Fari Mohhabat - 11 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 11

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ફરી મોહબ્બત - 11

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૧


"ઓહહ હો મારી મોહબ્બત. એટલો પણ ગુસ્સો શું દેખાડે છે. ચાલ આજે સારું ન લાગતું હોય તો આવતીકાલે સવારથી જ આપણે ફરવા નીકળી પડીશું. કાલે હું ઓફિસેથી છૂટ્ટી જ લઈ લઉં છું. ચાલશે ને હવે તો??" અનયે ઈવાની સેક્સની કહેલી વાતને મજાકમાં ઉડાવી દીધી. અને ઈવાને મનાવાનો પ્રયત્ન કરતો રહ્યો.

ઈવા ડોકું ધુણાવીને બેડ પર ગુસ્સાથી બેસી ગઈ. અનય ઈવાના પ્યારમાં પાગલ બનતો જતો હતો. પરંતુ એને ખબર જ ક્યાં હતું કે એ કેવા જાળમાં ફસાવાનો હતો..!!

"કાલે પ્લાન કેન્સલ ન કરતો." ઈવાએ મોઢું ફુગાવીને કહ્યું.

" નહીં કરું. કાલે આખો દિવસ રાત તારી સાથે જ ગાળીશ. તું કહે તો રાત એક હોટેલમાં વિતાવી દઈશું.??" અનયે મજાક કરી.

"સેક્સ વિશે તને શું કીધું અત્યારે એ ન સમજાયું??" ઈવાએ ગુસ્સો ઠાલવ્યો.

"ઓકે ઓકે હું સમજી ગયો. ચાલ એક સ્માઈલ તો આપી દે." અનય મુશ્કેલીથી મનાવેલી ઈવાને ફરી છંછેડવા માંગતો ન હતો. અનયે ફરી એક વાર ઈવાની સેક્સની કહેલી વાતને ઈગ્નોર કરી દીધી.

***

બીજા દિવસે અનયે ઈવા સાથે સવારથી લઈને રાતનાં બાર વાગ્યા સુધી હરવા ફરવામાં સમય કાઢ્યો.

એ ત્રીજા દિવસે એવો જ મનમોજી થઈને ઓફિસમાં પહોંચ્યો. અનય મનમોજી સ્વભાવનો દિલદાર માણસ હતો. એના મુખ પર તો નવા જૂના ગીતો વાગતાં જ રહેતાં. એ કેબિનમાં પ્રવેશ્યો.

" કેમ ભાઈ બધું બરાબર ને?" સાગરે આવતાં જ પૂછ્યું.

"હા બધું એટલે બધું બરાબર." અનયે ચહેરા પર સ્માઈલ આપતાં કહ્યું.

"કશું હોય તો કહી દેજે. મેરીડ છું એટલે હેલ્પ કરી શકું." સાગરે કહ્યું. અનય જાણી ગયો કે જિજ્ઞાસાથી ભરપૂર સાગરને એ દિવસની વાત જાણવી જ હશે. તેમ જ અનય ઓફિસેથી ઘાઈમાં જતા પહેલા પોતે પણ કહી ગયો હતો કે પછી જણાવીશ વાત ને..!

"સાગર હવે તારાથી શું છુપાવાનું!! ઈવા મને ઘણું ચાહે છે. હું સમયસર એને ફરવા માટે મળી ન શક્યો એટલે એને ગુસ્સામાં આવી બ્લેડ મારી મૂકી...!!" સંકોચ સાથે અનય કહી રહ્યો હતો.

"હેં..!!" સાગરનાં મોઢામાંથી આશ્ચર્યથી ઉદ્દગાર નીકળી ગયો. પછી કશુંક વિચારતો હોય તેમ કહ્યું, " અનય તને તો બહુ સંભાળવા પડશે લગ્ન પછી પણ ઈવાને..!!"

"એવું કંઈ નથી ભાઈ. મારા પ્યારના રંગમાં રંગાઈ જશે એ પણ." અનયે એટલું કહીને પોતાની જ મસ્તીમાં સોંગ ગુનગુનાવા લાગ્યો અને લેપટોપ પર કામે લાગ્યો. સાગર આ મોજમજીલો છોકરા અનયને જોતો જ રહી ગયો.

***

પ્રેમ, ઝગડાઓ તો એવાં જ થતાં રહ્યાં અને દિવસો પર દિવસો નીકળતાં જતાં હતાં. એવામાં જ એક દિવસ ઈવાની ફ્રેન્ડ અવનીનો અનય પર કોલ આવ્યો. ત્યારે અનય ઓફિસમાં કામ કરી રહ્યો હતો.

"હેલ્લો અનય!! તારા અને ઈવા વચ્ચે શું ઝગડો થયો કે?" અવનીએ પૂછ્યું.

"ના. કેમ શું થયું. ફરી તો બ્લેડ નથી મારીને?" ગભરાયેલા સ્વરે અનયે પૂછ્યું. કેમ કે અવની જ્યારે પણ ફોન કરતી ત્યારે બૂરી જ ખબર જણાવતી..!!

"ના. પણ એ ઘણી રડે છે..!!” અવનીએ માહિતી આપી.

"ઓકે. હું આવું છું." અનયે કહ્યું.

"સાગર મને અત્યારે જવું પડશે. થોડું કામ સંભાળી લે ને પ્લીઝ." અનયે રિક્વેસ્ટ સ્વરે કહ્યું.

"કેમ શું થયું?" સાગરે ઝીણી આંખ કરીને પૂછ્યું.

