Khuni koun ? - 7 in Gujarati Detective stories by hardik joshi books and stories PDF | ખૂની કોણ? - 7

Featured Books
Categories
Share

ખૂની કોણ? - 7

નિરાલી અને કેતન ના મર્ડર કેસ ની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત નિરાલી ના સસરા રમેશ દાસ ની પૂછપરછ કરે છે, ગયા એપિસોડ થી હવે આગળ...
___________

શેઠ અભય દાસે વસિયત બદલી નાખી, આટલું કહી રમેશ ના ચેહરા ના ભાવ બદલાઈ ગયા નું જાણી અમિતાભે તેને આગળ ની વાત કરવા જણાવ્યું. રમેશે વાત આગળ વધારી, "શેઠ અભય દાસજી ની નવી વસિયત મારા હાથ માં હતી, એક સમયે આખી કંપની અને તેમની તમામ સંપત્તિ મારા નામે કરી દેવા ની વાત કરનાર શેઠ અભય દાસે નવી વસિયત માં મારા નામે માત્ર ૨૫% સંપત્તિ જ કરી હતી જ્યારે બાકી ની ૨૫% શેઠ ત્રિભુવન દાસ ની દીકરી અને તેમની ભત્રીજી ના નામે કરી હતી. બાકી રહેતી ૫૦% સંપત્તિ તેમણ પોતાના લોકસેવા ટ્રસ્ટ ના નામે કરી દીધી હતી. મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો પરંતુ મે ગુસ્સે ના થતાં ભવિષ્ય ની યોજના પર વિચારવા નું શરુ કરી દીધુ. મે અમારી કંપની માં કામ કરતા કેતન કે જે મારો ખાસ મિત્ર હતો તેને મારી યોજના કહી, અને તે તરત જ તૈયાર થઈ ગયો. યોજના મુજબ પહેલા તો અમે કેતન ના એક અન્ય મિત્ર હિમાંશુ ને અમારી કંપની માં કામ પર લગાડ્યો અને શેઠ અભય દાસ ની જેમ બને એમ નિકટ રહેવા અને તેનો વિશ્વાસ જીતવા જણાવ્યું. અને અમારી યોજના મુજબ જ હિમાંશુ શેઠ અભય દાસ નો વિશ્વાસ જીતવા માં સફળ રહ્યો, બહુ થોડા સમય માં જ હું હવે હિમાંશુ ને અમારા ઘરે લઈ જતો થયો જે અમારા પ્લાન નો બીજો તબક્કો હતો, અને અહીંયા હિમાંશુ એ અભય દાસ ની ભત્રીજી હિમાની જોડે પ્રેમ માં પડવા નું હતું."

આ વાત સાંભળી ને અમિતાભ ચોંક્યો, તો શું નિરવ ના મમ્મી હિમાની એ શેઠ અભય દાસજી ના ભત્રીજી છે? અમિતાભ સામે ક્ષણ ભર જોઈ હકાર માં માથું હલાવતા વાત ને આગળ વધારી, "હા સર, નિરવ ના મમ્મી એ જ શેઠ અભય દાસજી ની ભત્રીજી, અને તેના પિતા હિમાંશુ એ જ અમારી યોજના અને ત્યાર બાદ અમારા ટ્રસ્ટ નો ત્રીજો પાર્ટનર હિમાંશુ ત્યાગી. બીજો તબક્કો પણ સફળ થયો અને હિમાંશુ પણ હિમાની નું દિલ જીતવામાં સફળ થયો. હવે ત્રીજા તબક્કા માં મારી યોજના ના બે રસ્તા પડતા હતા, પ્રથમ તો શેઠ અભય દાસજી હિમાંશુ અને હિમાની ના સંબંધ ને ના સ્વીકારે અને હું આગ માં ઘી હોમવા નું કામ કરી અભય દાસજી નાં ગુસ્સા નો લાભ લઈ હિમાની ને સંપત્તિ માં થી બેદખલ કરાવી દવ, અને જો કદાચ શેઠ અભય દાસજી તેમના સંબંધ ને સ્વીકૃતિ આપી પણ દે તોયે હિમાંશુ તો મારું જ પ્યાદું હતો ને. આમ બન્ને રીતે મારો તો ફાયદો જ હતો."

