Dikari hoy to aavi in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | દીકરી હોય તો આવી

Featured Books
Categories
Share

દીકરી હોય તો આવી

હસતી ખેલતી એક દસ વર્ષ ની દીકરી ઘર ની બહાર તેના પિતાજી કિરણભાઈ ને જોઈ ને ભેટી પડી ને બોલી.
પિતાજી પિતાજી મને ક્યારે ખોડલધામ દેખાડવા લઈ જાશો. મારે માતાજી ના દર્શન કરવા છે.

બેટા આજે તો હું કામ પર જાવ છું પણ આવતા રવિવારે હું તને ચોક્કસ લઈ જઈશ.

આ સાંભળી ને તેની દીકરી તેમાં પિતાજી ને વ્હાલ કરવા લાગી.

પિતાજી તેને આશીર્વાદ આપ્યા બેટા સુખી થાજે. હું કામ પર જાવ છું સાંજે ઘરે આવી જઈશ તું તારું અને મમ્મી નું ધ્યાન રાખજે.

કિરણભાઈ કામ પર જઈ રહ્યા હતા ને દીકરી ટાટા બાય બાય કરતી રહી.

દીકરી રવિવાર ની યાદ તેના પિતાજી ને રોજ આપતી ને પિતાજી તેને પાચ દિવસ, ચાર દિવસ બાકી છે તેમ કહેતા રહેતા ને દીકરી દિવસો ગણતી અને તેની બુક માં ટીક કરતી.

શનિવાર ની સાંજે દીકરી એ પિતાજી ને યાદ કરાવી ને કહ્યું પિતાજી કાલે રવિવાર છે તો આપણે ખોડલધામ જઈશું ને.
કિરણભાઈ એ હસતા ચહેરા થી દીકરી ને હા કહી અને તેની પત્ની ને કહ્યું જો તારે અમારી સાથે આવવું હોય તો સવારે વહેલી અમને જગાડ જે અને તું પણ તૈયાર થઈ જજે.

દીકરી ની ખુશી માટે તેની મમ્મી પણ તેની સાથે આવવા તૈયાર થઈ જાય છે.

રવિવાર ની સવાર થઈ બધા તૈયાર થઈ ખોડલધામ તરફ બાઇક લઈ ને રવાના થયા. દીકરી આગળ બેઠી હતી. બાઇક કિરણભાઈ ચલાવું રહ્યા હતા, દીકરી ના ચહેરા પર ખુશી ની લહેર છવાઈ ગઈ હતી. આજુ બાજુ નિહાળતી અને પિતાજી સાથે વાતો કરતી કરતી પૂછી લેતી, પિતાજી હવે કેટલું દૂર છે.
બસ બેટા થોડું દૂર છે.
હમણાં પહોંચી જઈશું.
આ સાંભળી ને દીકરી ખુશી થી મન માં ગીત ગાવા લાગતી.

ખોડલધામ આવ્યું ને બધાએ માતાજી ના દર્શન કર્યા ત્યાં દીકરી ને બહુ આનંદ અને મજા આવતી હતી એટલે તેઓ બધા સાંજ સુધી ત્યાં રોકાયા. સાંજ પડી એટલે ખોડલધામ થી ઘર તરફ બાઇક લઈને રવાના થયા. ધીરે ધીરે અંધારું થઈ રહ્યું હતું. થાકેલી દીકરી ને ઊંઘ પણ આવી રહી હતી. પણ દીકરીને ઊંઘ ન આવે તે માટે તેની સાથે કિરણભાઈ વાતો કરી રહ્યા હતા.

રોડ પર કિરણભાઈ બાઇક ને શાંતિ થી બાઇક ચલાવી રહ્યા હતા. ત્યાં એક અચાનક વળાંક આવ્યો ને સામેથી આવતો ટ્રક ને બાઇક ચલાવી રહેલા કિરણભાઈ જોઈ શક્યા નહિ ને ત્યાં તો ટ્રક સાથે બાઇક ની ટક્કર થાય છે. ટ્રક ની આગળ બાઇક ની જોરદાર ટક્કર થી દીકરી નું ત્યાં જ મૃત્યુ થાય છે. કિરણભાઈ અને તેની પત્ની ને સામાન્ય ઇજા થાય છે. તરત સારવાર મળવાથી બંને જલ્દી સાજા થઈ જાય છે. પણ દીકરી ના ખોવાનો ગમ તે ઘણા સમય સુધી ભૂલી શકતા નથી.

જ્યારે જ્યારે દીકરી નો ફોટો દિવાલ પર જોવ છે ત્યારે ત્યારે કિરણભાઈ ભાવુક બની જાય છે. ને દીકરી નો વ્હાલ તેમની નજર સામે આવી જાય છે. દીકરી એ કરેલી સેવા અને પ્રેમ તેને હમેશાં મહેસૂસ કરાવ્યા કરે છે.

એક દિવસ કિરણભાઈ બીમાર પડે છે. તેમને અચાનક છાતી માં દુખાવો થવા લાગે છે. તે ચાલી શકે તેવી હાલત માં નથી હોતા. તેમની પત્ની આજુ બાજુ પાડોશી વાળા ને બોલાવી લાવે છે. ત્યારે બધા તેને હોસ્પિટલ લઈ જવા કહે છે. તે સમયે કોઈ એમ્બ્યુલન્સ ની ગામ માં સુવિધા હતી નહિ, ને કોઈ વાહન ની સુવિધા પણ. તે માટે શહેર જવું પડતું હતું.

