આજે સવારથી જ ધર માં દોડમ દોડ હતી ....ને હોય જ ને કેમ કે આજે સૌથી વધારે લાડકવાયી સોનલ ની સગાઇ છે.... ને સગાઇ નું મુરત નીકળતાની સાથે સાંજ થીજ તૈયારી ચાલુ થઈ ગઈ છે...ને ભાભીઓ તો સોનલ ને સવારથી જ મશ્કરી કરી ને પજવી રહી છે....ને બા એ તો ઘર જ માથે લીધું છે કોઈ વાત માં કચાશ ના રહિ જાય એટલે પોતે જાતે જ દરેક કામ નું નીરીક્ષણ કરે છે....ને ભૂલ હોય ત્યા કામવાળા ને ઠપકા આપે છે ને.... દાદા પોતાની લાડકવાયી ક્યારે આટલી મોટી થઈ ગઈ એની યાદો માં ખોવાયેલા છે ને અચાનક ત્યાં કાકા એમને એમની સ્વપ્ન ની દુનિયા માંથી જગાડે છે ને કહે છે પપ્પા તમે તૈયાર થઈ ને અહિયાં ઓરડામાં કેમ ઊભા છો ને નીચે તો ખૂબ જ ધામધૂમથી તૈયારી ચાલી રહી છે ને મમ્મી એ તો ઘર જ માથે લીધું છે.... ને પપ્પા ખબર જ ના પડી સોનલ ક્યારે આટલી મોટી થઈ ગઈ .....ને આંખ માં આંસુ લૂછી ને દાદા બોલ્યા હા દિકરા મા-બાપ વગરની દિકરી મોટી પણ થય ગય ને આમને આમ વળાવાનો વખત પણ આવીને ઉભો રેસે મને તો ચિંતા એના ભવિષ્ય ના કાળ ની છે....ખબર છે ને એનો જન્મ કેટલી મુશ્કેલીઓ સાથે થયો છે એ એના માંના ગભૅ માં જ પોતાના દુશ્મનોને મહેસુસ કરી ચૂકી હતી ત્યારે જ તો એને બાળપણ માંજ કેટલા પરાક્રમ કયૉ છે ને એનો જન્મ એ એના મા-બાપ નું ની:શંતાન પણું ભાંગવા માટે થયો ત્યારે તો વીસ વીસ વર્ષ પછી આપણા ઘર માં સોનલ નો જન્મ થયો જ્યારે આપણા પરીવાર પર વંશ આગળ ના વધવાનો એ પૂર્વજોને આપેલો શ્રાપ પત્થર સમાન હતો ને એવા સમયે સોનલ ની માં આ ઘર માં વહુ બની આવી ને એની ભગવાન પ્રત્યેની શ્રદ્વા ભક્તિ જોઈને જ અણસાર આવી ગયો હતો કે નીશા વહુ જ આ શ્રાપ થી મુક્ત કરાવશે ને એ એટલું આશાન નહોતું ને ત્યાંરે જ જાણકાર એવા રૂદ્રા મહારાજ ને મળ્યા ને એમના કેવા મુજબ ની કેટલી તપસ્યા પછી સોનલ નો જન્મ માત્ર સાત મહિને ને એપણ ત્રણ દિવસ ની પીડા સહન કર્યા બાદ એના માં ના ગભૅ માંથી બહાર આવી હતી ને પાંચ વર્ષ ની થતાં જ એની શક્તિઓ જાગૃત થતાં તે અવનવા પરાક્રમ કરતી ને એક વાર તો કોઈ અજાણ્યા લોકોએ અદશ્ય શક્તિ થી મારવાનો પ્રયાસ કર્યો જેથી આપણે આખો પરિવાર એની પાછળ એની રક્ષા માં રહેતો ને મહારાજ ને જાણ થતાં તેમને જણાવ્યું સોનલ નો જન્મ એવા નક્ષત્ર માં થયો છે જે આસુરી શક્તિ ને પોતાના તરફ આકર્ષિત કરે છે તેમજ તેની બલી ચડાવી ને પાપીઓ અનેક ભટકતી આસુરી શક્તિ ધરાવતી આત્માઓ ને જાગૃત કરી તે દુનિયા માં ભગવાન નું નામ મિટાવી શેતાન ને ભગવાન બનાવા ઈરછે છે જેમનો એક માત્ર વધ દૈવી શક્તિ ધરાવતી કન્યા જ કરી શકે ને એપણ એવી કન્યા જે એની મા ની દૈવી શક્તિ સાથે જન્મી હોય ....ને એ સોનલ ની શંતાન હશે માટે તમારે સોનલ ની શક્તિઓને દુનિયા થી સંતાડવી પડશે મેં મારી સિદ્ધિ થી આ કડુ બનાવ્યું છે જે હંમેશા એના હાથમાં રાખજો આથી સોનલ ઇરછી ને પણ આ શક્તિ વીશે નહિ જાણી શકે .....ને આમનેઆમ સોનલ સાત વર્ષ ની થય ને એને ગુરુ આશ્રમે પગે લગાડવા જતા જ અચાનક કાર એક્સીડન્ટ માં એના મા-બાપ એ એને બચાવતા જીવ ગુમાવ્યો ને એ તો બચી ગય પરંતુ એની રક્ષા કરતા એના મા-બાપ આ દુનિયા છોડી ગયા ને અણસમજણી ફુલ સમાન સોનલ ને પરિવાર ને સોંપતા ગયા ... ને પરિવાર નું એકમાત્ર સંતાન હોવાથી લાડકોડ થી ઉછેરેલી સોનલ આ બધાથી અજાણ છે .... પરંતુ પપ્પા રૂદ્ર મહારાજ ની ભવિષ્યવાણી અનુસાર સોનલ તો .....હા દિકરા એમની ભવિષ્યવાણી અનુસાર જ બધું થયું છે ને આગળ પણ એમ જ થશે ...બેટા અવાજ થી લાગે છે નીચે જમાઈરાજ આવી ગયાં લાગે છે અત્યારે વખત નથી આ વાતો નો.....ને સોનલ નુ રૂપ તો આજે કોઈ દૈવી ની જેમ ખીલ્યું છે ને અંગત પણ આજે દેવતા સમાન જ લાગી રહ્યો છે ને રૂદ્ર મહારાજ ની ઈરછા થી જ આ સંબંધ બંધાયો છે....
ને સગાઇ તો શાંતિથી પતી ગઈ ને એક મહિના પછી લગ્ન પણ શાંતિથી પતી ગયા ને લગ્ન ના એક વર્ષ પછી સોનલ માં બનવાની છે સોનલ જેટલી માં બનવાની ખુશી મહેેુસુસ કરી રહી છેે એટલી જ તે આવાવાળી મુુ્કેલીઓ થી અજાણ છેે ને અત્યારે એને હકીકત જણાવવાનો સમય નથી ને હવે તો એનેે શ્રીમન કરી ને પણ તેડી લાવ્યા છીએ ને મહારાજ ના કેવા અનુસાર સોનલ ના બાળક નો જન્મ આઠમા માસમાં જ થય જશે ને પછી જ સોનલ ની ખરી મુશ્કેલીઓ ની શરૂઆત થશે ......
વધુ આવતા અંકે......