અમિતાભ રમેશ ને સાંભળી રહ્યો, તે સાથે સાથે વિચારી રહ્યો હતો કે માણસ કેટલી ઊંડાઈ ધરાવે છે, અને તેના અંત:પટ માં શું ચાલી રહ્યું છે તે ખરેખર કોઈ જાણી શક્યું નથી. રમેશે પોતાની વાત ને આગળ વધારી, "શેઠ અભય દાસજી એ બધા ના આશ્ચર્ય વચ્ચે હિમાંશુ અને હિમાની ના સંબંધ ને વધાવી લીધો. બન્ને ના લગ્ન થઈ ગયા. આ બધી વાતો વચ્ચે મે અભય દાસજી ને પોતાના લોકસેવા ટ્રસ્ટ માં મને ટ્રસ્ટી બનાવવા માટે સહમત કરી લીધા. હવે મારી યોજના નો ત્રીજો અને અતિ મહત્વ નો તબક્કો શરૂ થયો, મે શેઠ અભય દાસજી ને વિશ્વાસ માં લઈ કેતન ને પણ ટ્રસ્ટ માં ટ્રસ્ટી બનાવ્યો. હવે અમારે અમારા આયોજન ના અંતિમ તબક્કા માટે શેઠ અભય દાસજી ના મૃત્યુ ની રાહ જોવી પડે એમ હતી." "રાહ જોવી પડે એમ હતી કે આયોજન કરવું પડે એમ હતું?" રમેશ ની વાત ને વચ્ચે થી જ છેદ ઉડાડતા અમિતાભે કહ્યું. "નહિ ઓફિસર, માન્યું કે મારી નજર શેઠ અભય દાસજી નીં સંપત્તિ પર હતી પરંતુ ગમે તેમ તોયે શેઠ અભય દાસ મારા પિતા સમાન હતા, આજે હું જે કંઈ પણ છું તેમના લીધે જ છું. આથી હું તેમની હત્યા વિશે વિચારી યે ના શકું." અમિતાભે કહ્યું, "હત્યા વિશે વિચારી ના શકો પરંતુ એ જ પિતા તુલ્ય વ્યક્તિ ના મૃત્યુ ની ઠંડા કલેજે રાહ જરૂર થી જોઈ શકો." અમિતાભ ની વાત સાંભળી ને રમેશ નું માથું નીચે જુકી ગયું.

