Discovery - the story of rebirth -11 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | શોધ – પુર્નજન્મની ગાથા – ૧૧

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

શોધ – પુર્નજન્મની ગાથા – ૧૧

‘મને તો મહારાજ જેવું કંઇ યાદ આવતું નથી...’, ઇશાને ઘાવ પર હાથ દબાવ્યો.

પરેશ ઇશાનને તેની દુકાને લઇ ગયેલો. તેણે ઇશાનને મહારાજ હોવા વિષે જાણ કરી. પરંતુ ઇશાનને તે બાબતે કંઇ પણ યાદ આવતું નહોતું. ઇશાન ફક્ત ઘડિયાળ વિષે જાણવા તેમજ શ્વેતાને શોધવા માંગતો હતો. તેને ટીપુ સુલતાન કે પોતાના ભૂતકાળના જન્મ વિષે જાણવામાં કોઇ રસ રહ્યો નહોતો. નીરજ શું કરવા માંગતો હતો? અને તેને મારવા માટે આવેલા વ્યક્તિઓ કોણ હતા અને કોણે મોકલ્યા હતા? તે જ હવે તો મુખ્ય પ્રશ્ન બની ગયેલો.

પરેશે ફરી એક વખત વાતને આગળ ધપાવી, ‘મને મારો પૂર્વજ્ન્મ યાદ છે. થોડાક મહિનાઓ પહેલા, મારો અકસ્માત થયો, અને તે અકસ્માતે મને મારો ભૂતકાળ યાદ કરાવી દીધો.’

‘એટલે મારે પણ ક્યાંક જઇને અથડાવું પડશે.’, ઇશાને મશ્કરી કરી.

‘ના! દરેક વ્યક્તિ કોઇ ચોક્કસ કાર્યને સાર્થક કરવા માટે જન્મ લેતો હોય છે. મારો જન્મ તમારી મદદ કરવા માટે થયો છે. જે હું કરીને જ રહીશ. તેમજ તને પણ પ્રભુ દ્વારા સોંપવામાં આવેલા કાર્યનું ભાન પ્રભુ જ કરાવશે. તે જ યોગ્ય સમયે અને યોગ્ય રીતે તને યાદ કરાવશે. તારા જન્મ પાછળનું કારણ...’, પરેશે ઇશાનના ખભા પર હાથ મૂક્યો.

‘આ સત્સંગની વાતો અને આદર્શ વિચારોથી મને તો મુંબઇમાં કંઇ મળ્યું નથી. મેં જે મેળવ્યું, તે મારી ક્ષમતા, અથાગ પરીશ્રમથી જ મેળવ્યું છે.’, ઇશાને પરેશનો હાથ ખભા પરથી ખસેડ્યો.

‘બસ! આ જ અહમ... જ્યાં સુધી છે ત્યાં સુધી માનવી “હું જ છું”ની દુનિયામાં રાચતો રહે છે, અને તેમજ મૃત્યુ પામે છે. ચોર્યાસી લાખ યોનિમાં વિહાર કરીને મેળવેલ માનવીનો જન્મ પણ અહમ જ નકામો બનાવી દે છે. જે અત્યારે તું કહે છે, તેવું આજના દરેક યુવાનોના મનમાં વિષ બનીને ઘર કરી ગયું છે.’, પરેશે પાણીનો પ્યાલો આપતા વાત ચાલુ રાખી, ‘ચાલ... જવા દે. નીરજ, જે ઘડિયાળ અર્થે અહીં આવ્યો હતો. તેની વાત કરીએ.’

‘હા... હવે તમે મુદ્દા પર આવ્યા. એ ક્યારે આવવાનો છે?’

‘સમય તો થઇ ગયો છે. પણ કોઇ અણસાર દેખાતો નથી કે તે અહીં આવે. કારણ કે તારા પર જે હુમલો થયો હતો, મને લાગે છે કે તેણે જ કરાવ્યો હશે...’, પરેશ દરરોજની જેમ ઘડિયાળના સમારકામમાં વ્યસ્ત થઇ ગયો. પરેશ થોડો નાખુશ હતો. ઇશાનને તેનો આગળનો જન્મ યાદ આવતો નહોતો અને બીજી તરફ સમય નદીમાં આવેલા તોફાનની માફક તીવ્ર ગતિથી હાથમાંથી સરકી રહ્યો હતો. પરેશ આ તોફાનમાં ડૂબવાની હોય તેવી હોડીમાં સવાર હતો. તેનું મન સ્થિર થઇ શકતું નહોતું.

