unfaithfull - susupese story of trust in realationships - 2 in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા - 2

Featured Books
Categories
Share

વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા - 2

વિશ્વાસઘાત - 2


કહાની અબ તક:

રવી એની જીએફ ગાયબ થતાં એની બેસ્ટ ફ્રેન્ડ અમી પાસે આવે છે તો એ એણે એક ચિઠ્ઠી બતાવે છે જેમાં અમી - ન ઉદય એમ કોડમાં અમી અને ઉદય એ કંઇક કર્યાનું એ કહે છે તો પણ રવી તો અમી પર એટલો જ ટ્રસ્ટ કરે છે બંને મનમાં પોતે કેમ અન્ય ને ચ્યુઝ કર્યાનો પછતાવો કરે છે પણ મનમાં જ! જો કહી જ દેત તો તો બધું જ ઠીક થઈ જાત! અમી રવીને મનાવીને જમાડે છે! સવારે ઉદયનો ધમકી ભર્યો કૉલ આવે છે જો નીતા સુરક્ષિત જોઈતી હોય તો એણે પોતાના પ્રોપર્ટી ના કાગળ લઈને એના કહેલા સ્થાને જવાનું હતું. પણ આ હાલતમાં પણ અમી એણે છોડવા માગતી નહોતી.

હવે આગળ:

બંને એ સ્થાન પર જઈ પહોંચે છે! શુરૂમાં જ્યારે બંને ત્યાં પહોંચ્યા તો અમુક લોકોએ એમની ઉપર હુમલો કરી દીધો! બંનેને હોશ આવ્યો તો બંને સૌના આશ્ચર્ય વચ્ચે એમના જ ઘરમાં હતા!

બંનેને માથું દુઃખતું હતું. કોઈને પણ કઈ યાદ હોય એવું લાગતું નહોતું! છત્તા રવી એ હળવેકથી અમીને કહ્યું, "કાલે આપની સાથે શું થયું હતું?! કંઈ યાદ છે તને? મને તો કંઇ પણ યાદ જ નથી!!!"

અમી એ એના બંને હાથને માથે અડાડીને ખૂબ જ યાદ કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, "મને થોડું થોડું યાદ આવે છે, કાલે આપને બંનેને માથા પર અમુક લોકોએ માર્યું હતું પણ મને થોડું વધારે નીચે વાગી ગયું તો હું તો બેહોશ નહોતી થઈ! હું તો બસ નાટક જ કરતી હતી!" અમી એ કહ્યું તો રવીને આશ્ચર્ય થયું.

"એ બંને એવી વાત કરી રહ્યા હતા કે, ઉદયે મને અને તને એકસાથે જોયા હતા! અને એ નીતાને કહેતો હતો કે રવી એટલે તું નીતાને નહિ પણ મને લવ કરું છું! તો નીતા ગુસ્સામાં આવી ગઈ અને એણે જોરથી કહ્યું કે મોકલી દો આ બંનેને ત્યાં આપને હજી જોઈશું કે આ બંને સાથે રહે છે કે જુદા?! રવી ને તો હું એમ કહી એ તને બસ મારવા જ આવતી હતી કે ઉદયે એણે રોકી લીધી! ઉદયે એમના લોકોને આપને અહીં લઈ આવવા કહ્યું! અને આપને અહીં આવી ગયા!"

આ બધું જ સાંભળીને રવી ને સવાલ થાય છે કે શું અમી સાચું કહી રહી હતી?! શું અમીની તો આ નવી ચાલ તો નથી ને?! શું ખબર અમી એ જ મારા લવ માટે આ પ્લાનિંગ કરી હોય?! સવાલ તો ઘણા હતા, પણ જવાબમાં બસ એણે એની ફ્રેન્ડ નો એક વિશ્વાસ હતો! એનું એણે ખબર હતી કે એ વિશ્વાસઘાત નહિ કરે!

"અમી, મજાક તો નથી કરતી ને યાર તું?!" રવી બોલ્યો તો અમી રીતસર રડી જ પડી! હા, એણે એ પણ ખબર હતી કે એણે કેવી રીતે યકીન દિલાવાનું હતું!

