Discovery - the story of rebirth -10 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | શોધ – પુર્નજન્મની ગાથા - ૧૦

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

શોધ – પુર્નજન્મની ગાથા - ૧૦

૧૭૮૨, ડિસેમ્બર

મૈસુરના યુવરાજનો રાજ્યાભિષેક થવાનો હતો. સંપૂર્ણ શ્રીરંગપટમ – મૈસુરની રાજધાનીને પુષ્પોથી શણગારવામાં આવેલી. ચોતરફ યુવરાજના નામની જયજયકાર હતી. હૈદર અલીના સંતાન તરીકે રાજાના પદ માટે યોગ્ય યુવરાજની પસંદગી થઇ ચૂકેલી. મંત્રીગણ, રાજકારોબારી, વેપારીઓ...પ્રત્યેક ગણમાં ખુશીઓની લહેર કૂદકેભૂસકે વહી રહી હતી. મહેલ હજુ સંપૂર્ણ બંધાયો નહોતો. ચણતર પૂરૂ કરવામાં હજી બે વર્ષ લાગે તેમ હતું. પરંતુ હૈદર અલીએ બાંધકામ શરૂ કરાવેલ પેલેસમાં જ યુવરાજ પોતાનો રાજ્યાભિષેક કરાવવા માંગતા હતા. આથી જ દરિયા દૌલત બાગ એટલે કે દરિયાની સંપત્તિ જે શ્રીરંગપટમનું મુખ્ય આકર્ષણ હતું, ત્યાં પ્રસંગ ગોઠવવામાં આવેલો.

રાજ્યાભિષેકના સમારોહમાં નેપોલિયનના પસંદીદા અધિકારીઓ, ફ્રાંસની સેનાના ઉપરી અધિકારીઓ, અફઘાનિસ્તાનથી ઝમાન ખાન દ્વારા મોકલાવેલ ભેટસોગાદો સાથે અધિકારીઓ હાજરી આપવા આવેલા. પ્રત્યેક આગંતુક મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવતું, તેમજ તેઓને રાજાના અંગત મિત્રો તરીકે સેવા આપવામાં આવતી હતી.

સમારોહના એક વર્ષ પહેલાં જ યુવરાજે તેમના પિતા સાથે મળીને બ્રિટીશ કંપની પાસેથી ચિત્તુર જીતી લીધું હતું. જેના કારણે યુવરાજ પાસે સેના તેમજ યુદ્ધને લગતો બહોળો અનુભવ જમા થયો. રાજ્યાભિષેકના ૨૩ દિવસ પહેલાં જ હૈદર અલી અવસાન પામ્યા હતા અને આથી જ યુવરાજને રાજગાદી સંભાળવાનો સમય આવી પહોંચેલો.

રાજ્યાભિષેકના દિવસે સૂર્યોદય થયાના બરાબર સવા ત્રણ કલાક બાદ યુવરાજનું પેલેસમાં આગમન થવાની સૂચના આવી પહોંચી. આમંત્રિત મહેમાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂકેલા. રાજકારોબારી રાજ્યાભિષેક માટેની બધી વ્યવસ્થા સાથે હાજર હતા. પ્રત્યેકને પ્રતીક્ષા હતી તો ફક્ત યુવરાજની.

એટલામાં જ દરવાને અવાજ લગાવ્યો, ‘સાવધાન...! બા-અદબ...! હોંશિયાર...! આગંતુકો, અતિથીઓ, રાજા-મહારાજા, ઉપસ્થિત નગરજનો, સેના, સર્વે સાવધાન..! મહારાજા હૈદર અલી અને મહારાણી ફાતિમા ફખ્ર-ઉન-નીસાના સુપુત્ર, એકલા હાથે વાઘને પરાસ્ત કરનાર તેવા “મૈસુરનો વાઘ”, દ્વિત્તિય એંગ્લો-મૈસુર યુદ્ધના વિજયી, યુવરાજ “બાદશાહ નસીબ અદ્દ-દવ્લાહ સુલતાન મીત ફતેહ અલી બહાદુર ટીપુ” પધારી રહ્યા છે.’