આગળ કહો, અમિતાભે આદેશ ના સુર માં રમેશ ને કહ્યું. રમેશે વાત ને આગળ વધારી, "ભગવાન પણ જાણે અમારી યોજના માં સાથ આપી રહ્યો હોય તે રીતે આઠ મહિના પછી જ શેઠ અભય દાસજી નું અવસાન થયું." રમેશ ને વચ્ચે થી જ રોકતા અમિતાભ તાડુક્યો, "ભગવાન નહિ શૈતાન, રમેશજી ભગવાન ક્યારેય આવા ગુનાહિત યોજનાઓ માં સાથ નથી આપતો." થોડી વાર ચેમ્બર માં શાંતિ છવાઈ ગઈ, અમિતાભ એ તેના ગુસ્સાને કાબૂ કરતા કહ્યું, સોરી, કેરી ઓન. રમેશે કહ્યું, "અમારા ચોથા તબક્કા ના પ્લાન મુજબ અભય દાસ ના મૃત્યુ બાદ હિમાંશુ એ અભય દાસે જે ૨૫% સંપત્તિ હિમાની ને આપી હતી તે કોઈ પણ રીતે પોતાના નામે કરી લેવા નીં હતી. હિમાની ની મૂર્ખતા અને હિમાંશુ પર ના આંધળા પ્રેમ ના લીધે તે કાર્ય બહુ અઘરું ના રહ્યું અને થોડા જ સમય માં હિમાંશુ હિમાની ની સંપત્તિ પોતાના નામે કરાવવા માં સફળ થઈ ગયો. હવે મારી યોજના નો છેલ્લો તબક્કો શરૂ થયો. મે હિમાંશુ ને અમારા ટ્રસ્ટ માં ટ્રસ્ટી પદ અપાવ્યું અને તેણે તેની તમામ સંપત્તિ ટ્રસ્ટ ના નામે કરી દીધી. બસ હવે મારી યોજના સફળ થવામાં જ હતી, મારા ૨૫% તો મારી પાસે હતા જ, હિમાની ના ૨૫% યે ટ્રસ્ટ માં આવી ગયા હતા અને અન્ય ૫૦% તો આમેય ટ્રસ્ટ ના જ હતા. મારી યોજના મુજબ ટ્રસ્ટ ને બંધ કરી અને તેની તમામ સંપત્તિ ના માલિક હું બની જાવ એ પ્રકાર નું હતું પરંતુ મર્યા બાદ પણ અભય દાસજી બાધા રૂપ બની રહ્યા હતા." આટલું કહી ને રમેશ દાસ અટક્યા.

અમિતાભ એ આતુરતા પૂર્વક પૂછ્યું, "એટલે? કઈ રીતે?" રમેશે વાત નો પ્રવાહ આગળ વધારતા કહ્યું, "જ્યારે મે ટ્રસ્ટ ને બંધ કરવા ની કાર્યવાહી શરૂ કરી ત્યારે અભય દાસજી ના વકીલે આવી ને મને તેમની વસિયત નું એક અગત્ય નું પ્રાવધાન વચાવ્યું જેના મુજબ હું કે અન્ય કોઈ ટ્રસ્ટ ને બંધ ના કરી શકે અને જો તેમ થાય તો ટ્રસ્ટ નીં તમામ સંપત્તિ અન્ય ટ્રસ્ટ ના નામે થઈ જાય. મને મારી યોજના નિષ્ફળ થતી લાગી પરંતુ આટલી મેહનત બાદ હું હાથ માં આવેલી સંપત્તિ ને બીજી વખત ગુમાવવા માગતો ના હતો, આથી મે ટ્રસ્ટ ને બંધ કર્યા સિવાય જ તેના નાણા મારી કંપની માં રોકી દીધા. અને કેતન ને આજીવન મારી કંપની માં મેનેજર તરીકે નોકરી એ રાખી લીધો. એ ઉપરાંત ટ્રસ્ટ ની આવક માં થી યે તે બંને ને કમાણી થતી હતી. બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પરંતુ બે વર્ષ બાદ હિમાંશુ નું એક રોડ અકસ્માત માં મૃત્યુ થયું અને તેનો લાભ લઈ મે તેનો હિસ્સો પણ મારા નામે કરાવી લીધો, આમ ટ્રસ્ટ માં માત્ર હું ને કેતન અમે બે જ ટ્રસ્ટી રહ્યા" રમેશ એ આ રીતે પોતાની વાત પૂરી કરી, અમિતાભ બે ઘડી વિચારી રહ્યો અને ત્યાર બાદ બોલ્યો, "માનો કે, તમે ટ્રસ્ટ વેચી ને તમામ સંપત્તિ તમારા નામે કરાવવા માં સફળ રહ્યા હોત તો હિમાંશુ નું શું થાત? શું તે તેનો હિસ્સો ના માગત?" રમેશ અમિતાભ ની વાત નો જવાબ આપતા બોલ્યો, "સર, મારે હિમાંશુ જોડે આખી યોજના માં સાથ આપવા બદલ દસ લાખ રૂપિયા ની ડીલ થઈ હતી. જેવી સંપત્તિ મારા નામે થાય એટલે હિમાંશુ ને દસ લાખ મળી જાય એમ હતા પરંતુ એવું કંઈ થયું નહી." જાણે આજે પણ એ બધું યાદ આવતા અફસોસ કરતા હોય એ રીતે રમેશે કહ્યું. "અને એટલે જ તમે હિમાંશુ ને તમારા રસ્તા પર થી હટાવી દીધો જેથી કરી ને ટ્રસ્ટ ની કમાણી માં થી આજીવન તેને હિસ્સો ના આપવો પડે" અમિતાભે તર્ક લગાવતા કહ્યું. રમેશ અમિતાભ સામે જોઈ ને બોલ્યો, "સર, પ્લીઝ મારો વિશ્વાસ કરો મે જે સત્ય હતું તે આપને જણાવી દીધું છે, હું માનું છું કે મારી દાનત સારી ના હતી અને મે જે કર્યું છે તે યોગ્ય પણ નથી પરંતુ મારી આ આખી યોજના માં ક્યારેય કોઈ નું ખૂન કરવા ની વાત મે ક્યારેય મન માં યે લાવી નથી." આટલું કહી ને રમેશ અટક્યો, અમિતાભ પણ હવે વધુ કઈ રમેશ ને પૂછવા ના મૂડ માં નહોતો, આથી તે પણ ત્યાંથી ચાલ્યો ગયો.
___________

