Fari Mohhabat - 8 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 8

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

ફરી મોહબ્બત - 8

“ફરી મોહબ્બત”

ભાગ :૮

ઈવા સાથે સગાઈ આખરે થઈ જ ગઈ એ વાતથી અનય ખૂશનુમા જીવવા લાગ્યો. સગાઈની રાતે થયેલી ઘટનાને એ સપનું સમજી ભૂલી જાય એમાં જ ભલાઈ સમજી. સગાઈ બાદ બંને પોતપોતાના કામધંધે લાગી ગયા.

***

"પહેલી બાર મિલે હૈ, મિલતે હી દિલ ને કહાઁ મુજે પ્યાર હો ગયા." સગાઈ બાદ ઓફિસમાં પ્રવેશતાં જ એક આશિકની માફક એકદમ પ્રેમમાં પડી અનય લીટરલી સ્ટાફને પણ સંભળાય એવી રીતે જોરથી સોંગ ગાતો પોતાનાં કેબિન તરફ જવા લાગ્યો. ત્યાં જ વારાફરતી અનયને સ્ટાફ કૉંગ્રેટ્સ કરતાં હાથ મેળવવા લાગ્યા. અનયની ઓફિસમાં કામ કરતું સ્ટાફ નાનું જ હતું. અનય પોતે જ નવજુવાન હતો. સ્ટાફમાં પણ અમૂકજણને છોડીને એના જેટલા જ એજના છોકરા છોકરી કામ કરતાં હતાં. અનયનો સ્વભાવ મિલનસાર હોવાથી ઓફિસ સ્ટાફ પણ એની સાથે ફ્રેન્ડલી વર્તતા.

સ્ટાફને જાણ હતી કે સરની સગાઈ બે દિવસ પહેલા જ થઈ ચૂકી છે. સ્ટાફના અમૂક જણ એકમેકને આંખો મારી સરની આશિકી વિષે ઈશારાથી વાતો કરવા લાગ્યા.

"અનય સર..!! ઈવા મેડમનો જાદુ અત્યારથી જ." ડેસ્ક સંભાળતા મયૂરે આંખ મારતા કીધું. જે અનયની સગાઈમાં પણ ગયો હતો. અનય ફક્ત હસ્યો. પરંતુ એનું સોંગ એ જ લયમાં ચાલુ જ હતું. એ કેબિનમાં પ્રવેશ્યો.

"કલ તક જિસકે સપને દેખે, આજ વૉ મેરે સાથ હૈ મુજકો અબ યે હોશ નહીં હૈ, યે દિન હૈ કી રાત હૈ." સોન્ગ ગાતો અનય પોતાની ચેર પર જુસ્સાભેર ગોઠવાયો.

"ઓહ હો ક્યાં બાત હૈ અનયસા'બ." અનયનો બિઝનેસ પાર્ટનર સાગર પોતાની ચેર પરથી ઉછળતો બોલ્યો. સાગર પણ અનય જેવો જ હતો. એટલે પાર્ટનરશીપ કરીને પણ બંનેનું સારું જામતું.

"આગળ ચાલુ રાખું?" અનયે હસતાં પૂછ્યું.

"નહીં નહીં બસ હવે. પણ ઈવા મારી." સાગરે તાળી લેવા માટે હાથ આગળ ધરતાં થોડું સ્મિત કરીને કહ્યું.

"ઈવા કેમ તારી?" અનયે શાંત થઈને પૂછ્યું.

"કેમ કે સાગર તો હું છું ને?" સાગરે કહ્યું ને અનયે તાળી આપતાં કહ્યું, " સારો જોક મારી લીધો હા. આ સોંગના મૂવી સાથે તારું નામ મેચ થઈ ગયું એટલે. પણ સોનલભાભી નારાજ થઈ જશે." બંને ખટખડાટ હસી પડ્યા. સાગરની વાઈફનું નામ સોનલ હતું.

"મેરેજ ક્યારે ડીસાઈડ થયા?" સાગરે પૂછ્યું.

"છ મહિનામાં મેરેજ કરી જ લઈશ." અનયે કીધું.

"હવે થોડું રહેવાય..!!" સાગરે આંખ મારી. અનયે જોક હાસ્યમાં કાઢી દીધો.

