ભારતમાતા ઊભા છે.તેમની આગળ ભારત નો નકશો બનેલી રેખાકૃતિ છે. અને અલગ અલગ રાજ્ય ની રેખાકૃતિ માં એક એક વ્યક્તિ બેઠી છે. દરેક રાજ્ય એકબીજાને મદદ કરી રહ્યું છે. આ જોઇ ભારતમાતા ખુશ છે. બધા જ લોકો પ્રાણીઓની, પ્રકૃતિની અને એકબીજાની મદદ કરી રહ્યાં છે.
કેરલ ના ભાગમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને કહે છે. " અમારો પ્રદેશ સૌથી શિક્ષિત છે. હવે અમે અન્ય રાજ્યોમાં જૈને સૌ કોઇને શિક્ષિત કરીશું અને આદર્શ જીવન જીવતાં શીખવીશું."
(કેરલ નો વ્યક્તિ અન્ય રાજ્યોમાં જૈને શિક્ષણ આપે છે.)
પંજાબમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને કહે છે. "અમારી સૌથી વધુ વસ્તી આર્મી માં છે. અને અમે સૌ હંમેશા આ રીતે ભારતમાતા અને આપ સૌની મદદ કરતાં રહીશું."
ગુજરાતમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને કહે છે- "આપણાં દેશનાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ અમારા ગુજરાતની ભૂમિ પર જન્મ લઇને આ ભૂમિને પાવન બનાવી છે. સરદાર વલ્લભભાઇ પટેલે પણ આ ભૂમિ પર જન્મ લઇ લોકોમાં એક્તા ફેલાવી છે. અમે પણ આ જ રીતે લોકોને મદદ કરતાં રહીશું અને આપણે સૌ હળી મળી ને એક થઇને રહીશું. "
રાજસ્થાનમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને કહે છે, " અમે શાસ્ત્રીય સંગીત ના રાગ સારંગમાં ખૂબ મોટી સિદ્ધિ મેળવી છે.અમારા અવાજમાં આપણાં દેશની માટી ની મીઠાશ રહેલી છે. અમે અન્યોને પણ આ રાગ શીખવી તેમને સંગીતની દેવી માં સરસ્વતીની આરાધના કરતાં શીખવીશું."
ઉત્તરપ્રદેશમાંથી એક વ્યક્તિ ઉભી થાય છે અને કહે છે-" ભગવાન શ્રી રામે અયોધ્યાની ધરા પર જન્મ લઇને ત્યાગ અને સમર્પણ કરતાં શીખવ્યું છે. અમે પણ આ જ રીતે ત્યાગ અને સમર્પણ અપનાવી સૌની હ્રદય થી મદદ કરીશું"
હરિયાણા થી એક વ્યક્તિ ઊભી થઇને કહે છે- "અમારી કુરુક્ષેત્રની ભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણએ પરિવાર ના મોહ અને સત્ય વચ્ચે ફસાયેલા પાર્થ ને ગીતા ઉપદેશ સંભળાવ્યો હતો. જે સત્ય ની રાહ બતાવે છે. અમે પણ ગમે તેવા વિકટ સંજોગોમાં પણ સત્ય નાં પથ પર જ અડગ રહીશું. અને ઇશ્વર ના અસ્તિત્વ ને ટકાવી રખવા માં મદદ કરીશું."
સૌ રાજ્ય પોતપોતાની વિશેષતા અને યોગ્દાન ની ફરજ દર્શાવે છે. ભારતમાતા ખુશ છે. સમય બદલાય છે. જુની પેઢી નીકળે છે અને નવી પેઢીનું આગમન થાય છે.
ગુજરાતમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને અહંકારથી બોલે છે.-"જોયું ભારતવાસીઓ? ગુજરાતી બધે જ ફેલાયેલો છે. રાષ્ટ્રપિતા ગુજરાતી, પ્રધાનમંત્રી ગુજરાતી, નાણાંમંત્રી ગુજરાતી, અરે! ૨૧મી સદીની આઠમી અજાયબી ની પ્રતિમા પણ ગુજરાતીની જ."
આ જોઇ ભારતમાતા અચરજ પામે છે. મારા સંતાનોમાં આવો અહંકાર?
આ સાંભળી ઇર્ષ્યા પામેલ તમિલનાડુંની એક વ્યક્તિ ઊભી થાય છે. અને કહે છે. "અમે પણ કાંઇ ઓછા નથી. સાચા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અમારી ધરતી એ આ દેશ ને આપ્યા છે."
ઝારખંડમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને કહે છે. "અમારું બોકારોનું સ્ટીલ પ્લાન્ટ ખૂબ પ્રખ્યાત છે. અને અમારું જમશેદપૂર TISCO ની ખ્યાતિ ઓછી નથી.! ભારતનાં ક્રિકેટર મહેંદ્રસિંહ ધોની અમે જ આ દેશને આપ્યા છે."
પશ્ચિમ બંગાળમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે છેઅને કહે છે - "તો અમારી પાસે પણ પ્રાકૃતિક સૌંદર્ય છે. જે ઇશ્વરે ફક્ત અમને જ આપી છે. કેમ કે તમે લોકોએ તો બધુ ઉજ્જડ વેરાન કરી દેશો એ બાબત ઇશ્વર પણ જાણે છે. અરે!, સુરીલા અવાજમાં તો અમે દેશનું નામ રોશન કર્યુ છે.અરિજિત સિંહ, કુમાર સાનુ જેવા ગીતકારો, અને રવિન્દ્ર નાથ ટાગોર જેવા કવિગુરુ અમારી ધરતી એ આપેલા છે. અમે સંગીતમાં કઇ પાછળ નથી. એટલુ જ નહિ, અનન્ય યાંત્રિક વાહનવ્યવહાર એવી ટ્રમ જે રોડ પર ચાલતી ટ્રેન છે, એ ફક્ત અમારી પાસે જ છે."
આસામમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે, "હા તો? સૌથી સુંદર હિલ સ્ટેશન અમારી પાસે છે. અને સમગ્ર ભારતને ચા-કોફી અમે પૂરી પાડીએ છીએ."
ત્યાં કાશ્મીરમાંથી એક વ્યક્તિ ઊભો થાય છે અને કહે છે-"આપ્યું હશે તમે લોકોએ, આટલી ઠંડીમાં હિમાલય ને અમે બચાવ્યો. તમે બધાએ તો ઉદ્યોગો વસાવી, પ્રદૂષણ ફેલાવી અમારી સુંદરતા બગાડી નાખી."
ઓરિસ્સામાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અમે કહે છે. એમા અમારો કોઇ વાંક નથી. અમે તો હજુ ગ્રામ્ય સંસ્કૃતિ જ અપનાવી રાખી છે. ભુવનેશ્વરનું પવિત્ર ધામ અમારી પાવન ભૂમિમાં છે. અને અમારી ભૂમિના દર્શન કરવા તમે સૌ અહીં આવો જ છો અને આવવું જ પડશે.
સૌ ઝગડવા લગે છે. ભારતમાતા બધાને અટકાવે છે. પણ કોઇ સાંભળતું નથી. અંદરોઅંદર ઝગડવા લાગે છે. મારા મારી, બોમ્બ બ્લાસ્ટ, આમ થી આમ પડે છે.
થોડી વાર પછી બધુ શાંત થાય છે. કાળા ડાઘા વાળા કદરૂપી થયેલા ભારતમાતા રડતાં મુખે ઊભા થાય છે અને બોલે છે. "આ શું? મારા સંતાનો આવા? મારી ધરતી પર ઋષિમુનિઓએ જન્મ લીધો.કોઇ જાત પાત વગર, નામ કે કિર્તીની આશા વિના નિ:સ્વાર્થ ભાવે વિશ્વને આધ્યાત્મ અને વિજ્ઞાનનો માર્ગ આપ્યો. શાંતિનો રસ્તો બતાવ્યો. આ દ્વેષ અને ઇર્ષ્યા ક્યાંથી આવ્યા? આ પતનનો માર્ગ કોણે બતાવ્યો?"
એટલામાં એક ઘાયલ વ્યક્તિ ઊભી થાય છે. "માં!, અમ અબોધ ને માફ કરી દો.. અમે અહંકારમાં આંધળા થઇ ગયા હતા. ભૂલી ગયા હતા કે અમે સૌ તમારા જ સંતાનો છીએ. પરંતુ અમારા દ્વારા થયેલા પતન અને વિનાશે અમારી આંખો ખોલી દીધી છે. હવે અમે એક્તાનો માર્ગ અપનાવીશું."
મહારાષ્ટ્રમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે. અને કહે છે - "શુ? અપનવીશું?
સૌ ચકિત થઇને તે વ્યક્તિની સામે જુએ છે. અને તે વ્યક્તિ બોલે છે. મોડું કેમ? આજ થી જ અપનાવીએ છીએ. હવે, આજ થી આપણે સૌ એક છીએ. ન કોઇ ઊંચ, કે ન કોઇ નિમ્ન. કેમ મિત્રો? બરાબર ને?"
બધા તેનાં સ્વર માં સ્વર મેળવે છે. - "હા હા , બરોબર."
ભારતમાતા (ઉદાસ મુખે): જાણીને આનંદ થયો કે હવે તમે સૌ એક થઇ ને રહેશો. તમારી આંખો તો ખૂલી ગઇ, પણ ખૂબ મોડું થઇ ગયુ છે."
