The Author Hardik Galiya Follow Current Read આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 2 By Hardik Galiya Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books What a Judge can not Judge - 2 Indian Penal Code not, Colour Code bright,Infringers in red... Where the Flowers Grow - 2 Chapter 2: Threads That HoldMehar's POVAfter I finish cl... HEIRS OF HEART - 25 A couple of days later, Siddharth was seated at his desk, hi... Alpha's Cursed Mate - Part 3 In the grand yet now eerily quiet estate of the Vale family,... King of Devas - 30 Chapter 94 Yoga Nindra Indra and Rishi Dadhichi pressed on,... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Hardik Galiya in Gujarati Moral Stories Total Episodes : 2 Share આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 2 (4) 1.2k 3.7k (આપણે આગળ ના ભાગ માં જોયું કે રોનક ભણવામાં નબળો હતો. કોઈની સાથે બોલવાનું નહી અને પોતાની ધૂન માં જ મસ્ત પછી તેના ક્લાસ માં દર્શન નામનો વિદ્યાર્થી આવે છે. દર્શન તેના ક્લાસનો નવો વિદ્યાર્થી તેની સાથે બીજા વિદ્યાર્થીઓ નું વર્તન જોવે છે પછી તેની સાથે વાત કરવા જાય છે પણ રોનક વાત નથી કરતો હવે દર્શન નક્કી કરે છે કે આની સાથે દોસ્તી કરીને જ રહશે...હવે આગળ...મિત્રો જો તમે આગળ નો ભાગ હજી સુધી નથી વાંચ્યો તો એક વાર જરૂર થી વાંચશો.) દર્શન બીજા દિવસે સવારે શાળાના દરવાજા પર રોનક ની રાહ જોવે છે. રોનક થોડી વાર માં આવે છે પણ દર્શનને જોઈ ને તે ડરી જાય છે અને પોતાનો રસ્તો બદલી નાખે છે.દર્શન આ જોઈ ને ક્લાસ માં જાય છે થોડી વાર માં રોનક પણ આવે છે. તેનો વર્તાવ આગળના દિવસ જેવો જ હતો ક્લાસ માં શિક્ષક ભણાવતા હતા અને રોનક પોતાની ધૂન માં મસ્ત હતો તે પાણી ની બોટલ થી રમતો હતો.હવે દર્શન રીસેષ ની રાહ જોતો હતો. આખરે દર્શન ની આતુરતા નો અંત આવે છે. રિસેષ પડે છે, બધા પોતાનો નાસ્તો ખાવામાં અને રમવા માં મશગુલ છે. રોનક પોતાની રોજ ની જગ્યા પર જઈને બેસી ગયો. દર્શન પોતાનો ડબ્બો લઈને રોનક પાસે જાય છે અને ઠવકાઈ થી કહે.."ચાલ નાસ્તો કરવા" રોનક કઈ જવાબ નથી આપતો. "અરે, કાલ નો તારી સાથે બોલું છું કેમ કઈ જવાબ નથી આપતો" , દર્શને કહ્યું રોનક દર્શનની સામું જોવે છે અને બોલ્યો, "હું તારી સાથે વાત કરીશ કે તારી સાથે રહીશ તો તને પણ કોઈ નહિ બોલાવે.." રોનક ઊભો થઈ ને જતો રહે છે. દર્શન તેની પાછળ જાય છે અને રોનક ને ઉભો રાખે છે પણ રોનક ગુસ્સે થઈ જાય છે અને ચાલવા માંડે છે. દર્શને પણ નક્કી કર્યું તું કે દોસ્તી તો કરીને જ રઈશ, તે જિદ્દી સ્વભાવનો હતો સામે રોનક પણ ઓછો જિદ્દી સ્વભાવનો હતો,બરાબરની ટક્કર હતી. દર્શન ફરી એની પાછળ જઈ ને ઉભો રાખે છે. અને બોલ્યો "એક વાત સાંભળ" "શું કામ ?...શું કામ સાંભળું તારી વાત ?...તું કોન છે ?...જો મારે તારી સાથે વાત નથી કરવી... અને એ તારા માટે સારું છે...હવે જા તું..." રોનક બોલ્યો અને ફરી તેની પોતાની જગ્યા પર આવી ને બેસી ગયો. "પણ મારે કરવી છે ને" દર્શને વળતો જવાબ આપ્યો "અને સાંભળ, મારે તારી સાથે દોસ્તી કરવી છે, બનીશ મારો દોસ્ત ?" દર્શને કહ્યું. "તું જા અહીંયા થી" રોનકે કહ્યું " અત્યારે તો જાઉં છું પણ તારા જવાબ ની રાહ જોઇશ કાલે સ્કૂલના દરવાજા પર, સવારે" દર્શન એટલું કહી જતો રહે છે. રિશેષ પૂરી થાય છે. રોનક દર્શનના વિશે વિચારતો હતો અને દર્શન રોનક ના વિશે.