Pratishodh - 1 - 6 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ પ્રથમ અંક - 6

Featured Books
  • Shadows Of Love - 18

    टूटते मंदिर के धुएँ और राख से घिरी घाटी में जब करन और अनाया...

  • तेरे मेरे दरमियान - 42

    दुसरा बदमास कहता है --->" अरे मेरी जान , इतनी खुबसूरती का क्...

  • और एक बार की सनक

       अपनी असफलता के लिए सिर्फ भाग्य को कोसते-कोसते, वह अपने आप...

  • BTS Femily Forever - 11

    Next Ep,,,  Jimin घबरा कर हड़बड़ाते हुए "ह,न,,नहीं नहीं मै त...

  • सुख की कामना

    सुख की कामना लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्दों की कहानी)...

Categories
Share

પ્રતિશોધ પ્રથમ અંક - 6

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:6

ઓક્ટોબર 2019, દુબઈ

સમીરે જોયું કે હોલમાં મોજુદ સોફા પર એની પત્ની આધ્યા જાળીદાર નાઈટીમાં હતી, જે માંડ એનાં ઘૂંટણ સુધી આવતી હતી. આધ્યાએ પહેરેલાં લાલ રંગનાં આંતરવસ્ત્રો એની નાઈટીમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. જે અદાથી આધ્યા સોફામાં પગ લાંબા કરીને બેસી હતી એનાં લીધે એનો દેહાકાર સ્પષ્ટ નજરે પડતો હતો. એનાં બે ઉન્નત ઉરોજની જોડ વચ્ચેની ક્લિવેજ અને એની કમરનાં વળાંકો ભલભલા તપસ્વીની તપસ્યા ભંગ કરવા કાફી હતાં.

વધારામાં આધ્યાએ પોતાનાં અધરોને ઘાટી લાલ રંગની લિપસ્ટિકથી સજાવેલાં હતાં. સમીર તો આધ્યાને આ રૂપમાં જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. જેવી સમીરની નજર આધ્યા સાથે મળી એ સાથે જ આધ્યાએ કામુકતાભર્યો ઈશારો કરીને સમીરને પોતાની જોડે આવવા કહ્યું. છેલ્લાં બે મહિનાથી પોતાની પત્ની આધ્યાને સ્પર્શ પણ નહીં કરનાર સમીર આજે એનાં કામુક શરીરને જોઈ યંત્રવત બની આધ્યા તરફ આગળ વધ્યો.

જેવો સમીર આધ્યાની નજીક આવ્યો એ સાથે જ આધ્યાએ એની ટાઈ પકડીને એનું વજન પોતાની ઉપર લઈ લીધું, સમીર કંઈ સમજે એ પહેલાં તો આધ્યાએ પોતાનાં હોઠ સમીરનાં હોઠ પર મૂકી દીધાં. સમીરે આધ્યાને પોતાનાંથી દુર કરવાની કોશિશ કરી જોઈ પણ સમીર પર આધ્યાની પકડ મજબૂત હતી. થોડી વારમાં સમીર પણ ચુંબનમાં એનો સાથ દેવા લાગ્યો.

જાણે મહિનાઓથી ભૂખી સિંહણનાં હાથમાં કોઈ શિકાર આવી ગયો હોય એમ સમીર આજે આધ્યાનો શિકાર હતો. આજે કોઈપણ ભોગે પોતાનો મૃતપાય પ્રેમ પુનઃ જાગૃત કરવાની આખરી કોશિશ રૂપે આધ્યાએ આ યુક્તિ અજમાવી હતી. થોડી જ ક્ષણોમાં આધ્યા અને સમીરની જિહ્વા એકબીજાને સ્પર્શવા લાગી. જે પત્ની જોડે પોતે મહિનાઓથી સરખી રીતે બોલ્યો પણ નહોતો એ જ પત્નીનાં યૌવનને આજે સમીર ધરાઈને પીવાની કોશિશ કરી રહ્યો હતો.

