Givers in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | પરમાર્થ એજ પરમાનંદ

The Author
Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

પરમાર્થ એજ પરમાનંદ

પરમાર્થ એ જ પરમાનંદ

" હું સૂતો અને સ્વપ્ન જોયું કે જીવન એક આનંદ છે,
હું જાગ્યો અને જોયું કે જીવન એક સેવા છે,
મે સેવા કરી અને જાણ્યું કે સેવા એ જ આનંદ છે."
- ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર..
વ્યર્થ અને સ્વાર્થ છોડી ને નિસ્વાર્થ ભાવે કરેલ સાથ, સહકાર, સહયોગ અને મદદ નું શુભ કાર્ય એ સેવા છે. પછી તેનો પ્રકાર કોઈ પણ હોઈ શકે.
(૧) શાબ્દિક સેવા
(૨) શારીરિક સેવા
(૩) સંપત્તિ (ધન) સેવા
સેવા કરવા માટે કેવળ ધનની જ જરૂર છે તેવું નથી. ધન આવશ્યક છે, પરંતુ આભાર, અભિનંદન, માર્ગદર્શન, સાચી સલાહ, સહારો, પ્રોત્સાહન, પ્રેરણા અને હિંમત એ પણ સેવાનો જ એક પ્રકાર છે.
મિત્રો, નિરાધાર અને વૃધ્ધો અને અશક્ત (વિકલાંગ) ને તેમના કોઈપણ શારીરિક કાર્ય કે જે તે કરવામા અસમર્થ હોય તેમાં મદદ કરવી તે પણ સેવાનો જ એક પ્રકાર છે. બાળકો, યુવાનો, બેનો અને વડીલો ની સુખાકારી માટે ની પ્રવુત્તિ એ ઉત્તમ સેવાકીય પ્રવુત્તિ છે. સંપત્તિ અથવા ધન ની સેવા અનુદાન, સહયોગ આપીને કરો તો તે જરૂરી અને શ્રેષ્ઠ છે.
આ સેવા અને નિસ્વાર્થ પરમાર્થ થી જે પરમાનંદની પ્રાપ્તિ થાય છે તે માનવ ની જીવન યાત્રામાં અલૌકિક ઘટના છે. સંતોષની સનેહાભૂતી થાય છે.
સેવા પરિવારથી શરૂ કરી સમાજ અને રાષ્ટ્ર સુધી વિસ્તરણ કરી શકાય. કોઈએ હળવાશની ક્ષણમાં કહ્યું છે કે કોઈને નડીએ નહી તે પણ એક પ્રકારની સેવા જ છે. સેવા જીવનમાં હકારાત્મક અભિગમ લાવે છે.
તમે જેટલું વધુ બીજાને આપશો, તેટલું વધુ પામશો. તમે જેટલા વધુ હસશો, તેટલાં તમે ઓછા દુઃખી થશો. નિસ્વાર્થ પણે કામ કરશો તેટલું જીવન સરળ અને સહજ બનશે. તમે જેટલું વહેંચશો તેટલું તમને બીજાને આપવા માટે વધુ મળશે. આપશો તો ચોક્કસ પામશો, અને જિંદગી સ - રસ લાગશે.
મિત્રો, એટલું ધ્યાન રાખજો કે લેનાર ને લઘુતા ના આવે અને આપનાર ને અહંકાર નો ભાવ પેદા ના થાય. અભિમાન આવે નહી અને સ્વાભિમાન જાય નહી તે જિંદગી સફળતાના રાહ ઉપર છે તેમ કહી શકાય. હવે સેવા કરવા માટે રાહ જોવાની જરૂર નથી, નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવે કરેલું પરમાર્થ નું કાર્ય ચોક્કસ પરમાનંદ ની અનુભૂતિ તમને કરાવશે. સારી ઉંઘ આવશે, તાજગીસભર અને ઊર્જા સભર સવાર પડશે. જેથી શક્તિ અને ભક્તિ થી નૂતન કાર્યો તમે કરી શકશો.
મિત્રો, રાહ શું જોઈ રહ્યા છો? આપણે બધા સેવા યજ્ઞ મા જોડાવા સંકલ્પબદ્ધ થઈએ અને તન - મન - ધન થી સેવાકીય પરમાર્થ ના કાર્યમાં સહભાગી થઈને યશભાગી બનીએ તથા પરમાનંદ ની પ્રાપ્તિ કરીયે.

