dhanedu in Gujarati Moral Stories by Rupa Patel books and stories PDF | ધનેડું

Featured Books
Categories
Share

ધનેડું

ધનેડું

" ના બા , ક્યાંક મોવા માંજ કચાશ રહી ગઈ લગે છે ." , કહી ગીતિકા એ ઘઉં નું ટબ ભર્યું . ને વેદાંત ને બૂમ પડી , " બેટા , આટલા ઘઉં ખાટલા માં નાખી આવ . બા ત્યાં બેઠા છે એ સરખું કરી દેશે ."

"ભલે " , કહી વેદાંતે ટબ ઊંચક્યું. ને બા પાસે ઠાલવી આવ્યો.

પીપડું ખાલી કરી ને ગીતિકા રસોડા માં રસોઈ કરવા માં વ્યસ્ત થઈ ગઈ . એટલા માં બુમ પડી , " ગીતું મારો ટોવેલ નથી મળતો ."

ગીતિકાએ રૂમ માં જઇ ને સામે પડેલો રૂમાલ સોહમ ને આપ્યો . "હું જાઉં , મને જમવા નું બનાવવા નું મોડું થાય છે " એમ કહી એ રસોડા માં ચાલી ગઈ

આમ તો ઘર માં પાંચ સભ્યો . સાસુ - સસરા , ગીતિકા - સોહમ ને વેદાંત . સસરા નું અસ્તિત્વ કોઈ સ્થાન જ ન હતું. ના સુરી બા ના મન કે ના ગીતિકા ના મન .

અત્યાર સુધી તેઓ ગામડે જ રહેતા હતા . પણ મૃદુલ ભાઈ નો સ્વભાવ નામ પ્રમાણે સ્ત્રી પ્રત્યે મૃદુ હતો . એમનો રંગીન સ્વભાવ જ એવો ને કે ક્યાંય સખણા રહે જ નહીં ને એટલે જ એમણે ગામ છોડવું પડ્યું.

ઓફિસ જતા જતા સોહમેં ફરમાન કર્યું સવારે વહેલા ગોઆ જવાનું છે તો મારી બેગ તૈયાર કરી રાખજે. .આમ કહી ઓફિસ ગયો.

બપોરે કામ પતાવી ને સાસુ વહુ બંને ઘઉં ચાળવા બેઠા . ચળતા ચળતા સુરી માં બોલ્યા ," ગીતી ઘઉં તો ઘણા બગડી ગયા છે . હવે શું કરીશું ?"

"બા ધનેડા પડ્યા છે એટલે બે એક દિવસ તપાવવા પડશે. પછી ફરી ચાળી ને મોઇ નાખીશુ. .ચિંતા કરતા નહીં. "

બા ને ચિંતા ના કરવા ની વાત કહેતી ગીતિકાના અંદર અઠવાડિયા થી તોફાન ચાલતું હતું. . એનું કારણ એક જ એક વાર ગાડી માં થી ખાલી ટિફિન કાઢતાં અંદર થી એક લિપસ્ટિક મળી હતી. લિપસ્ટિક જોતા જ તેને બધું જ સમજાઈ ગયું .

સોહમને આ બાબતે વાત કરી તો એ તો આ બાબતે બિન્દાસ હતો . જાણે કાઈ થયું જ ના હોય એમ કહે , " just chill baby આ બધું તો નોર્મલ છે ઓફિસ માં ક્યારેક કોઈ ની સાથે ફ્લર્ટ કરવું પડે. મારી બોસ ને મારામાં ઇન્ટરેસ્ટ છે . તો થોડું ફ્લર્ટ એમની સાથે કરી લાઉ છું , બટ beleave me કે મને એના માં કોઈ ઇન્ટરેસ્ટ નથી. "

સોહમ માટે તો આ પ્રમોશન નો શોર્ટકટ હતો. પણ ગિતિકા ને આમાં બધું જ ખોટું લાગતું હતું.

ગીતિકા ને એ પણ ખબર હતી કે એ ગોઆ એની બોસ સાથે જ જવાનો છે . સુરી માં ને વાત કરવી કે નહીં એની અવઢવ માં બધા જ ઘઉં ચાળાઈ ગયા તો પણ ખબર જ ન પડી.

આમ જોવા જઈએ તો બા એ પણ બાપુજી ના અપલક્ષણોને જોયા-નજોયા જ કર્યા હતા. તો એમને આ વાત કરવા માં મજા જ નથી પણ હવે આ માં થી રસ્તો તો કાઢવો જ પડશે . વિચારતા વિચારતા ક્યારે સાંજ પડી ગઈ ખબર જ ન પડી.

"ગીતી , જરા અહીં બગીચા માં આવજે તો બેટા." ના અવાજે એને તંદ્રા માં થી બહાર લાવી દીધી.

" જો બેટા , મને ખબર છે કે તું કોઈ અવઢવ માં છે . મને કહી શકાય એવું હોય તો તું મને કહે તો કદાચ કૈક રસ્તો નીકળશે . ને જો રસ્તો નહિ નીકળે તો પણ તારું મન ચોક્કસ હળવું થશે જ. " કહેતા સુરી માં ગીતિકા ની નજીક સર્યા.

" બા , ..... વાત ક્યાં થી શરૂ કરવી એ જ ખબર નથી પડતી . તમે મને સમજશો કે નહીં એ પણ મને ખબર નથી. પણ ...."

" સોહમ નો પગ લપસી ગયો છે એમ જ કહેવું છે ને તારે " કહીં સુરી માં એ ગીતિકા ની વાત કાપી.

ગીતિકા તો બા ને જોતી જ રહી ગઈ. કે આ એજ સ્ત્રી છે કે જેને માટે મને હમણાં થોડી વાર પહેલા અવિશ્વાસ હતો .

" બા " કહેતી એ સુરી માં ને વળગી પડી .

વાંસે હાથ ફેરવતા ફેરવતા બા એ એને રડવા દીધી. પછી એનો હાથ પકડી ને ગાર્ડનચેર માં બેસાડી .હાથ માં હાથ લઇ બોલ્યા . " જો બેટા , ઘઉં માં ધનેડા પડે તો એ ધનેડા કાઢવા પડે . પણ જો એ ધનેડા નીકળી શકે એમ ન હોય તો ઘઉં ને ફેકી દેવા જ યોગ્ય છે . જો એમ ન કરીએ તો આખા ઘર ના અનાજ માં ધનેડા જ ધનેડા થઈ જાય છે . "

"મારે જ ધનેડું કાઢવાની પહેલ કરવા જેવી હતી જો મેં એમ કર્યું હોત તો આજે તારે આ દિવસ દેખાવો ના પડત. બસ હવે આપણે વેદાંત માટે કંઈક કરવું જરૂરી છે નહીં તો આ ધનેડા વધતા જ જશે. " કહી બા એ ગીતિકા ના હાથ ની પક્કડ વધારી જાણે કૈક નિર્ણય લીધો હોય તેમ .