"આધ્યા, આઈ લવ યુ..!" આધ્યાની ગરદન પર આક્રમક બની એક બાઈટ ભરતાં સમીર બોલ્યો.

"આઈ લવ યુ ટુ.." આધ્યાએ પણ માદકતા ભર્યાં સુરમાં એનાં આઈ લવ યુ નો પ્રત્યુત્તર આપ્યો.

ધીરે-ધીરે આધ્યાએ સમીરના શર્ટનાં એક પછી એક બટન ખોલી દીધાં અને એની ફૌલાદી છાતીમાં પોતાનો નાજુક હાથ ફેરવીને સમીરને કામોત્તેજક બનાવવાની કોશિશ કરવા લાગી. સામા પક્ષે સમીરે પણ એનાં બંને હાથનું દબાણ આધ્યાનાં ઉરોજ પ્રદેશ ઉપર વધારી દીધું હતું.

થોડી જ ક્ષણોમાં આખું ઘર સમીર અને આધ્યાની માદક સિસકારીઓથી ગુંજી ઉઠ્યું. રેહાનાનું સૂચન આખરે સમીર અને આધ્યાનાં સૂકાયેલાં સંબંધોને પાણી સીંચવાનું કામ કરી ગયું હતું. સમીર જાણે આધ્યાને ભોગવી લેવાની ઉતાવળમાં એમ એને આધ્યાની નાઈટીને ઉતારવાની કોશિશ કરી, જેનો કોઈ જાતનો વિરોધ કર્યાં વિનાં આધ્યાએ પોતાનાં હાથ ઉપરની તરફ સીધાં કરી દીધાં.

સમીરે જેવી આધ્યાની નાઈટી ઉતારી એ સાથે જ એ આંતરવસ્ત્રોમાં આવી ગઈ. આંતરવસ્ત્રોમાં તો આધ્યાનું રૂપ વધુ ખૂલીને સમીર સામે આવ્યું હતું. સમીરે પણ પોતાનો શર્ટ ઉતારીને નીચે ફેંકી દીધો. આજથી પહેલાં સમીર સેંકડો વખત પોતાની પત્ની આધ્યા જોડે સમાગમ માણી ચૂક્યો હતો પણ આજે આધ્યાએ પોતાનાં રૂપ અને અંગનું પ્રદર્શન જે બખૂબીથી કર્યું એ જોઈ સમીર આધ્યાને ભોગવવા વધુ ઉતાવળો બની હતો.

સમીર આધ્યાનાં બ્રેસિયરનો હુક ખોલવા જતો હતો પણ આધ્યાએ એને આમ કરતો અટકાવ્યો અને કામુક સ્વરે કહ્યું.

"સમીર, બેડરૂમમાં જઈએ!"

આધ્યાનાં આમ બોલતાં જ સમીરે આધ્યાને પોતાનાં મજબૂત હાથો વડે ઊંચકી લીધી. આધ્યાએ પણ નાના બાળકની માફક સમીરની ગરદન ફરતે પોતાનો હાથ વીંટાળી દીધો. સમીર એને ઊંચકીને બેડરૂમમાં લઈ આવ્યો અને પલંગમાં નાંખીને એની ઉપર ઝૂકી પડ્યો.

આધ્યા અને સમીર વચ્ચે પુનઃ ચુંબનો થકી પ્રેમની ભરપૂર લાગણીની આપ લે થઈ. થોડીવારમાં તો સમીરે આધ્યાનાં આંતરવસ્ત્રોને દૂર કરી એને અનાવૃત કરી દીધી. આધ્યાએ પલંગ પર પડેલી ચાદરને ખેંચી પોતાનાં અનાવૃત દેહને ઢાંકવાની કોશિશ કરી જોઈ પણ સમીરે એને આમ કરતી અટકાવી દીધી.

સમીર અને આધ્યા બંનેના શરીરમાં હવે એક એવી આગ ભભૂકી ઊઠી હતી જેને એ બંને જ બુઝાવી શકે એમ હતાં.