યુવરાજ પેલેસનો વિસ્તાર કે જ્યાં સમારોહ યોજાયેલો, ત્યાં મુખ્યદ્વારમાંથી પ્રેવેશ્યો. ઢીંચણ સુધી લાંબો બંધ ગળાનો સફેદ કુર્તો ધારણ કરેલો, જેની બાંયો છાતીના ભાગ પાસે દુર્લભ હીરાઓના ઉપયોગથી બનાવેલા બટન સાથે બાંધેલી હતી. કુર્તાને કમરબંધથી બાંધેલો. કમરબંધ પણ સોનાથી આવરિત અને ચમકદાર. એક જ પ્રકારના સફેદ મોતીઓની માળા ગળાને સાદાઇથી શોભાવતી હતી. તેણે ધારણ કરેલા સફેદ પાયજામામાં ખિસ્સા બનાવેલા હતા. તેમાં યુવરાજ તેમની પસંદીદા યુરોપિયન ઘડિયાળ રાખતા હતા. તે ઘડિયાળ સાથે જોડાયેલી સાંકળ ખિસ્સામાંથી ડોકિયું કરી બહાર આવી રહેલી, અને કમરબંધના છેડા પર બંધાયેલી હતી. પગમાં ચામડાના બનેલા પગરખાં, જેના આગળના ભાગ પર લોખંડનું આવરણ ચડાવેલું. પોણા બે મીટરની ઊંચાઇ ધરાવતા યુવરાજના હાથ-પગ સામાન્ય કરતાં થોડા ટૂંકા હતા. ગરદન ટૂંકી અને શ્યામ પહોળી તેજ આંખો, આકાશની દિશા તરફ વળ વાળેલી કાળી ભમ્મર મૂંછો ચહેરાને અજબનું તેજ આપતા હતા. મસ્તિષ્ક પર મૈસુર પેટા તરીકે પ્રખ્યાત, સફેદ અને કેસરી રંગથી શણગારાયેલી, સોના તેમજ તાંબાના તારથી જડિત પાઘડી યુવરાજની બહાદુરીની નિશાની હતી. જમણા હાથની આંગળીઓમાંથી ત્રણ આંગળીઓ ગ્રહના પ્રતીકરૂપના નંગજડિત વીંટીથી સુશોભતી હતી. જે દર્શાવતું હતું કે યુવરાજને ગ્રહોની દશા અને તેની અસર, એટલે કે જ્યોતિષશાસ્ત્રમાં રસ હતો. ડાબા હાથમાં તેની પસંદીદા તલવાર સાથે તીવ્ર ગતિથી યુવરાજે આસન ગ્રહણ કર્યું.

રાજકારોબારી ક્રિષ્ણાચાર્ય પૂર્ણૈયા દ્વારા યુવરાજને મહારાજ તરીકે ઘોષિત કરવામાં આવતાની સાથે સભામાં જયજયકાર થવા લાગ્યો.

‘મારા મિત્રો અને પ્રિય નગરજનો... હું તમારો જ છું અને રહીશ. કોઇ પણ બહારથી આવેલા આપણી ભૂમિને અડકી પણ નહી શકે. હું મારા પૂર્વજોએ માતૃભૂમિને આપેલા વચનને બંધાયેલ છું અને બંધાયેલો જ રહીશ. હું મહારાજ નથી, પણ આપ સર્વેની જેમ જ “નાગરીક ટીપુ” જ છું.’, યુવરાજે સભાને સંબોધી.

ફરીથી હર્ષોલ્લાસની લાગણીના વાદળો સભાખંડમાં ફરી વળ્યા. સભાએ મહારાજને પ્રેમભર્યું સંબોધન આપ્યું, ‘ટીપુ સુલતાન...!’