બીજે દિવસે સવાર થી બપોર સુધી અમિતાભ બીજા કોઈ કેસ બાબતે કોર્ટ માં હાજરી આપવા માં વ્યસ્ત હતો આથી બપોર બાદ જ અભિમન્યુ સાથે નિરાલી અને કેતન મર્ડર ની ચર્ચા કરવા માટે બેસી શકાયું. અમિતાભે અભિમન્યુ ને રમેશ ની બધી વાત કરી, સાંભળી ને અભિમન્યુ થોડી વાર કંઇ બોલ્યો નહી, પછી તેણે વાત ને શરૂ કરી, "તો સર, શું આપને રમેશજી ની વાત પર વિશ્વાસ છે?" વિશ્વાસ તો નથી પરંતુ તેની વાત પર થી લાગ્યું કે શંકા કરવા જેવું પણ ખાસ નથી, પહેલી નજરે એવું લાગે કે રમેશે જ હિમાંશુ ને રસ્તા પર થી હટાવી દીધો હોવો જોઈએ પરંતુ રમેશ જે રીતે કહી રહ્યો હતો મને એવું ના લાગ્યું. હવે આપણે આ બધી વાતો ને સ્પષ્ટ રીતે સમજવા માટે હિમાની ને મળવું જરૂરી છે, પણ એ પહેલાં મે તને હિમાંશુ ના અવસાન ની માહિતી મેળવવા માટે કહ્યું હતું તેનું શું થયું? અભિમન્યુ એ કહ્યું, "સર, કેસ ઘણો જૂનો હોવાથી ઘણી શોધ ખોળ કર્યા પછી હિમાંશુ કેસ ની ફાઈલ મારા હાથ માં લાગી છે" અમિતાભ ના હાથ માં હિમાંશુ ના અકસ્માત મૃત્યુ ની ફાઈલ મૂકતા અભિમન્યુ બોલ્યો.
___________

શું રમેશ સાચું કહી રહ્યો હતો?
રમેશે નહિ તો હિમાંશુ નું મૃત્યુ કઈ રીતે થયું હતું કે તે વાસ્તવ માં એક અકસ્માત જ હતો?
આખરે શું અમિતાભ પંડિત નિરાલી અને કેતન ના હત્યારા સુધી પહોંચી શકશે?
જાણવા માટે વાંચતા રહો, "ખૂની કોણ?"

મિત્રો, આશા રાખું છું કે તમે વાર્તા ને એન્જોય કરી રહ્યા હશો. તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.