"એઝ ઓલ્વેઝ ઈવા..!! પ્લીઝ યાર!!" સંકોચથી અનયે કહ્યું. અનય ઈવાના મોહબ્બતમાં એવો રંગાઈ ગયેલો હતો કે હવે એ ઈવાના લીધે ઓફિસનું કામ પણ પડતું રાખતો થઈ ગયો હતો.

" ઈવાનાં ઘરનાં બાજુમાં જ ઓફિસ લઈ જા." સાગરે મજાક કરી.

"થેંક્સ બ્રધર. સંભાળી લે આજે." અનય એટલું કહીને ઝડપથી જતો રહ્યો. અવનીનો આવી રીતે કસમયે ક્યારે પણ ફોન આવી જતો એ અનય માટે અકળાવનારું હતું. પરંતુ અંદર ખાતે એક ડર અનય ને હવે બેસી ગયો હતો કે ઈવા કશું આડુઅવળું કરી ન બેસે..!! કારણ એટલું જ હતું કે અનય ઈવાને બૂરી રીતે ચાહતો થઈ ગયો હતો.

અનય ઘરે પહોંચ્યો.

"અનયકુમાર આવો...આવો!!" ઈવાની મોમે આદરથી અનયને ઘરમાં આવકારતાં કહ્યું.

અનયે ઈવાની મોમ સાથે ઔપચારિક વાતો કર્યા બાદ કહ્યું," મમ્મી હું ઈવાને લેવા લાવ્યો છું. ઈવા રેડી છે ને? મારો ઓફિસનો પાર્ટનર સાગરની બેબી ગર્લ એક વર્ષની થઈ એટલે બર્થડે પાર્ટી રાખી છે." અનયે જૂઠું ફેંક્યું. ઈવાનો પ્રેમ એને શું કરાવી રહ્યો હતો એ તો એની લાઈફમાં આવનાર સમય જ દેખાડવાનો હતો..!!

" ઈવા બેડરૂમમાં છે." ઈવાની મોમે સહમતી આપી હોય તેમ અનય બેડરૂમમાં ઝડપથી જતો રહ્યો.

" કેમ રડતી છે? તું તૈયાર થઈ જા. આપણે બહાર જઈએ છે. હું હોલમાં વેટ કરું છું તારો." અનયે ઈવાને જોયું ન જોયું એમ ઝડપથી કહીને હોલમાં આવીને બેઠો.

થોડી જ મિનીટમાં ઈવા તૈયાર થઈને આવી. અનયે થનાર સાસુમાથી રજા લીધી.

"ઈવા કારમાં બેસી જા." અનયે કારનો દરવાજો ખોલતાં કહ્યું. ઈવાએ કશું કહ્યું નહીં. એ ચૂપચાપ કારમાં બેસી ગઈ. કાર સ્ટાર્ટ કરવાના પહેલાં અનય ઈવાના ચહેરાભણી એકીટશે જોતો રહ્યો. અનય ઈવા પર મરતો હતો. એ જોઈ રહ્યો હતો કે ઈવાનો ચહેરો રડીને સૂજી ગયો હતો.

"શું છે સ્વીટહાર્ટ...!! " અનયે પ્રેમથી પૂછ્યું. પણ ઈવાએ કશું કહ્યું નહીં. અનયે એક લોન્ગ ડ્રાઈ મારી. પણ આખા રસ્તે ઈવાએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. ઈવાની ઉદાસી અનયને ખટકી રહી હતી. અનયે સીધી કાર એક રેસ્ટોરન્ટને ત્યાં આવીને પાર્ક કરી. પરંતુ રેસ્ટોરન્ટમાં પણ ઈવા ચૂપચાપ બેસી રહી. બંને જમીને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા. અંધારી આલમમાં જ અનયને શું સુજ્યું એને બીચ પર જવા માટે કાર ભગાવી મૂકી.

તેઓ બંને બીચ પર આવીને એક બેંચ પર બેઠા. ઠંડી હવાથી ઈવાના વાળ એમતેમ ઊડી રહ્યાં હતાં. અનયનાં હાથ પણ ઠંડા થઈ ગયા હતાં.

" હવે બોલ શું થયું?? કેમ રડતી હતી?? ઈવાની લગોલગ બેસતાં વાળ સરખા કરતાં અનયે કહ્યું. ઈવા ચૂપચાપ રહી.

"બોલને શું થયું છે?" અનયે ઉંચા સ્વરમાં પૂછ્યું.

" કશું નહીં." ઈવાએ કહ્યું.

"સાચ્ચે??" અનયે પ્રેમથી પૂછ્યું.

"તારી યાદ આવતી હતી એટલે..!!"

"હે હે!! બસ આટલી અમથી વાત..! એમાં આટલા મોટા મોટા આસું??"

"હું ક્યાં ભાગી જવાનો છું. તારી પાસે જ છું. તારી સાથે જ છું." અનય ઈવાના આંખમાં આંખ નાંખીને કહી રહ્યો હતો. અનયે ઈવાને ઘણી મનાવી.

"ડાર્લિંગ બોલી દે ને. શું થયું?" અનયે પૂછ્યું.

"મને આદિલ નામનો છોકરો હેરાન કરી રહ્યો છે. એ કહે છે કે એ મને લવ કરે છે. મારી સાથે મેરેજ કરવા માંગે છે..!!" નિર્દોષતાથી ઈવાએ રડતાં રડતાં કહ્યું.

(ક્રમશ..)