*****

તે જ દિવસે,

‘આપણે સતત બે યુદ્ધમાં જે ભરપાઇ કરેલ છે, તે પૂર્ણ કરવા હવે રાજ્યને વિકાસની આવશ્યકતા છે.’, પૂર્ણૈયાએ ટીપુ સામે જોયું.

ક્રિષ્ણાચાર્ય પૂર્ણૈયા, ટીપુનો ખાસ વિશ્વાસુ વ્યક્તિઓમાંનો એક હતો. તે કોઇમ્બતુર નજીકના ગામનો બ્રાહ્મણ છોકરો હતો. ખૂબ જ નાની વયે તેણે જવાબદારી સંભાળી લીધી હતી. સ્વ-શિક્ષિત, વિદ્વાન, તીવ્ર અને ચપણ મગજ, અસાધારણ વહીવટી અને હિસાબી કુશળતા ધરાવનાર વ્યક્તિ એટલે પૂર્ણૈયા. તે કર્ણાટકના ચાણક્ય તરીકે ખ્યાતનામ હતો. સામાન્ય બાંધો ધરાવતો, ઝીણી આંખો સાથે તેજસ્વી ચહેરાનો માલિક પૂર્ણૈયા ટીપુ કરતાં ઊંચાઇમાં એક વેંત ઓછો હતો. તે અને ટીપુ, ટીપુના ખાસ કક્ષમાં રાજ્યની આર્થિક સ્થિતિ બાબતે ચર્ચામાં ડૂબેલા હતા. હૈદર અલી, ટીપુના પિતાએ પેશ્વા સાથેના ક્રમિક બે યુદ્ધમાં અનુક્રમે ૨૮ અને ૩૩ લાખ શહિદોના કુંટુંબના નિર્વાહ અર્થે આપ્યા હતા. જેના કારણે રાજકોષ પર ભારે દબાણ સર્જાયું હતું. ટીપુના ખભા પર કોષની વૃદ્ધિની જવાબદારી હતી. પૂર્ણૈયા હિસાબમાં પારંગત હોવાને કારણે, ભવિષ્યમાં આર્થિક તંગી સર્જાઇ શકે તેવું અનુમાન લગાવેલું.

‘હં...તમારો શું અભિપ્રાય છે. આપણે શું કરવું જોઇએ?’, ટીપુએ આંગળીઓ પર અંગૂઠો ફેરવ્યો.

‘મહારાજ! આપણા પર પાછો સૈન્યનો ભાર પણ છે. આપણી વિરાટ સેના માટે પણ જંગી રકમની જરૂર પડે છે.’, પૂર્ણૈયાના ચહેરા પર ચિંતા વર્તાઇ.

‘સૈન્ય તો આપણું હાર્દ છે, પૂર્ણૈયા! તેના વિના બ્રિટીશ સેના સામે કેવી રીતે ટકી શકાય. પેશ્વા અને નિઝામ પણ શ્રીરંગપટમ પર આંખો ચોંટાડીને બેઠા છે. આપણી એક ભૂલ અને તેમના રાજ્યની સીમામાં આપણો સમાવેશ.’, ટીપુ ઉઠીને કક્ષની પૂર્વ દિશા તરફની ગોખ પાસે ગયો અને સૂર્યની સામે નિહાળ્યું.

‘આપણે, આપણા ફ્રાંસ અને અફઘાનિસ્તાન સાથેના સંબંધો દ્વારા રાજકોષને ભરી શકીએ તેમ છીએ.’, પૂર્ણૈયા ટીપુની પાછળ જ ઊભો રહ્યો.

‘વિચારીએ...’

‘મહારાજ! અંદર આવી શકું?’, દરવાજા પાસેથી ક્રિષ્ણા રાવનો અવાજ આવ્યો.

