આરતી બેઠી બેઠી તે સ્મૃતિઓને વાગોળતી હતી.
"આરતીના માનસ પર તે વિસ્મય સ્મૃતિઓ એક પછી એક પડઘાયા કરતી હતી."
યુગે કહેલી વચન સ્વરૂપ વાતો આરતીને યાદ આવતાં જ તેની આંખોમાંથી અશ્રુની ધારા નિરંતર વહેતી રહે છે. યુગ કહેતો હતો કે આરુ હું એવું ઈરછું છું કે તું મારી સાથે ખુશમય જીવન વિતાવ, ઉપરાંત તને જે વસ્તુની ઈરછા છે અને તું જે કંઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માંગે છે તે તમામ વસ્તુને હું આપવાનો પ્રયત્ન કરીશ અને આગળ વધતા યુગ કહે છે: આરુ તું મારું હૃદય અને હું તારી આત્મા...
હું તને જગતની સૌથી સુખી મહિલા અને સુખી પત્ની બનાવવા ઈરછું છું, હું જાણું છું કે આ કાર્ય થોડું મુશ્કેલ પરંતુ મારો પ્રેમ તે કાર્યને પણ શક્ય બનાવીને જ રહેશે. કેટલીકવાર તો મને તારા પ્રત્યે ઈષ્યૉ થાય છે કારણ કે તારી પાસે બિનઉપયોગી એવા ઘણા ગુણો છે જે આવશ્યક ન હોય તેવા લોકોને આકર્ષે છે. પરંતુ મને આ ગુણો વધુને વધુ પ્રેમ કરવા માટે ઉત્સાહિત કરે છે.
આરુ....આરુ તું સાંભળે છે તો ખરીને આરતી યુગની શબ્દોરૂપી વાણીનો પ્રત્યુતર આપતાં કહે છે કે.....
"હા યુગ હું તારી દરેક વાતને સાંભળી રહી છું."
હા તો સાંભળ આરુ: ઈશ્વરે મનુષ્યને સંપૂર્ણ જીવન જીવવા માટે અનેક સુંદર એવા દ્રશ્યો અને અન્ય આકર્ષક, સુંદર વસ્તુઓનું સર્જન કર્યું છે. પરંતુ હું જ્યારે તને જોઉં છું ત્યારે મને લાગે છે કે તું આ તમામ દ્રશ્ય અને વસ્તુઓ કરતાં પણ ભવ્ય છે...
આટલું સાંભળતા આરતી યુગનો હાથ પકડીને કહે છે કે યુગ તને એક વાત કહું..અરે બોલને આરુ શું કહેવું છે તારે,
"યુગ તું મારો સાથ હંમેશા આપીશને?"
"તું હંમેશા મારી સાથે રહીશને?"
હા આરુ હું તારો સાથ હંમેશા નિભાવીશ, તને ક્યારેય પણ છોડીને નહીં જાઉં તારા વગર તો મારું જીવન શક્ય જ નથી આરુ,તું મારો જીવ છે અને જીવ વગર થોડું જીવાય આરુ.....
આજે યુગના કહેલા આ અમૃતરૂપી વેણ ક્યાં અલિપ્ત થઈ ગયા છે. આજે તો અમને છૂટા પડ્યાને બે વર્ષ વીતી ગયા છે. એક સમયે યુગ મારા વગર રહી પણ ન શકતો હતો..
શું આજે યુગ મારા વિના રહી.......
કેમ યુગ તું આટલો બદલાઈ ગયો, તે મને વચન આપ્યુ હતુ કે તું મને તારી પત્ની બનાવીશ.
તે તો પળવારમાં જ બધા જ વચન તોડી નાખ્યા. તને તારી આરુ પર આટલો પણ વિશ્વાસ ન હતો, એક
આરતી બેઠી બેઠી તે સ્મૃતિઓને વાગોળતી હતી.
"આરતીના માનસ પર તે વિસ્મય સ્મૃતિઓ એક પછી એક પડઘાયા કરતી હતી."
