Aatmmanthan - 10 in Gujarati Magazine by Darshita Babubhai Shah books and stories PDF | આત્મમંથન - 10 - ઇ-સ્કૂલ

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

આત્મમંથન - 10 - ઇ-સ્કૂલ

આત્મમંથન

ઇ-સ્કૂલ

હાલ ના સંજોગોમાં જ્યારે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી ફેલાઇ છે ત્યારે સમાજમાં ઘણાં બધા પ્રશ્નો ઉભા થયાં છે. તેમાં નું એક છે શિક્ષણ. સમગ્ર વિશ્વ માટે આ એક સળગતો પ્રશ્ન થઇ ગયો છે. આજ ની તારીખમાં- ૧૨ જૂન ૨૦૨૦ સુધીમાં સમગ્ર વિશ્વ માં ૭૨ લાખ ઉપર કોવીડ-૧૯ ના કેસો થઇ ગયાં છે ત્યારે સ્કૂલ ફરી થી ચાલુ કરવી કે કેમ ? અમે બાળકો ની સેફ્ટી મોટો પ્રશ્ન છે. સરકાર અને સ્કૂલો એ મળી ને વચ્ચે નો રસ્તો કાઠયો, ઇ-સ્કૂલ ઍટ્લે તે છે ઓનલાઇન શિક્ષણ. કેટલાં અંશે વ્યાજબી છે? દરેક જ પોતાનો રોટ્લો શેકવા બેઠું છે. તેની અસરો, તેનાથી ઉભા થતાં પ્રશ્નો નો કોઇએ વિચાર કર્યો છે. બાળકો નું સ્વાસ્થ્ય જોખમાશે. અને મા-બાપ ની ચિંતા માં વધારો.

૧. મને કાલે એક ફોન આયો. બેન મને એક તકલીફ છે. મે પૂછ્યું કે શું? તેણી એ જણાવ્યું કે મારે સ્કૂલ માં ફી ભરવાની છે. મારા પિતા એ આપઘાત કરેલ છે. મારી પાશે સ્કૂલ ફી ના રૂપિયા નથી. સ્કૂલ ના કલાર્ક જેમ ફાવે તેમ બોલે છે. મેં તેની પાસે સ્કૂલ નું નામ લીધું અને તે વ્યક્તિ નું નામ પણ લીધું અને તરત જ ફોન લગાયો અને માહિતી લીધી અને પૂછપરછ કરતાં તે દીકરીની વાત સાચી નીકળી. મેં તે કલાર્ક ભાઇ ને કહ્યું કે તે દીકરી ને પરેશાન ના કરતાં, હું તેણીની ફી નો ચેક કાલે મોકલી દઇશ અને મેં બીજે દિવસે કુરિયરમાં સ્કૂલ ફી નો ચેક સ્કૂલે રવાના કર્યો. છતાં પણ તે કલાર્કે તેને એડમીશન ફોર્મ ના ભરવા દીધું, તેણે જણાયું કે ચેક ના રૂપિયા સ્કૂલ ના ખાતામાં જમા થશૅ ઍટલે ફોર્મ ભરી જ્જો. અને સ્કૂલ તરફ્થી ટેક્ષ્સ બુકો જે મફત આપવાના છે તે લઇ જ્જો. એક કામ પત્યું. પણ બીજે દિવસે તેણીનો ફરી ફોન આયો, બેન બે મિનિટ વાત કરવી છે. મેં કહ્યું બોલ. તેણી એ બોલવાનું ચાલું કર્યુ. એ સાંભળી મને ખરેખર દુઃખ થયું કે માણસ કેટલી બાજુ ઘેરાઇ શકે છે.

