Chalo Fatakada kharidva market jaie in Gujarati Children Stories by Heena Hemantkumar Modi books and stories PDF | ચાલો ફટાકડા ખરીદવા માર્કેટ જઈએ...

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ચાલો ફટાકડા ખરીદવા માર્કેટ જઈએ...

ચાલો ફટાકડા ખરીદવા માર્કેટ જઈએ...

સવારમાં ઉઠતાં વેંત જ થીયાએ કાગારોળ શરૂ કરી દીધી. સાથે-સાથે એની કઝીન બહેનો દીયા, હીયા અને જીયાએ પણ સૂર પૂરાવ્યો. સહિયારા કુટુંબમાં ઉછરી રહેલ આ ચારેય બહેનોએ એમની મમ્મીઓ વિરુદ્ધ આંદોલન શરૂ કરી દીધું. સવારમાં સામસામે ચાલી રહેલ ધાંધલધમાલથી દાદાજી અકળાયા. એમણે પૂજા-પાઠ કરી રહેલ બા ને પૂંછ્યું. “ઢીંગલીઓ સવાર-સવારમાં શી જીદ્દ કરે છે? અને, વહુઓ, મચક કેમ નથી આપતાં? આટલી બધી ધાંધલધમાલ પાર્લામેન્ટમાં હોય એમ...!” બા એ માંડીને વાત કરી “દીકરીઓની ગઈ કાલ જ સ્કૂલમાં પરીક્ષા પૂરી થઈ. આજથી દિવાળી વેકેશન શરૂ થયું. પરીક્ષાની તૈયારીઓ દરમિયાન એમની મમ્મીઓએ પ્રોમીસ આપ્યું હતું કે પરીક્ષા પૂરી થયે એમને ફટાકડા કઈ આપશે. ગઈકાલે પરીક્ષા પૂરી થયે બધા શોપિંગ કરી આવ્યા. અવનવી ભાતભાતની ચીજવસ્તુઓની ખરીદી કરી. પરંતુ એકેય વહુએ પોતાનું પ્રોમીસ નિભાવ્યું નહીં.ઢીંગલીઓને ફટાકડા લઈ નહીં આપ્યા એની ધમાલ ચાલે છે.”

સાયન્સ કોલેજનાં રીટાયર્ડ એવાં પ્રોફેસર દાદાજી આખી વાત સમજી ગયા. એમણે વાતનો દોર હાથમાં લીધો. દાદાજી બોલ્યાં – “ટબુક્તીઓ, ચાલો ગાર્ડનમાં જઈએ.” દાદાજીએ સ્ટેપ બાય સ્ટેપ દીકરીઓનું કાઉન્સીલીંગ શરૂ કર્યું. પહેલાં યોગ-હળવી કશરત કરાવી. ત્યાં સુધીમાં બા પણ ગરમાગરમ નાસ્તો લઈને ગાર્ડનમાં આવી પહોંચ્યા. બધાએ બાગમાં મંડળી જમાવી. દાદાજીએ ધીરે-ધીરે વાતની શરૂઆત કરી. દાદાજીએ પૂછ્યું “ચાલો, કોણ મને જવાબ આપશે કે આપણે દીવાળીમાં ફટાકડાં શા માટે ફોડીએ છીએ? સૌથી મોટી થીયાએ જવાબ આપ્યો “અસત્ય પર સત્યનો વિજય થયો એટલે સેલીબ્રેશન કરવા માટે. મીઠડી એવી સૌથી નાનકડી હીયાએ તાળીયો પાડી જવાબ આપ્યો “મને તો ખૂબ મજા પડે એટલે...”

બસ!, દાદાજીએ વાત પકડી લીધી અને કહ્યું “બેટા! થીયા તું સૌથી મોટી છે. રામ-રાવણ, સત્ય-અસત્ય. બસ, દર વર્ષે એકની એક બાબતનું સેલિબ્રેશન કરવાનું ?! ધીસ ઈઝ નોટ ફેર. આપણે પોતે તો કોઈ વિજય મેળવ્યો નથી તો પછી... એકની એક કેસેટ શું કામ વગાડવી? લોજીકલી એ તો ઠીક નથી. જુઓ, ટબુક્લીઓ દરેક વાર, તહેવાર, માન્યતાની પાછળ લોજિક હોય છે. વૈજ્ઞાનિક કારણસર પ્રથા ચાલુ થઈ હોય એટલે આપણે વાતનું મૂળતત્વ સમજવું જરૂરી છે. દિવાળી ચોમાસાની ઋતુ પછી તરત આવે છે. ચોમાસામાં દરમાં પાણી ભરાતાં ઝેરી-જીવજંતુઓ જમીનમાંથી બહાર આવ્યા હોય છે. આથી ચોમાસું પુરું થયે આપણે મોટાં-મોટાં અવાજો કરીએ છીએ જેથી જીવજંતુઓ ફરીથી એમનાં દરમાં જાય જેથી આપણાં માટે કોઈ ભય ન રહે. વળી, ચોમાસામાં ઠેરઠેર પાણી ભરવાનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો હોય છે. જેથી મલેરિયા, ડેન્ગ્યું, ફ્લુ જેવા રોગોનો ભોગ બની શકાય. તેમજ વાતાવરણમાં અનેક સૂક્ષ્માંજીવાણુઓ પણ ફેલાયેલા હોય છે. આમ, વાયરસ ફંગલ અને હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરવા, વાતાવરણને ચોખ્ખું સ્વચ્છ કરવા ધુમાડો કરીએ છીએ. પરંતુ તે સમયે વિવિધ કુદરતી ઔષધિઓ અને વનસ્પતિઓ દ્વારા અવાજ અને ધુમાડો કરવામાં આવતા. હવે તો સાવ ઉલટું થઈ ગયું છે વિજ્ઞાનને એરણે ચડાવી મોજશોખ માટે પરંપરાગત પ્રથાઓ ઉજવતા થઈ ગયા છે.”

