Tea my love in Gujarati Short Stories by Minii Dave books and stories PDF | મારી ચા

Featured Books
Categories
Share

મારી ચા




આમ તો ચા માટે લખું એટલું ઓછું છે, અથવા કદાચ શબ્દો જ ખૂટી પડે ..એવો ઐતિહાસિક છે મારો અને ચા નો પ્રેમ . નિર્દોષ, નિષ્પાપ , નિસ્વાર્થ અને નૈતિક....બસ બીજું તો શું કહું એણે મને ક્યારેય એકલી નથી મૂકી 😇😇..હું અને મારી ચા 😍😍😍...ચા વિશે બોલતા બોલતા ભૂલી જ ગય.. હાઈ! આઈ એમ પ્રિયા. જિંદગી છે ને જનાબ મસ્ત હોવી જોઈએ ,બાકી રોજબરજના લોચા તો લાગેલા જ હોઈ છે 😅.

આમ કહીએ તો ચા મને વારસામાં મળેલી છે. કે પછી ગળથૂથી માં પાયેલી છે એમ પણ કહી શકું. નાની હતી ત્યારથી જ ચા દૂધ વગર મારી આંખો પણ નાં ખૂલતી, ગામડાની મીઠી સવારની સૌથી મીઠી યાદ એ ચા દૂધ. મારા દાદાજી , મારા પપ્પા , મોટા પપ્પા, મમ્મી , મોટા બા, કાકા , કાકી, મોટા ભાઈ બહેન , બધાંને ચા ફરજિયાત જોઈતી જ હોય. અને મારા મોટા પાપા ને તો ચા પીવી હોઈ અને મોટી બા ખિજાઈ કે દિવસ માં 10 વાર ચા નો હોઈ , તો મોટા પપ્પા ઘર ની બહાર જઈ ને રસ્તે નીકળેલા કોઈ ને પણ ઘર માં લઇ આવે અને મોટી બા ને કહે કે મારો મિત્ર આવ્યો છે ચા બનાવ .
અમારું આખું ખાનદાન જ ચા પ્રેમી , ઘર માં નામ પડે કે ચા એટલે પીવાની જ પછી ભલે કોઈ પણ સમય હોઈ.


અને ચા માં પણ અમારે પ્રકાર હોઈ , સવાર ની ચા મમ્મીને જ બનવાની કેમકે મા નાં હાથ ની ચા મીઠી હોઈ , સાંજનાં ચા મારે બનવાની . મારે ક્યારેક કૉલેજ થી આવાનું મોડું થાય તો પપ્પા નો કોલ આવે, એમ પૂછવા નહિ કે કેમ મોડું થયું ?! પરંતુ એમ કહેવા કે ક્યારે આવે છે જલ્દી આવી જા ચા પીવી છે , તારા જેવી ચા કોઈ બનાવી નહિ આપતું 😅. અને હું કવ કે પપ્પા છોકરીના ય ખબર અંતર પૂછો તમને તો ખાલી તમારી ચા થી પ્રેમ છે . ઘર માં કોઈ ને માથું દુઃખતું હોય તો એને બેનિફિટ મળતો... પપ્પા નાં હાથ ની સ્પેશિયલ ચા નો , સૌથી વધુ ફાયદો મે ઉઠવેલો આ કેટેગરી નો 😋. મારું માથું તો તપેલું જ રહે , એટલે મારી રોજ ની જીદ હોઈ ...સાચે સુકુન ની શોધ માં અડધી જિંદગી જતી રહી , પણ અસલી સૂકુન પાપા નાં હાથ ની ચા માં જ હતું . અને એમાં મમ્મીનો ડાયલોગ હા હજી છોકરીને બગાડો , સાસરે માથું દુખશે તો કોણ ચા બનાવીને પાશે,..અરે મારી મા , પપ્પા ચા બનાવશે એને થર્મસ માં ભરીને મને આપી જશે સિમ્પલ , હા અને ક્યારેક એ અહીંયા આવીને ચા પી જશે પપ્પા કહેતા .ચા પર અમારી તકરાર બરકરાર રહેતી.


મિત્રો સાથે પીધેલી એ ચા , ખુશીમાં ચા , દુઃખ માં ચા , ટેન્શન માં ચા , અમારી મોટા માં મોટી પાર્ટી ચા અને પાણીપુરી વગર અધુરી રહેતી . અને કોલેજમાં પણ સૌથી વધુ યાદગાર પળો એટલે કોલેજ કેંટીનની ચા, ક્યારેક લેક્ચર બંક કરીને ચા પીવા જતાં તો ક્યારેક બ્રેક માં ચા પર મળીયે અને લેક્ચર એની મેળે જ બંક થઈ જતાં. કેંટીનમાં પગ મૂકીએ એટલે કેહવુ પણ નાં પડતું , કેંટીન વાળા કાકા અમારી સ્પેશિયલ ચા બનાવી જ આપતાં. મિત્રો સાથે પીધેલી ચા તો ક્યારેક કોઈ નાં ઈન્તેજાર માં પીધેલી ચા, અને પરીક્ષા સમયે સાચો સાથી એટલે મારી ચા જ, હજી વાંચવાનું શરૂ કરું એ પેલા જ ઊંઘ આવી જાય આ તો ચા મને ઉગારે છે .
મારા ઇનબૉક્સ માં પડેલા બધા ટેક્સ્ટ માનો મારો ફેવરીટ ટેક્સ્ટ, કાલે ચા પર મળીયે??! ....
ચા કૈક વસ્તુ જ એવી છે સાહેબ, એનો કોઈ દિવસ અપખો નથી થતો , કદાચ દુનિયા માં સૌથી લાંબુ ચાલતું અને કંટાળાજનક નાં લાગતું રિલેશન હશે ચા સાથે નું . પપ્પા કહે એમ ... અરે બેટા જિંદગી તો બસ ચા સુધી છે, હું વૃદ્ધ થઇ જાવ અને આખી જિંદગી કાઢી નાખું પરંતુ મારી આખી જિંદગી એવી રીતે જીવું કે છેલ્લા સમય માં હું નિરાંત નાં હીંચકે જૂલતો હોઉં અને મારા હાથ માં એક કપ ચા હોઈ જે સુગર ફ્રી નાં હોઇ ...એટલે મારી જિંદગી સફળ ..અને મારું પણ એવું જ છે , જિંદગી ભલે ગમે તેવી હોઈ પણ છેલ્લે તો બસ ચા સુધી જ

ચા એટલે સુકુન, ચા એટલે મારો પહેલો પ્રેમ,
ચા એટલે મહેફિલ, ચા એટલે સોલ્યુશન
ચા એટલે અપાર સુખ, ચા એટલે લાગણી
ચા એટલે જીવન અને જીવન બસ ચા સુધી 😍

ये तेज़ी से भागते हुए वक्त को कैसे लगाम दी जाए
थोड़ी देर बैठ ए वक्त तुझे भी एक कप चाई पिलाई जाए ।

- minii દવે


તમારા બધા ની પણ ચા સાથેની કેટલીય યાદો હશે ,.. ચાલો તો "ચા પર ચર્ચા" કરીએ ..તમારો ચા સાથેનો ફેવરિટ કિસ્સો લખી આપો કોમેન્ટ સેક્શન મા ....