તે સમયે એક દીકરી શહેર માં એક એમ્બ્યુલન્સ પાસે જાય છે ને તેના પિતાજી બીમાર છે અને સાથે આવવા કહે છે. દીકરી ની વાત સાંભળી તે એમ્બ્યુલન્સ વાળા ભાઈ તેની ગાડી લઈ તેની સાથે ગામડે આવે છે. તે દીકરી એ બતાવેલ એડ્રેસ પર પહોશે ને કહે છે સામે નું ઘર માં મારા પિતાજી નું છે.

એમ્બ્યુલન્સ ને જોઈ આજુ બાજુના પાડોશી ઓ ભેગા થઈ જાય છે. ને બીમાર કિરણભાઈ પાસે ફરી બધા આવે છે. એમ્બ્યુલન્સ વાળા ભાઈ ઘરે આવ્યા એટલે કિરણભાઈ એ કહ્યું મે તમને કોઈ જાણ કરી નથી ને કોઈ ને મે બોલાવવા પણ મોકલ્યા નથી તો તમે કેવી રીતે અહી આવ્યા.

ત્યારે તે માણસે કહ્યું મને એક દસ વર્ષ ની દીકરી લેવા આવી હતી. મને તેણે ઘર પણ બતાવ્યું પણ અત્યારે ક્યાં જતી રહી તે ખબર ન પડી. ત્યારે પથારી માં પડેલ કિરણભાઈ ઊભા થયા ને તે માણસ ને કહ્યું પેલી છબી માં રહેલ દીકરી હતી ને. ?

જેવી તે માણસ ની નજર છબી પર પડી કે તરત તે ચોંકી ઉઠ્યો. તે છબી પર માળા હતી.

બસ આ જ દીકરી હતી. પણ તેની છબી પર માળા કેમ ?

ત્યારે રડતી આખોએ કિરણભાઈ બોલ્યા તે મારી દીકરી છે ને તે મૃત્યુ પામી તેના બે વર્ષ થઈ ગયા છે.

દીકરી નો બાપ હાથ જોડી દીકરી ની છબી ને વંદન કર્યા.
દીકરી જેમ તું અમારી પાસે છે તેમ તારી યાદો પણ અમારા દિલ માં છે.

તે માણસે બીમાર કિરણભાઈ ને એમ્બ્યુલન્સ માં લઇ હોસ્પિટલ પહોચાડ્યા. ત્યાં ઓલરેડી ડોક્ટર અને સ્ટાફ આ પેશન્ટ ની રાહ જોતો હોવ તેમ દર્દી આવતા ની સાથે તેની સારવાર શરૂ કરી દીધી. કોઈએ એડમીટ નું ફોર્મ ભરવા નું પણ કહ્યું નહિ.

ઓપરેશન થિયેટમાં માં કિરણભાઈ નું ઓપરેશન શરૂ થયું. મિસિસ ડોક્ટર ના અંડર માં સફળ ઓપરેશન થયું. પછી કિરણભાઈ ને સામાન્ય વોર્ડ માં લાવવામાં આવ્યા.

જ્યારે કિરણભાઈ ભાન માં આવ્યા ત્યારે મિસિસ ડોક્ટર તેમની સામે હતા. તેમને કહ્યું કેમ છે હવે તમને .?
ત્યારે કિરણભાઈ એ જવાબ આપ્યો એકદમ સારું છે.

મિસિસ ડોક્ટર બોલ્યા તમારી દીકરી ક્યાં ગઈ દેખાતી નથી.?
તમારી પહેલા અહી આવી ગઈ હતી તેણે ફોર્મ ભર્યું અને ઇમરજન્સી ની વાત પણ કરી છેલ્લે ઓપરેશન માં જતી વખતે મને ભલામણ પણ કરી કે મારા પિતાજી છે. તેને મારે જીવાડવા છે. તો તે દીકરી ક્યાં છે. ?

પોતાની સાથે લઈને આવેલા કિરણભાઈ એ દીકરી નો ફોટો બતાવ્યો ને કહ્યું આ દીકરી ને ?

હા બસ જો આજ દીકરી હતી.

ડોક્ટર ને નમન કરી કિરણભાઈ બોલ્યા આ મારી દીકરી મૃત્યુ પામી એને બે વર્ષ થઈ ગયા છે પણ હજી અમારી આજુ બાજુ હોય છે ને અમારી મદદ પણ કરે છે.

આ સાંભળી ડોક્ટર પણ નવાઈ પામ્યા. ત્યાં આવેલો એમ્બ્યુલન્સ નો માણસ પણ ડોક્ટર ને કહેવા લાગ્યો. મારી સાથે પણ આવું બની ગયું છે. તેમની દીકરી પણ મને લેવા આવી હતી.

દીકરી ની આવી મદદ જોઇને ડોકટરે પણ કિરણભાઈ પાસે થી કોઈ ફિઝ લીધી નહિ ને અદ્રશ્ય થઈ ગયેલી દીકરી ને વંદન કર્યા કહ્યું દીકરી બસ આવી રીતે તારા પિતાજી ની મદદ કરતી રહેજે.

ફરી એકવાર દીકરી ની યાદ માં કિરણભાઈ ની આંખ ભીની થઈ ગઈ. ને ડોક્ટર અને દીકરી ને વંદન કર્યા.

જીત ગજ્જર