‘શું થયું?’, ઇશાને પરેશના ચહેરા પાસે ચપટી વગાડી, વિચારોમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો.

‘કંઇ નહિ.’

પરેશે મનોમન નક્કી કરી લીધું કે ઇશાનને તેના આગળના જન્મ, અત્યારના જન્મને સાર્થક કરવા અર્થે તેના કાર્યનું ભાન તે જ કરાવશે. ઘડિયાળ કેમ મહત્વની છે? અને તેની પાછળ જે વ્યક્તિઓ છે, તેમનું પ્રયોજન શું છે? ઇશાન અને ટીપુનો સંબંધ, શ્વેતા અને રૂક્યા બાનું નો સંબંધ; તેમજ તે પોતે કોણ છે? નીરજ કોણ છે?, દરેક પ્રશ્નનો ઉત્તર ઇશાનને સમજાવો પડશે. તો જ કાર્ય પૂર્ણ થશે અને મને મારૂં ઘડપણ સુધારવાની તક મળી છે તે હું જતી કરીશ નહિ.

‘હું શું કહેતો હતો? ઇશાન... આજે તું મારા ઘરે ચાલ. તારૂં ઘર તારા માટે આજ રાત સલામત હોય તેવું મને લાગતું નથી.’, પરેશે ઝીણી આંખો કરી ઇશાનનો પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કર્યો.

‘ધન્યવાદ! પરેશભાઇ! મારૂં ઘર મારા માટે સલામત ન હોય તો હું દુનિયામાં ક્યાંય પણ સલામત નથી. ફરી એક વાર આપનો આભાર.’, ઇશાન દુકાનનો દરવાજો ખોલ્યો.

‘તું સલામત રહીશ તો શ્વેતાને શોધી શકીશ, માટે મારી વાત માન અને મારી સાથે ચાલ.’

‘સારૂં, જેમ તમે કહો.’

*****

‘તમે કોઇ કામના નથી. છ જણા મળીને પણ એક સામાન્ય માનવીને પરાશ્ત કરી શક્યા નહિ.’, શ્વેતાએ હાથમાં રાખેલું ચાકુ ટેબલ પર ફેંક્યું.

શ્વેતા અને નીરજે, તેઓની નિયમિત મુલાકાતની જગાએ વિવેક અને પંકજને બોલાવ્યા હતા. શ્વેતા બન્ને પર ખૂબ જ ગુસ્સે હતી. ઇશાન તેમની મુઠ્ઠીમાંથી રેતની માફક સરકી ગયો હતો. ઉપરથી તેના ભાડૂતીઓ ઘવાયા હતા. ઇશાનને તો ઝરાક અમથી ઇજા પહોંચી હતી. જે તેના માટે સામાન્ય હતી. નીરજ ટેબલ પાસેની ખુરશી પર બિરાજી બધું નિહાળી રહેલો. જગા હતી, નીરજના ઘરની પાછળનો ભાગ. જે તરફ સામાન્ય રીતે રહીશોની અવરજવર ઓછી રહેતી હતી. નીરજ અને શ્વેતા હંમેશા ત્યાં જ મળતા. વિવેક અને પંકજે પહેલી વખત તે જગા જોયેલી. નીરજે ઘરની પાછળ એક નાનો ઓરડો બનાવડાવેલો. જેમાં બે ખુરશીઓ અને એક ટેબલ, સાથે બે લાકડાના બનેલા નાના ટેબલ, કોમ્પ્યુટર વ્યવસ્થિત રીતે ગોઠવેલા. જ્યારથી નીરજ તેના વિસ્તારમાંથી અલોપ થયેલો, ત્યારથી તે આ જ ઓરડામાં છુપાઇને રહેતો હતો.

‘હવે ચૂપચાપ ઊભા શું છો? કંઇક તો બોલો...’, શ્વેતાનો ગુસ્સો સાતમા આકાશે અશ્વ ગતિથી ભાગી રહેલો.

‘મેડમ! તમે આટલા ગુસ્સે ના થશો. અમને એક તક આપો. આ વખતે ઇશાન અમારી જાળમાંથી છટકી નહિ શકે.’, પંકજે ચાકુ ઉપાડી નીરજના હાથમાં મૂક્યું.

‘તમને ખબર નથી, ઇશાનનું આ રમતમાંથી ઘસવું કેટલું મહત્વનું છે? તમે જાણતા નથી કે...’, શ્વેતા બોલવા લાગી.

‘તમે અત્યારે અહીંથી જતા રહો, એ જ તમારા હિતમાં રહેશે.’, નીરજે શ્વેતાને અટકાવી પંકજને ઇશારો કર્યો.

