયરન નો અવાજ યમરાજા ના આગમન નો ઘંટારવ લાગવા મંડ્યો,બધા એકબીજાને કોરોના ના દર્દી જ ગણવા લાગ્યા,પત્ની પણ 2 ગજ નું અંતર રાખવા લાગી,કોઈને સતત બેત્રણ છીંક આવે તો પણ તેનાથી એટલો ડર લાગતો કે જાણે કરંટ લાગ્યો હોય,
આ કોરોના વાઇરસ ભલે માનવજાત માટે ઘાતક અને ખતરનાક પુરવાર થયો હોય પણ કુદરત માટે તો સૌથી મોટો ફાયદો થઇ ગયો, સમગ્ર લોકડાઉન દરમિયાન સઘળું થંભી ગયું હતું, લગભગ તમામ પ્રકારના વાહનો ની અવરજવર બંધ હતી,ઉદ્યોગો બંધ હતા, મહદંશે દુકાનો,મોલ, થિયેટર, બાગબગીચા ,ટ્રેનો, વિમાનો,બસ,ટ્રક વગેરે બધું બંધ હતું તેથી હવા,જળ,અને જમીન બધું એકદમ ચોખ્ખુ થઇ ગયું, અંદાજ મુજબ લગભગ 80% પ્રદુષણ ઓછું થઇ ગયું હતું જે વર્ષો ના વર્ષો માં કદાચ સંભવ નથી થયું, ગંગા નદી 50% ચોખ્ખી થઇ ગયી,યમુના ના નીર ઘણા સાફ થઇ ગયા,
આખા દેશની તમામ સ્કૂલો,કોલેજો,યુનિવર્સિટી, ક્લાસીસ, એકેડમી વગેરે સઘળું બંધ થયું,સમગ્ર વિદ્યાર્થીગણ ઘરમાં કેદ થઇ ગયો, શરૂઆત માં તો વેકેશન માનીને ખુશ થઇ ગયા પણ જેમ જેમ લોકડાઉન નો સમય લંબાતો ગયો તેમ તેમ હંમેશા ખુશખુશાલ,મસ્તીથી ભરપૂર,અને ઉછળતા કુદતા ભૂલકાઓ, અને યુવાવર્ગ ના વિદ્યાર્થીઓ સાવ નિરાશ થઇ ગયા ,

આ બધું બધા ભોગવી રહ્યા હતા પણ છતાં દેશના હજારો - લાખો ડોક્ટર્સ,નર્સીસ,સફાઈ કામદારો,પોલીસકર્મીઓ,સેવકર્મીઓ,અધિકારીઓ, આરોગ્ય ખાતા ના અધિકારીઓ,સૈનિકો, જેને સમગ્ર દેશે " કોરોના વોરિયર્સ " જેવું માનવાચક નામ આપ્યું હતું તેઓ રાતદિવસ નો વિચાર કાર્ય વગર,પોતાની જાતની પરવા ના કરીને જાણ જોખમમાં મૂકીને પણ આપણા જીવન બચાવવા માટે,સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે અથાગ મહેનત નો યજ્ઞ કરી રહ્યા છે,
આ મહામારી નો અંત ક્યારે આવશે તે કોઈ જાણતુ નથી પણ છેલ્લા ચાર મહિનાથી સમગ્ર વિશ્વ તેનાથી બચવાના ઉપાયો અજમાવી રહ્યા છે, આપણા દેશમાં લોકો દેશી ઈલાજ જેવાકે ઉકાળો, સુંઠ ગોળ ની ગોળી,ગરમ પાણી,નાસ,વગેરે વગેરે,
આખા લોકડાઉન દરમિયાન હોટેલ્સ,રેસ્ટોરન્ટ,ખાણીપીણીની લારીઓ,થિયેટર,જિમ,મોલ્સ.વગેરે સંપૂર્ણ પાને બંધ હતું અને બાગબગીચા,પીકનીક સ્પોટ્સ,વગેરે પણ બંધ હતું તો તેનો અભાવ થોડો સમય બધાને સાલ્યો, પણ બધાએ ફાસ્ટફૂડ, ગોગલ્સ,ફેશનેબલ કપડાં સૌંદર્ય પ્રસાધનો વગેરે ત્યજીને સીધા સાદા કપડાં મોટેભાગે તો નાઈટ ડ્રેસ અથવા ટી શર્ટ- બરમુડા પહેરીને અને ઘરનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું ખાઈને રહેવાનું શીખી લીધું છે. ક્રમશ......