My experience as a government doctor.. - 2 in Gujarati Health by Chandani mehta books and stories PDF | એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 2

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 2

#Dahoddiarirs 6

સરકારી નોકરી એટલે મોજ મજા ને આરામ એવું જેને લાગતું હોય એણે એક વાર ત્યાં કામ કરીને પછી કહેવું જોઈએ.. અલબત્ત અપવાદ બધે હોય જ છે. ખેર,દાહોદમાં,રાધર આખા ગુજરાત માં ડિલિવરી સરકારી સંસ્થાઓ માં થાય એ માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે અને એ પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો માં તો ખાસ.લોક જાગૃતિ માટે ના કૅમ્પઇન્સ, આર્થિક લાભ માટે જનની સુરક્ષા અને કસ્તુરબા પોષણ સહાય જેવી યોજનાઓ, phc ના ડૉક્ટર અને સ્ટાફ પર સતત મોનીટરીંગ,મોટિવેશન અને (ક્યારેક ટોર્ચરિંગ😕 ) દ્વારા ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી ને વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે..ટૂંક માં સામ, દામ, દંડ અને ભેદ માંથી જે પાણી એ મગ ચડે એ પાણી એ ચડાવવા ફરજિયાત છે!!!!
10 delivery per month નો ટાર્ગેટ જયારે મિટિંગ માં સાંભળ્યો ત્યારે જ સમજાઈ ગયું હતું કે આ કામ બરાબર માથાપચ્ચી કરાવશે..અને થયું પણ એવું જ...દર મહિને 6 ને7 પર અમે અટકી જઈએ ને પછી ........(કંઈ કહેવા જેવું નથી એ meeting માં જ હાલત થતી એ વિશે😢)આમ ને આમ થોડો સમય ચાલ્યા પછી એક દિવસ થયું કે બસ હવે..બહુ સાંભળ્યું.. હવે તો કરીને જ દેખાડવું છે.અબ સિર્ફ આપના કામ બોલેગા ઔર બાકી સબ સુનેંગે..
બીજા જ દિવસે મિટિંગ બોલાવીને કારણ પૂછયું..સ્ટાફ અને asha બહેનો પાસે થી રોકડો જવાબ મળ્યો કે મેડમ,8 to 6 જ phc નો સ્ટાફ હાજર હોય..ને ડિલિવરી કાંઈ એમ પૂછીને ન આવે..રાત્રે ય દવાખાનું ચાલુ રે,સ્ટાફ હાજર હોય અને સારવાર મળવાની ને જરૂર પડે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સ તૈયાર રાખવાની ખાત્રી આપતા હોય તો આવતા મહિને જ 10 ના બદલે 15 ડિલિવરી આવે!!! મારુ તો મોઢું જ બંધ થઈ ગયું..કંઈક વિચારું એમ કહીને એ લોકો ને તો મોકલ્યા...ને બહુ વિચાર્યા પછી લાગ્યું કે એ એક જ રસ્તો છે..રાત્રે સ્ટાફ નર્સ રોકાવા કદાચ તૈયાર થાય તો પણ સલામતી માટે male મેમ્બર નો પ્રશ્ન વિકટ હતો..ધાર્યું હતું એમ જ સ્ટાફ નર્સે થોડી મગજમારી ( અને થોડો boss attitude દેખાડ્યા પછી😉) રાત્રે સલામતી ની ખાતરી સાથે night duty ની શરતી હા પાડી..અંતે બીજા દિવસે ઓપન મિટિંગ માં બધા જ satff ને હાજર રાખીને સોલ્યુશન માગ્યું..અને શરૂ થઈ a journey to remember..A journey of team work and dedication...
15 દિવસ સુધી S.N. સાથે phc ના mphw ભાઈઓ રોકાયા..જોબ ચાર્ટ માં ક્યાંય લખેલું ન હોવા છતાં અને કોઈ જ રીતે ફરજ માં ન આવતું ન હોવા છતાં willingly બધા જ વારાફરતી રોકાયા..આ જેટલું લાગે છે એટલું સહેલું બિલકુલ ન હતું..એ બધા લોકલ પણ તોય આ મેનેજમેન્ટ જરાય easy ન હતું..રાત નું જમવાનું,ગમે એ સમયે આવતા ડિલિવરી pt ને તપાસવું,ડિલિવરી થાય એમ હોય તો એ કરાવવાની, કે પછી ઘરે રાહ જોવા મોકલવાનું અથવા higher center પર સલામત રીતે reffer કરવાનું...બોડી કલોકને સેટ કરવાની...અને સૌથી અગત્યનું, આ official ડ્યૂટી ન હતી એટલે બીજા દિવસે પણ નોકરી પર આવવાનું તો ખરા જ..હા એકાદ કલાક લેટ ચાલે પણ રજા તો ન જ મળે..
આ બધા ની સાથે અમારી પાસે એક silent સપોર્ટ systeam હતી અને એ અમારા વોર્ડ બોય..એમણે મને ચિંતા ન કરવાનું કહેલું અને બોલેલું પાળ્યું પણ ખરા..પહેલા દિવસ થી રોજ સાંજે 5 વાગ્યે એ હાજર હોય..એમની પત્ની અને દીકરી સાથે..સ્ટાફ નર્સ ની સલામતી ની હોય કે ટિફિન ની,ડિલિવરી પછી labour રૂમ ની સફાઈ ની હોય કે પ્રસૂતા માટે શીરો બનાવવાની ..બધી જ જવાબદારી એમણે અને એમના પત્નીએ પોતાના પર લઇ લીધી અને એટલું જ નહીં,દિલ થી નિભાવી પણ ખરી..કદાચ આ જ હશે dedication ની વ્યાખ્યા..એ સેલરી માં હું કયારેય એ કામ ની હા ન પાડું,અને એ પણ જયારે એ કામ મારા જોબ ચાર્ટ માં છે જ નહીં..but he did it..And that too excellentally..Without even expecting any reward.. mphw ભાઈઓ ને 15 દિવસ પછી ડ્યૂટી બંધ કરાવી પણ એમની સ્વૈચ્છિક ડ્યૂટી છેક સુધી ચાલુ હતી.(મેં phc છોડ્યું ત્યાં સુધી)
કોઈ ફરિયાદ કે મોટાઈ દેખાડ્યા વગર ફક્ત અને ફક્ત phc નો ટાર્ગેટ પૂરો કરવા માટે એમણે કરેલા કામ ને સલામ!અને હા,એ માટે કદાચ (!!!) મળેલી કે મળતી કોઈ શાબાશી માં એમના માટે કોઈ સાહેબ બે શબ્દો પણ ન કહેવાના હોય એવી ખબર હોય ત્યારે પણ એ કરવા માટે ડબ્બલ સલામ...hats off to you Bharat bhai...And of course whole team..
P.s. we have achieved the target...After 3 months we were almost 16 to 20 deliveries/month..😊
Thank you dahod for teaching me dedication and honesty..that too when nobody was watching it...😍