"અરે, આઇ ટ્રસ્ટ યુ!" રવી એ બચાવ કરતા કહ્યું.

"જો અમી, સિચવેશન બહુ જ ટફ છે! હું નથી જાણતો કે કોણ રમી રહ્યું છે અને કોણ બચાવી રહ્યું છે!!! આઇ એમ જસ્ટ ટ્રેપડ!!!" રવી એ સાવ રડમસ રીતે કહ્યું.

"રવી, તું જસ્ટ એક સવાલનો જવાબ આપ! ડુ યુ ટ્રસ્ટ મી?!" અમી રડતી હતી.

"હા... યાર! હું ખુદ પર ના કરી શકું ટ્રસ્ટ એટલો હું તારી ઉપર કરું છું!" રવી પણ રડી રહ્યો હતો.

"હા... એટલે જ તો મારી ઉપર લાઇફમાં પહેલી વાર તુંયે શક કર્યો!" એણે વધારેને વધારે રડવું શુરૂ કર્યું.

"અરે બાપા! આઇ એમ સો સોરી!" રવી પણ દિલગીર હતો.

"હા... હું જ ભૂલી ગઈ હતી! તું હવે ક્યાં મારો રહ્યો પણ છું! તું તો..." એ આગળ કઈ બોલે એ પહેલા રવી એણે સોફા પર બેસાડીને એના માથાને પોતાના ખોળામાં મૂકી દે છે!

"તું હજી પણ મારી જ છું!" એણે કહ્યું અને એના માથાને પંપોરવા લાગ્યો. બંને વાતો કરવા લાગ્યા તો રાત પણ થઈ ગઈ. બંને કાલની જેમ જ જમ્યા અને બંને સાથે જ સૂતા. એ જ સોફા પર. બંનેએ બિલકુલ નહોતું ધાર્યું કંઇક એવું થવાનું હતું!

સવાર પડી ગઈ, પણ આ શું?! અમી ગાયબ હતી! હા એની ઠીક પાસેથી રાત્રે કોઈ એણે લઈ ગયું હતું! રવી ને ભારોભાર અફસોસ થવા લાગ્યો! નીતા તો એમ પણ ઠીક હતી, પણ અમી ગાયબ થઈ તો તો એણે તો સાવ એવું જ લાગ્યું જાણે કે કોઈએ એની અંદરથી એની આત્માને જ અલગ કરી દીધું હોય!!!

એકમાત્ર જેનો સાથ હતો એ જ અમી ને કોણ આમ ક્યાં લઇ ગયું?!

આવતા અંકે સમાપ્ત...


ભાગ 3 અને અંતિમ ભાગ(કલાઈમેકસ)માં જોશો:

આમ અચાનક જ અમી ગાયબ થઈ ગઈ તો રવી ભારોભાર અફસોસ કરવા લાગ્યો! એના આંસુ અને વિચારોના વમળ વચ્ચે જ એની ફૉન ની રીંગ વાગી! માંડ ત્રીજી રીંગ એ એ સ્વસ્થ થઈ કોલ ઉઠાવી શક્યો.

"નીતા અને ઉદય મારા કબજામાં છે! જો તારે એમને સહી સલામત જોઇતા હોય તો આવી જા, હું કહું એ જગ્યાએ!" આ અવાજ સાંભળીને રવી હેબતાઈ ગયો! આ અવાજ અમી નો હતો! શું અમી જ વિશ્વાસઘાતી છે?! એણે આવું કેમ કર્યું?!

રવી ને સમાજમાં નહોતું આવી રહ્યું કે શું સત્ય છે અને શું ભ્રમ? ખરેખર આ બધું જ અમીને કર્યું હતું?! પણ એ તો આવું કરી જ ના શકે ને! જેનો અહીં સુધીનો સાથ હતો એ અમીએ જ વિશ્વાસઘાત કર્યો હતો?!

બાય ધ વે, તમને શું લાગે છે? વિશ્વાસઘાતી કોણ છે? જેનો આટલો ટ્રસ્ટ કર્યો એ અમી કે આ કોઈ બીજી જ ચાલ છે?! કમેન્ટ કરીને જણાવો.