aatam nirbhar in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | આત્મનિર્ભર

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

આત્મનિર્ભર

*આત્મનિર્ભર* વાર્તા.. ૩૦-૧-૨૦૨૦

અગર જીવન મેં .....સેવા સ્મરણ ....સત્સંગ હૈ તો .. "બસંત" હૈ,,,,,,અગર નહીં હૈ તો ....બસ - અંત હૈ. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા અને સંસ્કાર ને જાળવવા કોઈ એકની પહેલ જરૂરી છે...
અર્થ એનો એ નથી કે કંકુ ને ચોખા જ ચડાવાય,
કલ્યાણકારી કોઇ પણ કામ દિલથી કરો એ સાચો શિવ અભિષેક છે..
આ વાત છે વીસ વર્ષ પહેલાં ની...
અમારાં ચેહર મા ના પ્રાગટ્ય મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ હતી તો મંદિરમાં સેવા આપવા ઘણી બધી બહેનો અને છોકરીઓ આવતી હતી એમાં પૌલોમી પટેલ એલ જી હોસ્પિટલ પાસે ની અર્બુદા સોસાયટીમાં રહેતી એ પણ હતી...
હવે અન્નકૂટ ભરવા માં મોડું થઈ ગયું તો હું અને મારા પતિદેવ સ્કુટર પર પૌલોમી ને એનાં ઘરે મુકવા જતાં હતાં તો એલ જી કોર્નર પાસે ની એક દુકાન માં થી પૌલોમી ને વેફર્સ લેવી હતી તો સ્કૂટર ઊભું રાખ્યું રાજેન્દ્ર કુમારે..
ત્યાં એક દશ વર્ષ નો છોકરો આવ્યો... મેલાં ઘેલાં કપડાં.. ચડ્ડી ને શર્ટ પણ ત્રણ-ચાર જગ્યાએ થી ફાટેલું... અને હાથમાં કપડાં ની એક થેલી હતી આવી ને મને કહે બહું ભૂખ લાગી છે એમ કહી ને પેટ પર હાથ ફેરવ્યો એનાં...
મેં એની સામે ધ્યાન થી જોયું પછી મેં પુછ્યું ક્યાં રહે છે???
કહે આ ધરતી મારી મા અને આકાશ મારાં પિતા છે હું મણિકર્ણેશ્વર મંદિર ની બહાર ફૂટપાથ પર સૂઈ રહું છું...
મેં કહ્યું તારું નામ શું છે???
મને કહે તમને જે ગમે એ નામ રાખી દો...
મેં કહ્યું તારું કોઈ જ નથી???
તો કહે ના... અને
મને યાદ નથી પણ બે વર્ષ થી હું અહીં જ રહું છું...
મને એની આંખો માં સચ્ચાઈ અને એનાં જવાબ માં પણ સચ્ચાઈ લાગી...
મેં કહ્યું ચાલ તારું નામ આજથી મોહન...
બાજુમાં જ આવેલી નાગર ફરસાણ માર્ટ...
હું એને ત્યાં લઈ ગઈ અને એને એક પ્લેટ કાંદા કચોરી અને સેન્ડવીચ ખવડાવી..
પછી
મેં એને કહ્યું
બેટા આ તારું એક દિવસ નું જમવાનું હું આપી શકી પણ રોજ તો હું નહીં આવું ને???
હું પણ નોકરી કરું છું મારા બાળકો નાં ઉજળા ભવિષ્ય માટે તો તારે ભણવું છે???
મોહને કહ્યું કે ના મેમ...
મેં કહ્યું કે ચલ તો તને તારા આત્મસન્માન થી જીવી શકું એ માટે તને હું એક રસ્તો બતાવું અને વસ્તુઓ લઈ આપું..
પછી મેં એને બે બૂટ પોલીસ ની ડબ્બીઓ અને બે બ્રસ લઈ આપ્યા અને કહ્યું કે રોજ મંદિર બહાર બેસીને આવતાં જતાં ની બૂટ પોલીસ કરી તારી રોજીરોટી મેળવજે એટલે તારે કોઈ સામે હાથ ના ફેલાવો પડે...
અને કાલે હું મારા દિકરા જીનલ ના બે જોડ કપડાં અને ચંપલ આપી જઈશ...
મોહન મને પગે લાગ્યો..
મેં એને આશીર્વાદ આપ્યા..
પછી હું બીજા દિવસે નોકરી પરથી છૂટીને એને કપડાં આપવા મણિકર્ણેશ્વર મહાદેવ ગઈ તો ..
મોહન બધાં ને બૂમો પાડી ને બૂટ પોલીસ માટે વિનવતો હતો..
હું એની નજીક ગઈ અને મેં એને કપડાં અને ચંપલ ની થેલી અને ઘરે બનાવેલા થેપલા અને છુંદો આપ્યો...
મેં કહ્યું મોહન આજે કેવું રહ્યું???
મોહન ખુશી સાથે મેમ આજે તો આખા પચ્ચાસ રૂપિયા આવ્યા છે..
પછી મેં એને સમજાવ્યું કે આમાંથી તારો જમવાનું અને જરૂર પડે બીજી પોલીસ ની ડબ્બીઓ લે જે અને બચત કરી ને બીજું નાનું મોટું કામ કરજે...
હું ફરી આવીશ મળવા
અને મારું
નોકરી અને ચેહર માતા નાં મંદિર નું સરનામું એને આપ્યું...
દશ વર્ષ પહેલાં મોહને ચંપલ ની લારી કરી અને અલગ-અલગ સોસાયટીમાં ફરીને વેચતો...
હું મારા પૂરાં પરિવાર માટે એની પાસે થી જ ચંપલ, સેન્ડલ લેતી...
હમણાં બે વર્ષ પહેલાં મોહને ઈસનપુર માં પોતાની ચંપલ,બૂટ ની દૂકાન ખોલી અને મારા હાથે જ ઉદ્દઘાટન કરાવ્યું...
એણે મને કહ્યું મેમ હવે તો મારા તરફથી ગિફ્ટ માં ચંપલ લઈ જાવ પણ મેં કહ્યું બેટા આ તારી મેહનત ની કમાણી છે એને આમ વેડફ નહીં...
મોહને બહું જીદ કરી ત્યારે મેં એને કહ્યું કે વચન આપ કે કોઈ જરૂરિયાત મંદ ની મદદ કરી એને આત્મનિર્ભર બનાવીને આત્મસન્માન થી જીવતાં શીખવાડીશ...
એણે હા કહી..
અને મને પગે લાગ્યો..
મેં એને આશીર્વાદ આપ્યા કે જલ્દી લગ્ન કર ને જાનમાં લઈ જજે...
એ હસી પડ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ....