jivanno sangath prem - 14 in Gujarati Love Stories by Surbhi Anand Gajjar books and stories PDF | જીવન નો સંગાથ પ્રેમ - 14

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જીવન નો સંગાથ પ્રેમ - 14

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-14


જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ relationship માં આવી જાય છે અને રાહુલ નાં મિત્રો ને આ વાત ની જાણ થઈ જાય છે…હવે આગળ…

સંજના રાહુલ ને ફોન કરીને પૂછે છે કે શું થયું કેમ જવાબ નથી આપી રહ્યો ?રાહુલ કહે છે કે મારા મિત્ર ને આપણાં વિશે ખબર પડી ગઈ એવું કહે છે અને કેવી રીતે ખબર પડી એ પણ કહે છે તો એ સાંભળીને સંજના હસવા લાગે છે.. રાહુલ પૂછે છે કે તું હસે છે કેમ?મેં કોઈ મજાક થોડી કર્યું છે?સંજના કહે છે કે મજાક જ કર્યું ને તારા દોસ્તો એ તારા સાથે તારાથી એ બોલાવા માંગતા હતાં.. ને તું એમની ઝપેટ માં આવી ગયો..એક નંબર નો બુદ્ધુ છે તું એટલું પણ છુપાઈ ના શક્યો તું..મારા સાથે વાત કરવા માટે બધું કહી દીધું.. શું વાત છે.. બહુ ઈચ્છા થાય છે મારા સાથે વાત કરવાની..રાહુલ કહે છે એ તો થવાનું જ ને પ્રેમ જો કરું છું તને.. તારા વિના કાંઈ ગમતું નથી કહી દેવું પડ્યું..સંજના કહે છે.. કે કાંઈ નહીં ખબર પડી ગઈ તો સારું જ ને તને સપોર્ટ કરશે …કોઈ વાત હશે તો આપણી…રાહુલ કહે છે..હા એતો છે..

રાહુલ પૂછે કે તને મારા પહેલા કોઈ સાથે પ્રેમ થયો હતો?સંજના કહે છે કે કેમ આવું પૂછે છે…બસ આમજ પૂછવાનું મન થયું કે આ સવાલ કરું તો પૂછી લીધો..

સંજના કહે છે કે ના અત્યાર સુધી તો મને પ્રેમ કોઇના સાથે નથી થયો પણ હા મને આકર્ષણ થયું હતું સ્કૂલ માં એક છોકરા સાથે જે મારાં જ ક્લાસમાં હતો…પણ એનાં સાથે કઈ થયું જ નહીં મારું કેમ કે મને એ વાત ની ખબર પડે કે આ પ્રેમ છે એનાં પહેલાં તો કોઈએ એને ઊંધી રીતે મારા વિશે કહી દીધું…ઓહ તો પછી શું થયું?રાહુલ એ પૂછ્યું..તો સંજના એ કહયું કંઈ નહીં શું થવાનું પછી મેં એના વિશે વિચારવાનું જ બંધ કરી દીધું..પછી ફરી ક્યારેય એના વિશે આજ સુધી વિચાર નથી કર્યો…બસ આ જ હતું બીજું કોઈ આવ્યું નથી મારી જિંદગી માં તારા સિવાય …રાહુલ ને સંજના પૂછે છે કે તને પણ આજ સુધી કોઈ છોકરી ગમી નથી?રાહુલ કહે છે કે હા મને પણ એક છોકરી ગમતી હતી જે મારી જ દોસ્ત હતી…તો પછી શું થયું સંજના પૂછે છે.. રાહુલ કહે છે…કે કૉલેજમાં હતી મારા કલાસ માં હતી…જ્યારે ફેબ્રુઆરી માં બધાં days ચાલતાં હોય છે.. રોઝ ડે, પ્રોપોઝ ડે, ચોકલેટ ડે ત્યારે મેં એને propose day પર પૂછ્યું હતું કે શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ?તો સંજના પૂછે છે કે તો પછી શું થયું શું કીધું એને?મારી દોસ્ત એ મને એમ કીધું કે તે બહું વાર કરી દીધી …રાહુલ ..મારો પહેલાથી જ બોયફ્રેન્ડ છે…આ સાંભળીને મને બહુ તકલીફ થઈ હતી …પણ શું કરું એના સાથે જબરદસ્તી તો નહોતો કરી શકતો ને..એટલે પછી મેં કહી દીધું કે સારું કંઈ નહીં…સંજના કહે છે કે આ તો બહુ ખરાબ થયું કંઈ નહીં હું છું ને હવે તારાં સાથે…રાહુલ કહે છે..તને ખબર છે.. એ રાતે મને ઊંઘ પણ નહોતી આવી..વિચાર જ આવ્યા કરતો હતો કે જો એનાં બીજા સાથે relation હતાં તો એને મને કહ્યું કેમ નહીં…એ મારી બહુ જ સારી દોસ્ત હતી..તો પણ એણે મને કહ્યું નહીં…

સંજના કહે છે…કહી નહીં હું છું ને હવે મારા સાથે તો તું ખુશ છે ને..રાહુલ કહે છે…હા બહુજ ખુશ છું…અત્યારે એ ક્યાં છે?સંજના એ અચાનક જ પૂછ્યું ,તો રાહુલ કહે છે કે એનાં લગ્ન મારા ગામ માં જ મારા એક દોસ્ત સાથે થવાનાં છે…ઓહ સરસ સંજના એ ખુશ થતાં કહ્યું…

સંજના અને રાહુલ ને આમ વાત કરતા કરતા 1 મહિનો થઈ જાય છે…બંને ની relationship ને એ દિવસે બંને ખૂબ ખુશ હોય છે…બંને એક બીજાને wish કરે છે કે આપણે સાથે થયાં ને એક મહિનો થઈ ગયો.. ખબર પણ નાં પડી ..સંજના કહે છે…તો રાહુલ કહે છે ,કે હા ખબર પણ ના પડી કે આપણે સાથે થયે એક મહિનો થઈ ગયો.. મેં બહુ જ ખુશ છું.. બંને એક બીજા ને કહે છે…કે આપણાં પોતાને સપને પણ ખ્યાલ નહીં હોય કે.. આપણે આ રીતે સાથે રહીશું..એમ બંને વાતો કરે છે…
થોડાં દિવસ પછી સંજના ની ઓફીસ માં એક ઓફીસ નો કાગળ આવે છે…ને એમાં લખ્યું જે હોય છે એને જોઈને સંજના નાં હોંશ ઉડી જાય છે.. એમાં લખ્યું હોય છે કે સંજના ને એનાં ઓફીસ નાં એક વિભાગ માં થી બીજા વિભાગ માં મોકલવામાં આવે છે…આ જોઈને સંજના ખુબ દુઃખી થઈ જાય છે.. ને રડવા લાગે છે..એનાં સાથે કામ કરતાં કર્મચારી પણ એને સાંભળે છે.. ને કહે છે કે..તને નોકરી માંથી થોડી કાઢવામાં આવે છે. તને તો એક વિભાગ માંથી બીજા વિભાગ માં મોકલવામાં આવે છે.. તારું જ્યારે મન હોય ત્યારે તું અહીંયા મળવા આવી શકે છે.. એટલું બધું દુઃખી નઈ થા..પણ સંજના હોય છે કે બસ રડ્યા જ કરતી હોય છે.. એવામાં એનાં પપ્પા ત્યાં આવે છે.. એમને ખબર પડે છે.. કે સંજના ને ટ્રાન્સફર કરવામાં આવી છે.. તો એ પણ આવી જાય છે.. સંજના ને રડતી જોઈને એનાં પપ્પા આશ્વાસન આપે છે કે સંજના બેટા, રડીસ નહીં..એતો બધું નોકરી માં ચાલ્યા કરે..એનાથી ઘભરવાનું નહીં..એનો સામનો કરવાનો..સંજના બેટા ચૂપ થઈ જા,એના પપ્પા કહે છે.. સંજના ચૂપ થઈ જાય છે.. રડવાનું બંધ કરી દે છે.. એનાં પપ્પા એને સમજાવે છે.. સંજના સમજી જાય છે, રાહુલ સાથે વાત કરીને એ કહે છે કે..”મારું એક વિભાગ માં થી બીજા વિભાગમાં ટ્રાન્સફર થાઈ ગયું છે રડતાં રડતાં કહે છે”…રાહુલ કહે છે કે ..રડીશ નહીં એતો થયાં કરે તું રડીશ નહીં..હિમ્મત રાખ..ok.. એટલી બધી ચિંતા ના કર…બધું જ સારું થઈ જશે…ચાલ ,હવે રડવાનું બંધ કર,અને એક સરસ smile આપી દે મને ફોન પર,સંજના કહે છે કે ના મારે નથી આપવી…રાહુલ કહે છે.. કીધું ને આવું શું કરે છે?તું દુઃખી રહીશ તો હું પણ દુઃખી રહીશ…મને પણ કાંઈ ગમે નહીં..તારી ચિંતા થયાં કરશે..please, મારાં માટે એક વાર હસી લે…જો તું smile નહીં આપે ને તો હું આજે જમવા જ નહીં જાઉં..અહીં જ રહીશ..ઓફીસ પર..સંજના કહે છે.. ના ના એવું કરવાની કાંઈ જરૂર નથી. તું ચૂપચાપ જમવા જતો રહેજે..તો રાહુલ ગુસ્સો કરીને કહે છે.. કે તો પછી તારી મસ્ત smile આપી દેને..યાર..સંજના કહે છે.. સારું..બસ પછી સંજના થોડી ચિંતામુક્ત થઈને હસે છે..ત્યારે જઈને રાહુલ ને હાશકારો થાય છે.. રાહુલ કહે છે ચિંતા નહીં કર બધું જ સારું થશે..મારી બેબી ડોલ ..ok.. ચાલ હવે જમીલે..ને સંજના પણ કહે છે..કે તું પણ જમીલે..ok.. એમ બંને જમવા જતા રહે છે…

ક્રમશઃ

તો શું લાગે છે મિત્રો,સંજના ની ઓફીસ નો વિભાગ બદલાતાં એ ત્યાં કેટલાં સમય સુધી રહેશે?સંજના ને ત્યાં ફાવશે કે નહીં ફાવે?સંજના ને રાહુલ નો પ્રેમસંબંધ ક્યાં સુધી રહેશે?આગળ વધશે કે અહીં જ અટકી જશે? જાણવાં માટે વાંચતાં રહો.. જીવન નો સંગાથ પ્રેમ….મિત્રો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો તમે મને માતૃભારતી નાં ઇનબૉક્સ માં પણ કહી શકો છો.. મારી આ વાર્તા તમે પ્રતિલિપિ પર પણ વાંચી શકો છો.. ને મને instragram પર પણ follow કરી શકો છો.. surbhi. parmar.581 પર..ધન્યવાદ મિત્રો…મારી આ પ્રેમ કથા ને આટલો પ્રતિભાવ આપવા માટે...