યુગે કહેલી વચન સ્વરૂપ વાતો આરતીને યાદ આવતાં જ તેની આંખોમાંથી અશ્રુની ધારા નિરંતર વહેતી રહે છે. યુગ કહેતો હતો કે આરુ હું એવું ઈરછું છું કે તું મારી સાથે ખુશમય જીવન વિતાવ, ઉપરાંત તને જે વસ્તુની ઈરછા છે અને તું જે કંઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માંગે છે તે તમામ વસ્તુને હું આપવાનો પ્રયત્ન કરીશ અને આગળ વધતા યુગ કહે છે: આરુ તું મારું હૃદય અને હું તારી આત્મા...
હું તને જગતની સૌથી સુખી મહિલા અને સુખી પત્ની બનાવવા ઈરછું છું, હું જાણું છું કે આ કાર્ય થોડું મુશ્કેલ પરંતુ મારો પ્રેમ તે કાર્યને પણ શક્ય બનાવીને જ રહેશે. કેટલીકવાર તો મને તારા પ્રત્યે ઈષ્યૉ થાય છે કારણ કે તારી પાસે બિનઉપયોગી એવા ઘણા ગુણો છે જે આવશ્યક ન હોય તેવા લોકોને આકર્ષે છે. પરંતુ મને આ ગુણો વધુને વધુ પ્રેમ કરવા માટે ઉત્સાહિત કરે છે.
આરુ....આરુ તું સાંભળે છે તો ખરીને આરતી યુગની શબ્દોરૂપી વાણીનો પ્રત્યુતર આપતાં કહે છે કે.....
"હા યુગ હું તારી દરેક વાતને સાંભળી રહી છું."
હા તો સાંભળ આરુ: ઈશ્વરે મનુષ્યને સંપૂર્ણ જીવન જીવવા માટે અનેક સુંદર એવા દ્રશ્યો અને અન્ય આકર્ષક, સુંદર વસ્તુઓનું સર્જન કર્યું છે. પરંતુ હું જ્યારે તને જોઉં છું ત્યારે મને લાગે છે કે તું આ તમામ દ્રશ્ય અને વસ્તુઓ કરતાં પણ ભવ્ય છે...
આટલું સાંભળતા આરતી યુગનો હાથ પકડીને કહે છે કે યુગ તને એક વાત કહું.અરે બોલને આરુ શું કહેવું છે તારે,
"યુગ તું મારો સાથ હંમેશા આપીશને."
"તું હંમેશા મારી સાથે રહીશને."
હા આરુ હું તારો સાથ હંમેશા નિભાવીશ, તને ક્યારેય પણ છોડીને નહીં જાઉં તારા વગર તો મારું જીવન શક્ય જ નથી આરુ,તું મારો જીવ છે અને જીવ વગર થોડું જીવાય આરુ.....
આજે યુગના કહેલા આ અમૃતરૂપી વેણ ક્યાં અલિપ્ત થઈ ગયા છે. આજે તો અમને છૂટા પડ્યાને બે વર્ષ વીતી ગયા છે. એક સમયે યુગ મારા વગર રહી પણ ન શકતો હતો..
શું આજે યુગ મારા વિના રહી.......
કેમ યુગ તું આટલો બદલાઈ ગયો, તે મને વચન આપ્યુ હતુ કે તું મને તારી પત્ની બનાવીશ.
તે તો પળવારમાં જ બધા જ વચન તોડી નાખ્યા. તને તારી આરુ પર આટલો પણ વિશ્વાસ ન હતો, એક ગેરસમજણના લીધે આપણો સંબંધ જ પૂરો કરી નાખ્યો. તે મારી એકપણ ના સાંભળી.
કેમ યુગ? કેમ યુગ?
આવું કર્યું?
મેં થોડાસમય માટે તને મારાથી દૂર રહેવાનું કિધું હતું કારણ કે મને કેન્સર નામની ભયંકર બીમારી હતી, તને જો એની ખબર પડી જાત તો તું પોતાના હોંશમાં જ ન રહેત. મારી સારવાર ચાલતી હતી, કેન્સરના પહેલાં પડાવમાં જ હતી. હું ઝડપથી ઠીક થઈ જવાની હતી. મેં તને થોડા સમય માટે દૂર રહેવાનું કિધું, પરંતુ તે તો હંમેશા માટે જ દૂર.....
તે તો મને દગાબાજ સમજીને દૂર જ કરી દિધી....