દિવ્ય - હા. મને સિયા એ બધી વાત કરી છે. તો મૂળ વાત એ છે કે અવની તું મને અને સિયા ને સાથે જોવા નથી માંગતી અને સામે નીલ ભાઈ મને અને સિયાને સાથે જોવા માંગે છે. આ બધા નું કારણ પણ મને ખબર છે કે તું નીલ ભાઈના કારણે આવું બધુ કરે છે. તો પ્લીઝ હવે હું જે પણ કહું તે ધ્યાન થી સાંભળ જે...
અવની - ભાઈ...... પ્લીઝ મારે કશું નથી સાંભળવું..
નીલ - પ્લીઝ ભાઈ. મને પણ કશું સાંભળવાની ઈચ્છા નથી..
સિયા - ભાઈ પ્લીઝ સાંભળી લે... મારા માટે પ્લીઝ...
દિવ્ય - વાત એવી છે કે હું તમને અને અવની ને એક સાથે જોવા માંગુ છું
નીલ / અવની - શુ......???????
નીલ - દિવ્ય.... પાગલ થઈ ગયો છે..?
અવની - ભાઈ હું ઘરે જાવ છુ.....
દિવ્ય - સાંભળ......પ્લીઝ...
અવની - શુ સાંભળુ હું દિવ્ય ???
તે આ જ વસ્તુ માટે મને અહીં બોલાવી હતી ને...
યાર દિવ્ય મેં તારી પાસે તો આવી અપેક્ષા નહોતી રાખી...
દિવ્ય - નીલ ભાઈ , અવની. તમે બંને પહેલા તો બેસી જાવ અને શાંતિ મારી વાત સાંભળો , શાંતિથી વાત કરો..
નીલ અને અવની બનેં ફરી ટેબલ પર બેસી જાય છે. એક બીજાની સામે જોતા એક બીજા કતરાઈ છે. અવનીતો ગુસ્સામાં જ હોય છે.
દિવ્ય - જો યાર. તામારા બંને વચ્ચે જે થવાનું હતું એ થઈ ગયું છે. પણ હવે વાત એ છે કે તમારા બંને વચ્ચે જે કઈ મિસ અન્ડર સ્ટેન્ડિંગ થઈ છે એને સોલ્વ કરો ને પ્રોબ્લેમ સોલ્વ કરો.
અવની - દિવ્ય. અમારી વચ્ચે કઈ છે જ નહીં , ના મિસ અન્ડર સ્ટેન્ડીગ છે અને ના તો કોઈ પ્રોબ્લેમ. જે હતુ એ એ તારા બાજુમાં જે વ્યક્તિ બેઠો છે એને હતુ. ના કે મને....
નીલ - પ્લીઝ ... જે હોય તે દિવ્ય .....
બધુ છોડ ને.. અને અવની પ્લીઝ મારા પર ખોટા આક્ષેપ ના કર..
દિવ્ય - યાર ... તમે બંને શાંતિથી વાત કરશો પ્લીઝ....
હું અહી તમારા બનેં ના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવ્યો છુ ના કે પ્રોબ્લેમ વધારવા.
અવની - ના દિવ્ય..મારે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવા.
નીલ - હા ... દિવ્ય ... મને પણ કોઈ શોખ નથી..
સિયા - (ગુસ્સામાં ) યાર તમે બધા હવે ચુપ રહેશો...?
ક્યારની તમારા બધાની ચપડ ચપડ સાંભળું છુ.
જે હોય તે શાંતિ થી વાત કરો ને..
એક બીજા ઉપર ખોટા ખોટા આક્ષેપ કરો છો.
તમારે બંને વચ્ચે જે કઈ પ્રોબ્લેમ હોય એ એક બીજા સાથે વાત કરી ને સોલ્વ કરો.
એક બીજાની કહી વાત થી પ્રોબ્લેમ છે ?
એક બીજા ને કઈ કઈ વસ્તુ નથી ગમતી ?
એક બીજાની કઈ વાત ગમતી નથી ?
એક બીજા માટે શું કરવા માંગો છો ? વગેરે વગેરે..
પણ નહીં તમારે તો વાત નો લોટ બાંધવો હોય એમ ક્યાર ના મંડી પડ્યા છો..
