patra - 2 in Gujarati Short Stories by Shree...Ripal Vyas books and stories PDF | પત્ર - 2

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પત્ર - 2

આજે ફરી પત્ર લખવા ની ઈચ્છા થઈ છે. આજ ના યુવાનોને પ્રગતિ ના સોપાન સર કરવા માટે મનની ગડમથલમાં ઉપયોગી બનવાના પ્રયત્ન સાથે લખી રહી છું. આપ સૌ આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

~ પત્ર ~

પ્રિય વાત્સલ્ય,

કેેેમ છે ? આપણે છેલ્લા પત્ર પછી ઘણો સમય વીતી ગયો વાત કર્યા ને...

તું તારી પ્રગતિ માટે ખુબ પ્રયત્નો કરે છે તે મનેે ખ્યાલ છે.અમુક સંજોગો ક્યારેક એવા ઉપસ્થીત થાય છે કે જેે તનેે તારા સોપાન સુુધી પહોંચવા માટે સમય માંગે છે. તેથી આ સમય દરમ્યાન તારા પ્રયત્નો ઉપરાંત પણ જે સમય તને મળે છે તેનો તું ઈચ્છે ત્યાં અન્ય પ્રવૃત્તિ માં સમય ફાળવી શકે તેેમ છો, માટે તું આજથી જ તે બાબત કટીબદ્ધ બની જાય તેવા મારા આશિષ છે. મને ખાત્રી છે કે તું તેમાં સફળ થઈશ જ, એટલા માટે જ હું આ લખી રહી છું.

દુનિયા ની દરેક માતાને તેના પુત્ર ની ક્ષમતા ખબર હોય છે. માત્ર સમજણ શક્તિના અભાવે કે પછી આંધળા વાત્સલ્ય ને કારણે તે પ્રદર્શિત કરી શકતી નથી. મારી એક વાત તું સમજ કે જે સંવેદનશીલ માતા ફિલ્મ કે ટેલીવીઝન ના પ્રોગ્રામ ના હિરો, હિરોઈન કે સેલિબ્રિટીઝ કે પછી ન જાણતી વ્યક્તિ ના દુઃખદ સમાચાર થી પણ વ્યથિત થઈ જતી હોય તે "માં" પોતાના જીગર ના ટુંકડા માટે તો કેટલી વ્યથા અનુભવી શકે.....તું પણ આ વાત સમજવા પ્રયત્ન કરજે.

મને ખ્યાલ છે કે તું તારા મુખ્ય ધ્યેય સિવાય અન્ય અનુભવ મેળવવા સક્ષમ છો માટે જ મને આગ્રહ કરવાની ઈચ્છા થાય છે કે તું તારા ભણવા સિવાય ના થોડા કલાકો અન્ય કાર્યો માટે પણ આપ. તને સાથે સાથે નવું જાણવા સમજવા મળશે.

મન:સ્થિતિ સ્થિર રાખવાથી એક સાથે ઘણાં કાર્યો તટસ્થ ભાવે થઈ શકે છે. તેવા ઘણાં ઉદાહરણો છે. જે તને વાંચન નો શોખ હોવાથી ખબર જ છે. માત્ર આપણાં મનનો ડર અને આળસ ને મનમાંથી કાઢી નાખીને આત્મવિશ્વાસ અને ઉત્સાહ ને મનમાં ભરવાની જરૂર હોય છે.

તારા જેવા બાહોશ અને નવી વિચારસરણી વાળા , ભવિષ્ય ના હિતેચ્છુઓ ધારે તો શું નું શું કરી શકે છે તે તું વિચારજે. કોઇપણ યુવાન કે યુવતી ને ઉડવાની પાંખો આવે છે કે તરત જ મંજિલ નથી મળી જતી. પરંતુ એ ઉડાન ની સાથે વચ્ચે વચ્ચે જે પણ શિખરો આવે તેને અવગણવાને બદલે તે શિખરો જોવા, સમજવા , અનુભવવા જોઈએ તો તેને આગળ જતાં એ અનુભવ બહું કામ લાગે છે. આ અનુભવો સોનેરી અવસર સમાન સંતોષ અને આત્મવિશ્વાસ થી છલોછલ હોય છે. માટે જ કહું છું કે તું આગળ વધ સોનેરી ક્ષણ તારી રાહ જુએ છે.

તને ખ્યાલ છે મહેનત, અનુભવ, ઉત્સાહ, ધગશ આ બધું તો આપણા સ્વપ્નને યોગ્ય આકાર આપવા માટેની તક છે. આજે તને બહુ બધું કહી દીધું પછી ક્યારેક બીજી વાતો કરશું.

ત્યાંસુધી તું આ પત્ર વાંચી ને મનોમંથન કરજે અને તારા વ્યક્તિત્વ ને વધુ સારી રીતે દીપાવવા પ્રયત્નો કરજે.


એ જ તારી સફળતા ના
સ્વપ્ન સેવતી તારી માં ના આશિષ...




🌹... મમતા...ને... પેલે... પાર...🌹


મમતા ને પેલે પાર કરી નજર મેં તો પણ


ત્યાં પણ દીઠી મેં તો માં તારી મમતા

શું છે જાદુ તારા ઉર માં મારી માવડી કે


ખૂટતી જ નથી તારી સ્નેહધારા નો ધોધ


હંમેશા આપે છે રસપ્રદ વાતોનું પાન મને


"માં", બાંધજે મને તારા હુંફાળા પાલવે


ભલે હું થઈ જાવ દુનિયાની નજરે મોટો