***

અનય અને ઈવાના એવાં જ પ્રેમભર્યા દિવસો નીકળતા ગયા. અનય ઈવાના પ્રેમમાં વધારે ને વધારે પડતો પાગલ થતો જતો હતો. પરંતુ બધી રીતે બંને એકબીજાથી ખુશ હતાં.

પ્રેમી જોડામાં ઝગડો ન થાય એવું તો બની જ ના શકે. બંને લડી ઝગડીને એકમેકને મનાવી પણ લેતાં હતાં. ઈવાનાં એંકરીંગનાં પ્રોગ્રામ રહેતાં હતાં એટલે એણે અલગ અલગ સ્થળે જવાનું થતું હતું તેમ જ એહાનની એડવર્ડટાઈઝીંગનું કામ રહેતું હતું એટલે બંને હવે પોતપોતાના કામમાં બિઝી રહેવા લાગ્યાં. પરંતુ વીકમાં એક બે વાર તો ફરવા જવાનું થતું જ કારણકે બંને નોકરી તો કરતાં ન હતાં. એહાનનો બિઝનેસ હતો અને ઈવાનાં પ્રોગ્રામો રહેતાં એટલે જેવો સમય મળતો એવું નક્કી કરીને બંને એકમેકને સમય આપતાં રહેતાં.

***

"ડાર્લિંગ અનય, શું કરે છે?" ઈવાએ વિડિઓ કોલ કરીને પૂછ્યું.

" કામ. બીજું શું. મુંબઈમાં કેટલા દિવસ માટે છે?" અનયે પૂછ્યું.

" ડાર્લિંગ મારા બે પ્રોગ્રામો છે. એટલે એક અઠવાડિયું તો લાગશે જ. આ જો સ્ટુડિયો કેવો મસ્ત ડેકોરેટ કરેલો છે." ઈવાએ પોતાના ફોનને આસપાસ ઘુમાવતાં જ્યાં ઈવેન્ટનાં પ્રોગ્રામ માટે એંકરીંગ કરવા આવી હતી એનો સજાવટ ભર્યો માહોલ અનયને દેખાડતી ખૂશ થતી કહી રહી હતી.

" વાઉં. મોટું ઈવેન્ટ લાગે?" અનયે પૂછ્યું.

"હા." હર્ષોલ્લાસ સ્વરે ઈવાએ કહ્યું. ઈવા પોતાના કરિયર માટે લગાદાર છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટ્રગલ કરી રહી હતી. પરંતુ એને હજુ ધાર્યું પરિણામ મળ્યું ન હતું. ઈવા મહત્વકાંક્ષી છોકરી હતી.

ઈવાનું ઈવેન્ટ પતી જતાં અનય એને મળવા માટે આતુર બન્યો હતો. દસ દિવસ બાદ તેઓ એક કેફે હાઉસમાં મળ્યાં.

"ઈવા." કેફેમાં ક્યારનો રાહ જોતો અનય ઈવાને જોતાં જ બેબાકળો થઈને કહ્યું. ઈવા ચેર પર ગોઠવાઈ.

"તું દસ દિવસ મારા વગર રહ્યો...!!" ઈવાએ આવતાં જ પ્રશ્ન પૂછ્યો.

" આ દસ દિવસ કેવી રીતે કાઢ્યા એ મને જ ખબર છે." ઈવાનો હાથ પકડતાં અનયે કહ્યું. ઈવાએ પોતાનો હાથ તરત જ ખેંચી લીધો.

" શું થયું બેબ." ઈવાનો નારાજગી ભર્યો ચહેરો જોતા અનયે કહ્યું.

"તું મારા વગર દસ દિવસ રહી જ કેમ શકે??" ખાસ્સા ઝગડાના મૂડમાં હોય તેમ ઈવાએ કહ્યું.

"ઈવા..!! કામ ડાઉન બેબ." શાંતિથી અનયે કહ્યું.

" મેં તને અઠવાડિયુ કહ્યું હતું. આઠમા જ દિવસે હું સવારે જ ઘરે આવી ગઈ હતી. એના બાદના ત્રણ દિવસ તે શું કર્યું. તારાથી મળવા નથી અવાતું?" ઈવા ભડકી.