ક્રિષ્ણા રાવ, ટીપુના રાજ્યનો કોષાધ્યક્ષ હતો. ટીપુ દ્વારા શરૂ કરવામાં આવેલી દીવાનપ્રથાના પહેલા હિમાયતી તેઓ જ હતા. ટીપુ નાતજાતના ભેદભાવમાં માનતો નહોતો. તેણે દરેકની આવડત અને ક્ષમતા પ્રમાણે જ પસંદગી કરેલી હતી. આથી જ તો તેના કારોબારી સભ્યોમાં મરાઠાઓ વધુ પ્રમાણમાં હતા.

‘હા, કહો શું વાત છે?’, ટીપુએ રાવ સામે જોયું.

‘મહારાજ! ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા છે કે મદ્રાસના રાજ્યપાલ લોર્ડ મકાર્ટનેય આપણી તરફ પ્રસ્થાન કરી ચૂક્યા છે.’, રાવે જણાવ્યું.

‘હા, એ તો શાંતિમંત્રણા અર્થે આવી રહ્યા છે. જે અંતર્ગત આપણે અને તેઓ યુદ્ધકેદીઓને છોડવા બાબતે સંધિ કરવાના છીએ.’, પૂર્ણૈયાએ રાવને કહ્યું.

‘રાવ! તમે ખૂબ જ ચિંતિત થઇ જાવ છો. ગભરાશો નહિ. જ્યાં સુધી ટીપુ જીવે છે ત્યાં સુધી રાજ્યમાંથી કોઇ તણખલું પણ હલાવી નહિ શકે.’, ટીપુએ રાવની ચિંતા હળવી કરી.

‘જી, મહારાજ...’

ટીપુ મૂંછને વળ આપતા, ગોખમાંથી શહેર તરફ જોઇ રહ્યો હતો.

*****

‘ટીપુનું રાજનીતિ અને આર્થિક જ્ઞાન આપણને તકલીફ કરાવી શકે તેમ છે.’, એક બ્રિટિશ અધિકારીએ તેઓની અત્યંત ગોપનીય સભામાં સર્વે અધિકારીઓને સંબોધ્યા.

ટીપુએ રાજ્યની આવક વધારવા તેમજ રાજકોષને છલકાવવા, કૃષિવિજ્ઞાન અને વસ્ત્રઉદ્યોગને પ્રાધાન્ય આપ્યું હતું. કાવેરી નદીના કિનારે તેણે બંધ બનાવવાની યોજના પ્રસ્થાપિત કરી. કૃષિક્ષેત્રમાં રાજ્યે વિકાસ સાધ્યો અને દેશમાં કૃષિપ્રધાન રાજ્ય તરીકે નામના મેળવી. તેણે રાજ્યમાં પસંદગી પામેલા કારીગરોને બેંગાલ સુબહ, (આજનો બાંગ્લાદેશ અને પશ્નિમ બંગાળનો સંયુક્ત વિસ્તાર) મોકલ્યા. કારીગરોએ ત્યાં રેશમના કીડા, રેશમનું ઉત્પાદન, તાણાવાણાની પદ્ધતિ અને વિવિધ ભાત ઉત્પાદન અંગે જ્ઞાન એકઠું કરવાનું હતું. ટીપુની યુક્તિ કામ કરી ગઇ અને જોતજોતામાં મૈસુર આર્થિક ર્દષ્ટિએ ભારતમાં પ્રભુત્વ જમાવવા લાગ્યું. મૈસુરમાં તૈયાર થયેલ રેશમનું કાપડ દેશવિદેશમાં પ્રખ્યાત થવા લાગ્યું. મૈસુરનું જીવનધોરણ અને માથાદીઠ આવક બ્રિટન કરતાં પાંચ ગણી વધી ગઇ. જેના કારણે મૈસુર તેમજ ટીપુ, બ્રિટિશ અને તેમના દ્વારા સ્થાપિત ઇસ્ટ ઇંડિયા કંપનીની આંખોમાં ખીલ બની ખૂંચવા લાગ્યા. બ્રિટિશને મૈસુર પર દબદબો જોઇતો હતો.