કુદરતે આપેલ ભેટ ની વાત કરીયે :

માબાપની ફરજ અને સંતાનની સમજ

માબાપ ભગવાનનું બીજુ સ્વરૂપ છે, તો સંતાનો ઈશ્વરની અણમોલ ભેટ છે. માબાપ અને સંતાનોના વૈચારિક ઐક્ય પરિવારને દિવ્ય બનાવે છે. માબાપ વિચારે છે કે તેમનો સંતાનો માટે ત્યાગ સર્વોત્તમ છે, અને તેઓ સંતાનોના સ્વીકાર ભાવ ને ઝંખે છે, તેમના નિર્ણય ઉપર સ્વીકૃતિની મહોરની અપેક્ષા રાખે છે. આધુનિક જમાનો, સ્પર્ધાત્મક યુગ અને તકનિકી ક્ષેત્રની હરણફાળ ને લીધે માબાપ અને સંતાનો અસમંજસની પરિસ્થિતિમાં મુકાયા છે. બન્ને પક્ષે ફરજ અને સમજ નું સંયોજન કરવું આવશ્યક છે. નવી પેઢી એટલેકે આજના બાળકો ચતુર, કાબેલ, હોંશિયાર અને અસાધારણ ગ્રહણશક્તિ ધરાવે છે. રફ ડાયમંડ રૂપી બાળકો ને તરાશી ને કોહિનૂર બનાવવાની જરૂર છે. માબાપ નું વાસ્તવિક સ્વપ્ન અને સંતાનો ની સમજદારી પૂર્વકની સ્વતંત્રતા ચોક્કસ વિકાસ ને પંથે અને સફળતાના માર્ગે લઈ જશે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર ના વધે, બલ્કિ ભીતર ની લાગણીની ભીનાશ કાયમ રહે.
માબાપ તરફથી સંતાનો માટે ધ્યાન રાખવાની નીચેની વાતો win - win situation નું નિર્માણ કરશે તો પારિવારિક ખુશીનો ખજાનો ખુલી જશે.

(૧)બાળકો પ્રભુના પયગમ્બર છે.
વારંવાર નાની ભૂલોમાં ટોકવા નહી.
(૨) બાળકો સાથે કવોલિટી ટાઈમ વિતાવવો.
(૩)બાળકોના શૈક્ષણિક કારકિર્દીના ભવિષ્યને મા બાપે પોતાના ખભે ઉંચકી ને ફરવું નહી.
(૪) બાળકની સરખામણી પરિવારના સભ્ય કે અન્ય બાળક સાથે કરવી નહી.
(૫) આપણે સામાન્ય રીતે બાળક ને જાહેરમાં ઉતારી પાડીએ છીએ જેનાથી બાળકનું સ્વમાન ઘવાય છે. તેનાથી દૂર રહેવું.
(૬)બાળકને ઈતર પ્રવૃત્તિ કરતો રોકવો અને હંમેશા ભણવા માટે ટોકવો તે યોગ્ય નથી.
(૭) બાળક ની પસંદ - નાપસંદ અને રુચિ - અરુચિ વિશે જાણવાનો પ્રયત્ન કરવો અને તેને સાચું અને સારું શું છે તેની સમજ આપવાનો પ્રયત્ન કરવો.
(૮)બાળકની ભૂતકાળ ની ભૂલ, વર્તન અથવા નિષ્ફળતા માટે કાયમ એને યાદ કરાવવું યોગ્ય નથી.
(૯)સંતાન ને નવા કાર્ય નો પ્રારંભ કરવાનો હોય ત્યારે પ્રોત્સાહિત કરવાને બદલે આવનારા સંભવિત જોખમો બતાવીને નિરુત્સાહ ના કરવા જોઈએ.
(૧૦) માબાપે સંતાનો માટે આપેલ સમય, સાધન, શક્તિ અને સંપતિનો ત્યાગ કર્યો છે, તેનું વારંવાર હેમરિંગ સંતાન ઉપર ના કરે તે હિતાવહ છે. સંતાનો ને માબાપ ની કૃપા અને ઉપકાર ની જાણ છે જ. માબાપ નો સંતાનો માટે નો ત્યાગ અદભૂત, અજોડ અને અવર્ણનિય હોય છે.

મિત્રો, માબાપ ની અડધી જિંદગી જુની પેઢી ને સમજવામાં જાય છે, અને બાકી રહેલી શેષ અડધી જિંદગી નવી પેઢી ને સમજવામાં જાય છે. પરિવારમાં માબાપ નો રોલ ખુદાઈ ખિદમતગાર કે ભગવાન ના ફરિશ્તા નો છે.
મિત્રો, આજના આલેખન થી માબાપ ની ફરજ અને સંતાનો ની સમજ માટે અપીલ કરીએ...
પરમાર્થ કરવો, કરાવવો અને કરતા રેહવું એ બધું આપણા હાથ માં છે, પરમાનંદ પણ આપણા હાથ માં જ છે.
આશિષ શાહ
Prism Knowledge Inc.
Maaster Blaaster
9825219458