પંકજ સમજી ગયો અને વિવેકને સાથે લઇને ત્યાંથી નીકળી ગયો.

‘શું શ્વેતા? ગમે તેની સામે બોલવા લાગે છે. ભાડૂતીઓ સામે બધી ચર્ચા કરાતી હશે, તું જ કહે?’, નીરજે શ્વેતાના ખભા પર ભાર આપી ખુરશી પર બેસાડી.

‘તને ખબર છે, જો ઇશાનને યાદ આવી ગયું. તો આપણા ત્રણ વર્ષની મહેનત, ધીરજ અને પ્રતીક્ષાના આધારે એક એક કડી જોડીને બનાવેલ સપનાનો મહેલ ધરાશાયી થઇ જશે.’, શ્વેતાની આંખો ઘવાયેલી વાઘણની આંખોની માફક લાલ બની ચૂકેલી. શરીરનું બધું રક્ત આંખોમાં થોડા સમય માટે રોકાઇ જતું હોય તેમ, લાલ રંગ ઘેરો બનતો જતો હતો.

‘તું પહેલા શાંત થા. લે થોડું પાણી પી. મન સાથે સાથે તનને પણ શાંત કર. ગુસ્સામાં માનવીઓ ન કરવાનું કરી બેસતા હોય છે, એટલે... આટલો સમય કાઢ્યો છે, તો હવે તો થોડોક જ પસાર કરવાનો છે.’, નીરજે પ્યાલો શ્વેતાને આપ્યો.

‘તું જાણે છે. ત્રણ વર્ષ, હું તેની પત્ની બનીને રહી. શું ન થયું હોય??? એક યુગલ વચ્ચે આટલા સમયમાં, પરંતુ ભવિષ્ય સોનેરી બનાવવા માટે મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. જ્યારે આજે હું મારા ધ્યેયથી અત્યંત નજીક છું, ત્યારે એક નાની અમથી ભૂલને માફ કરી ન શકાય.’, શ્વેતાએ નીરજ સામે તીણી નજર નાંખી.

‘સારૂ, તો તું જ બોલ... શું કરવું છે?’, નીરજ બન્ને હાથ શ્વેતાના ઘૂંટણ પર મૂકી જમીન પર બેઠો. ‘આપણે હવે અહીં નથી રહેવું. ઘડિયાળ વિષે જેટલી મેં તપાસ કરી છે, આગળ પણ તેનું કાર્ય હું શોધી કાઢીશ.’, શ્વેતાએ નીરજના હાથ પર હાથ મૂક્યા.

‘તો પછી, તે પરેશભાઇનું શું?’,

‘તેનું આપણા નાટકમાં કાર્ય પૂર્ણ થયું. વિવેક અને પંકજને પરેશનો અંતિમ હિસાબ કરવાનું કહી દે. આપણે યોજના પ્રમાણે કાલે પરોઢિયે જ મુંબઇ છોડી દઇશું.’, શ્વેતા ઊભી થઇ દરવાજા પાસે ગઇ. ‘પણ જઇશું ક્યાં?’

‘મૈસુરુ...!’

*****

‘આવ… ઇશાન...’, પરેશે તેના ઘરના દરવાજા પરનું તાળું ખોલ્યું.

પરેશનું ઘર ખાર વિસ્તારમાં આવેલી નાની એવી એક ચાલમાં હતું. ચારે તરફ દિવાલોથી ઘેરાયેલા વિસ્તારમાં પ્રવેશતા જ એક નાનું મેદાન અને ત્રણ બાજુ ત્રણ માળની પ્રાચીન ઢબની ચાલ. મેદાનના પ્રવેશદ્વારની બરોબર સામે જ નિસરણી હતી. બીજા માળ પર જમણી તરફ ત્રીજું મકાન પરેશનું હતું. એક રૂમ અને રસોડું ધરાવતું મકાન અંદરથી એકદમ સરળ અને ઐતિહાસીક વસ્તુઓનું સંગ્રહસ્થાન હતું. રૂમમાં વાંસની બનેલી ત્રણ ખુરશીઓ ગોઠવેલી હતી. ટેબલોની વણઝાર હતી અને દરેક ટેબલ પર વસ્તુઓ ગોઠવેલી હતી. ઘરના જમણી તરફના ખૂણામાં બની ચૂકેલા જૂની ચોપડીઓના ઢગલામાંથી કાગળોની વાસ ફેલાઇ રહી હતી. તાળું પરેશે દરવાજા પાસેની બારીમાં જ લટકાવી દીધું. ‘બેસ...હું કંઇ જમવા માટેની વ્યવસ્થા કરૂં …’, પરેશ રસોડા તરફ જવા લાગ્યો.