ટીપુએ વેપાર તેમજ રાજકીય પ્રબળતા વધારવા માટે ફાંસ અને તુર્કી- અફઘાનિસ્તાન સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા માટે રાજદૂતને રવાના કર્યા. બન્ને તરફથી હકારાત્મક પ્રતિભાવ મળેલો તેમજ નેપોલિયન પણ ટીપુ સાથે વેપાર કરવાની ઇચ્છા ધરાવતો હતો. જે બ્રિટિશ પ્રભાવને ભારત પર વધતો અટકાવી શકે તેમ હતું. આથી જ બ્રિટિશ અધિકારીઓ ટીપુની વિકાસ તરફી ગતિને રોક લગાવા માંગતા હતા.

‘ચિંતા ના કરશો.’, સભામાં છેલ્લી હરોળમાં બેઠેલા એક વ્યક્તિએ હાથ ઊંચો કર્યો. વ્યક્તિ હતો ચાર્લ્સ કોર્નવોલિસ. પૂરા છ હાથ ઊંચો, ભૂરી લુચ્ચી આંખો, કેટલાય યુદ્ધો જીત્યા હોવાનું ગર્વ દર્શાવતું તેજસ્વી કપાળ, કદાવર તન સાથે છેલ્લી હરોળમાં બેઠો હતો છતાં પણ ઊભા રહીને બોલ્યો હોય તેવું લાગે.

‘કેમ ચિંતા ન કરવી?’, વિલિયમ મેડોવે વોલિસ સામે જોયું.

‘કારણ કે, આ વખતે હું તમારી સાથે છું. તમે ટીપુ પાસે યુદ્ધનો પ્રસ્તાવ લઇને જાવ અને સાથે સાથે યુદ્ધસંધિનો પ્રસ્તાવ પણ મૂકજો.’, વોલિસે સભામાં બધાની સમક્ષ નજર ફેરવી.

‘આજે આમેય આપણે તેમની સાથે કેદીઓને મુક્ત કરવા બાબતે સંધિ કરી જ રહ્યા છીએ. તો પછી યુદ્ધ અને યુદ્ધસંધિ બન્ને એકસાથે પ્રસ્તાવિત કરવાનો અર્થ શો છે?’, સભાના અધ્યક્ષ સ્થાને બિરાજેલ અધિકારીએ વોલિસ સમક્ષ શંકા દર્શાવી.

‘એ જ તો સવાલ છે...’, વોલિસ જાણે ઇચ્છતો હોય તે જ પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેમ મંદ હાસ્ય સાથે આગળ આવ્યો અને સમજાવ્યું,‘જુઓ આ વખતે આપણી પાસે સૈન્ય ઘણું છે, પણ હું સૈનિકોને શહાદત વહોરવા દેવા માંગતો નથી. એટલે યુદ્ધસંધિના હથિયારથી આપણે વેપારને ગતિ આપી શકીશું. પરંતુ ટીપુ વિષે મેં જેટલું જાણ્યું છે તે મુજબ સંધિ શક્ય નથી. તે યુદ્ધ જ સ્વીકારશે. આપણી તકનીક અને આધુનિકતા સામે તે ટકી નહિ શકે. આપણું નિશાન હશે ગુંતુર. આપણે નિઝામ અને મરાઠાઓને પણ આપણી સાથે રાખીશું અને મને ખાતરી છે કે યુદ્ધ આપણે જ જીતીશું. પછી કરીશું સંધિ. રહી વાત આજની સંધિની, ભલે થતી. આપણે વેપારીઓ છીએ, યોદ્ધાઓ નહિ..... માટે જ જેમાં ફાયદો તે જ આપણો કાયદો...સમજ્યા...!!!’

‘તો યુદ્ધ જીત્યા પછી ફરીથી સંધિ કેમ?’, મેડોવ ઊભો થઇ ગયો.

‘સંધિ એટલા માટે કે ટીપુ ફરી માથું ઉંચું ના કરે. મારી યોજના તૈયાર છે તમે ફક્ત યુદ્ધની તૈયારીઓ કરો.’, વોલિસે મેડોવને બેસવાનો ઇશારો કર્યો.