"સમીર..!" આધ્યાનાં મુખેથી માદક સિસકારી નીકળી; જે સમીરને ખુલ્લું આમંત્રણ હતું કે હવે એ સમીરની અંદર સમાઈ જવા ઉતાવળી બની હતી.

સમીર પણ એનું આમંત્રણ સમજી ગયો હોય એમ સરકીને આધ્યાની નજીક ગયો. પોતાનાં શ્વાસોશ્વાસને નિયંત્રણમાં કરવાની કોશિશ કરી રહેલી આધ્યાનો વક્ષસ્થળનો ભાગ લય બદ્ધ રીતે ઉપર નીચે થઈ રહ્યો હતો.

સમીર આધ્યાનાં શરીર પર ઝૂકી રહ્યો હતો ત્યાં અચાનક એને ઝાટકો લાગ્યો. જાણે નાનકડો વીજપ્રવાહ એનાં શરીરમાંથી પસાર થઈ ગયો હોય એમ એનું શરીર ધ્રુજી ઉઠ્યું.

"સમીર, શું થયું?" સમીરના મુખનાં બદલાયેલાં ભાવ જોઈ આધ્યાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"આધ્યા, મારી તબિયત ઠીક નથી!" સમીરે પલંગ પરથી ઊભાં થતાં કહ્યું.

"પણ અચાનક એવું તે શું થઈ ગયું?" આધ્યા પોતાનાં અનાવૃત દેહને ચાદરમાં વીંટીને પલંગમાંથી હેઠે ઉતરી સમીરની જોડે આવી.

"કંઈ નહીં." અણગમાનાં ભાવ સાથે આટલું કહી સમીર તુરંત બેડરૂમમાંથી બહાર નીકળી ગયો.

આધ્યા પણ એની પાછળ-પાછળ બેડરૂમમાંથી બહાર આવી. આધ્યા એ અચાનક સમીરને શું થઈ ગયું એ સવાલ પાંચ-છ વખત કર્યો પણ સમીર એનાં પ્રશ્નનો કોઈ જવાબ આપ્યાં વગર ગેસ્ટરૂમમાં જતો રહ્યો.

આધ્યા એને રોકવા ગઈ પણ એ પહેલાં તો સમીરે ધડામ કરતો દરવાજો એનાં મોં સામે બંધ કરી દીધો. આખરે સમીરને અચાનક શું થઈ ગયું એ સમજવામાં અસમર્થ આધ્યા રડતી-રડતી પોતાનાં બેડરૂમમાં જઈને પલંગ પર ફસડાઈ પડી. સમીર પોતાની જોડે કેમ આવું વર્તન કરી રહ્યો છે એ વિશે વિચારતાં-વિચારતાં આધ્યા ક્યારે સુઈ ગઈ એની એને ખબર જ ના રહી.

સવારે જ્યારે એની આંખ ખુલી તો એને જોયું કે સમીર ઘરેથી નીકળી ચૂક્યો હતો. આખરે આ જ પોતાનું નસીબ હશે એમ માની આધ્યા સ્નાન કરવા માટે બાથરૂમમાં પ્રવેશી. આધ્યા જ્યારે સ્નાનાર્થે બાથરૂમમાં ગઈ ત્યારે બેડરૂમમાં લગાડેલી એની અને સમીરની તસવીરમાં સમીરની આંખો વિચિત્ર રીતે ચમકવા લાગી.!

★★★★★★

"ઈનફ ઇઝ ઈનફ! જે સંબંધમાં પહેલાં જેવી હૂંફ જ ના રહી હોય એ સંબંધમાં જોડાઈ રહેવાનો અર્થ જ નકામો છે." કોફી પીતાં-પીતાં આધ્યા મનોમન બોલી.

રાતે સમીરને રીઝવવાનો પોતાનો છેલ્લો પ્રયત્ન પણ વિફળ જતાં એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ચુક્યો હતો. કોઈ જાતની લાગણી વગર એક ઘરમાં રહેવાનું હવે આધ્યા માટે અસહ્ય બની ગયું હતું. આ નર્ક જેવી જીંદગીમાંથી વહેલી તકે છૂટકારો મેળવવાનું મન આધ્યા બનાવી ચૂકી હતી.