‘કેમ??? તમારી પત્ની?.’, ઇશાન રૂમનું નિરીક્ષણ કરવા માંડ્યો.

‘અરે... એ તો આજથી છ વર્ષ પહેલાં જ સ્વર્ગ જોવા નિકળી ગઇ.’, પરેશ હસવા લાગ્યો.

‘માફ કરશો.’

‘ના રે...એમાં શું? જે ઇશ્વરને ગમ્યું તે ખરૂ. હું ઇજીપ્ત ગયો હતો. ત્યાંથી મળેલા મમી અને તેને લગતા અવશેષોનો અભ્યાસ કરવા, તે મારી સાથે જ હતી. એક પિરામીડમાં અંદરની તરફ ક્યારે એ અમારી ટૂકડીથી આગળ ચાલી ગઇ... તેની ખબર જ ન રહી… અચાનક અમને એક અવાજ સંભળાયો. અવાજ હતો પિરામીડમાં ઉપરની તરફથી જમીન પર પટકાયેલી એક શિલા અને સાથે એક તીણી ચીસનો. શિલા ખસેડતાં જાણવા મળ્યું કે શિલા તેના પર પડી હતી અને તે ચીસ તેની...’, પરેશે ભીની આંખો સાથે ફ્રીજ પર મૂકેલ તેની પત્નીનો ફોટો રાખેલી ફ્રેમ હાથમાં લીધી.

‘હું ફરીથી માફી માંગુ છું. તમને…’, ઇશાન પરેશને આશ્વાસન આપવા તેની તરફ આવ્યો.

‘અરે...એવું કંઇ નથી.’, પરેશ આંસુ લુછતાં રસોડામાં ચાલ્યો ગયો.

ઇશાન રૂમમાં ફરી રહ્યો હતો. વિવિધ પ્રકારની વસ્તુઓ અને તેની બારીકાઇથી રાખેલ સારસંભાળ નિહાળી તે અચંબિત હતો. ફરતા ફરતા તેની નજર દિવાલ પર ચોંટાડેલા ફોટાઓ પર પડી. પ્રત્યેક ફોટોની નીચે સ્થળ અને તારીખ લખેલા હતા. ઇજીપ્ત, હડપ્પા, લોથલ, મોંહેજો-દડો...જ્યાં જ્યાં ખોદકામ દરમ્યાન પરેશ હાજર રહ્યો હોય તે જગાઓના ફોટા હતા. દરેક ફોટોમાં મુખ્ય આકર્ષણ, ખજાના વિષે જાણકારી આપતી વસ્તુ જ હતી. તે સિવાય ઐતિહાસીક જગા પર ખેંચવામાં આવેલા અમુક ફોટાઓ પણ હતા.

‘પરેશભાઇ... આ એક ફોટો વિષે મને જણાવોને...’, ઇશાનની નજર એક ફોટો પર અટકી ગયેલી. ‘હા...ચોક્કસ... કેમ નહિ?’, પરેશભાઇ તવો હાથમાં લઇને જ રસોડામાંથી બહાર આવ્યા.

‘આ ફોટો.’, ઇશાને દિવાલ પર લગાવેલ ફોટો પર આંગળી મૂકી.

‘આ ફોટો, હું અને મારી પત્ની જ્યારે મૈસુરુની મુલાકાતે ગયેલા, ત્યારે મૈસુર પેલેસ પર લીધેલો.’, પરેશે તેની પત્નીના ચહેરા પર આંગળી ફેરવી.

‘એમ નહિ... આ ફોટોમાં તમારી બાજુમાં ઊભેલી આ સ્ત્રી...’, ઇશાને પરેશની બાજુમાં ફોટોમાં દેખાઇ રહેલી સ્ત્રી પર આંગળી મૂકી.

‘આ... શ્યામા... મને ખૂબ સારી રીતે યાદ છે. જુવાન, મસ્તીખોર. મૈસુરુ મુલાકાતમાં અમારી સાથે જ હતી. અમારી બસમાં જ... ચતુર અને ચબરાક...’, પરેશે ઇશાને આગળ બોલતાં અટકાવી તે સ્રી વિષે જણાવ્યું.

‘આ કોઇ શ્યામા નથી...આ તો…’

‘કોણ છે?’, પરેશે ઇશાન વાત આતુરતાથી અટકાવી.

‘આ તો... શ્વેતા...’

*****