સભામાં ખળભળાટ મચી ગયો.

*****

શ્રીરંગપટમમાં સુલતાન ગઢ ચારેકોરથી શણગારવામાં આવેલો. પ્રજા, રાજા અને સૈનિકોની પ્રતીક્ષામાં હતી. ટીપુ અને બ્રિટિશ સરકાર વચ્ચેની યુદ્ધના કેદીઓને છોડવા બાબતની સંધિ સફળ રહી હતી. ટીપુ બ્રિટિશ સરકારના જેલમાંથી મુક્તિ પામેલા મૈસુરના સૈનિકો સાથે ગઢમાં પરત ફરવાનો હતો. જાણે કે યુદ્ધમાં વિજય થયો હોય તેમ શહેરમાં વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. ટીપુના વહીવટી અને હિસાબી શાસન હેઠળ પ્રજાનું જીવન ખુશખુશાલ પસાર થઇ રહ્યું હતું. તે સૈનિકો સાથે ગઢ તરફ તીવ્ર ગતિથી આવી રહ્યો હતો. શહેરના દ્વાર પર આવતાંની સાથે જ ટીપુની જય-જયકાર થવા લાગી. ઘોડાની ચાલ ધીમી પડી. પ્રજાનું અભિવાદન સ્વીકારવામાં ટીપુ અને સૈનિકો વ્યસ્ત થયા. પ્રજામાં પણ હર્ષોલ્લાસની લાગણીઓના દરિયાની ભરતીઓ આવી રહી હતી. તે ૧૭૮૦ના યુદ્ધ દરમ્યાન બંદી બનેલા સૈનિકોને પાછા લઇને આવ્યો હતો. જેના કારણે સૈન્ય બળ વધવાનું હતું અને બહારના રાજ્યો તેમજ દેશો સાથે વ્યાપારિક ર્દષ્ટિએ પણ ઘણો લાભ થવાનો હતો. માર્ગમાં ઊભેલી પ્રજા અને મકાનોમાં પહેલા માળે અગાશીમાં ઊભેલી પ્રજા ફૂલોનો વરસાદ કરી રહી હતી. ટીપુનું ધ્યાન તેમાંની જ એક અગાશી પર ગયું. અત્યંત આકર્ષક આંખો ધરાવતી સ્ત્રી, ચહેરાને જમણા હાથમાં રાખેલા વસ્ત્રથી ઢાંકી, ડાબા હાથથી ફૂલો વરસાવી રહેલી. વાયુદેવની ગતિ વધવા લાગી. પવનના જોર સામે ચહેરા પર ઢાંકેલું વસ્ત્ર ટકી શક્યું નહિ અને હાથમાંથી સરકી ગયું. વસ્ત્ર ખસતાંની સાથે જ રાજા તે સ્ત્રીનો ચહેરો નિહાળી શક્યા. ટીપુની આંખો તે સ્ત્રીની આંખો પર અટકી ગઇ અને સ્ત્રીની આંખોએ પણ પ્રતિભાવ આપ્યો. બન્નેના નયનો આસપાસના વાતાવરણને ભૂલાવી એકબીજામાં ડૂબકી લગાવા લાગ્યા.

‘મહારાજ...! તે રૂક્યા બાનુ છે.’, પૂર્ણૈયાએ ઘોડો ટીપુના ઘોડા પાસે ચલાવતા કાનમાં કહ્યું.

‘હં...કોણ..?’, ટીપુએ મોળો પ્રતિસાદ આપ્યો. તેણે નજર માર્ગ પર ટકાવી.

રૂક્યા બાનુએ પણ આંખો ફેરવી લીધી અને ત્યાંથી ચાલી નીકળી.

ટીપુએ ત્રાંસી આંખોએ અગાશી તરફ જોયું, પરંતુ બાનુ દેખાઇ નહિ.

*****