દિયાએ પ્રશ્ન કર્યો “દાદાજી! તો હાલનાં અને પ્રાચીન ફટાકડાંમાં શું ફરક છે?” દાદાજીએ જવાબ આપ્યો હાલનાં ફટાકડાં હાનિકારક દ્રવ્યો જેવા કે પોટેશિયમપ્રીક્લોરેટ, એલ્યુમિનીયમ પાવડર અને સલૂર હોય છે. જેનાથી ધ્વનિપ્રદૂષણ થાય જે કર્ણપટલને નુકશાન કરે ક્યારેક બહેરાશનાં કિસ્સાઓ પણ બને છે. ફેફસાંને નુકસાન થાય છે. અસ્થમા જેવાં દર્દીઓનો જીવ પણ જોખમમાં પણ મૂકાય છે. ચામડીઓની એલર્જી પણ થાય છે. વળી, અતિ આધુનિક ફટાકડાં જેમકે રોકેટ. જેનાથી આગ લાગવા સુધીની દુર્ઘટના બને છે. બધાનાં મોં ફીક્કા પડી ગયા. પણ નટખટ જીયાએ પૂછ્યું “હું આ ફટાકડાની વાત તો સમાજમાં આવી પરતું આપણે દિવાળીમાં અવનવી વાનગીઓ, મિઠાઈઓ ખાવાનો પણ પરંપરાગત રિવાજ છે. એનું વૈજ્ઞાનિક કારણ શું?” બા હસી પડ્યાં અને બોલ્યાં “ચોમાસાના ચાર મહિના આપણે વધારે હલનચલન કે કામ નથી કરતાં પહેલાનાં સમયમાં મુખ્યકામ ખેતીવાડીનું રહેતું એવા કામ વરસાદને કારણે વધુ કરી શકાતાં ન હતા. વળી, ભેજયુક્ત વાતાવરણમાં આપણું પાચનતંત્ર પણ નબળું હોય છે જેથી વધુ મશાલેદાર, તળેલો આહાર આરોગવા પર કંટ્રોલ કરતા હતા. અમુક સંપ્રદાયમાં તો આ સીઝનમાં ઉપવાસ કરે છે જેથી પાચનતંત્રને આરામ મળી રહે. આમ ચાર મહિના ડાયટ કંટ્રોલ કર્યું હોય એટલે ચોમાસું પુરું થયે ખાવાની લીજ્જત માણી લઈએ છીએ. તોફાની થીયા બોલી “હાસ તો ઇતના તો બનતા હૈ” બધા ખડખડાટ હસી પડ્યા.

બધાનાં મન પારખી ગયેલ દાદાજી લાગ જોઈને બોલ્યાં “ચાલો દીકરીઓ! આપણે ફટાકડાં લેવા માર્કેટ જઈએ. સાંજે ખૂબ મજા કરીશું.”

થીયા, દીયા, જીયા, હીયા સૌ એક સાથે બોલી ઊઠ્યાં

“ના.. ના...ના.. રે.... દાદાજી

અમારે ફટાકડાં નથી ફોડવાજી

આમારે વાતાવરણને પ્રદૂષિત નથી કરવુંજી

ના.. ના...ના.. રે.... દાદાજી”

ચારેય ફેરફુદરડી ફરતી ગઈ આ નાનકડું ગીત ગાતી ગઈ અને હર્ષાકિલ્લોલ થઈ ગયો. સાથે દાદા-દાદી પણ ગીતમાં જોડાયા

અમારી ઢીંગલીઓ ધર્મ અને વિજ્ઞાનને સમજનારીજી

પરંપરાને બહાને ખોટાં ગતાગડા નહીં કરનારીજી

ચારેય મમ્મીઓ દૂરથી આ ખેલ જોતા રહ્યાં અને મલકાતાં-મલકાતાં પોતપોતાની ઓફિસે જવા નીકળી ગયા.