"આઠમા દિવસે તું સવારે આવી. બરાબર..!! તું આખો દિવસ આરામ કરી સાંજે મને કહ્યું કે તું ઘરે આવી ગઈ છે. એના બાદના બે દિવસ તો બેબી મારું પણ અગત્યનું કામ આવી ગયું. એટલે મળવા આવ્યો નહીં બેબ. પણ આજે પણ જો કામ પડતું રાખી સીધો ઓફિસેથી તને મળવા આવ્યો છું. !!" અનયે ખૂબ જ સંયમથી સમજાવ્યું.

"પણ અનય..!!" ઈવાએ ગુસ્સાથી કહ્યું.

" ડાર્લિંગ છોડ ને. મને લડવું નથી. બોલ શું ઑર્ડર કરું?" અનયે ખૂબ જ શાંતિથી કહ્યું. પણ ઈવાનો ચહેરો ઉતરેલો હતો. અનયે જ ઓર્ડર કર્યો. બે કોફી. બે બર્ગર ટેબલ પર મુકાયું. ત્યાં જ અનયનાં મોબાઈલની રિંગ વાગી. ફોન ઓફિસેથી હતો.

"ઈવા એક મિનીટ." અનયે ફોન ઉપાડવા પહેલા કહ્યું. ઈવાનો ચહેરો એવો જ નારાજ હતો.

"હા બોલ ઝરણાં." અનયે કહ્યું. "હમ્મ હમ્મ. ઠીક ઓકે. હા. બાય." બસ એટલી જ વાત કરીને અનયે ફોન કટ કરી દીધો.

"કોણ હતી??" ઈવા ભડકી.

"ઓફિસ સ્ટાફનો ફોન હતો બેબી." અનયે સહજતાથી કહ્યું.

"ઝરણાં કોણ?" ઈવાને સખત ગુસ્સો આવતો હતો.ઈવાએ બગડી જતાં કહ્યું.

"એહ હે." અનય થોડો હસ્યો. " અરે શું થયું છે બેબી તને?? ઝરણાં ઓફિસમાં કામ કરતી એક સ્ટાફ છે. કામ માટે ફોન કરેલો. મેં કીધું ને કામ પડતું રાખીને આવ્યો છું." કહીને અનયે બર્ગર ઈવાને સોંપ્યું. ઈવા છણકો કરતાં ઝટથી ઉઠીને બહાર જતી રહી. એક સેંકેન્ડ માટે તો અનય ઈવાના આવા બીહેવને જોતો જ રહી ગયો. એ પણ ફટથી ઉભો થયો ઈવાના પાછળ દોટ મૂકી. કેફેના બાજુમાં જ થોડી દૂર એક ગાર્ડન આવ્યું હતું. વળાંક લેતા ઈવા ગાર્ડનમાં પેઠી.

"ઈવા..!!" અનય ઈવાના આગળ પાછળ થતો રહ્યો. ઈવા એક બેંચ પર જઈને ગુસ્સાથી બેસી ગઈ.

"ઈવા..!! આ શું બચપના ચાલુ કરી દીધું..??" અનયે કીધું તે સાથે જ ઈવા ચૌધાર આંસુએ રડી પડી. અનયથી આ સહન ન થયું.

"ઈવા..પ્લીઝ. ઓકે. આઈ એમ સોરી. હવે તારી સામે કોઈનો પણ ફોન ઉઠાવીશ જ નહીં. કેટલો પણ અગત્યનો હોય. પણ તું આમ રડ નહીં. હું તારા આંખમાં એક આંસુનું ટીપૂ પણ જોઈ નથી શકતો. પ્લીઝ રડવાનું બંધ કર ઈવા." ઈવાના રડવાથી બેચેન થઈ રહેલો અનય રડમસ સ્વરે કહ્યું.

" તું મને જરા પણ ટાઈમ નથી આપતો." એટલું કહીને ઈવા પોતાના પર્સમાં કશુંક શોધી રહી હોય તેમ ફંફોડવા લાગી.

આસક્ત બનેલો આશિક અનય એના પ્યારમાં જાણે નતમસ્તક હોય તેમ કહેવા લાગ્યો," ઓકે ઈવા..!! હવે ફક્ત અને ફક્ત હું તારા પર જ ધ્યાન રાખીશ. પણ પ્લીઝ તું રડ નહીં." અનયનું ધ્યાન ઈવા કેટલી બેચેનીથી પર્સમાં કશુંક ગોતી રહી હતી એના પર ગયું.

(ક્રમશ..)