ઉત્તરપ્રદેશથી એક વ્યક્તિ કહે છે - " મોડું? કઇ રીતે માતા?"
ભારતમાતા : જરા તમારી આસપાસ તો જુઓ! તમે સૌ એ મારી બહેન પ્રકૃતિની શી દશા કરી દીધી છે? આ અબોલ પશુઓ, આ વનસ્પતિ, આ પર્યાવરણ, જુઓ , શું કર્યું તમે બધાએ?"
એટલામાં પ્રકૃતિ સ્વરૂપે એક સ્ત્રી પ્રગટ થાય છે. અને રડવા લાગે છે. આ જોઇ રાજસ્થાનથી એક વ્યક્તિ કહે છે. - "રડશો નહિ માતા. અમે જ આ બગાડ્યું છે, અને અમે જ આ સુધારીશું."
બધા જ રાજ્યો સાથે મળીને : " હા , અમે જ આ સુધારીશું."
આમ કહી સૌ વૃક્ષારોપણ કરે છે, છોડ વાવે છે. મધ્યપ્રદેશથી એક વ્યક્તિ કહે છે- "હે માતા! હવે તો બધુ યોગ્ય થઇ રહ્યું છે ને?"
ભારતમાતા: " હા, પણ હજી આ કાર્ય પૂરું નથી થયું. આ છોડ જ્યા સુધી વૃક્ષ નહિ બને અને આ અબોલ સજીવો ફરીથી ખુશીથી જીવી નહિ શકે, ત્યાં સુધી આપણી જવાબદારી અધુરી છે.
પ્રકૃતિમાતા : " હા, બરાબર છે. પણ જે થઇ ગયું છે એનું શું? તમે મને મારા સંતાનો માટે સાજી કઇ રીતે કરશો? "
અચાનક ભારતની બહારથી એક વયક્તિ આવે છે અને કહે છે - "તેની ચિંતા તમે ના કરશો માતા. તમે ફક્ત ભારતની જ માતા નથી. અમે પણ તમારા સંતાનો છીએ."
આસામથી એક વ્યક્તિ કહે છે- "તમે કોણ?" ( આશ્ચર્ય થી)
વ્યક્તિ: હું ઇઝરાયલ થી છું. અમે માં પ્રકૃતિની સેવામાં સદા તત્પર રહીએ છીએ. પણ અમને લોકોની અને આર્થિક સહાયની જરૂર પડશે.
એટલામાં બીજો વ્યક્તિ ભારતની બહારથી આવે છે અને કહે છે. આર્થિક સહાય માં અમે તમને મદદ કરીશું."
ગુજરાતમાંથી એક વ્યક્તિ કહે છે- "તમે કોણ?"
વ્યક્તિ: હું યુએસએ, અમેરિકાથી.
ચાર વ્યક્તિઓ આવે છે અને કહે છે - " અને લોકોની જરૂરિયત માટે અમે છીએ ને?"
૧લો વ્યક્તિ : નમસ્કાર, હું આફ્રિકાથી.
૨જો વ્યક્તિ : નમસ્કાર, હું બ્રાઝિલ થી.
૩જો વ્યક્તિ: અને હુ પેરુ થી.
૪થો વ્યક્તિ: હુ કેનેડા થી.
સૌ ખૂબ જ ખૂશ થઇ જાય છે.
ભારાતમાતા : ચાલો, સૌ ભેગા મળી મંથી કામ કરશે તો કાર્ય ખૂબ સરસ જ થશે.
સૌ જુની સંસ્કૃતિ પ્રમાણે જીવવા લાગે છે. સમય બદલાય છે. સૌ બધા જ દેશો હળી મળી ને રહેવા લાગે છે. પ્રકૃતિની શોભા જંગલો અને પશુ પક્ષીઓથી વધે છે.
ભારતમાતા અને પ્રકૃતિમાતા આવે છે અને ખુશ થતા પ્રકૃતિમાતા કહે છે-"જોયુ? આ દુનિયાને ચલાવવાની અને અંતની શક્તિ ઇશ્વરે માત્ર મનુષ્યને જ આપી છે. ભરતવાસીઓ ! જોયુ? ભેગા મળીને તમે શું કરી શકો છો?
ભારત સિવાય ના અન્ય દેશો ના વ્યક્તિ એક સાથે કહે છે - "એક ભરત શ્રેષ્ઠ ભારત"
દરેક ભારતવાસી - અહ્હ્હ્હ! એક વિશ્વ શ્રેષ્ઠ વિષ્વ.
સૌ હસે છે અને ગળે મળીને ખુશ થાય છે.