"રેહાના, તારું એક અરજન્ટ કામ છે." બુક સ્ટોરમાં પગ મૂકતાં જ આધ્યાએ સ્ટોરની માલિક અને પોતાની મિત્ર એવી રેહાનાને કહ્યું.

"બોલ ને." રેહાનાએ કહ્યું. "તું પરેશાન હોય એવું લાગે છે."

જવાબમાં આધ્યાએ રેહાનાએ ગઈકાલે જે કંઈપણ ઘટિત થયું હતું એ અંગે સઘળી માહિતી જણાવી દીધી. આધ્યાની વાત શાંતિથી સાંભળ્યાં બાદ રેહાનાએ એને સાંત્વના આપી અને પૂછ્યું.

"તો હવે તું શું કરવા માંગે છે?"

"મારે નથી રહેવું એ માણસ જોડે!" ગુસ્સામાં આધ્યાએ કહ્યું. "મારે ડાયવોર્સ જોઈએ છે સમીરથી. તારાં જોડે કોઈ સારા લોયરનો કોન્ટેક્ટ હોય તો આ કામમાં મારી મદદ કરી આપીશ."

"આધ્યા, હું તારી બધી જ મદદ કરવા તૈયાર છું. પણ યાર, તું સમજી વિચારીને તો આ નિર્ણય લઈ રહી છે ને?"

"હા મેં બધું વિચારી લીધું છે." આધ્યાએ પોતાનાં આંસુ લૂછતાં કહ્યું. "હું કોઈપણ સંજોગોમાં એ માણસ જોડે રહેવા નથી માંગતી એ સ્પષ્ટ છે."

"સારું. મારાં એક એડવોકેટ મિત્ર છે, મિસ્ટર ફારૂખ સિદ્દીકી. એ અવશ્ય તારી મદદ કરશે. હું એમને કોલ કરીને એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું."

"થેન્ક્સ!" રેહાનાને ગળે લગાવી આધ્યા બોલી.

રેહાનાએ એડવોકેટ ફારૂક જોડે સાંજની એપોઈનમેન્ટ મેળવી લીધી. રેહાનાએ આપેલાં એડ્રેસ ઉપર નિયત સમયે આધ્યા પહોંચી ગઈ. એડવોકેટ સિદ્દીકી જોડે આધ્યા જ્યારે ડાયવોર્સ સંબંધી જરૂરી ચર્ચાઓ કરીને સિદ્દીકીની ઓફિસમાંથી બહાર નીકળી અને ટેક્સીમાં બેસી પોતાનાં ઘર તરફ ચાલી નીકળી.

આધ્યા જ્યારે એડવોકેટની ઓફિસમાંથી નીકળીને ટેક્સીમાં બેસી ત્યારે ઓફિસની સામે આવેલાં બગીચા નજીક ઊભેલી મર્શિડીઝ કારમાં બેસેલાં એક દાઢીધારી શખ્સે પોતાનાં મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો.

"અસલ્લામ વાલેકુમ.!" ફોન રિસીવ થતાં જ એક ભારે અવાજ સંભળાયો.

"વાલેકુમ અસ્સલામ ભાઈ, હું અત્યારે સિદ્દીકીની ઓફિસ બહાર ઊભો છું. એ છોકરી હમણાં જ સિદ્દીકીની ઓફિસમાંથી બહાર આવી છે."

"સારું, તું હવે ચૂપચાપ ત્યાંથી નીકળી જા. એ છોકરી પર હવે ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. તને તારાં કામનાં બાકીનાં પૈસા કાલ સાંજ સુધીમાં મળી જશે."

"ખુદાહાફિઝ!"

"ખુદાહાફિઝ.!" કોલ રિસીવ કરનાર વ્યક્તિએ આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)