તેણી એ જણાવ્યું કે હું નવમાં ધોરણ માં છું અને મારી બેન ૧૧ માં ધોરણ માં અને સ્કૂલો તો બંધ રહેવાની અને ઓનલાઇન શિક્ષણ આપશે, વાત અહી થી ચાલુ થાય છે, એ દીકરી, તેની મોટી બેન અને તેની માતા વચ્ચે એક જ મોબાઇલ છે અને તેમાંથી તે બે બહેનો જો એક સમયે શિક્ષણ લેવાનું હશૅ તો કેવી રીતે લેશૅ. વળી એટલા રૂપિયા પણ નથી ક્રે મોબાઇલ માં ૪ જીબી ઇનરનેટ નું રી-ચાર્જ કરાવે અને ઓનલાન શિક્ષણ મેળવી શકે. વાત તો સાચી છે. જ્યાં માં અને દીકરી ઓ ઘર માંડ માંડ ચલાવતા હોય ત્યારે બે મોબાઇલ તથા બન્ને માં ઇનરનેટ નું રી-ચાર્જ કેવી રીતે પોસાય. તેની માતા એ રડતાં રડ્તાં મને આપવીતી કહી, મેં જણાવ્યું ધીરજ રાખો અને બન્ને બહેનો મોબાઇલમાં શિક્ષણ લઇ શકશે જો તે અંદર સંપ રાખશે તો. મને ૧૫ દિવસ પછી ફોન કરજો. પરંતુ આ સમસ્યાઓ તો ઘર ઘર ની છે. તેનું કોણ વિચારશે? શૂં ઓનલાઇન શિક્ષણ ની વાત વ્યાજબી છે?

કિસ્સો નં-૨. હું મારા ટ્રસ્ટ માં થી બીજા ચાર ભાઇ- બહેનો ની સ્કૂલ ફી તથા શિક્ષણ માટૅ ના ચોપડા તથા નોટબુકો અપાવું છું. તેમની માતા નો ફોન આયો કે બેન મને તમારી સલાહ જોઇએ છે. મે કહ્યું બોલો તેમણે મને જણાવ્યું મારી પાસે એક મોબાઇલ છે અને મારા ચાર બાળકો કેવી રીતે ઓનલાઇન શિક્ષણ લઇ શકશે? બાબો ૨ ધોરણમાં અને બેબીઓ ૩,૫,૧૧ માં ધોરણ માં છે. તેઓ ના પિતા કેન્સર માં મૃત્યુ પામ્યાં છે. માતા લોકો ના ઘરે કચરા-પોતું- વાસણ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ચાર મોબાઇલ તથા ચાર માં ઇનરનેટ નું રી-ચાર્જ કેવી રીતે પોસાય. તેની માતા એ રડતાં રડ્તાં મને આપવીતી કહી, મેં જણાવ્યું ધીરજ રાખો અને બન્ને બહેનો મોબાઇલમાં શિક્ષણ લઇ શકશે જો તે અંદર સંપ રાખશે તો. મને ૧૫ દિવસ પછી ફોન કરજો.

કિસ્સો નં-૩. જેમના બાળકો અંગ્રેજી મીડીયમ માં ભાણતા હોય અને તેમના માતા પિતા ગુજરાતી મીડીયમ માં ભણેલા હોય ત્યારે ઓનલાઇન શિક્ષણ માં જો બાળક નૅ તકલીફ થાય અથવા કોઇ પ્રશ્ન ઉદભાવે તો તેનો ઉકેલ શૂં?

કિસ્સો નં-૪. બાળકો ૩ જે ૪ કલાક મોબાઇલ સામે બેસી રહે તો તેમની આંખો ખરાબ થવા ના પૂરેપૂરા ચાન્સીસ. બધાં બાળકો ના ઘરે લેપટોપ ના હોય. વળી જો માતા-પિતા બન્ને જો ધંધો કે નોકરી કરતાં હોય તો બાળક કોના મોબાઇલ પર ઓનલાઇન શિક્ષણ લઇ શકશે? વળી બાળક ત્યારે ઓનલાઇન શિક્ષણ લેતું હોય ત્યારે ફરજીયાત માતા કે પિતા એ તેની સાથે બેસવું પડૅ ત્યારે માતા-પિતા ને ઘણી તકલીફો પડે. આ બધા પ્રશ્નો ઓનલાઇન શિક્ષણ ને અમલ માં મૂકતાં પહેલા વિચારવા જોઇતા હતાં.

------ સમાપ્ત -----