ક્લાસમાં બધાને ખબર પડી પણ કોઈએ એટલું ધ્યાનમાં ન લીધું કેમ કે રીશેષ નું વર્તન રોનકનું બધા એ જોયું હતું ઘણા વિદ્યાર્થી એ દર્શન ને તેની સાથે નહી રેહવા માટે પણ કહ્યું.દર્શનને તો બીજા દિવસની રાહ હતી,રોનક ના જવાબ ની રાહ હતી. રોનક અખો દિવસ વિચારતો રહ્યો શું કરવું, હા કહું કે ના ?? રોનક વિચાર્યું કે જો પછી એમ નહિ કરવાનું કે બીજા તને ના બોલાવે તો પછી દોસ્તી પૂરી. આ સાંભળશે એટલે એ જાતે જ ના પડી દેશે. કોઈ ની હિંમત કે મારી સાથે દોસ્તી કરે રોનક સાથે અને મનો મન હસવા લાગ્યો.હવે એ રાતે શાંતિ થી સુઈ ગયો. બીજી બાજુ દર્શન આખી રાત વિચાર તો રહ્યો કે કાલે શું થશે. બીજા દિવસે દર્શન એ જ જગ્યા પર ઊભો હતો જ્યાં એ ગઈ કાલે હતો. રોનક ના આવવાની રાહ જોતો હતો. શાળા શરૂ થઈ ગઈ પણ રોનક હજુ આવ્યો નોહતો દર્શન શાળામાં ગયો. થોડી વાર માં રોનક શાળામાં આવ્યો અને ફરી એની સાથે મશ્કરી નો દોર શરૂ થયો અને રોજ ની જેમ એના વર્તન માં કઈ ફેર પડ્યો નહિ તે પોતાની મસ્તીમાં જ હતો.દર્શન ને થોડી રાહત થઈ કે રોનક આવ્યો તો ખરો પણ ફરી હવે રિષેશ ની રાહ જોવાતી હતી. આખરે એ રિશેષ પડી. રોનક રોજે ની જેમ પોતાની જગ્યા પર માથું નીચે કરીને બેઠો હતો.દર્શન આવ્યો પેહલા દિવસની જેમ તેના માથા પર અડ્યો રોનકે ઊંચું જોયું. " શું વિચાર્યું કરીશ મારી સાથે દોસ્તી ? " દર્શન આગળ હાથ કરી ને બોલ્યો "કરીશ ખરો પણ એક શરતે" રોનક બોલ્યો, શરત નું સાંભળી દર્શન નો હાથ પાછો પડ્યો. "શરત શું છે" દર્શન બોલ્યો. "મારી સાથે દોસ્તી કરીશ તો બીજા કોઈ તારી સાથે નહી બોલે. તું પણ મારી જેમ એકલો રહી જઈશ, બીજા તને મારી સાથે રેહવાની ના પાડશે, શિક્ષકો પણ ના પાડશે, પણ તું દોસ્તી કરીને આવું થાય તો દોસ્તી પછી તોડી નહિ નાખવાની તો કરૂ. છે મંજૂર....હા.....વિચારીને કેજે." રોનક ઠાવકાઈ થી બોલ્યો.તેને લાગતું હતું કે હા નહિ જ પાડે. "પાછળ થી તું નહિ ફરને ?" દર્શન બોલ્યો.આ સાંભળી રોનક આશ્ચર્ય પમ્યો કેમકે એનો નિશાનો તીર પર નોહતો. "પાક્કું નહિ ફરું" રોનકે વળતો જવાબ આપ્યો. " તો હું દોસ્તી પાક્કી સમજુ ?" દર્શન બોલ્યો. " હ...હ...હા..." રોનકે જવાબ આપ્યો.હવે તે વિચારતો હતો કે આ તેની સાથે સુ થઈ રહ્યું છે જેની સાથે કોઈ દોસ્તી કરવા તૈયાર નથી તેની સાથે આ માણસ દોસ્તી કરવા તૈયાર છે. કઈક તો હશેને દોસ્ત બનાવવામાં ખોટું નથી આજે કોઈ સામેથી દોસ્તી કરવા તૈયાર છે અને બંને દોસ્ત બને છે. શાળામાં રોનકનુ વર્તનમાં કઈ ફેર નોહતો રોજે એ શિક્ષક ભણાવતા હોય ત્યારે એ રમત કરતો હોય છે પણ આજે એ કઈક વિચારતો હતો બસ.દર્શન વિચારતો હતો કે એની સાથે એવું તો શું થયું હશેકે એ કોઈ સાથે નહી વાત કરતો હોય. પેહલા તેને બાજુ માં બેઠેલા વિદ્યાર્થી ને પૂછવાનું વિચાર્યું પણ પછી એવું વિચાર્યું કે નહિ વાળી પાછો એ દોસ્તી તોડી નાખે તો એટલે પછી કાલે એને જ પૂછી લઈશ દર્શન મનો મન બોલ્યો. હું એને હસાવિશ, એને ખુશ કરીશ,પાક્કું. બીજી બાજુ રોનક હજુ પણ એક જ વિચાર કરતો હતો કે, ખરેખર એ મારો દોસ્ત બનશે...??!! જોઇશ, પણ એ મને ભણવાનું કેશે તો ? એ મને બધું પૂછશે તો ? ના,હું કઈ નહિ કવ પછી એ પણ મને બીજા જેમ મશ્કરી કરશે તો ? ના , જો એવું જ કરવું હોત તો એ પેહલા પણ કરી શક્યો હોત. આજે નહિ ઊંઘવાનો વારો રોનક નો હતો. આગળ શું થશે. શું બીજા વિદ્યાર્થીઓ દર્શન સાથે કેવું વર્તન કરશે? શું દર્શન ખુશ કરી શકશે રોનકને ? શું રોનક દોસ્તી રાખશે ? (ક્રમશ:) ‹ Previous Chapterઆત્મા આભાસ કે મિત્ર - ભાગ - 1 Download Our App