બધા એક દમ ચકિત થઈ ને સિયા ને સાંભળતા હોય છે.
બધાના મોં સિયા ની વાત સાંભળીને ખુલ્લા રહી જાય છે. બે - ત્રણ મિનિટ તો એક દમ શાંતિ છવાઈ જાય છે.
દિવ્ય - હા સાચી વાત છે સિયા .. તમને બંને ને જે પ્રોબ્લેમ હોય એક બીજાથી એ અમને કહો જેથી અમેં એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ.
અવની - દિવ્ય એક વાર કીધું ને .....!!!!! મારે કોઈ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવા..
નીલ - હા... દિવ્ય.... નહીં કરવું કશું સોલ્વ. જે છે એ એમ જ રેવા દે..
સિયા - ભાઈ.. એક વાર કીધું ને જે હોય એ સોલ્વ કરો.. બાકી છે ને હું !!!!!
નીલ - હા... સિયા..... તું કહીશ એમ કરીશ બસ .
સિયા- હા તો હવે મારી વાત શાંતિ થી સાંભળ .
તું અવનીને પ્રેમ કરે છે કે નહીં.. ?
તારે અવની સાથે રહેવું છે કે નહીં ?
નીલ - ના ... મારે નથી રહેવું અવનીની જોડે..
દિવ્ય - શા માટે ખોટું બોલો છે ભાઈ.. મેં જોયું છે કે હજી તમે અવનીને પ્રેમ કરો છો , હજી તમારી આંખોમાં અવની માટે પ્રેમ છે , હજી તમે અવનીની કેર કરો છો... તો પછી શા માટે ના પાડો છો..
નીલ - ના એવું કશું નથી...
અવની - રેવા દે દિવ્ય પ્લીઝ.... કઈ જરૂર નથી આ બધી વાતો કરવાની.. અને હા તમારે જે કરવું હોય એ કરો. મને તમારી વાતો માં કોઈ જ રસ નથી હું ઘરે જાવ છુ અને હા દિવ્ય તું પણ ખોટો તારો ટાઈમ વેસ્ટ ન કર આ લોકો જોડે.. તો તું પણ જલ્દી આવી જજે...
નીલ - ઓહ હેલો... આવા લોકો એટલે ??? તું કહેવા શુ માંગે છે હે ???? જે હોય ને તે તારા પૂરતું રાખ. અમારા વિશે કઈ બોલવાની જરૂર નથી... ( આમ એક બીજા સાથે ઝઘડવાનું શરૂ કરે છે અને લાંબા સમય સુધી એક બીજા સાથે ઝઘડો ચાલુ રાખે છે. )
દિવ્ય - પ્લીઝ .. યાર ઝઘડો બંધ કરો.
અવની તારે ઘરે જવુ છે ને તો જા ઘરે..
અવની - ( ગુસ્સામાં ) હા જાવ છુ.
અવની મોલ માંથી ગુસ્સો કરતી કરતી પોતાના ઘરે જતી રહે છે. અહીં બેઠેલા નીલ , સિયા અને દિવ્ય પોતાની વાત ચાલુ રાખે છે.
દિવ્ય - ભાઈ.. તમે અવનીનું ખોટું ન લગાડો. મારે અને સિયાને બસ તમારા દિલ ની વાત જાણવી છે બસ.
અને હા પ્લીઝ ખોટું ના બોલતા. મને તામારા વિશે ઘણી બધી ખબર છે.
નીલ - ના દિવ્ય એવું કશું નથી..
સિયા - ભાઈ પ્લીઝ જે હોય એ બધુ કહો.. પ્લીઝ..
અમને ખબર છે બધી. તો તમારા દિલમાં જે હોય એ કહો પ્લીઝ.
નીલ - હા .. હું અવની ને હજી પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માંગુ છું..
મારા વહાલા વાંચકમિત્રો..
મારી રચનાઓ મોડી પબ્લિશ થાય છે અને તમને મોડી વાંચવા માટે મળે છે એ બદલ દિલ થી સોરી..
પણ હવે તમને રેગ્યુલર આગળ ની સ્ટોરી વાંચવા મળશે....
આભાર....